32,222
edits
(+ Pictures) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મનોભૂમિ પર જામેલો સંવેદનોનો | {{Heading|મનોભૂમિ પર જામેલો સંવેદનોનો મેળાવડો :<br>‘ગેટ ટુ ગેધર’ અને અન્ય વાર્તાઓ<br>– સાગર શાહ |પ્રિયંકા જોશી}} | ||
મેળાવડો :<br>‘ગેટ ટુ ગેધર’ અને અન્ય વાર્તાઓ<br>– સાગર શાહ |પ્રિયંકા જોશી}} | |||
[[File:Sagar Shah.jpg|200px|right]] | [[File:Sagar Shah.jpg|200px|right]] | ||
| Line 32: | Line 31: | ||
સુજી મેડિકલ કેમ્પમાં જોડાવા માટે એક ગામડામાં જાય છે. ગામડાનું વાતાવરણ તેને ફિલ્મોથી વિપરીત સાવ સામાન્ય જણાય છે. આ અનઅપેક્ષિત સત્યને તેને નિરાશ કરે છે. ત્યાર પછી તેની અકળામણ વધવા લાગે છે. દિવસો પસાર થતાં તે ઘર-પરિવારજનો અને સવિશેષ ઘરના એશ-આરામને ઝંખવા લાગે છે. પ્રથમ પુરુષ કથનકેન્દ્રથી લખાયેલ આ વાર્તામાં પૂરેપૂરી તટસ્થતા જાળવીને સચોટ કટાક્ષ ઊભો કરવામાં લેખક સફળ રહ્યા છે. ‘ગેટ ટુગેધર’ વાર્તાસંગ્રહની આ અંતિમ વાર્તા સાગર શાહની એ પછીની પાંચ અગ્રંથસ્થ વાર્તાઓ માટે સેતુરૂપ બનેલી જણાય છે. | સુજી મેડિકલ કેમ્પમાં જોડાવા માટે એક ગામડામાં જાય છે. ગામડાનું વાતાવરણ તેને ફિલ્મોથી વિપરીત સાવ સામાન્ય જણાય છે. આ અનઅપેક્ષિત સત્યને તેને નિરાશ કરે છે. ત્યાર પછી તેની અકળામણ વધવા લાગે છે. દિવસો પસાર થતાં તે ઘર-પરિવારજનો અને સવિશેષ ઘરના એશ-આરામને ઝંખવા લાગે છે. પ્રથમ પુરુષ કથનકેન્દ્રથી લખાયેલ આ વાર્તામાં પૂરેપૂરી તટસ્થતા જાળવીને સચોટ કટાક્ષ ઊભો કરવામાં લેખક સફળ રહ્યા છે. ‘ગેટ ટુગેધર’ વાર્તાસંગ્રહની આ અંતિમ વાર્તા સાગર શાહની એ પછીની પાંચ અગ્રંથસ્થ વાર્તાઓ માટે સેતુરૂપ બનેલી જણાય છે. | ||
પરિશિષ્ટના ભાગે સંગ્રહની ચાર વાર્તાઓ વિશે ગુજરાતી સાહિત્ય જગતના ચાર વરિષ્ઠ લેખકોના અભિપ્રાયો મળે છે. યોગેશ જોષીએ ‘સુજીની નવી વાર્તા’માં જાત, જીવન અને વાર્તા વિશે લેખકની સબ્જેક્ટિવિટીની સાથે ઓબ્જેક્ટિવિટીના મલ્ટિફોકલ દૃષ્ટિકોણની લીધી છે. (‘નવલેખન ગુજરાતી વાર્તાઓ’, સં. યોગેશ જોષી, નેશનલ બુક ટ્રસ્ટ). સુમન શાહ ‘વડ્ર્સ આર ઇલયુઝિવ’ને એક યુવતીના મન-હૃદયના ગૂંચવાડાને ટૂંકી વાર્તાના ફલક પર થયેલ સફળ આલેખન માને છે. (‘વાર્તા રે વાર્તા’, સં. સુમન શાહ). જયેશ ભોગયતાને ‘હું અને અનિકેતભાઈ’માં લેખકની નગરજીવનની સંવેદન-શૂન્યતાની પરિસ્થિતિ અંગેની તાટસ્થ્યપૂર્ણ નિરૂપણરીતિ નોંધનીય જણાઈ છે. (‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૧’, સં. જયેશ ભોગાયતા, ગુજરાતી સાહિત્ય પરિષદ). ‘સુજીની સમાજસેવા’ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા મોહન પરમાર કહે છે કે વાર્તાકારે વાસ્તવનાં વિવિધ રૂપોને પ્રત્યક્ષવામાં સર્જનશક્તિનો યથોચિત ઉપયોગ કર્યો છે. | પરિશિષ્ટના ભાગે સંગ્રહની ચાર વાર્તાઓ વિશે ગુજરાતી સાહિત્ય જગતના ચાર વરિષ્ઠ લેખકોના અભિપ્રાયો મળે છે. યોગેશ જોષીએ ‘સુજીની નવી વાર્તા’માં જાત, જીવન અને વાર્તા વિશે લેખકની સબ્જેક્ટિવિટીની સાથે ઓબ્જેક્ટિવિટીના મલ્ટિફોકલ દૃષ્ટિકોણની લીધી છે. (‘નવલેખન ગુજરાતી વાર્તાઓ’, સં. યોગેશ જોષી, નેશનલ બુક ટ્રસ્ટ). સુમન શાહ ‘વડ્ર્સ આર ઇલયુઝિવ’ને એક યુવતીના મન-હૃદયના ગૂંચવાડાને ટૂંકી વાર્તાના ફલક પર થયેલ સફળ આલેખન માને છે. (‘વાર્તા રે વાર્તા’, સં. સુમન શાહ). જયેશ ભોગયતાને ‘હું અને અનિકેતભાઈ’માં લેખકની નગરજીવનની સંવેદન-શૂન્યતાની પરિસ્થિતિ અંગેની તાટસ્થ્યપૂર્ણ નિરૂપણરીતિ નોંધનીય જણાઈ છે. (‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૧’, સં. જયેશ ભોગાયતા, ગુજરાતી સાહિત્ય પરિષદ). ‘સુજીની સમાજસેવા’ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા મોહન પરમાર કહે છે કે વાર્તાકારે વાસ્તવનાં વિવિધ રૂપોને પ્રત્યક્ષવામાં સર્જનશક્તિનો યથોચિત ઉપયોગ કર્યો છે. | ||
પાંચ અગ્રંથસ્થ વાર્તાઓ : | {{Poem2Close}} | ||
'''પાંચ અગ્રંથસ્થ વાર્તાઓ :''' | |||
{{Poem2Open}} | |||
‘એતદ્’ ડિસે. ૨૦૧૮માં પ્રકાશિત થયેલી વાર્તા ‘હરતું ફરતું બ્રાન્ડિંગ’ તેમની આગળની વાર્તાઓથી ભિન્ન છે. વાર્તાકાર પોતાના આંતરિક જગતમાંથી બહાર આવીને હવે સમાજ તરફ દૃષ્ટિ કરતો જણાય છે. એક સવારે મહેશભાઈ જાગીને જુએ છે તો તેમના શરીર પર પીળા રંગનો ચળકતો મોટો અંગ્રેજી ‘M’ ઉપસી આવ્યો છે. મૂંઝવણ અને વધુ આઘાતથી તેઓ બેબાકળા બની જાય છે. અહીં પત્ની, દીકરા અને વહુના પ્રત્યાઘાતો ખૂબ સહજ રીતે વ્યક્ત થયા છે. તેમના ઘરમાં સર્જાયેલ ભય અને આશંકાના માહોલથી વાચકની જિજ્ઞાસા બળવત્તર બનતી જાય છે. અહીં માનવ સ્વભાવની લાક્ષણિકતાઓનો પ્રાસંગિક ચિતાર મળે છે. જ્યારે જાણવા મળે છે કે દેશમાં ઘણાં લોકોના શરીર પર આ રીતે જુદી જુદી કંપનીના લોગો જેવા આકાર ઉપાસવા લાગ્યા છે ત્યારે મહેશભાઈની ચિંતા થોડી ઓછી થાય છે. | ‘એતદ્’ ડિસે. ૨૦૧૮માં પ્રકાશિત થયેલી વાર્તા ‘હરતું ફરતું બ્રાન્ડિંગ’ તેમની આગળની વાર્તાઓથી ભિન્ન છે. વાર્તાકાર પોતાના આંતરિક જગતમાંથી બહાર આવીને હવે સમાજ તરફ દૃષ્ટિ કરતો જણાય છે. એક સવારે મહેશભાઈ જાગીને જુએ છે તો તેમના શરીર પર પીળા રંગનો ચળકતો મોટો અંગ્રેજી ‘M’ ઉપસી આવ્યો છે. મૂંઝવણ અને વધુ આઘાતથી તેઓ બેબાકળા બની જાય છે. અહીં પત્ની, દીકરા અને વહુના પ્રત્યાઘાતો ખૂબ સહજ રીતે વ્યક્ત થયા છે. તેમના ઘરમાં સર્જાયેલ ભય અને આશંકાના માહોલથી વાચકની જિજ્ઞાસા બળવત્તર બનતી જાય છે. અહીં માનવ સ્વભાવની લાક્ષણિકતાઓનો પ્રાસંગિક ચિતાર મળે છે. જ્યારે જાણવા મળે છે કે દેશમાં ઘણાં લોકોના શરીર પર આ રીતે જુદી જુદી કંપનીના લોગો જેવા આકાર ઉપાસવા લાગ્યા છે ત્યારે મહેશભાઈની ચિંતા થોડી ઓછી થાય છે. | ||
વાર્તાના મધ્ય ભાગમાં આપેલી મહેશભાઈના પૂર્વ જીવનની થોડી વિગતો દ્વારા તેમના સંઘર્ષ અને આર્થિક સ્થિતિનો અંદાજ મળે છે. સૂત્રોથી એવું જાણવા મળે છે કે કેટલીક કંપનીઓએ કરાવેલ નિયૉન મેપિંગના કારણે લોકોના શરીર પર આ પ્રકારનાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે. લોકોને જાણ કર્યા વિના, તેમની સહમતી લીધા વિના બિનઅધિકૃત રીતે તેનો અંગત ફાયદા માટે ઉપયોગ કરવાના આ વલણમાં વિદેશી કંપનીઓની બજારવાદી માનસિકતા છતી થાય છે. વળી તે આ પ્રકારના પ્રયોગો કરવા માટે ગરીબ દેશોના જનધનનો ‘ગિની પિગ’ જેવો ઉપયોગ થતો હોવાની ઘૃણાસ્પદ બાબત પણ સૂચવે છે. સામા પક્ષે મહેશભાઈ તેના રોકડ વળતરને સ્વીકારી લે છે. આપણા બજારમાં કઈ રીતે વિદેશી કંપનીઓનો પ્રવેશ થાય છે તે અહીં સમજી શકાય છે. જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાના સિદ્ધાંતો કે સ્વાભિમાન ટકાવી રાખવું પોષાતું નથી. મેજિક રિયાલિઝમની ટેક્નિક સાથે આ વાર્તા સોશિયલ સટાયર નિષ્પન્ન કરે છે. | વાર્તાના મધ્ય ભાગમાં આપેલી મહેશભાઈના પૂર્વ જીવનની થોડી વિગતો દ્વારા તેમના સંઘર્ષ અને આર્થિક સ્થિતિનો અંદાજ મળે છે. સૂત્રોથી એવું જાણવા મળે છે કે કેટલીક કંપનીઓએ કરાવેલ નિયૉન મેપિંગના કારણે લોકોના શરીર પર આ પ્રકારનાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે. લોકોને જાણ કર્યા વિના, તેમની સહમતી લીધા વિના બિનઅધિકૃત રીતે તેનો અંગત ફાયદા માટે ઉપયોગ કરવાના આ વલણમાં વિદેશી કંપનીઓની બજારવાદી માનસિકતા છતી થાય છે. વળી તે આ પ્રકારના પ્રયોગો કરવા માટે ગરીબ દેશોના જનધનનો ‘ગિની પિગ’ જેવો ઉપયોગ થતો હોવાની ઘૃણાસ્પદ બાબત પણ સૂચવે છે. સામા પક્ષે મહેશભાઈ તેના રોકડ વળતરને સ્વીકારી લે છે. આપણા બજારમાં કઈ રીતે વિદેશી કંપનીઓનો પ્રવેશ થાય છે તે અહીં સમજી શકાય છે. જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાના સિદ્ધાંતો કે સ્વાભિમાન ટકાવી રાખવું પોષાતું નથી. મેજિક રિયાલિઝમની ટેક્નિક સાથે આ વાર્તા સોશિયલ સટાયર નિષ્પન્ન કરે છે. | ||