32,256
edits
(+1) |
(+1) |
||
| Line 14: | Line 14: | ||
લેખકે આજના સરેરાશ શહેરી યુવાનની વાત માંડી છે. આ યુવાનો શિક્ષિત, પૈસે ટકે સુખી અને સામાજિક રીતે સુરક્ષિત છે. તેમની પાસે ઊર્જા છે, સંપત્તિ છે અને અનેક વિકલ્પો છે. સર્વસ્વીકૃત માન્યતા મુજબ સંસારના સુખી જીવોમાં તેમની ગણતરી થાય છે. પરંતુ જ્યાં જીવન છે ત્યાં સમસ્યાઓ છે. વર્ગ, જાતિ અને સમાજ અનુસાર તેનું સ્વરૂપ જરૂર બદલાય છે. સંસારના આ ખાધેપીધે સુખી લોકોના જીવનમાં પણ સમસ્યાઓ છે. આજના સંપન્ન વર્ગના યુવાનને સામાજિક પ્રશ્નો ખાસ નડતા નથી. ખરું જોઈએ તો તેને સમાજની તમા રહી નથી. ‘લોકો શું કહેશે’ના કોચલામાંથી તો એ ક્યારનોય બહાર નીકળીને આગળ વધી ચૂક્યા છે. તેનો સંઘર્ષ આંતરિક છે. પોતાની ભાવના, લાગણી, અનિશ્ચિતતા અને અંગત સંબંધો સામે તે ઝઝૂમતો રહે છે. ‘ગેટ ટુગેધર’ની વાર્તાઓમાં આપણને આ યુવાનોના લાગણી, સંબંધો અને વિચારોના વિવિધ સ્તરે ચાલતા મનોસંઘર્ષનો પરિચય થાય છે. | લેખકે આજના સરેરાશ શહેરી યુવાનની વાત માંડી છે. આ યુવાનો શિક્ષિત, પૈસે ટકે સુખી અને સામાજિક રીતે સુરક્ષિત છે. તેમની પાસે ઊર્જા છે, સંપત્તિ છે અને અનેક વિકલ્પો છે. સર્વસ્વીકૃત માન્યતા મુજબ સંસારના સુખી જીવોમાં તેમની ગણતરી થાય છે. પરંતુ જ્યાં જીવન છે ત્યાં સમસ્યાઓ છે. વર્ગ, જાતિ અને સમાજ અનુસાર તેનું સ્વરૂપ જરૂર બદલાય છે. સંસારના આ ખાધેપીધે સુખી લોકોના જીવનમાં પણ સમસ્યાઓ છે. આજના સંપન્ન વર્ગના યુવાનને સામાજિક પ્રશ્નો ખાસ નડતા નથી. ખરું જોઈએ તો તેને સમાજની તમા રહી નથી. ‘લોકો શું કહેશે’ના કોચલામાંથી તો એ ક્યારનોય બહાર નીકળીને આગળ વધી ચૂક્યા છે. તેનો સંઘર્ષ આંતરિક છે. પોતાની ભાવના, લાગણી, અનિશ્ચિતતા અને અંગત સંબંધો સામે તે ઝઝૂમતો રહે છે. ‘ગેટ ટુગેધર’ની વાર્તાઓમાં આપણને આ યુવાનોના લાગણી, સંબંધો અને વિચારોના વિવિધ સ્તરે ચાલતા મનોસંઘર્ષનો પરિચય થાય છે. | ||
સંગ્રહની કુલ બાર વાર્તાઓમાંથી પાંચ વાર્તા પ્રથમ પુરુષ કથનકેન્દ્રથી કહેવામાં આવી છે અને અન્ય વાર્તાઓમાં સર્વજ્ઞ કથનરીતિનો ઉપયોગ થયો છે. બારીક અવલોકનક્ષમતા દ્વારા લેખક વાર્તાનાં પાત્રોને જીવંત કરી શક્યા છે. પોતાની અનુભવસૃષ્ટિમાંથી પ્રગટ થયેલ ભાવને શબ્દસ્થ કરવામાં લેખકે ભાષાના ભપકાને સદંતર ટાળ્યો છે. કદાચ તેથી જ તેમની વાર્તાઓ વધુ માનવીય લાગે છે. | સંગ્રહની કુલ બાર વાર્તાઓમાંથી પાંચ વાર્તા પ્રથમ પુરુષ કથનકેન્દ્રથી કહેવામાં આવી છે અને અન્ય વાર્તાઓમાં સર્વજ્ઞ કથનરીતિનો ઉપયોગ થયો છે. બારીક અવલોકનક્ષમતા દ્વારા લેખક વાર્તાનાં પાત્રોને જીવંત કરી શક્યા છે. પોતાની અનુભવસૃષ્ટિમાંથી પ્રગટ થયેલ ભાવને શબ્દસ્થ કરવામાં લેખકે ભાષાના ભપકાને સદંતર ટાળ્યો છે. કદાચ તેથી જ તેમની વાર્તાઓ વધુ માનવીય લાગે છે. | ||
પ્રથમ વાર્તાસંગ્રહ ‘ ગેટ ટુગેધર’ની વાર્તાઓ : | {{Poem2Close}} | ||
'''પ્રથમ વાર્તાસંગ્રહ ‘ ગેટ ટુગેધર’ની વાર્તાઓ :''' | |||
{{Poem2Open}} | |||
સંગ્રહની પ્રથમ વાર્તા ‘હું અને અનિકેતભાઈ’નું મુખ્ય પાત્ર અનિકેતભાઈ કથક સાથે જિમમાં જાય છે. મધ્યવસ્યક અનિકેતભાઈને ફેમિલી બિઝનેસ છે. તેમના મનમાં એક વસવસો ઘર કરી ગયો છે કે નાની ઉંમરે ધંધો સંભાળી લીધો હોવાને કારણે તેઓ કૉલેજકાળની મજા માણી શક્યા નથી. જિમ તેમના માટે મોજમસ્તી કરવા માટેની મોકળાશ આપે છે. પરંતુ તેમની સજાતીય હરકતો અને ચેનચાળાને કારણે તે જિમમાં સૌ માટે હાંસીનું પાત્ર છે અને કથકની પરેશાનીનું કારણ પણ. તેમની સાથેની મિત્રતાને કારણે કથકને પણ મશ્કરીઓ સહન કરવી પડે છે. અકળામણને અંતે તે અનિકેતભાઈ સાથે આ બાબતે સીધી વાત કરી લેવા માગે છે. | સંગ્રહની પ્રથમ વાર્તા ‘હું અને અનિકેતભાઈ’નું મુખ્ય પાત્ર અનિકેતભાઈ કથક સાથે જિમમાં જાય છે. મધ્યવસ્યક અનિકેતભાઈને ફેમિલી બિઝનેસ છે. તેમના મનમાં એક વસવસો ઘર કરી ગયો છે કે નાની ઉંમરે ધંધો સંભાળી લીધો હોવાને કારણે તેઓ કૉલેજકાળની મજા માણી શક્યા નથી. જિમ તેમના માટે મોજમસ્તી કરવા માટેની મોકળાશ આપે છે. પરંતુ તેમની સજાતીય હરકતો અને ચેનચાળાને કારણે તે જિમમાં સૌ માટે હાંસીનું પાત્ર છે અને કથકની પરેશાનીનું કારણ પણ. તેમની સાથેની મિત્રતાને કારણે કથકને પણ મશ્કરીઓ સહન કરવી પડે છે. અકળામણને અંતે તે અનિકેતભાઈ સાથે આ બાબતે સીધી વાત કરી લેવા માગે છે. | ||
પ્રથમ દૃષ્ટિએ સજાતીય વ્યક્તિની લાગતી આ વાર્તા માનવમનના અજાણ્યા ખૂણાનો પરિચય કરાવે છે. જિમમાં આવતાં અન્ય સભ્યોની અપમાનજનક ઠઠ્ઠા-મશ્કરીમાં અનિકેતભાઈ પોતે કેમ જોડાઈ જતા હશે! સતત ચાલતી રહેતી અફવાનો જાણે-અજાણે થયેલો સ્વીકાર એટલી હદે તેમનાં વર્તનમાં દેખાવા લાગે કે અનિકેતભાઈ પોતે પણ તેને માણવા લાગે! એકલા પડી જવાના ડરથી માણસ કઈ હદે ટોળાં સામે શરણાગતિ સ્વીકારી લેતો હોય છે! અનિકેતભાઈનું વિગ વિનાનું ઉઘાડું માથું તેમની નિરાવૃત્ત સ્થિતિ દર્શાવે છે. વાર્તાના અંત ભાગમાં કથક પણ આ પ્રકારની મજાકનો ભોગ બને છે અને તેને અનિકેતભાઈનું વિગ ઉતરેલું માથું યાદ આવી જાય છે. અહીં ખૂબ સૂચક રીતે વાર્તાનું શીર્ષક સાર્થક થાય છે. આ વાર્તામાં જાતિયતાના મુદ્દે સમાજ કેટલો અસંવેદનશીલ અને સંકુચિત છે તેનું ખરું ચિત્રણ થયું છે. વાર્તા કોઈ નિશ્ચિત અંત પર પહોંચતી નથી. તે વાચકને પોતાની વિચારોની દુનિયામાં એકલો છોડી દે છે. લેખકે બોલચાલની ભાષામાં કરેલું આલેખન ઘણું વાસ્તવિક લાગે છે. | પ્રથમ દૃષ્ટિએ સજાતીય વ્યક્તિની લાગતી આ વાર્તા માનવમનના અજાણ્યા ખૂણાનો પરિચય કરાવે છે. જિમમાં આવતાં અન્ય સભ્યોની અપમાનજનક ઠઠ્ઠા-મશ્કરીમાં અનિકેતભાઈ પોતે કેમ જોડાઈ જતા હશે! સતત ચાલતી રહેતી અફવાનો જાણે-અજાણે થયેલો સ્વીકાર એટલી હદે તેમનાં વર્તનમાં દેખાવા લાગે કે અનિકેતભાઈ પોતે પણ તેને માણવા લાગે! એકલા પડી જવાના ડરથી માણસ કઈ હદે ટોળાં સામે શરણાગતિ સ્વીકારી લેતો હોય છે! અનિકેતભાઈનું વિગ વિનાનું ઉઘાડું માથું તેમની નિરાવૃત્ત સ્થિતિ દર્શાવે છે. વાર્તાના અંત ભાગમાં કથક પણ આ પ્રકારની મજાકનો ભોગ બને છે અને તેને અનિકેતભાઈનું વિગ ઉતરેલું માથું યાદ આવી જાય છે. અહીં ખૂબ સૂચક રીતે વાર્તાનું શીર્ષક સાર્થક થાય છે. આ વાર્તામાં જાતિયતાના મુદ્દે સમાજ કેટલો અસંવેદનશીલ અને સંકુચિત છે તેનું ખરું ચિત્રણ થયું છે. વાર્તા કોઈ નિશ્ચિત અંત પર પહોંચતી નથી. તે વાચકને પોતાની વિચારોની દુનિયામાં એકલો છોડી દે છે. લેખકે બોલચાલની ભાષામાં કરેલું આલેખન ઘણું વાસ્તવિક લાગે છે. | ||