32,519
edits
No edit summary |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
કવિ કાન્તનાં પરિપક્વ, ભાવજગતને સ્પર્શતાં, ખળભળાવતાં ખંડકાવ્યોની સૃષ્ટિમાં ડોકિયું કરતાં દેખાય છે કાન્તનો મનુષ્ય પ્રત્યેનો સદ્ભાવ ને સમભાવ, જીવન માટે આવશ્યક એવી નૈસર્ગિક ઇચ્છાઓ, આકાંક્ષાઓ ને વૃત્તિઓને જીવવાને બાદલ, ઉપભોગવાને બદલે એ વૃત્તિઓને કારણે મનુષ્યને જે વેઠવું પડે છે તે જોઈને ઋજુ ‘કોમળ કવિ કાન્ત' મથામણમાં મુકાયા છે. | કવિ કાન્તનાં પરિપક્વ, ભાવજગતને સ્પર્શતાં, ખળભળાવતાં ખંડકાવ્યોની સૃષ્ટિમાં ડોકિયું કરતાં દેખાય છે કાન્તનો મનુષ્ય પ્રત્યેનો સદ્ભાવ ને સમભાવ, જીવન માટે આવશ્યક એવી નૈસર્ગિક ઇચ્છાઓ, આકાંક્ષાઓ ને વૃત્તિઓને જીવવાને બાદલ, ઉપભોગવાને બદલે એ વૃત્તિઓને કારણે મનુષ્યને જે વેઠવું પડે છે તે જોઈને ઋજુ ‘કોમળ કવિ કાન્ત' મથામણમાં મુકાયા છે. | ||
એમ તો આપણે ત્યાં મહાકવિ ને આદિકવિ વાલ્મીકિના ચિત્તમાં પણ કામમોહિત એવા ક્રૌંચયુગલમાંના એકને મારતા પારધીને જોઈને જબરદસ્ત સંક્ષોભ પેદા થયો ને આપણું પ્રથમ મહા ને મહાન કાવ્ય જન્મ્યું. પણ વાલ્મીકિનો સંક્ષોભ અન્યને માટે હતો, જીવનથી વિરક્ત થયેલા સંન્યાસીનો હતો તેથી એમાં દૃષ્ટાભાવ રહેતો હતો. વાલ્મીકિનું રુદન કરુણામાંથી પ્રગટ્યું એમ કહી શકાય, જ્યારે કાન્તની વેદનામાં કેટલોક સ્વાનુભવ પણ ભળ્યો હોઈ, કાન્ત કરુણાના નહીં, પણ કરુણના કવિ બન્યા, વિશેષતઃ ખંડકાવ્યોમાં. આથી, કાન્તનાં કાવ્યોમાં ગાંભીર્ય છે, માધુર્ય પણ છે, પણ તેમની વેદના તેમને મુદિતાના કવિ બનાવી શકી નથી. ‘વસંતવિજય' આ વાતનું પ્રસ્થાપન કરે છે. | એમ તો આપણે ત્યાં મહાકવિ ને આદિકવિ વાલ્મીકિના ચિત્તમાં પણ કામમોહિત એવા ક્રૌંચયુગલમાંના એકને મારતા પારધીને જોઈને જબરદસ્ત સંક્ષોભ પેદા થયો ને આપણું પ્રથમ મહા ને મહાન કાવ્ય જન્મ્યું. પણ વાલ્મીકિનો સંક્ષોભ અન્યને માટે હતો, જીવનથી વિરક્ત થયેલા સંન્યાસીનો હતો તેથી એમાં દૃષ્ટાભાવ રહેતો હતો. વાલ્મીકિનું રુદન કરુણામાંથી પ્રગટ્યું એમ કહી શકાય, જ્યારે કાન્તની વેદનામાં કેટલોક સ્વાનુભવ પણ ભળ્યો હોઈ, કાન્ત કરુણાના નહીં, પણ કરુણના કવિ બન્યા, વિશેષતઃ ખંડકાવ્યોમાં. આથી, કાન્તનાં કાવ્યોમાં ગાંભીર્ય છે, માધુર્ય પણ છે, પણ તેમની વેદના તેમને મુદિતાના કવિ બનાવી શકી નથી. ‘વસંતવિજય' આ વાતનું પ્રસ્થાપન કરે છે. | ||
કાન્તનાં અન્ય જાણીતાં ખંડકાવ્યો ‘ચક્રવાકમિથુન’, | કાન્તનાં અન્ય જાણીતાં ખંડકાવ્યો ‘ચક્રવાકમિથુન’, ‘અતિજ્ઞાન’ વગેરેની જેમ વસંતવિજય'માં પણ વેદનાનો, જીવનની વિષમતાનો મનુષ્ય અનુભવવો પડતો ભાર ને પ્રભાવ એક ઓછાયો થઈને ઝળૂંબે છે. માનવજીવનને ટકાવનારી અનિવાર્ય આવશ્યકતાઓમાંની કોઈને જ્યારે મનુષ્ય પાસેથી અકારણ છીનવી લેવામાં આવે છે ત્યારે માનવી છિન્નભિન્ન બને છે. જીવનને પામવા મથતી એવી, જીવનની જાણતલ વ્યક્તિ પણ બીજા મનુષ્યના જીવનમાં બનતી આવી ઘટનાને લઈને છિન્નભિન્ન બને છે. કાન્તે મનુષ્યજીવનના જાણતલ તરીકે જીવનની આવી એક ક્ષણને પકડી છે. આ ક્ષણ તે વસંતના વિજયની, મનુષ્ય પર થતા પ્રકૃતિના વિજયની ક્ષણ. અલબત્ત, કાન્તે ધીમે ધીમે સ્ફુટ કર્યું છે તેમ એની પાછળ સક્રિય તો છે વૃત્તિનો વિજય, નહીં કે વસંતનો. | ||
‘વસંતવિજય’નો નાયક છે વીરવર રાજેન્દ્ર પાંડુ, એની ઓળખ આપવાની સ્વાભાવિક રીતે જ જરૂર ન હોય તેમાંયે આ તો ખંડકાવ્ય. આથી પાંડુના જીવનની એક અંગત ક્ષણને લઈને કાવ્ય આ રીતે આરંભાય છે : ‘નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે, આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે.' | ‘વસંતવિજય’નો નાયક છે વીરવર રાજેન્દ્ર પાંડુ, એની ઓળખ આપવાની સ્વાભાવિક રીતે જ જરૂર ન હોય તેમાંયે આ તો ખંડકાવ્ય. આથી પાંડુના જીવનની એક અંગત ક્ષણને લઈને કાવ્ય આ રીતે આરંભાય છે : ‘નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે, આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે.' | ||
આ ઉક્તિ પાંડુની બીજી પત્ની માદ્રીની છે. પહેલી જ ક્ષણે માદ્રી ને પાંડુની સહોપસ્થિતિથી કાવ્ય ઊઘડે છે. આરંભે જ ભૂતકાળ ને વર્તમાન સંધાય છે ને ભવિષ્યને ચીંધે છે. હજુ પૂરેપૂરી સવાર પડી નથી, એટલું જ નહીં, પણ હજુ તો સવાર પડવાને ઘણી વાર છે એવી રાત્રી વેળાએ જ ઊઠી જતા- જાગી જતા નહીં - એવા પર્ણકુટિના વાસી, વાનપ્રસ્થી જીવતા પાંડુને ઊઠવાની ના પાડતી માદ્રી પણ જાગતી જ પડી હશે ને? આખાય કાવ્યમાં આ બંને માટે વપરાયેલો ‘દંપતી' શબ્દ અહીંથી જ સૂચક રીતે સાર્થક થાય છે. પાંડુની આજની અસ્વસ્થતાનું કારણ છે પ્રશાંત નિદ્રા ન આવવી તે. પ્રશાન્ત નિદ્રા ન આવવાના મૂળમાં છે દુઃસ્વપ્નો. આથી ઊઠી જઈને એ બહાર નીકળે છે. ને ત્યારે જ તેના કાને પડે છે માદ્રીની આ ચેતવણી, જેમાં પાંડુની આંતિરક સ્થિતિનો, ચેતનાની રાત્રિનો નિર્દેશ પણ અજાણ્યે જ થઈ જાય છે. માદ્રી જાણે લવી ઊઠી છે. તેની આ ઉક્તિ દ્વારા જાણે એની પોતાની સ્થિતિ પણ પાંડુ જેવી જ છે એવું પણ અનુમાન કરવાનું મન થાય. | આ ઉક્તિ પાંડુની બીજી પત્ની માદ્રીની છે. પહેલી જ ક્ષણે માદ્રી ને પાંડુની સહોપસ્થિતિથી કાવ્ય ઊઘડે છે. આરંભે જ ભૂતકાળ ને વર્તમાન સંધાય છે ને ભવિષ્યને ચીંધે છે. હજુ પૂરેપૂરી સવાર પડી નથી, એટલું જ નહીં, પણ હજુ તો સવાર પડવાને ઘણી વાર છે એવી રાત્રી વેળાએ જ ઊઠી જતા- જાગી જતા નહીં - એવા પર્ણકુટિના વાસી, વાનપ્રસ્થી જીવતા પાંડુને ઊઠવાની ના પાડતી માદ્રી પણ જાગતી જ પડી હશે ને? આખાય કાવ્યમાં આ બંને માટે વપરાયેલો ‘દંપતી' શબ્દ અહીંથી જ સૂચક રીતે સાર્થક થાય છે. પાંડુની આજની અસ્વસ્થતાનું કારણ છે પ્રશાંત નિદ્રા ન આવવી તે. પ્રશાન્ત નિદ્રા ન આવવાના મૂળમાં છે દુઃસ્વપ્નો. આથી ઊઠી જઈને એ બહાર નીકળે છે. ને ત્યારે જ તેના કાને પડે છે માદ્રીની આ ચેતવણી, જેમાં પાંડુની આંતિરક સ્થિતિનો, ચેતનાની રાત્રિનો નિર્દેશ પણ અજાણ્યે જ થઈ જાય છે. માદ્રી જાણે લવી ઊઠી છે. તેની આ ઉક્તિ દ્વારા જાણે એની પોતાની સ્થિતિ પણ પાંડુ જેવી જ છે એવું પણ અનુમાન કરવાનું મન થાય. | ||
| Line 51: | Line 51: | ||
પાંડુ માટે આ વૃત્તિનો આ પ્રકારનો ઉદય અણકલ્યો છે. કાલિદાસના યક્ષ કરતાં જુદી રીતે એ સ્વાધિકારથી પ્રમત્ત થઈ ગયો છે ને જ્યારે વૃત્તિ જાગી છે ત્યારે આવનારા ભવિષ્યને અવગણીને એ કહી બેસે છે : | પાંડુ માટે આ વૃત્તિનો આ પ્રકારનો ઉદય અણકલ્યો છે. કાલિદાસના યક્ષ કરતાં જુદી રીતે એ સ્વાધિકારથી પ્રમત્ત થઈ ગયો છે ને જ્યારે વૃત્તિ જાગી છે ત્યારે આવનારા ભવિષ્યને અવગણીને એ કહી બેસે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘દેવી! વિચાર કરવા સઘળા તજી દે : | ||
રે હાય! સ્પર્શસુખ, પ્રાણસખી! હજી દે!’</poem>'''}} | રે હાય! સ્પર્શસુખ, પ્રાણસખી! હજી દે!’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અત્યાર સુધી મળેલા સ્પર્શસુખથી સંતોષ ન થતાં પાંડુ માગી બેસે છે વધુ ને વધુ સ્પર્શ. પતિના દુઃખને ન જોઈ શકતી હોય તેમ માદ્રી વિચાર કરવાનો સમય ન રહેતા પાંડુની ભૂજામાં ને એ કારણે વૈધવ્યના જડબામાં ઝંપલાવી દે છે. એ ક્ષણ બંનેના એકત્વની સાથોસાથ પાંડુના મૃત્યુની પણ નીવડે છે. | અત્યાર સુધી મળેલા સ્પર્શસુખથી સંતોષ ન થતાં પાંડુ માગી બેસે છે વધુ ને વધુ સ્પર્શ. પતિના દુઃખને ન જોઈ શકતી હોય તેમ માદ્રી વિચાર કરવાનો સમય ન રહેતા પાંડુની ભૂજામાં ને એ કારણે વૈધવ્યના જડબામાં ઝંપલાવી દે છે. એ ક્ષણ બંનેના એકત્વની સાથોસાથ પાંડુના મૃત્યુની પણ નીવડે છે. | ||
કાન્તનો બહુ ચર્ચાયેલ કરુણ, આ કાવ્યનું પુનર્મૂલ્યાંકન કરતાં કેટલાક નવા વિચારો પણ પ્રેરે તેમ છે. સ્થૂળ દૃષ્ટિએ પાંડુ કરુણનું ભાજન બનતો જણાય; પણ અહીં વસંતને બદલે વૃત્તિનો વિજય જોવામાં આવ્યો હોત તો આ કાવ્ય કરુણનું નહીં, પણ કરુણાનું બની શક્યું હોત. જે વાલ્મીકિએ, વ્યાસે ને કાલિદાસે અનુભવી છે. આ મહાકવિઓ પાસે અખિલાઈભર્યું દર્શન હોવાથી તેમના નાયકોને સમભાવની જરૂર પડી નથી. અલબત્ત, કાન્તનું જીવનદર્શન પણ કંઈ અસ્વીકાર્ય કે અયથાર્થ છે એમ તો નહીં કહી શકાય. અર્જુનના વિષાદની સ્થિતિને જેમ કૃષ્ણે | કાન્તનો બહુ ચર્ચાયેલ કરુણ, આ કાવ્યનું પુનર્મૂલ્યાંકન કરતાં કેટલાક નવા વિચારો પણ પ્રેરે તેમ છે. સ્થૂળ દૃષ્ટિએ પાંડુ કરુણનું ભાજન બનતો જણાય; પણ અહીં વસંતને બદલે વૃત્તિનો વિજય જોવામાં આવ્યો હોત તો આ કાવ્ય કરુણનું નહીં, પણ કરુણાનું બની શક્યું હોત. જે વાલ્મીકિએ, વ્યાસે ને કાલિદાસે અનુભવી છે. આ મહાકવિઓ પાસે અખિલાઈભર્યું દર્શન હોવાથી તેમના નાયકોને સમભાવની જરૂર પડી નથી. અલબત્ત, કાન્તનું જીવનદર્શન પણ કંઈ અસ્વીકાર્ય કે અયથાર્થ છે એમ તો નહીં કહી શકાય. અર્જુનના વિષાદની સ્થિતિને જેમ કૃષ્ણે ‘વ્યક્તમધ્ય'ની કહી છે તેવું જ કાન્તના દર્શન વિશે કહી શકાય. ઉપરછલ્લી રીતે જોતાં જેમ અર્જુનનો વિષાદ સાચો જણાય છે તેમ કાન્તનો પણ છે. આથી જ પાંડુના જીવનમાં ઘટતી આ વિષમ ઘટનામાં તેમણે નિયતિનું પ્રાબલ્ય જોયું છે. વસંતની એ સવારે ક્રમશઃ ઘટતી ઘટનાઓ બહુ જ સ્વાભાવિક રીતે પ્રતીતિકર જણાય છે. અહીં ઊઠતો કરુણ અનેક રીતે તપાસતાં નીચેના મુદ્દાઓ ઊપસી આવે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>{{gap|2.5em}}(૧) પાંડુને દામ્પત્યસુખ માણી ન શકવાનો મળેલો શાપ ટ્રેજેડી છે. | <poem>{{gap|2.5em}}(૧) પાંડુને દામ્પત્યસુખ માણી ન શકવાનો મળેલો શાપ ટ્રેજેડી છે. | ||
| Line 65: | Line 65: | ||
પાંડુની પરિસ્થિતિ જોતાં જણાય છે કે પાંડુને જાગેલી રતિભાવની વૃત્તિમાં કરુણ નથી; એ વૃત્તિ પર તેનો કાબૂ નથી એ પણ પાંડુનો દોષ નથી. પોતાની વૃત્તિ પર એ કાબૂ ગુમાવી બેઠો છે, એ જાણવા છતાં એ જાગ્રત થતો નથી ત્યાં પણ કરુણ જન્મતો નથી. કરુણ તો ત્યાં છે કે કામ ભોગવવાનો માનવસહજ અધિકાર એ ગુમાવી બેઠો છે. એના કરતાંયે દુઃખદ પરિસ્થિતિ એ છે કે શાપ મળ્યા પછી વાનપ્રસ્થી પાળતો, મન પર અધિકાર જમાવી શકેલો પાંડુ - એટલો અધિકાર કે રતિની વૃત્તિને આશ્ચર્યથી જોઈ શકે એટલી હદે રતિથી તટસ્થ થયેલો પાંડુ - અચાનક બ્રહ્મર્ષિમાંથી રાજર્ષિની હદમાં સરકી પડે છે એવું કશુંક તેને થઈ જાય છે. તેના હાથમાંથી છટકી ગયેલું તેનું મન એને જાગ્રત થવાની પણ તક રહેવા દેતું નથી ને ક્ષણમાં તેને તપોભંગ બનાવી દે છે. કાન્તને દુઃખ એ વાતનું છે કે આ ઘટના હજારો વર્ષ પહેલાંની છે; એને હજારો વર્ષ વીતી ગયાં: પણ આજેય આ વાત ત્યાં ને ત્યાં ઊભી છે - જુદાં જુદાં પાંડુ-માદ્રીને લઈને માનવી ઉપર મનનો આ અધિકાર આ કૃતિને કરુણ ઠેરવે છે. આનંદશંકર જેને પશુવૃત્તિ કહે છે તે આ હશે? | પાંડુની પરિસ્થિતિ જોતાં જણાય છે કે પાંડુને જાગેલી રતિભાવની વૃત્તિમાં કરુણ નથી; એ વૃત્તિ પર તેનો કાબૂ નથી એ પણ પાંડુનો દોષ નથી. પોતાની વૃત્તિ પર એ કાબૂ ગુમાવી બેઠો છે, એ જાણવા છતાં એ જાગ્રત થતો નથી ત્યાં પણ કરુણ જન્મતો નથી. કરુણ તો ત્યાં છે કે કામ ભોગવવાનો માનવસહજ અધિકાર એ ગુમાવી બેઠો છે. એના કરતાંયે દુઃખદ પરિસ્થિતિ એ છે કે શાપ મળ્યા પછી વાનપ્રસ્થી પાળતો, મન પર અધિકાર જમાવી શકેલો પાંડુ - એટલો અધિકાર કે રતિની વૃત્તિને આશ્ચર્યથી જોઈ શકે એટલી હદે રતિથી તટસ્થ થયેલો પાંડુ - અચાનક બ્રહ્મર્ષિમાંથી રાજર્ષિની હદમાં સરકી પડે છે એવું કશુંક તેને થઈ જાય છે. તેના હાથમાંથી છટકી ગયેલું તેનું મન એને જાગ્રત થવાની પણ તક રહેવા દેતું નથી ને ક્ષણમાં તેને તપોભંગ બનાવી દે છે. કાન્તને દુઃખ એ વાતનું છે કે આ ઘટના હજારો વર્ષ પહેલાંની છે; એને હજારો વર્ષ વીતી ગયાં: પણ આજેય આ વાત ત્યાં ને ત્યાં ઊભી છે - જુદાં જુદાં પાંડુ-માદ્રીને લઈને માનવી ઉપર મનનો આ અધિકાર આ કૃતિને કરુણ ઠેરવે છે. આનંદશંકર જેને પશુવૃત્તિ કહે છે તે આ હશે? | ||
આ પ્રકારના કરુણને ઘૂંટવા માટે જ પ્રકૃતિનો અહીં કાન્તે ઉપયોગ કર્યો છે. આથી જ અહીં પ્રકૃતિ પાંડુના ભાવજગતની પડછે ચુપચાપ વહ્યા કરે છે. અને.. નિમિત્ત બનેલી પ્રકૃતિ, કાન્તે વાપરેલા અલંકારો, માદ્રી, કુંતી - સઘળું કંઈ પાંડુની વૃત્તિનાં ઉછાળના વજનમાં જાણે કે દૂર પડ્યું રહે છે. કાન્તની કવિતાનો આ વિજય છે. વૃત્તિને વશ થતા પાંડુના નિરૂપણમાં પણ ક્યાંય માનવગૌરવનો ભંગ થતો નથી. રાજાને છાજે તેવું પાંડુનું આભિજાત્ય છેક સુધી જળવાયું છે. તેના મૃત્યુની લકીર પણ આછેરી દોરીને કાન્ત ખસી ગયા છે. | આ પ્રકારના કરુણને ઘૂંટવા માટે જ પ્રકૃતિનો અહીં કાન્તે ઉપયોગ કર્યો છે. આથી જ અહીં પ્રકૃતિ પાંડુના ભાવજગતની પડછે ચુપચાપ વહ્યા કરે છે. અને.. નિમિત્ત બનેલી પ્રકૃતિ, કાન્તે વાપરેલા અલંકારો, માદ્રી, કુંતી - સઘળું કંઈ પાંડુની વૃત્તિનાં ઉછાળના વજનમાં જાણે કે દૂર પડ્યું રહે છે. કાન્તની કવિતાનો આ વિજય છે. વૃત્તિને વશ થતા પાંડુના નિરૂપણમાં પણ ક્યાંય માનવગૌરવનો ભંગ થતો નથી. રાજાને છાજે તેવું પાંડુનું આભિજાત્ય છેક સુધી જળવાયું છે. તેના મૃત્યુની લકીર પણ આછેરી દોરીને કાન્ત ખસી ગયા છે. | ||
પાંડુ સાથે, પાંડુની વૃત્તિ સાથે કાન્તે અનુભવેલું સમસંવેદન એલિયટની ઉક્તિની યાદ અપાવે છે : | પાંડુ સાથે, પાંડુની વૃત્તિ સાથે કાન્તે અનુભવેલું સમસંવેદન એલિયટની ઉક્તિની યાદ અપાવે છે : ‘Everyone talks of poetry, but no one offers a poem.’ કાન્તે મિતભાષી બનીને છવાઈ જવાનો યશ ‘વસંતવિજય'માં ચોક્કસપણે મેળવ્યો છે. એ જીવનની ગહનતાને પામવાની કાન્તની મથામણમાં જ એમની કવિતાનો વિજય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|❖}} | {{center|❖}} | ||