31,386
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૫. કાન્તકૃત | {{Heading|૨૫. કાન્તકૃત ‘વસંતવિજય'માં પુરાકલ્પન|શિરીષ પંચાલ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 10: | Line 10: | ||
હવે કાન્ત 'વસંતવિજય'માં શું કરે છે? એ પોતાની રચનામાં બીજા કોઈ સંદર્ભો આણતા નથી, માત્ર વહેલી પરોઢથી માંડીને નમતા પહોર સુધીનો સમય સ્વીકારે છે. સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ, કવિ પોતાની અન્ય રચનાઓમાં શું કરે છે? ‘દેવયાની’, ‘ચક્રવાકમિથુન', 'અતિજ્ઞાન' અને 'વસન્તવિજય' આ ચારેય રચનાઓમાં સમયનો એવો કોઈ વિસ્તૃત ફલક આલેખાયો નથી; સાવ મર્યાદિત સમયપટમાં રહીને જ કાર્ય થાય છે. વળી ચારેય કાવ્યોમાં સ્ત્રી અને પુરુષ સિવાય બીજા કોઈ મનુષ્યો પ્રવેશતાં નથી. અતિજ્ઞાનમાં તો દ્રૌપદી સાથે સમય પસાર થાય છે, કોઈ સંવાદ થતો નથી, ‘ચક્રવાકમિથુન'માં પંખીયુગલ આખરે તો રૂપકાત્મક ભૂમિકાએ માનવયુગલ જ છે. આમ કાન્તનાં કાવ્યો પાછળ ધીમેધીમે એક ભાત ઊઘડતી આવે છે, અને એ ભાત જ એમની આવી કોઈ પણ કૃતિને વિશિષ્ટ પરિમાણ સંપડાવી આપવામાં સહાયરૂપ થાય છે. કાન્તે પસંદ કરેલાં બધાં કથાનકોમાં શાપયોજનાની વાત ભલે કાન્તની ન હોય અને પરંપરાપ્રાપ્ત હોય પણ કાન્તે જે જે પસંદગી કરી એ દરેકની પાછળ આવી કોઈ શાપયોજનાનું હોવું એ જ સૂચવે છે કે કાન્ત પાસે એક વિશિષ્ટ પ્રકારની દૃષ્ટિ છે અને એ દૃષ્ટિને પેલી કાવ્યની સૃષ્ટિ સાથે એકાકાર કરી મૂકે છે. આપણે બીજી રચનાઓની વાત ન કરીએ અને 'વસંતવિજય'ની જ વાત કરીએ. | હવે કાન્ત 'વસંતવિજય'માં શું કરે છે? એ પોતાની રચનામાં બીજા કોઈ સંદર્ભો આણતા નથી, માત્ર વહેલી પરોઢથી માંડીને નમતા પહોર સુધીનો સમય સ્વીકારે છે. સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ, કવિ પોતાની અન્ય રચનાઓમાં શું કરે છે? ‘દેવયાની’, ‘ચક્રવાકમિથુન', 'અતિજ્ઞાન' અને 'વસન્તવિજય' આ ચારેય રચનાઓમાં સમયનો એવો કોઈ વિસ્તૃત ફલક આલેખાયો નથી; સાવ મર્યાદિત સમયપટમાં રહીને જ કાર્ય થાય છે. વળી ચારેય કાવ્યોમાં સ્ત્રી અને પુરુષ સિવાય બીજા કોઈ મનુષ્યો પ્રવેશતાં નથી. અતિજ્ઞાનમાં તો દ્રૌપદી સાથે સમય પસાર થાય છે, કોઈ સંવાદ થતો નથી, ‘ચક્રવાકમિથુન'માં પંખીયુગલ આખરે તો રૂપકાત્મક ભૂમિકાએ માનવયુગલ જ છે. આમ કાન્તનાં કાવ્યો પાછળ ધીમેધીમે એક ભાત ઊઘડતી આવે છે, અને એ ભાત જ એમની આવી કોઈ પણ કૃતિને વિશિષ્ટ પરિમાણ સંપડાવી આપવામાં સહાયરૂપ થાય છે. કાન્તે પસંદ કરેલાં બધાં કથાનકોમાં શાપયોજનાની વાત ભલે કાન્તની ન હોય અને પરંપરાપ્રાપ્ત હોય પણ કાન્તે જે જે પસંદગી કરી એ દરેકની પાછળ આવી કોઈ શાપયોજનાનું હોવું એ જ સૂચવે છે કે કાન્ત પાસે એક વિશિષ્ટ પ્રકારની દૃષ્ટિ છે અને એ દૃષ્ટિને પેલી કાવ્યની સૃષ્ટિ સાથે એકાકાર કરી મૂકે છે. આપણે બીજી રચનાઓની વાત ન કરીએ અને 'વસંતવિજય'ની જ વાત કરીએ. | ||
કાન્તનો પાંડુ ફરજિયાત તાપસધર્મ સ્વીકારીને બેઠો છે – એની સામે બીજો કોઈ વિકલ્પ નથી, દીર્ઘજીવન અને અલ્પઆયુષ્ય બેમાંથી પસંદગી કરવાની હતી. તેણે પસંદગી તો કરી નાખી અને પોતાની ઉપરવટ જઈને આ નિર્ણય કર્યો હતો, પણ એ નિર્ણય (અથવા તો પેલો શાપ) જે માત્ર અપરાધ કરનારને નહીં પણ નિરપરાધીને ય દંડે છે. કિંદમને શાપ આપતી વખતે એવો કોઈ ખ્યાલ ન હતો કે એનો ભોગ માત્ર પાંડુ જ નહીં, માદ્રી પણ બનશે. વ્યાસ તો આ વિશે કશી ચોખવટ કરતા નથી, પણ કાન્તને માદ્રીની પરિસ્થિતિનો ખ્યાલ છે - કાવ્યનો આરંભ માદ્રીની નાટ્યાત્મક ઉક્તિથી થાય છે. | કાન્તનો પાંડુ ફરજિયાત તાપસધર્મ સ્વીકારીને બેઠો છે – એની સામે બીજો કોઈ વિકલ્પ નથી, દીર્ઘજીવન અને અલ્પઆયુષ્ય બેમાંથી પસંદગી કરવાની હતી. તેણે પસંદગી તો કરી નાખી અને પોતાની ઉપરવટ જઈને આ નિર્ણય કર્યો હતો, પણ એ નિર્ણય (અથવા તો પેલો શાપ) જે માત્ર અપરાધ કરનારને નહીં પણ નિરપરાધીને ય દંડે છે. કિંદમને શાપ આપતી વખતે એવો કોઈ ખ્યાલ ન હતો કે એનો ભોગ માત્ર પાંડુ જ નહીં, માદ્રી પણ બનશે. વ્યાસ તો આ વિશે કશી ચોખવટ કરતા નથી, પણ કાન્તને માદ્રીની પરિસ્થિતિનો ખ્યાલ છે - કાવ્યનો આરંભ માદ્રીની નાટ્યાત્મક ઉક્તિથી થાય છે. | ||
'નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે! | {{Poem2Close}} | ||
આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. | {{Block center|'''<poem>'નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે! | ||
આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
પાંડુને આવેલું દુઃસ્વપ્ન, ધીમેથી શયન છોડીને તેનું બહાર જવું અને જતાં વેંત માદ્રીની આ ઉક્તિ - આ બંનેને એકરૂપ કરી નાખતી પ્રાસયોજના - અહીં કવિએ માદ્રીની પરિસ્થિતિ વ્યંજનાથી આપણી આગળ મૂર્ત કરી દીધી - તે પણ જાગતી જ પડી રહી હતી, તો જ જરા સરખા સંચારે તે બોલો ઊઠી, અને પછી એના પડઘા સંભળાતા રહે છે. અહીં આપણો આશય 'વસંતવિજય'ની સંરચના તપાસવાનો નથી, વળી મહાભારતના કથાનકનું કાન્ત કેવું નવું અર્થઘટન કરે છે એ તપાસવાનો પણ નથી; માત્ર જેને આપણે પુરાકલ્પનપ્રધાન વાતાવરણ કહીએ છીએ તે તપાસવાનો છે. કાન્ત કયા પ્રકારની આદિમ સૃષ્ટિનું નિર્માણ કરે છે. | પાંડુને આવેલું દુઃસ્વપ્ન, ધીમેથી શયન છોડીને તેનું બહાર જવું અને જતાં વેંત માદ્રીની આ ઉક્તિ - આ બંનેને એકરૂપ કરી નાખતી પ્રાસયોજના - અહીં કવિએ માદ્રીની પરિસ્થિતિ વ્યંજનાથી આપણી આગળ મૂર્ત કરી દીધી - તે પણ જાગતી જ પડી રહી હતી, તો જ જરા સરખા સંચારે તે બોલો ઊઠી, અને પછી એના પડઘા સંભળાતા રહે છે. અહીં આપણો આશય 'વસંતવિજય'ની સંરચના તપાસવાનો નથી, વળી મહાભારતના કથાનકનું કાન્ત કેવું નવું અર્થઘટન કરે છે એ તપાસવાનો પણ નથી; માત્ર જેને આપણે પુરાકલ્પનપ્રધાન વાતાવરણ કહીએ છીએ તે તપાસવાનો છે. કાન્ત કયા પ્રકારની આદિમ સૃષ્ટિનું નિર્માણ કરે છે. | ||
માદ્રીની આ પ્રારંભિક ઉક્તિમાં એક માર્મિકતા છે. ‘આ બધું ઘોર અંધારું'નો સંકેત ‘વર્તમાન' કરીએ તો જે વર્તમાન તાપસધર્મ છે તે અંધકારમય ગણાય; એ અંધકારમાંથી પ્રકાશમાં જવાને જાણે કે બહુ વાર છે. આદિમ ચેતનામાં ફળદ્રુપતાની એક રીતે પૂરેપૂરી સ્વીકૃતી હતી. સૃષ્ટિમાં જે કંઈ છે તે સર્વ કામમય બનવા માટે અધીર છે, જો સમગ્ર સૃષ્ટિ કામ અને પ્રજનન માટે સર્જાયેલી હોય તો કાવ્યમાં એની પ્રતીતિ થવી જોઈએ. વળી, અહીં મનુષ્યની વાત છે; મનુષ્યનો કામ અને મનુષ્યેતર સૃષ્ટિના કામમાં ભેદ છે અને એ ભેદ અહીં મહત્ત્વનો છે. સમગ્ર સૃષ્ટિમાં રહેલી કામવાસનાનું એક ઉજ્જ્વળ કલ્પન યોજવું હોય તો કેવી રીતે યોજી શકાય એ આ કૃતિ દ્વારા જાણવા મળે છે કે નહિ? | માદ્રીની આ પ્રારંભિક ઉક્તિમાં એક માર્મિકતા છે. ‘આ બધું ઘોર અંધારું'નો સંકેત ‘વર્તમાન' કરીએ તો જે વર્તમાન તાપસધર્મ છે તે અંધકારમય ગણાય; એ અંધકારમાંથી પ્રકાશમાં જવાને જાણે કે બહુ વાર છે. આદિમ ચેતનામાં ફળદ્રુપતાની એક રીતે પૂરેપૂરી સ્વીકૃતી હતી. સૃષ્ટિમાં જે કંઈ છે તે સર્વ કામમય બનવા માટે અધીર છે, જો સમગ્ર સૃષ્ટિ કામ અને પ્રજનન માટે સર્જાયેલી હોય તો કાવ્યમાં એની પ્રતીતિ થવી જોઈએ. વળી, અહીં મનુષ્યની વાત છે; મનુષ્યનો કામ અને મનુષ્યેતર સૃષ્ટિના કામમાં ભેદ છે અને એ ભેદ અહીં મહત્ત્વનો છે. સમગ્ર સૃષ્ટિમાં રહેલી કામવાસનાનું એક ઉજ્જ્વળ કલ્પન યોજવું હોય તો કેવી રીતે યોજી શકાય એ આ કૃતિ દ્વારા જાણવા મળે છે કે નહિ? | ||