32,460
edits
(+૧) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
આ પૂર્વેના બ્રહ્માનંદોના સંપાદનો કરતા આ સંપાદન વિશિષ્ટ બની રહે છે. અભ્યાસલેખમાં પદકવિ બ્રહ્માનંદજીની પદાવલિ, એની ભાષા, એમનું કવિત્વ, સૌરાષ્ટ્રી, વ્રજ, હિન્દી, સિંધી, રાજસ્થાની એમ ઇતર ભારતીય ભાષા પરનું એમનું પ્રભુત્વ, એમનાં પદોની કેવી વિશિષ્ટતા બની રહે છે. તે પણ સરસ રીતે સ્ફુટ કરવામાં આવ્યું છે. સંપ્રદાયની સાધનામાં ઉપયોગી થાય એવા જે ગ્રંથો એમણે લખેલાં છે, એનો પણ અહીં સમાવેશ થયેલો છે. ડૉ. જાનીને બ્રહ્માનંદજીનું સાહિત્ય સર્જન ચતુર્વિધ પ્રકારનું જણાયું છે. (૧) ચરિત્રમૂલક (૨) સિદ્ધાંતમૂલક (૩) તત્ત્વદર્શનમૂલક અને (૪) ઊર્મિમૂલક. તેઓએ એમના આ ચારેય પ્રકારના સાહિત્યનો અહીં પ્રારંભે પરિચય આપેલો છે. તે કેવળ ટૂંકી નોંધ જેવો પરિચય નહીં, પણ એમનાં પદોમાંથી અવતરણો આપતાં આપતાં તેમણે આ ચતુર્વિધ પ્રદાનનો સરસ રીતે પરિચય કરાવ્યો છે. સિદ્ધાંતમૂલક સાહિત્યના પણ ઉપપ્રકારોમાં સુમતિ પ્રકાશ, ધર્મવંશપ્રકાશ, સતીગીતા, શિક્ષાપત્રી | આ પૂર્વેના બ્રહ્માનંદોના સંપાદનો કરતા આ સંપાદન વિશિષ્ટ બની રહે છે. અભ્યાસલેખમાં પદકવિ બ્રહ્માનંદજીની પદાવલિ, એની ભાષા, એમનું કવિત્વ, સૌરાષ્ટ્રી, વ્રજ, હિન્દી, સિંધી, રાજસ્થાની એમ ઇતર ભારતીય ભાષા પરનું એમનું પ્રભુત્વ, એમનાં પદોની કેવી વિશિષ્ટતા બની રહે છે. તે પણ સરસ રીતે સ્ફુટ કરવામાં આવ્યું છે. સંપ્રદાયની સાધનામાં ઉપયોગી થાય એવા જે ગ્રંથો એમણે લખેલાં છે, એનો પણ અહીં સમાવેશ થયેલો છે. ડૉ. જાનીને બ્રહ્માનંદજીનું સાહિત્ય સર્જન ચતુર્વિધ પ્રકારનું જણાયું છે. (૧) ચરિત્રમૂલક (૨) સિદ્ધાંતમૂલક (૩) તત્ત્વદર્શનમૂલક અને (૪) ઊર્મિમૂલક. તેઓએ એમના આ ચારેય પ્રકારના સાહિત્યનો અહીં પ્રારંભે પરિચય આપેલો છે. તે કેવળ ટૂંકી નોંધ જેવો પરિચય નહીં, પણ એમનાં પદોમાંથી અવતરણો આપતાં આપતાં તેમણે આ ચતુર્વિધ પ્રદાનનો સરસ રીતે પરિચય કરાવ્યો છે. સિદ્ધાંતમૂલક સાહિત્યના પણ ઉપપ્રકારોમાં સુમતિ પ્રકાશ, ધર્મવંશપ્રકાશ, સતીગીતા, શિક્ષાપત્રી | ||
(ગુજરાતી-હિન્દી) સંપ્રદાય પ્રદીપ, વર્તમાન વિવેક, ગોલોકદર્શન, ધર્મસિદ્ધાંત, ધર્મકુલ ધ્યાન, વગેરેને આવરી લેવામાં આવ્યા છે. સંક્ષેપમાં કહીએ તો એમના બધા મહત્ત્વના ગ્રંથોનો લેખના પૂર્વાર્ધમાં વિસ્તારથી પરિચય આપી પછી બ્રહ્માનંદનાં પદોનો પરિચય એમણે આપેલો છે. જેમાં બાળકૃષ્ણલીલાનાં પદો, ગોપીકૃષ્ણ પ્રીતિનાં પદો, રાસલીલામૂલકપદો, રાધા અને કુબ્જામૂલક પદો, સહજાનંદ ભક્તિનાં પદો, તત્ત્વદર્શનમૂલકપદો, બોધ ઉપદેશમૂલકપદો એમ એમના પદ સાહિત્યમાંથી ભાવબોધ પ્રમાણે વિભાગો પાડીને પ્રત્યેક વિભાગનાં પદોનું સુંદર સરસ અને અભ્યાસમૂલક વિવેચન કરેલું છે. સમગ્ર અભ્યાસલેખ કોઈ પણ અભ્યાસીને આ સંપાદનમાં વિહરવા માટેનાં ખુલ્લાં દ્વાર જેવો બની રહે છે. આ અભ્યાસ લેખમાં ડૉ. બળવંતભાઈ જાનીની સંશોધનાત્મક, આલોચનાત્મક તેમજ આસ્વાદ, રસાસ્વાદમૂલક સહૃદયતા વારંવાર પ્રકટ થતી દેખાય છે. | (ગુજરાતી-હિન્દી) સંપ્રદાય પ્રદીપ, વર્તમાન વિવેક, ગોલોકદર્શન, ધર્મસિદ્ધાંત, ધર્મકુલ ધ્યાન, વગેરેને આવરી લેવામાં આવ્યા છે. સંક્ષેપમાં કહીએ તો એમના બધા મહત્ત્વના ગ્રંથોનો લેખના પૂર્વાર્ધમાં વિસ્તારથી પરિચય આપી પછી બ્રહ્માનંદનાં પદોનો પરિચય એમણે આપેલો છે. જેમાં બાળકૃષ્ણલીલાનાં પદો, ગોપીકૃષ્ણ પ્રીતિનાં પદો, રાસલીલામૂલકપદો, રાધા અને કુબ્જામૂલક પદો, સહજાનંદ ભક્તિનાં પદો, તત્ત્વદર્શનમૂલકપદો, બોધ ઉપદેશમૂલકપદો એમ એમના પદ સાહિત્યમાંથી ભાવબોધ પ્રમાણે વિભાગો પાડીને પ્રત્યેક વિભાગનાં પદોનું સુંદર સરસ અને અભ્યાસમૂલક વિવેચન કરેલું છે. સમગ્ર અભ્યાસલેખ કોઈ પણ અભ્યાસીને આ સંપાદનમાં વિહરવા માટેનાં ખુલ્લાં દ્વાર જેવો બની રહે છે. આ અભ્યાસ લેખમાં ડૉ. બળવંતભાઈ જાનીની સંશોધનાત્મક, આલોચનાત્મક તેમજ આસ્વાદ, રસાસ્વાદમૂલક સહૃદયતા વારંવાર પ્રકટ થતી દેખાય છે. | ||
જે ૬૧ પદો પસંદ થયાં છે, તેમાં | જે ૬૧ પદો પસંદ થયાં છે, તેમાં ‘અધમ ઉદ્ધારણ' જેવું ભેરવરાગનું પદ લેવાયું છે. તો ‘આજની ઘડી’, ‘આ તન રંગ પતંગ’, ‘એક વાત સુણો’, ‘કહોને ઉદ્ધવજી' જેવાં જ્ઞાન ને ભક્તિના પદો અહીં સંપાદિત થયાં છે, તો ‘ઝલંત શ્યામ', ‘કૃષ્ણ સંગાથે’, ‘નટવર કહાં', ‘નારાયણ નામ લઈને’, ‘મોહન વરને બાંધે', ‘સિર સાટે નટવરને વરીએ' જેવાં તેનાં પ્રસિદ્ધ પદો તથા કૃષ્ણલીલાનાં પદો, અષ્ટકો, રાસ અષ્ટક વગેરે યોગ્ય રીતે પસંદ થયાં છે. અહીં જ્ઞાનભક્તિ અને કૃષ્ણલીલાનાં પદો વિપુલ પ્રમાણમાં છે. જેના પરથી શોધક અપાયું છે. તે ‘મે તો સગપણ કીધું રે શામળિયા સાથે' એ સુંદર ગરબીપદ છે. જેમાં ગોપીએ માવજી-મોહન સાથે તન, મન, ધન બધું વારી જઈને, લોકલજ્જા ત્યાગીને, દુર્મતિ દુર્જનોની પરવા કર્યા વિના મતવાલા મોહન સાથે સગપણ કરવાનું આહ્વાન આપેલું છે. ડૉ. બળવંત જાનીએ આ પદને અનુલક્ષીને સંપાદનનું શીર્ષક નક્કી કરવામાં ઔચિત્ય દાખવ્યું છે. બધાં પદોની વરણી વ્યાપક અને સૂક્ષ્મ દૃષ્ટિએ થયેલી હોઈ. આ સંપાદન આપણે ત્યાં અનેક રીતે અનોખું બની રહેશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|❖}} | {{center|❖}} | ||