32,455
edits
(+1) |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘રાગાધીનમ્’ સંજુ વાળાનો ત્રીજો કાવ્યસંગ્રહ છે. આ પૂર્વે ‘કંઈક કશુંક અથવા તો’ (૧૯૯૦) અને ‘કિલ્લેબંધી’ (૨૦૦૦) કાવ્યસંગ્રહો કવિ પાસેથી. મળે છે. ‘રાગાધીનમ્’નાં ૮૬ ગીતોને કવિએ પાંચે વિભાગોમાં વહેંચ્યાં છે. આ પાંચે વિભાગનાં ગીતોની ક્રમશઃ વાત કરવાનો અહીં ઉપક્રમ છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ક્યાંથી પગલું પહેલું ભરવું, ગરવા હે શ્રી ગણેશ? | {{Block center|<poem>‘ક્યાંથી પગલું પહેલું ભરવું, ગરવા હે શ્રી ગણેશ? | ||
| Line 23: | Line 23: | ||
....એવું છે? (પા. ૪૦)</poem>}} | ....એવું છે? (પા. ૪૦)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ નમ્રતા કંઈ આપોઆપ આવી જતી નથી. એ માટે કવિએ ‘ધરીએ, થોડી ધારણ ધરીએ’ (પા. ૫૯) - પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ‘એ-૧', | આ નમ્રતા કંઈ આપોઆપ આવી જતી નથી. એ માટે કવિએ ‘ધરીએ, થોડી ધારણ ધરીએ’ (પા. ૫૯) - પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ‘એ-૧', ‘એ-ર' અને ‘માણસ' - આ ત્રણ ગીતો સમાન લયમાં માણસની નિસબતને પ્રગટ કરે છે. ‘ન્યૂજર્સીમાં આદિલજીને કેવાં કેવાં સપનાં આવે!’ (પા. 52) - અમદાવાદનાં રમખાણોની પરિસ્થિતિ ઉજાગર કરતું સામાન્ય ગીત છે. | ||
ત્રીજા વિભાગનાં ગીતો મુખ્યત્વે નાયિકાની ઉક્તિરૂપે રજૂ થયાં છે. વિનંતી અને આજીજીનો સૂર અહીં મુખ્ય રહ્યો છે. ‘આજીજી’ (પા. ૬૫) અને | ત્રીજા વિભાગનાં ગીતો મુખ્યત્વે નાયિકાની ઉક્તિરૂપે રજૂ થયાં છે. વિનંતી અને આજીજીનો સૂર અહીં મુખ્ય રહ્યો છે. ‘આજીજી’ (પા. ૬૫) અને ‘ડ્હાપણ દાખો' (પા. ૬૬) ગીતમાં એ સૂર વધુ દયામણો બનીને પ્રગટ થાય છે. ‘દીવા શગે ચડ્યાં' (પા. ૬૦) ગીતમાં સગપણને વધુ મજબૂત, નમણાં અને લિસ્સા બનાવવાની નાયિકાની ઝંખના પ્રગટ થઈ છે. આ ગીત રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દોના વિનિયોગથી વધુ આસ્વાદ્ય બને છે. ‘ના તરછોડો’ (પા. ૭૬) ગીતમાં નાયિકાની નાયકને ન તરછોડવાની વિનંતી ‘જી… અધવચ ના તરછોડો', ‘રે… અધવચ ના તરછોડો’, ‘પણ… અધવચ ના તરછોડો’ દ્વારા ક્રમશઃ આજીજીમાં પલટાતી જાય છે. ગીતના અંતે નાયિકા કહે છે, ‘વ્હાલું, એ હાથે જો ડોક મરોડો' આ ગીતમાં બે અંતરા છે. બંને અંતરાની પ્રથમ પંક્તિનો અંત એ બીજી પંક્તિનો આરંભ બને છે. એ રીતે વિશિષ્ટ બંધારણ ધરાવતું આ ગીત છે. સંબંધમાં પડતી ગાંઠ અને એની વેદના ‘ગાંઠ બની ગઈ’ (પા. ૭૮) ગીતમાં વ્યક્ત થઈ છે. ગીતના પ્રથમ અંતરામાં આંતપ્રાસ જોવા મળે છે જે બીજા અંતરામાં જળવાયો હોત તો ગીત વધુ ચુસ્ત બનત. ‘મનમોજી’ ગીત આ જૂથનું અલગ તરી આવતું ગીત છે. અહીં નાયિકાની આજીજી કે વિનંતી નહીં પણ બેફિકરાઈ રમતિયાળ રીતે પ્રગટ થઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી, | {{Block center|<poem>‘અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી, | ||
| Line 37: | Line 37: | ||
ગીતની આ પંક્તિમાં ઊતરી.’ (પL ૮૯)</poem>}} | ગીતની આ પંક્તિમાં ઊતરી.’ (પL ૮૯)</poem>}} | ||
વ{{Poem2Open}} | વ{{Poem2Open}} | ||
રસોની છેકભૂંસ પછી ક્યાંક કોઈ કવિતાની પંક્તિ અવતરતી હોય છે બાકી તો "માથું ના ખા, Please keep mum' કહ્યા પછી પણ આ પ્રકારની વાતોનો ત્રાસ એટલો વધતો જાય છે, કે કવિએ આખરે કંટાળીને કહેવું પડે છે. | રસોની છેકભૂંસ પછી ક્યાંક કોઈ કવિતાની પંક્તિ અવતરતી હોય છે બાકી તો "માથું ના ખા, Please keep mum' કહ્યા પછી પણ આ પ્રકારની વાતોનો ત્રાસ એટલો વધતો જાય છે, કે કવિએ આખરે કંટાળીને કહેવું પડે છે. ‘યાર, For god's sake ચૂપ મર.' | ||
‘કાગળના પોત માથે ઘાત થયો કારમો’ (પા. ૯૦) જેવી જ સ્થિતિ અને પીડા અનુભવવી પડતી હોય છે. ‘વાત કહું ખાસ’ (પા. ૯૬) આધ્યાત્મિક વાતોને બહાને થતા ત્રાસ અને ધતિંગ સામે કંઈક કટાક્ષ કરતું ગીત છે. આંતરબાહ્ય પ્રાસની વિશિષ્ટ યોજના અને અંગ્રેજી શબ્દોના વિનિયોગ દ્વારા કવિએ કટાક્ષ પ્રગટાવ્યો છે. પણ | ‘કાગળના પોત માથે ઘાત થયો કારમો’ (પા. ૯૦) જેવી જ સ્થિતિ અને પીડા અનુભવવી પડતી હોય છે. ‘વાત કહું ખાસ’ (પા. ૯૬) આધ્યાત્મિક વાતોને બહાને થતા ત્રાસ અને ધતિંગ સામે કંઈક કટાક્ષ કરતું ગીત છે. આંતરબાહ્ય પ્રાસની વિશિષ્ટ યોજના અને અંગ્રેજી શબ્દોના વિનિયોગ દ્વારા કવિએ કટાક્ષ પ્રગટાવ્યો છે. પણ ‘રહેવા દે છલબલતી આધ્યાત્મિક વાતોનો ત્રાસ’- ગીતની અંતિમ પંક્તિ મુખર બની રહે છે. | ||
પાંચમા વિભાગમાં રમૂજ પમાડે એવાં હળવી શૈલીએ લખાયેલાં ગીતો છે. ‘ડાયાબિટિક’, ‘અનિદ્રારોગી', | પાંચમા વિભાગમાં રમૂજ પમાડે એવાં હળવી શૈલીએ લખાયેલાં ગીતો છે. ‘ડાયાબિટિક’, ‘અનિદ્રારોગી', ‘સ્વપ્નભોગી', ‘સાયટિકાગ્રસ્ત', ‘મરણોન્મુખ' — અધેડ પંચક જૂથનાં ગીતોમાં અધેડની વેદના હળવી રીતે નિરૂપાઈ છે. ‘અનિદ્રારોગી'ની પીડા જુઓ - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘બાકસની છેલ્લી દીવાસળીય દગો કરે | {{Block center|<poem>‘બાકસની છેલ્લી દીવાસળીય દગો કરે | ||
| Line 45: | Line 45: | ||
મંતર, માદળિયાંય ધૂળ : હવે | મંતર, માદળિયાંય ધૂળ : હવે | ||
કરવો ઉપાય કિયો બેઠેલી ખૂંધનો? | કરવો ઉપાય કિયો બેઠેલી ખૂંધનો? | ||
‘તારા ગણવાથી રાત પૂરી ના થાય’- | |||
એમ કહેતું'તું કોણ મારું બેટું? | એમ કહેતું'તું કોણ મારું બેટું? | ||
આધેડને નીંદરથી બાર ગાઉં છેટું...’ (પા. ૧૦૪)</poem>}} | આધેડને નીંદરથી બાર ગાઉં છેટું...’ (પા. ૧૦૪)</poem>}} | ||
| Line 51: | Line 51: | ||
‘કોઈ કાં જાણે નહીં' ગીત કવિતાનાં નામે કવિતા સાથે થતાં ચેડાં સામે કટાક્ષ કરતું ગીત છે. | ‘કોઈ કાં જાણે નહીં' ગીત કવિતાનાં નામે કવિતા સાથે થતાં ચેડાં સામે કટાક્ષ કરતું ગીત છે. | ||
સંજુ વાળાનો આ ગીતસંગ્રહ લયની વિવિધ તરાહોને કારણે પણ જુદો તરી આવે છે. પોતાનાં દાદીમા પાસેથી મળેલા લયના આ વારસાનો મહિમા કવિએ આ શબ્દોમાં વ્યક્ત કર્યો છે – ‘તેમનો ભક્તિભાવ, આરાધના અને શ્રદ્ધા તો મારામાં ન ઊતયાં પણ પેલાં લયતત્ત્વ અને સંગીતતત્ત્વ આજ સુધી મારી સાથે રહ્યાં છે. શબ્દની લયાત્મકતા અને વાણીની ગત્યાત્મકતાએ મારો પીછો ન છોડ્યો. એટલે જ કદાચ આજે શબ્દનો સથવારો લઈને અહીં તમારી વચ્ચે ઊભો છું.’ (પા. ૧૧૧) | સંજુ વાળાનો આ ગીતસંગ્રહ લયની વિવિધ તરાહોને કારણે પણ જુદો તરી આવે છે. પોતાનાં દાદીમા પાસેથી મળેલા લયના આ વારસાનો મહિમા કવિએ આ શબ્દોમાં વ્યક્ત કર્યો છે – ‘તેમનો ભક્તિભાવ, આરાધના અને શ્રદ્ધા તો મારામાં ન ઊતયાં પણ પેલાં લયતત્ત્વ અને સંગીતતત્ત્વ આજ સુધી મારી સાથે રહ્યાં છે. શબ્દની લયાત્મકતા અને વાણીની ગત્યાત્મકતાએ મારો પીછો ન છોડ્યો. એટલે જ કદાચ આજે શબ્દનો સથવારો લઈને અહીં તમારી વચ્ચે ઊભો છું.’ (પા. ૧૧૧) | ||
આ સંગ્રહનાં ગીતોના લયની એક વિશેષતા એ પણ છે કે એ ગદ્યની પાસે જઈનેય ગેય રહી શકે છે. મનહરના લયમાં લખાયેલાં ગીતો આ વાતની સાક્ષી પૂરે છે. પંક્તિઓ સાથે થતી તડજોડ પણ લયને ગદ્યની નજીક લઈ જવા માટે કારણભૂત બની રહે છે. જેમકે – 'સંબંધ જુગાન્તર જૂનો, પણ ઝાકળ’ (તા. ૨૯), | આ સંગ્રહનાં ગીતોના લયની એક વિશેષતા એ પણ છે કે એ ગદ્યની પાસે જઈનેય ગેય રહી શકે છે. મનહરના લયમાં લખાયેલાં ગીતો આ વાતની સાક્ષી પૂરે છે. પંક્તિઓ સાથે થતી તડજોડ પણ લયને ગદ્યની નજીક લઈ જવા માટે કારણભૂત બની રહે છે. જેમકે – 'સંબંધ જુગાન્તર જૂનો, પણ ઝાકળ’ (તા. ૨૯), ‘દિ' આખો એ નાયક, સાંજે ફક્કડ, રાતે રાજા' (પા. ૫૬), ‘નરદમ જૂઠી જી -હજૂરી કર!’ (પા. ૯૪), ‘ઊંહકારે જીવે આધેડ : કાંઈ જીવે...’ (પા. ૧૦૬) | ||
જોકે, પ્રસ્તાવનામાં રઘુવીર ચૌધરીએ આ પ્રકારનાં લયથી દૂર રહેવાની સલાહ આપી છે અને આવી અપેક્ષા રાખી છે, ‘…કવિ હવે ગદ્યની વધુ નજીક ન જાય અને નરસિંહ-મીરાં, રવિ-ભાણ પરંપરામાં ઉત્તમ ઊર્મિગીતો ઉમેરે.’ (પા. ૯) | જોકે, પ્રસ્તાવનામાં રઘુવીર ચૌધરીએ આ પ્રકારનાં લયથી દૂર રહેવાની સલાહ આપી છે અને આવી અપેક્ષા રાખી છે, ‘…કવિ હવે ગદ્યની વધુ નજીક ન જાય અને નરસિંહ-મીરાં, રવિ-ભાણ પરંપરામાં ઉત્તમ ઊર્મિગીતો ઉમેરે.’ (પા. ૯) | ||
એકાદ શબ્દથી કે અડધી પંક્તિથી થતો ગીતનો ઉપાડ અને પછી થતો એનો વિસ્તાર પણ લયની વિવિધ તરાહો પ્રગટ કરવામાં ઉપયોગી બની રહે છે. ‘મજા' ગીતનો આ ઉપાડ જુઓ - | એકાદ શબ્દથી કે અડધી પંક્તિથી થતો ગીતનો ઉપાડ અને પછી થતો એનો વિસ્તાર પણ લયની વિવિધ તરાહો પ્રગટ કરવામાં ઉપયોગી બની રહે છે. ‘મજા' ગીતનો આ ઉપાડ જુઓ - | ||
| Line 58: | Line 58: | ||
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા…” (પા. ૧૮)</poem>}} | હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા…” (પા. ૧૮)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંદર્ભે ‘બાકી બધું બરાબર' (પા. ૩૪), | આ સંદર્ભે ‘બાકી બધું બરાબર' (પા. ૩૪), ‘…સંવાદ’ (પા. ૪૦), ‘સ્મરણ’ (પા. ૬૧), ‘વરતારો' (પા, ૭૦), ‘રેલમછેલ’ (પા. ૯૨) વગેરે ગીતો નોંધપાત્ર છે. | ||
‘આપણને ક્યાં એની જાણ?’ (પા. ૩૯), | ‘આપણને ક્યાં એની જાણ?’ (પા. ૩૯), ‘…એવું છે?’ (પા. ૪૦), ‘બસ, એટલું કહેવું છે કે કંઈ જ હવે ક્યાં કહેવાનું છે?’ (પા. ૪૫), ‘ચાલી ચાલીને અમે પહોંચ્યા ક્યાં?’ (પા. ૪૯), ‘પાણીને પરસેવો અથવા જળને આવ્યાં ઝળઝળિયાંની ખબર પડે શી રીતે?’ (પા. ૬૨) ‘તું નહીં તો શું? તું નહીં તો શું? (પા. ૬૮), ‘આટલો ઉત્તાપ?’ (પા. ૬૯), ‘રહેવા દે, વળી વળી કાં મને દિરયો દેખાડે?’ (પા. ૭૧), ‘ચમકારે નાખ્યા રે પડાવ કેવા કેવા?’ (પા. ૮૬) - આ બધી જ પંક્તિઓ જે તે ગીતની પ્રથમ પંક્તિઓ છે. પ્રશ્નાર્થ શૈલીએ થયેલો ગીતનો ઉપાડ ગીતના અંતે કવિના વિસ્મયલોકનો આસ્વાદ્ય પરિચય કરાવે છે ત્યારે કવિનાં રણઝણાટની પ્રતીતિ થયા વિના રહેતી નથી. કવિ રમૂજ પડે એ રીતે પણ ગંભીર વાત કરી શકે છે. ‘ડાયાબિટિક’ ગીતની આ પંક્તિઓ જુઓ - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>‘સપનામાં ખાધેલા ચૂરમાના બદલામાં | ||
દાતણ કરવાનું રોજ લીમડાના મૂળનું… | દાતણ કરવાનું રોજ લીમડાના મૂળનું… | ||
શું કરીએ? કોઠાની આગ અને ડળકંતી દાઢના આ શૂળનું?’ | શું કરીએ? કોઠાની આગ અને ડળકંતી દાઢના આ શૂળનું?’ | ||
(પL. ૧૦૩)</poem>}} | (પL. ૧૦૩)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘રાગાધીનમ્’નાં ગીતો પ્રાસની પસંદગીને કારણે પણ જુદાં પડે છે. પણ | ‘રાગાધીનમ્’નાં ગીતો પ્રાસની પસંદગીને કારણે પણ જુદાં પડે છે. પણ ‘બરોચ', ‘સ્કૉચ' કે ‘ડેટા' જેવા અંગ્રેજી શબ્દો પ્રાસ તરીકે સહજ નથી લાગતા. લય જાળવવા માટે થયેલાં ‘વીજળીઓ’ (પા. ૪૩), ‘ભોંયરાઓ’ (પા. ૪૧) - બહુવચનના પ્રયોગો પણ ખટકે છે. બાકી, ગીતનાં વિવિધ સ્વરૂપો, લયની અવનવી તરાહો અને વિશિષ્ટ પ્રકારની પ્રાસરચનાઓને કારણે આ ગીતસંગ્રહ એક જુદો જ ‘લય’ છોડી જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|❖}} | {{center|❖}} | ||