અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘પરિક્રમા'નાં કાવ્યો વિશે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
બાલમુકુન્દ દવે અનુગાંધીયુગના અગ્રીમ હરોળના કવિ છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મસ્તપુરા ગામમાં જન્મેલા આ કવિએ વતનની વનશ્રીનું પ્રાકૃતિક સૌંદર્ય મનભરીને પીધું છે તેમજ ગ્રામજીવનના સંસ્કારો, માનવહૃદયના સુકોમળ ભાવો અને ગાંધીયુગની ભાવનાને કવિએ પોતાના મનહૃદય પર બખૂબી ઝીલ્યા છે તેનું ગાન ‘પરિક્રમા'ની કાવ્યરચનાઓમાં કલાત્મક રીતે થયું છે. તેમની પાસેથી ‘પરિક્રમા’ (૧૯૫૫) અને ‘કુન્તલ’ (૧૯૯૨) એમ બે કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. તદ્ઉપરાંત ‘સોનચંપો’ (૧૯૫૯), ‘અલ્લક દલ્લક’ (૧૯૬૫) અને ‘ઝરમરિયાં’ (૧૯૭૩) નામે બાળકિશોર કાવ્યના ત્રણ સંગ્રહો મળે છે. ‘પરિક્રમા’ કવિનો કીર્તિદા કાવ્યસંગ્રહ છે. બાલમુકુન્દ દવે તેર-ચૌદ વર્ષની કિશોરવયે ‘ધ્રુવાખ્યાન' જેવી રચનાથી કાવ્યારંભ કરે છે. ઉમાશંકર જોશીના 'સંસ્કૃતિ' સામયિકમાં 'કવિતાબીજની ભીતરિયા ફૂટ’ શીર્ષકથી કવિ બાલમુકુન્દ દવેની કેફિયત ગ્રંથસ્થ થયેલી છે, જે કવિની ભાવના અને તેમની કવિતા વિશેની સમજ સ્પષ્ટ કરી આપે છે. જુઓ-
બાલમુકુન્દ દવે અનુગાંધીયુગના અગ્રીમ હરોળના કવિ છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મસ્તપુરા ગામમાં જન્મેલા આ કવિએ વતનની વનશ્રીનું પ્રાકૃતિક સૌંદર્ય મનભરીને પીધું છે તેમજ ગ્રામજીવનના સંસ્કારો, માનવહૃદયના સુકોમળ ભાવો અને ગાંધીયુગની ભાવનાને કવિએ પોતાના મનહૃદય પર બખૂબી ઝીલ્યા છે તેનું ગાન ‘પરિક્રમા'ની કાવ્યરચનાઓમાં કલાત્મક રીતે થયું છે. તેમની પાસેથી ‘પરિક્રમા’ (૧૯૫૫) અને ‘કુન્તલ’ (૧૯૯૨) એમ બે કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. તદ્ઉપરાંત ‘સોનચંપો’ (૧૯૫૯), ‘અલ્લક દલ્લક’ (૧૯૬૫) અને ‘ઝરમરિયાં’ (૧૯૭૩) નામે બાળકિશોર કાવ્યના ત્રણ સંગ્રહો મળે છે. ‘પરિક્રમા’ કવિનો કીર્તિદા કાવ્યસંગ્રહ છે. બાલમુકુન્દ દવે તેર-ચૌદ વર્ષની કિશોરવયે ‘ધ્રુવાખ્યાન' જેવી રચનાથી કાવ્યારંભ કરે છે. ઉમાશંકર જોશીના ‘સંસ્કૃતિ' સામયિકમાં ‘કવિતાબીજની ભીતરિયા ફૂટ’ શીર્ષકથી કવિ બાલમુકુન્દ દવેની કેફિયત ગ્રંથસ્થ થયેલી છે, જે કવિની ભાવના અને તેમની કવિતા વિશેની સમજ સ્પષ્ટ કરી આપે છે. જુઓ-
‘મૌનનું પડ ફોડીને શબ્દાંકુર બહાર પ્રગટે છે, તે પૂર્વે ભોમભીતરમાં ચાલતી કવિતાબીજ ફણગાવવાની નિગૂઢ પ્રક્રિયા તપાસવી એ જેટલું રસપ્રદ એટલું જ અટપટું છે. એ કવિતાબીજને કેવુંક ખાતર મળ્યું? ઓતરાચીતરાના કેવાક તાપ એણે ખમ્યા? કેવાંક પોષણજલ એ પામ્યું? કેવીક ધરતીમાં એનો ઉછેર થયો? – આ બધાંની બારીક મોજણી કરવા છતાંય, કશુંક એવું બાકી

રહી જાય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને ‘કવિતા’ બનાવે છે. આ જે તત્ત્વ શેષ રહી જાય છે તે જ કવિતાનું ‘વિશેષ’ છે.  
રહી જાય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને ‘કવિતા’ બનાવે છે. આ જે તત્ત્વ શેષ રહી જાય છે તે જ કવિતાનું ‘વિશેષ’ છે.  
‘પરિક્રમા' સંગ્રહમાં વિષયવૈવિધ્ય ધ્યાનાર્હ છે. પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને અંજલિકાવ્યો એમના કવનના મહત્ત્વના વિષયો રહ્યા છે. આ વિષયો ગીત. સૉનેટ અને ખંડકાવ્યનાં સ્વરૂપોમાં કલારૂપ પામ્યાં છે. કવિએ પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું છે. ગામડું, પ્રકૃતિનું સાંનિધ્ય અને માનવહૃદયના ભાવો કવિના હૃદયને સ્પર્શી ગયા છે માટે પ્રકૃતિ અને પ્રણયનું ગાન સવિશેષ એમની કાવ્યરચનાઓમાં જોવા મળે છે. 'ચાંદની’, ‘નર્મદા તટે પૂર્ણિમા', 'ખંડેર પરનો પીપળો, ‘સાબરમાં ઘોડાપુર જોઈને’, ‘ચણોઠીનું સ્વપ્ન’, 'વનચંપો' અને 'શ્રાવણ નીતર્યા' જેવાં પ્રકૃતિ કાવ્યમાં પ્રકૃતિનાં આહલાદક રૂપોની સમાંતરે માનવભાવોની કલાત્મક ગૂંથણી થઈ છે.
‘પરિક્રમા' સંગ્રહમાં વિષયવૈવિધ્ય ધ્યાનાર્હ છે. પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને અંજલિકાવ્યો એમના કવનના મહત્ત્વના વિષયો રહ્યા છે. આ વિષયો ગીત. સૉનેટ અને ખંડકાવ્યનાં સ્વરૂપોમાં કલારૂપ પામ્યાં છે. કવિએ પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું છે. ગામડું, પ્રકૃતિનું સાંનિધ્ય અને માનવહૃદયના ભાવો કવિના હૃદયને સ્પર્શી ગયા છે માટે પ્રકૃતિ અને પ્રણયનું ગાન સવિશેષ એમની કાવ્યરચનાઓમાં જોવા મળે છે. ‘ચાંદની’, ‘નર્મદા તટે પૂર્ણિમા', ‘ખંડેર પરનો પીપળો, ‘સાબરમાં ઘોડાપુર જોઈને’, ‘ચણોઠીનું સ્વપ્ન’, ‘વનચંપો' અને ‘શ્રાવણ નીતર્યા' જેવાં પ્રકૃતિ કાવ્યમાં પ્રકૃતિનાં આહલાદક રૂપોની સમાંતરે માનવભાવોની કલાત્મક ગૂંથણી થઈ છે.
'ચાંદની' કાવ્યમાં શરદની ચાંદની રાતનું રમણીય વર્ણન કર્યું છે. હરિણી છંદમાં રચાયેલા આ કાવ્યના ઉઘાડનું મનમોહક દૃશ્ય જુઓ :
'ચાંદની' કાવ્યમાં શરદની ચાંદની રાતનું રમણીય વર્ણન કર્યું છે. હરિણી છંદમાં રચાયેલા આ કાવ્યના ઉઘાડનું મનમોહક દૃશ્ય જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને  
{{Block center|<poem>‘શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને  
અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા'રમાં!’</poem>}}
અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા'રમાં!’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 22: Line 22:
{{Poem2Open}}
{{Poem2Open}}
વિજન ખંડેર પર ઊગેલા અપૂજ પીપળાના ભાગ્યને કવિ કોસે છે પણ અંતે પીપળા સાથે તાદાત્મ્ય અનુભવતાં કવિ પોતાની સ્થિતિનો વિચાર કરે છે ત્યારે બંનેની સ્થિતિ વિશે ઝાઝો ફરક દેખાતો નથી. કિન્તુ હે વૃક્ષપ્રિય! ભવભટકણમાં હુંય ખંડેર વચ્ચે, એકાકિલો ઊગ્યો છું, અવરજવર ના કોઈની આ દિશાએ!' કવિને ખંડેર પરના પીપળામાં જીવનનું સમાધાન દેખાય છે. જેમ પીપળાએ શેષ જીવન ખંડેરમાં ગાળવાનું છે એમ કવિએ પણ શેષ જીવન કપરી જિંદગી જીવીને ગાળવાનું છે. નિયતિનિર્મિત જગતમાં દરેકે કેવી રીતે જીવીને જીવનને ઉજમાળવાનું છે તેનું ચિંતન અહીં રજૂ થયું છે. ‘સાબરમાં ઘોડાપુર જોઈને’ સ્રગ્ધરા છંદમાં રચાયેલું રૂપકાત્મક કાવ્ય છે. નદીની ગતિની સમાંતરે પિયરથી શ્વસુરગૃહે ગમન કરતી નવવધૂનાં વિવિધ રૂપો એનાં મનોભાવો કલાત્મક રીતે નિરૂપિત થયાં છે.

‘ચણોઠીનું સ્વપ્ન' અને 'વનચંપો' જુદી ભાત રચનાં પ્રકૃતિકાવ્યો છે. ‘ચણોઠીનું સ્વપ્ન'માં કવિએ ચણોઠીની અભિલાષા વ્યક્ત કરી છે. અચબૂચ વનની એ ઊગેલી રાંક ચણોઠી પ્રભુને પામવાની ઝંખના સેવે છે પણ એની પાસે સ્વાતિ નક્ષત્રમાં નિર્માયેલા મોતી જેવું મૂલ્ય નથી; એવી સમૃદ્ધિ નથી કે પ્રભુના ચરણમાં સહજ સ્થાન પામી શકે. તેમ છતાં ચણોઠીની પ્રભુશરણ પામવાની શ્રદ્ધા કેવી છે જુઓ -
‘ચણોઠીનું સ્વપ્ન' અને ‘વનચંપો' જુદી ભાત રચનાં પ્રકૃતિકાવ્યો છે. ‘ચણોઠીનું સ્વપ્ન'માં કવિએ ચણોઠીની અભિલાષા વ્યક્ત કરી છે. અચબૂચ વનની એ ઊગેલી રાંક ચણોઠી પ્રભુને પામવાની ઝંખના સેવે છે પણ એની પાસે સ્વાતિ નક્ષત્રમાં નિર્માયેલા મોતી જેવું મૂલ્ય નથી; એવી સમૃદ્ધિ નથી કે પ્રભુના ચરણમાં સહજ સ્થાન પામી શકે. તેમ છતાં ચણોઠીની પ્રભુશરણ પામવાની શ્રદ્ધા કેવી છે જુઓ -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘મનો શ્રદ્ધા! કો’દી વિરહશૂલના વીંધ વચમાં  
{{Block center|<poem>‘મનો શ્રદ્ધા! કો’દી વિરહશૂલના વીંધ વચમાં  
Line 41: Line 41:
ઓર ગાણામાં હોય શું ગાવું? ગીત ગાવું તો પ્રીતનું ગાવું.’</poem>}}
ઓર ગાણામાં હોય શું ગાવું? ગીત ગાવું તો પ્રીતનું ગાવું.’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રણય કાવ્યોમાં કવિએ પ્રીતનાં રમણીય રૂપો આલેખ્યાં છે. પ્રણયનું માધુર્ય, દામ્પત્ય જીવનની પ્રસન્નતા અને માંગલ્યભાવના, મિલન-વિરહની ભાવોર્મિ અને વાત્સલ્યભાવ ગીત, સોનેટ અને ખંડકાવ્ય સ્વરૂપે ઘૂંટાઈને કાવ્યરૂપ પામ્યાં છે. ‘હડદોલો’, ‘ગોરી ને ઘેરૈયો’, ‘બંદો અને રાણી’, ‘મિલન મર્મર', ‘પ્રેમનો વિજય', ‘ભીના વાયરા', 'ગરાસણી’, ‘બેવડો રંગ’ અને ‘નવદંપતીને’ બાલમુકુન્દ દવેનાં ધ્યાનપાત્ર પ્રણય કાવ્યો છે. ‘હડદોલો’ કાવ્યમાં કવિએ પ્રેમનો પ્રથમ સંસ્પર્શ થતાં હૃદય કેવું ડોલાયમાન બને છે તેનું પ્રભાવક ચિત્ર આકર્ષક ભાવપ્રતીકો દ્વારા અંકિત કર્યું છે. ‘ગોરી ને ઘેરૈયો’ સંવાદરીતિનું સુંદર પ્રણય કાવ્ય છે. ફાગણને નિમિત્ત બનાવીને રચાયેલા આ કાવ્યમાં ઘેરૈયો ગોરીને કહે છે -
પ્રણય કાવ્યોમાં કવિએ પ્રીતનાં રમણીય રૂપો આલેખ્યાં છે. પ્રણયનું માધુર્ય, દામ્પત્ય જીવનની પ્રસન્નતા અને માંગલ્યભાવના, મિલન-વિરહની ભાવોર્મિ અને વાત્સલ્યભાવ ગીત, સોનેટ અને ખંડકાવ્ય સ્વરૂપે ઘૂંટાઈને કાવ્યરૂપ પામ્યાં છે. ‘હડદોલો’, ‘ગોરી ને ઘેરૈયો’, ‘બંદો અને રાણી’, ‘મિલન મર્મર', ‘પ્રેમનો વિજય', ‘ભીના વાયરા', ‘ગરાસણી’, ‘બેવડો રંગ’ અને ‘નવદંપતીને’ બાલમુકુન્દ દવેનાં ધ્યાનપાત્ર પ્રણય કાવ્યો છે. ‘હડદોલો’ કાવ્યમાં કવિએ પ્રેમનો પ્રથમ સંસ્પર્શ થતાં હૃદય કેવું ડોલાયમાન બને છે તેનું પ્રભાવક ચિત્ર આકર્ષક ભાવપ્રતીકો દ્વારા અંકિત કર્યું છે. ‘ગોરી ને ઘેરૈયો’ સંવાદરીતિનું સુંદર પ્રણય કાવ્ય છે. ફાગણને નિમિત્ત બનાવીને રચાયેલા આ કાવ્યમાં ઘેરૈયો ગોરીને કહે છે -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘દિલદડૂલો સમાલજે ગોરી  
{{Block center|<poem>‘દિલદડૂલો સમાલજે ગોરી  
Line 66: Line 66:
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રેમ પારખુ બાદશાહ રંગરેજ સ્ત્રીનો જવાબ સાંભળી પ્રસન્નતાથી બંનેની પીઠ થાબડે છે. કાવ્યમાં રંગરેજ સ્ત્રી અને બાદશાહ જહાંગીર વચ્ચેના સંવાદની ભાષા નોંધપાત્ર અને આસ્વાદ્ય બની છે.
પ્રેમ પારખુ બાદશાહ રંગરેજ સ્ત્રીનો જવાબ સાંભળી પ્રસન્નતાથી બંનેની પીઠ થાબડે છે. કાવ્યમાં રંગરેજ સ્ત્રી અને બાદશાહ જહાંગીર વચ્ચેના સંવાદની ભાષા નોંધપાત્ર અને આસ્વાદ્ય બની છે.
‘સજીવન શબ્દો', 'હરિનો હંસલો’ અને ‘ધૂળિયો જોગી’ અંજલિ કાવ્યો છે. ‘સજીવન શબ્દો’માં ઝવેરચંદ મેઘાણી, ‘હરિનો હંસલો’માં ગાંધીજી અને ‘ધૂળિયો જોગી’માં ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેને કવિએ ભાવાંજલિ અર્પી છે. ત્રણે રચનામાં ઝવેરચંદ મેઘાણી, ગાંધીજી અને વિનોબા ભાવેનું જીવનકર્મ અને ચરિત્ર સુપેરે ઉઠાવ પામ્યાં છે. ‘ઝાંકળ પીછોડી’ અને ‘સંહારનો હકદાર’ અધ્યાત્મ અને તત્ત્વચિંતનનાં કાવ્યો છે. ‘વડોદરાનગરી' સ્થળ-નગર વિષયક રચના છે. કવિ બાલમુકુન્દ દવેએ સયાજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં સાત વર્ષ વડોદરામાં વસવાટ કર્યો છે. એ દરમિયાન વડોદરા સાથે કેવી પ્રીત બંધાઈ છે; વડોદરા નગર કેવું પોતાનામાં વસ્યું છે તેનાં સ્મૃતિચિત્રો અહીં આલેખ્યાં છે.
‘સજીવન શબ્દો', ‘હરિનો હંસલો’ અને ‘ધૂળિયો જોગી’ અંજલિ કાવ્યો છે. ‘સજીવન શબ્દો’માં ઝવેરચંદ મેઘાણી, ‘હરિનો હંસલો’માં ગાંધીજી અને ‘ધૂળિયો જોગી’માં ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેને કવિએ ભાવાંજલિ અર્પી છે. ત્રણે રચનામાં ઝવેરચંદ મેઘાણી, ગાંધીજી અને વિનોબા ભાવેનું જીવનકર્મ અને ચરિત્ર સુપેરે ઉઠાવ પામ્યાં છે. ‘ઝાંકળ પીછોડી’ અને ‘સંહારનો હકદાર’ અધ્યાત્મ અને તત્ત્વચિંતનનાં કાવ્યો છે. ‘વડોદરાનગરી' સ્થળ-નગર વિષયક રચના છે. કવિ બાલમુકુન્દ દવેએ સયાજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં સાત વર્ષ વડોદરામાં વસવાટ કર્યો છે. એ દરમિયાન વડોદરા સાથે કેવી પ્રીત બંધાઈ છે; વડોદરા નગર કેવું પોતાનામાં વસ્યું છે તેનાં સ્મૃતિચિત્રો અહીં આલેખ્યાં છે.
સંગ્રહનું શીર્ષક બનેલું 'પરકમ્માવાસી' કાવ્ય અધ્યાત્મનો સંસ્પર્શ ધરાવતું પૃથ્વીપ્રીતિનું અન્નય કાવ્ય છે. પૃથ્વીના પરકમ્માવાસી બનવાનું કેમ ગમે છે તેનું મુખ્ય કારણ કાવ્યારંભે કવિએ આ પ્રમાણે આપ્યું છે.
સંગ્રહનું શીર્ષક બનેલું ‘પરકમ્માવાસી' કાવ્ય અધ્યાત્મનો સંસ્પર્શ ધરાવતું પૃથ્વીપ્રીતિનું અન્નય કાવ્ય છે. પૃથ્વીના પરકમ્માવાસી બનવાનું કેમ ગમે છે તેનું મુખ્ય કારણ કાવ્યારંભે કવિએ આ પ્રમાણે આપ્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,  
{{Block center|<poem>‘આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,  

Navigation menu