સંસ્કૃતિ સૂચિ/સંપાદકીય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| સંપાદકીય}} {{Poem2Open}} ઈ. સ. ૧૯૪૭માં શરૂ થયેલ ‘સંસ્કૃતિ’ સામયિક તેના તંત્રી શ્રી ઉમાશંકર જોશીની એક ઓળખ છે અને ગુજરાતી ભાષામાં સામયિકનો એક આદર્શ નમૂનો છે. શ્રી કૃષ્ણવીર દીક્ષિતના...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 17: Line 17:
આ સૂચિમાં ૩૦ વિભાગો છે. વિભાગ અંગેની જરૂરી માહિતી જે-તે વિભાગના આરંભે દર્શાવવામાં આવી છે. વર્ગીકૃત સૂચિના ૩૦ વિભાગ આ મુજબ છે. ૧. આવરણપૃષ્ઠ, ૨. સમયરંગ, ૩. અર્ધ્ય, ૪. કવિતા, ૫. વાર્તા, ૬. નવલકથા, ૭. નાટક, ૮. નિબંધ, ૯. આત્મકથન, ૧૦. ચરિત્રકથન/અવસાનનોંધ/લેખ/કાવ્ય, ૧૧. સર્જક અભ્યાસ-નોંધ, ૧૨. સાહિત્ય-અભ્યાસ : સિદ્ધાંત ઇતિહાસ/ સ્વરૂપ/ સમીક્ષા, ૧૩. ભાષાવિજ્ઞાન, ૧૪. લોકસાહિત્ય, ૧૫. સાહિત્ય-પ્રકીર્ણ, ૧૬. પ્રવાસ, ૧૭. જાહેરજીવન, રાજકારણ અને ઇતિહાસ, ૧૮. સમાજકારણ, ૧૯. અર્થકારણ, ૨૦. શિક્ષણ-કેળવણી, ૨૧. ધર્મ-તત્ત્વજ્ઞાન,

૨૨. કળા-સંસ્કૃતિ, ૨૩. પત્રકારત્વ, ૨૪. અન્ય-પ્રકીર્ણ, ૨૫. પત્રમ્-પુષ્પમ્, ૨૬. સ્વાધ્યાય અને સમીક્ષા, ૨૭. વિશેષાંક, ૨૮. ‘સંસ્કૃતિ’ વિષયક નોંધ લેખો, ૨૯. ઉલ્લેખસૂચિ, ૩૦. કર્તાસૂચિ.

*  *  *
<center>  *  *  * </center>
 
આ સામયિકમાંથી પસાર થતાં જે લાગ્યું તે અંગે થોડીક વાત. ‘સંસ્કૃતિ’માં તંત્રીએ જરૂરિયાત પ્રમાણે ફેરફાર કર્યા છે; જેમ કે, જૂન ૧૯૪૯, પાન નં. ૨૩૫ પર ‘એક મટકું....' નામે હીરાબહેન પાઠકનું લખાણ છે. ત્યાં તેને ‘પત્રમ્ પુષ્પમ્' એવું શીર્ષક આપ્યું નથી; પણ પછીના અંકમાં તેને ‘પત્રમ્ પુષ્પમ્’ એમ ગણાવ્યું છે ને એ રીતે એક વિભાગ પાડે છે. નવેમ્બર ૧૯૭૭, ‘પત્રમ્ પુષ્પ'ના અનુક્રમમાં લેખકનું નામ ‘પ્રભાશંકર જોશી’ છે, જ્યારે લેખની નીચે અને કર્તાસૂચિમાં ‘પ્રભાશંકર તેરૈયા’ છે. ક્યાંક વર્ષમાં કે ક્યાંક પૃષ્ઠાંકોમાં છાપભૂલ થઈ છે, ત્યાં ઘટિત કર્યું છે; જેમ કે, ૧૯૬૯, નવેમ્બર એ વર્ષ ૨૩મું છે, પણ તે વર્ષ ‘૨૧’ છપાયું છે; એપ્રિલ ૧૯૭૬, અનુક્રમણિકામાં ‘શાયલૉકની એકોક્તિ' કૃતિ માટે પૃ. ૧૨૯ નોંધ્યું છે, પણ તે ખરેખર ‘૧૩૯’ છે. ‘સંસ્કૃતિ’માં પ્રારંભથી સળંગ ક્રમાંક આપવામાં આવેલ નથી. સળંગ અંકની શરૂઆત ૧૦૦મા અંકથી - એપ્રિલ ૧૯૫૫ - થી થઈ છે. ૧૯૮૦નો છેલ્લો અંક અને ૧૯૮૧નો પહેલો અંક ‘કાવ્ય- પ્રતિભાવ-વિશેષાંક' છે. તેથી આ બંને અંકોમાં પૃષ્ઠાંકો સળંગ આપેલ છે. આ અંકમાં અનુક્રમણિકામાં મૂળ કવિનાં નામ નથી મૂક્યાં, માત્ર સમીક્ષકનાં નામ છે. પ્રસ્તુત સૂચિમાં મૂળ કવિનાં નામ મૂક્યાં છે. ‘કાવ્ય-પ્રતિભાવ-વિશેષાંક’ને આધારે થયેલ ગ્રંથ ‘પ્રતિભા અને પ્રતિભાવ'ની અનુક્રમણિકામાં પણ મૂળ કવિનાં નામ આપેલ છે. એક ખાસ ઉલ્લેખવા જેવી બાબત એ છે કે પ્રસ્તુત સૂચિમાં વિદેશી કાવ્યોના અનુવાદ હોય કે આસ્વાદ હોય, ત્યાં મૂળ શીર્ષકોને શોધીને મૂકવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં કેટલેક અંશે સફળતા મળી છે. છતાંય ઘણાં કાવ્યોના મૂળ શીર્ષકો મેળવી શકાયાં નથી.

અને અંતે ‘સંસ્કૃતિ’નો ‘પૂર્ણાહુતિ વિશેષાંક’ કરી, ઉમાશંકર જોશીએ જાતે જ કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર, તેને ગૌરવભેર વિદાય આપી છે. પોતાના જીવનનાં એક ભાગ રૂપે જેનું સંપાદન કર્યું તેવા આ સામયિકના સંપાદન દરમિયાન તેમણે જે આનંદ માણ્યો હતો તેવો બૌદ્ધિક આનંદ આજેય તેમાંથી પસાર થનાર પામે તેવું તે સત્વસમૃદ્ધ છે. આ સૂચિ કરવામાં અમને સર્જનાત્મક આનંદ અને જીવનનાં અનેક ક્ષેત્રોનું જ્ઞાન/માહિતી પ્રાપ્ત થયાં છે. આ સામયિકની વર્ગીકૃતસૂચિ પ્રકટ કરવામાં નિયત કરતાં ઘણો વધારે સમય પસાર થઈ ગયો છે તેનો ખેદ છે. પણ અંતે આ કાર્ય પૂર્ણ થઈ શક્યું તેનો આનંદ છે. આ સૂચિ ‘સંસ્કૃતિ' સામયિકના અભ્યાસ માટે પથદર્શક બની રહે અને ઉપયોગકર્તાને સરળતાથી તેમાંથી માહિતી મળી રહે તો સૂચિ કરવાનો શ્રમ સાર્થક થશે.

Line 33: Line 32:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|૨૧ જુલાઈ, ૨૦૧૬||'''તોરલ પટેલ'''<br>'''શ્રદ્ધા ત્રિવેદી'''}}

<br>
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|next = આવરણપૃષ્ઠ
}}
<br>

Navigation menu