ગિરીશ ભટ્ટની વાર્તાઓ/ટોપીઓ ભરતી સ્ત્રીઓ: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
No edit summary
(+૧)
 
Line 8: Line 8:
આખો ખાંચો મેરાઈ-પા તરીકે ઓળખાય. દસ ઘર આમ ને દસ ઘર સામાં. ઢળતાં દેશી નળિયાંવાળાં છાપરાંઓ ને આગળ જાળીવાળા જૂનાં મકાનો.
આખો ખાંચો મેરાઈ-પા તરીકે ઓળખાય. દસ ઘર આમ ને દસ ઘર સામાં. ઢળતાં દેશી નળિયાંવાળાં છાપરાંઓ ને આગળ જાળીવાળા જૂનાં મકાનો.
એક લક્ષ્મીના ઘરને પાકા વિલાયતી નળિયાં, ઓટલો, ચાર પગથિયાં ને રંગીન બારણું. બારીઓ પર પરદાઓ પણ ખરા. અને અંદરનો સરસામાન પણ અલગ. પોચી પથારીવાળો મોટો પલંગ, અરીસાવાળું કબાટ અને ટેબલ પર, મુંબઈથી રસિકે આણેલું ગ્રામોફોન. લક્ષ્મી જાળવીને ખોલે, રજ સાફ કરે, રૂપેરી હૅન્ડલમાં પિન ભરાવે, કબાટમાંથી રેકર્ડ કાઢે, સાડીના પાલવથી સાફ કરે.

દર્શકો મુગ્ધ બનીને જોયા કરે. એ જ ઘરોનાં છોકરાં-છાબરાં હોય. ક્યારેક એકાદ સમવયસ્કા પણ હોય. લક્ષ્મી એકાદ મિનિટમાં ગ્રામોફોનને વાગતું કરી દે. ને ગીત સંભળાવા લાગે ‘જીવન કી નાવ ના ડોલે ; એ તો તેરે હવાલે.’
દર્શકો મુગ્ધ બનીને જોયા કરે. એ જ ઘરોનાં છોકરાં-છાબરાં હોય. ક્યારેક એકાદ સમવયસ્કા પણ હોય. લક્ષ્મી એકાદ મિનિટમાં ગ્રામોફોનને વાગતું કરી દે. ને ગીત સંભળાવા લાગે : ‘જીવન કી નાવ ના ડોલે ; એ તો તેરે હવાલે.’
આવતી-જતી સ્ત્રીઓના કાન સરવા થઈ જાય, મોં મલકી ઊઠે.  
આવતી-જતી સ્ત્રીઓના કાન સરવા થઈ જાય, મોં મલકી ઊઠે.  
ને કોઈને વિચાર આવી જાય ‘માળીને જલસા છે. ધણી મુંબઈમાં ફૂટપાથ પર કૂટાતો હશે ને આને...’
ને કોઈને વિચાર આવી જાય : ‘માળીને જલસા છે. ધણી મુંબઈમાં ફૂટપાથ પર કૂટાતો હશે ને આને...’
રેકર્ડ તો એક જ હતી. પાંચ ગાણાં એક તરફ ને પાંચ બીજી તરફ. એકાદ સ્થાને પિન અટવાતી હતી. ને પછી ઘરર થાય એનીય રમૂજ. સહુને ખૂબ જ રસ પડે.
રેકર્ડ તો એક જ હતી. પાંચ ગાણાં એક તરફ ને પાંચ બીજી તરફ. એકાદ સ્થાને પિન અટવાતી હતી. ને પછી ઘરર થાય એનીય રમૂજ. સહુને ખૂબ જ રસ પડે.
વીસેય ઘરોમાં આદમીઓ મુંબઈમાં. અહીં તો બૈરાઓ, છૈયાઓ ને વૃદ્ધો. આવે અષાઢ, શ્રાવણમાં. શ્રાદ્ધ ઊતરતાં એક પછી એક, મુંબઈની વાટ પકડે.
વીસેય ઘરોમાં આદમીઓ મુંબઈમાં. અહીં તો બૈરાઓ, છૈયાઓ ને વૃદ્ધો. આવે અષાઢ, શ્રાવણમાં. શ્રાદ્ધ ઊતરતાં એક પછી એક, મુંબઈની વાટ પકડે.
Line 36: Line 36:
{{Poem2Open}}
{{Poem2Open}}
મેરાઈપાના ખાંચામાં આદમીઓ સિવાય, બારેમાસ આવતા બે પુરુષો હતા. એક હુસેન ટપાલી ને બીજો કાન્તિ ટોપીવાળો. બધી સ્ત્રીઓ રાહ જોતી બેઠી હોય.
મેરાઈપાના ખાંચામાં આદમીઓ સિવાય, બારેમાસ આવતા બે પુરુષો હતા. એક હુસેન ટપાલી ને બીજો કાન્તિ ટોપીવાળો. બધી સ્ત્રીઓ રાહ જોતી બેઠી હોય.
હુસેન ખાંચામાં પ્રવેશતાવેંત જ સાદ પાડે ‘આવો જીવીબોન, કાશીબોન, લક્ષ્મીબોન, રસીલા, રમાબોન...! એય આવો ડેલીએ.’
હુસેન ખાંચામાં પ્રવેશતાવેંત જ સાદ પાડે : ‘આવો જીવીબોન, કાશીબોન, લક્ષ્મીબોન, રસીલા, રમાબોન...! એય આવો ડેલીએ.’
ને એ સહુ દોડતી દોડતી ચહેરા પર હરખ સાથે ડેલીએ આવે. ડાબા હાથનો અંગૂઠો સળવળ થતો હોય, આંખો સામે પતિ દેખાતો હોય. કેટલીકને વાંચતા આવડતું હતું.
ને એ સહુ દોડતી દોડતી ચહેરા પર હરખ સાથે ડેલીએ આવે. ડાબા હાથનો અંગૂઠો સળવળ થતો હોય, આંખો સામે પતિ દેખાતો હોય. કેટલીકને વાંચતા આવડતું હતું.
કાગળ, મનીઑર્ડર અપાય. નોટોના થોકડા નીકળે. ખાખી ખીસામાંથી. પેડ પર અંગૂઠા મુકાય. દરમિયાન એકાદી પાણીનો ગ્લાસેય ભરી લાવે હુસેન માટે. પૈસા... ગણાયને બ્લાઉઝમાં મેલાય, પત્ર હોય તો છાને ખૂણે વંચાય.
કાગળ, મનીઑર્ડર અપાય. નોટોના થોકડા નીકળે. ખાખી ખીસામાંથી. પેડ પર અંગૂઠા મુકાય. દરમિયાન એકાદી પાણીનો ગ્લાસેય ભરી લાવે હુસેન માટે. પૈસા... ગણાયને બ્લાઉઝમાં મેલાય, પત્ર હોય તો છાને ખૂણે વંચાય.
સહુથી તગડું મનીઑર્ડર લક્ષ્મીને મળે. બીજીઓ નવાઈમાં ડૂબી જાય ‘હેં આટલા પૈસા? રસીકભૈ બહુ કમાતા હશે? આમ તો બધાંય સાથે જ સીવે છે. સામેની ગલીઓમાંથી આવતી સ્ત્રીઓ વસ્ત્રો સીવડાવતી હતી! તો કેમ આમ?'
સહુથી તગડું મનીઑર્ડર લક્ષ્મીને મળે. બીજીઓ નવાઈમાં ડૂબી જાય : ‘હેં આટલા પૈસા? રસીકભૈ બહુ કમાતા હશે? આમ તો બધાંય સાથે જ સીવે છે. સામેની ગલીઓમાંથી આવતી સ્ત્રીઓ વસ્ત્રો સીવડાવતી હતી! તો કેમ આમ?'
શંકાયે જતી કે તેમનાં ધણીઓ ઓછું મોકલતાં તો નહીં હોય ને? રસિક ભૈને આટલા ધુબાકા કેમ? લક્ષ્મી હાથમાં નોટો રાખીને બે વાર ગણે. દરમિયાન હસ્યા કરે.
શંકાયે જતી કે તેમનાં ધણીઓ ઓછું મોકલતાં તો નહીં હોય ને? રસિક ભૈને આટલા ધુબાકા કેમ? લક્ષ્મી હાથમાં નોટો રાખીને બે વાર ગણે. દરમિયાન હસ્યા કરે.
બીજીઓ નિસાસા નાખ્યા કરે. અરે, હુસેન પણ તેનાં લટકાં નિહાળ્યાં કરે.
બીજીઓ નિસાસા નાખ્યા કરે. અરે, હુસેન પણ તેનાં લટકાં નિહાળ્યાં કરે.
ક્યારેક તે બોલે પણ ખરી ‘હુસનભૈ, શું જોવો છો? મને...? કે પછી મારા પોલકાને? મારા વરે સીવ્યું છે. મુંબઈની ફૅશનવાળું. ખબર છે, લાઈનું લાગે છે મારા વર પાસે બૈરાંઓની.’
ક્યારેક તે બોલે પણ ખરી : ‘હુસનભૈ, શું જોવો છો? મને...? કે પછી મારા પોલકાને? મારા વરે સીવ્યું છે. મુંબઈની ફૅશનવાળું. ખબર છે, લાઈનું લાગે છે મારા વર પાસે બૈરાંઓની.’
રસીલાને થોડો જવાબ મળ્યો  પણ ખરો - આ તગડા મનીઑર્ડરોનો. તો શું તેનો પતિ દેશી બ્લાઉઝો સીવતો હશે? ને આ નવી ફેશનના?
રસીલાને થોડો જવાબ મળ્યો  પણ ખરો - આ તગડા મનીઑર્ડરોનો. તો શું તેનો પતિ દેશી બ્લાઉઝો સીવતો હશે? ને આ નવી ફેશનના?
રસિકભૈ હોશિયાર તો ખરા. હા, લખમી કેવા ફૅશનવાળા બ્લાઉઝ પે'રે છે? ક્યારેક તો સાવ ઉઘાડી જ દેખાતી હતી. હુસેન ને કાન્તિભૈ તો આવે છે ને? શરમ નૈ આવતી હોય?
રસિકભૈ હોશિયાર તો ખરા. હા, લખમી કેવા ફૅશનવાળા બ્લાઉઝ પે'રે છે? ક્યારેક તો સાવ ઉઘાડી જ દેખાતી હતી. હુસેન ને કાન્તિભૈ તો આવે છે ને? શરમ નૈ આવતી હોય?
Line 57: Line 57:
કાન્તિ સાથે ઘરોબો, ક્યારેક અંગત વાતો, વસવસા તેની પાસે ઠલવાઈ જાય, વિનોદેય થાય. પેલો સાંત્વનાઓ પણ આપે.
કાન્તિ સાથે ઘરોબો, ક્યારેક અંગત વાતો, વસવસા તેની પાસે ઠલવાઈ જાય, વિનોદેય થાય. પેલો સાંત્વનાઓ પણ આપે.
તેના માથા પર પણ આવી જ ભરત ભરેલી ટોપી. પણ જરા મેલી, આકાર વિનાની જીર્ણ.
તેના માથા પર પણ આવી જ ભરત ભરેલી ટોપી. પણ જરા મેલી, આકાર વિનાની જીર્ણ.
કોઈ સ્ત્રી મજાક કરે ‘ટોપીવાળા થૈને આવી જૂની ટોપી કેમ પે'રો છો, કાન્તિભૈ?'
કોઈ સ્ત્રી મજાક કરે : ‘ટોપીવાળા થૈને આવી જૂની ટોપી કેમ પે'રો છો, કાન્તિભૈ?'
ને તે જવાબ દે ‘કેમ નથી વરતાતો આ ટોપીમાં?'
ને તે જવાબ દે : ‘કેમ નથી વરતાતો આ ટોપીમાં?'
એક લક્ષ્મી જ ટોપીઓ ના ભરે. ફૅશનવાળા વસ્ત્રો પહેરે, રેકર્ડ વગાડે, ક્યારેક નાચે.
એક લક્ષ્મી જ ટોપીઓ ના ભરે. ફૅશનવાળા વસ્ત્રો પહેરે, રેકર્ડ વગાડે, ક્યારેક નાચે.
કાન્તિ પાસેથી પસાર થાય ત્યારે ઉપાલંભભર્યું મોં મચકોડે.
કાન્તિ પાસેથી પસાર થાય ત્યારે ઉપાલંભભર્યું મોં મચકોડે.
Line 67: Line 67:
કાન્તિભૈ... કશું ના ચલાવે.
કાન્તિભૈ... કશું ના ચલાવે.
આખો દિવસ ને અરધી રાત ટોપીમાં જ પસાર થઈ જાય.
આખો દિવસ ને અરધી રાત ટોપીમાં જ પસાર થઈ જાય.
ને રસીલા કહેતી હતી ‘એય આખો જલમારો આ ટોપીયું પાછળ જ જવાનો. આપણને બીજું કાંઈ દેખાવાનું જ નૈ. હસતાંય ટોપી ને રોતાંય ટોપી.’
ને રસીલા કહેતી હતી : ‘એય આખો જલમારો આ ટોપીયું પાછળ જ જવાનો. આપણને બીજું કાંઈ દેખાવાનું જ નૈ. હસતાંય ટોપી ને રોતાંય ટોપી.’
બીજી સહમત થઈ જતી ‘બીજું આવડે છેય શું? કાન્તિભૈની રાહ જોવાની, હુસેનનીયે જોવાની ને આપડા ધણીઓનીયે જોવાની.’
બીજી સહમત થઈ જતી : ‘બીજું આવડે છેય શું? કાન્તિભૈની રાહ જોવાની, હુસેનનીયે જોવાની ને આપડા ધણીઓનીયે જોવાની.’
કાશી તરત જ કહે ‘ધણીઓ પણ આપડી વાટ્યું જ જોતા હોય! આવે ને કેવા અકરાંતિયા થઈને ઝળૂંબતા હોય છે આપડા પર?'
કાશી તરત જ કહે : ‘ધણીઓ પણ આપડી વાટ્યું જ જોતા હોય! આવે ને કેવા અકરાંતિયા થઈને ઝળૂંબતા હોય છે આપડા પર?'
ને સમૂહમાં હસાહસી થઈ જતી.
ને સમૂહમાં હસાહસી થઈ જતી.
જીવી પાછી ટોપીઓ પર આવી જતી ‘ને આપડા હાથો ત્યારેય ટોપીઓ ભરતાં હોય એમ હાલ્યા કરે. સખણાં નો રહે!’
જીવી પાછી ટોપીઓ પર આવી જતી : ‘ને આપડા હાથો ત્યારેય ટોપીઓ ભરતાં હોય એમ હાલ્યા કરે. સખણાં નો રહે!’
‘અરે, મરશું ત્યારેય હાથો તો એમ જ હાલતા રે'વાના. કેટલાં વરસોથી ટોપીઓ ભરીએ છીએ? ને છૂટવાનું થોડું છે? મોંઘીમા પણ આટલાં વરસેય ભરે છે ને? નજર નબળી છે પણ હાથ તો સરસ હાલે છે. ને આપડું પણ એમ જ ચાલવાનું.’
‘અરે, મરશું ત્યારેય હાથો તો એમ જ હાલતા રે'વાના. કેટલાં વરસોથી ટોપીઓ ભરીએ છીએ? ને છૂટવાનું થોડું છે? મોંઘીમા પણ આટલાં વરસેય ભરે છે ને? નજર નબળી છે પણ હાથ તો સરસ હાલે છે. ને આપડું પણ એમ જ ચાલવાનું.’
ને શાન્તિએ નવી દિશા તાકી હતી ‘આપડી ટોપીઓ કેટલા આદમીના માથે ઢંકાઈ હશે?’
ને શાન્તિએ નવી દિશા તાકી હતી : ‘આપડી ટોપીઓ કેટલા આદમીના માથે ઢંકાઈ હશે?’
રસીલાએ અવલોકનની વાત કહી હતી ‘કાશીબુન, હવે કેટલાંક આદમી ઉઘાડમથ્થાય ફરે છે.’
રસીલાએ અવલોકનની વાત કહી હતી : ‘કાશીબુન, હવે કેટલાંક આદમી ઉઘાડમથ્થાય ફરે છે.’
ને શાંતિ પ્રસરી ગઈ હતી પરસાળમાં.
ને શાંતિ પ્રસરી ગઈ હતી પરસાળમાં.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 85: Line 85:
આ વખતે રસીલા હતી. ત્રણ વર્ષની ટેણકી તો હતી ને આ નવું પગરણ થયું હતું. ચિંતા એકલી રસીલાને નહોતી. આખા મેરાઈપાને હતી. પુત્રી આવે તો? બે થાય! તો બે માંડવા! તો શું થાય રસીલાનું? પણ પુત્ર મળે તો, મેળ પડી જાય! પણ આ કાંઈ રસીલાના હાથની વાત નહોતી. ને પીડા હતી એ જ.

ને એની ચર્ચા ઘરે ઘરે. એક લક્ષ્મી જ અપવાદરૂપ. વગાડ્યા કરે વાજું. ઠાઠથી હરેફરે.
ને એની ચર્ચા ઘરે ઘરે. એક લક્ષ્મી જ અપવાદરૂપ. વગાડ્યા કરે વાજું. ઠાઠથી હરેફરે.
પૃચ્છાય કરે રસીલાની ‘એમ....? તબિયત સારી છે ને? આવું જ બને છે દર વરસે; ખરું ને'
પૃચ્છાય કરે રસીલાની : ‘એમ....? તબિયત સારી છે ને? આવું જ બને છે દર વરસે; ખરું ને'
ને તેની ચર્ચા શરૂ થઈ જાય.
ને તેની ચર્ચા શરૂ થઈ જાય.
‘કેવી... પૂછપૂછ કરે છે? છે તેને કશુંય? પરણ્યે કેટલાં થ્યાં? મોંઘીએ પોંખી'તી તેને. શું હશે? રાતી રા'ણશૈ ફરે છે. રસિકો મનીઑર્ડર મોકલે ને આ તનકારા કરે.’
‘કેવી... પૂછપૂછ કરે છે? છે તેને કશુંય? પરણ્યે કેટલાં થ્યાં? મોંઘીએ પોંખી'તી તેને. શું હશે? રાતી રા'ણશૈ ફરે છે. રસિકો મનીઑર્ડર મોકલે ને આ તનકારા કરે.’

Navigation menu