વિભાવના/રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 61: Line 61:
કવિતાના સ્વરૂપની ચર્ચા કરતાં રમણભાઈએ અહીં પહેલી વાર એમ કહ્યું કે, કવિતાની સૃષ્ટિ અમૂર્ત વિચારોની નહિ પણ મૂર્ત સઘન ‘ચિત્રો’ની બની હોય છે. આ ‘ચિત્ર’ સંજ્ઞા દ્વારા તેમને કંઈક કાવ્યકલ્પન (poetic image)નો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે અને ‘ચિત્ર’ના પર્યાય તરીકે તેમણે ‘મૂર્તિ’ કે ‘બિંબ’ જેવી સંજ્ઞાઓ મુક્ત રીતે યોજેલી છે – અને કવિનું કાર્ય આ પ્રકારનાં મૂર્ત ‘ચિત્રો’નું નિર્માણ કરવાનું છે. ‘ચિત્ર’ નિર્માણને ‘અંતઃક્ષોભ’ના સિદ્ધાંત જોડે સાંકળવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો છે. કહે છે : “અમૂર્તને મૂર્તિમંત કરવાની ઇચ્છા એ જ કેવળ કવિતાનું કારણ નથી, અન્તર્ભાવથી પ્રેરિત થઈ કવિ પોતાની લાગણી પ્રગટ કરવા પ્રવૃત્તિ કરે, તેનું ચિત્ત ઉદાર અને ઉન્નત દશાને પ્રાપ્ત થાય અને કલ્પના તથા કળાની તેને સહાયતા હોય ત્યારે રસિક મૂર્તિઓ ઉત્પન્ન કરવાની ઇચ્છા સફળ થાય છે.”૫૪<ref>૫૪. ‘કવિતા અને સાહિત્ય-૧’, ‘કાવ્યાનંદ’, પૃ. ૨૬૭-૬૮.</ref> આમ ‘મૂર્તિ’ કે ‘ચિત્ર’નું પોતીકું કોઈ મૂલ્ય નથી, કવિની મૂળ લાગણીને ‘પ્રગટ કરવા’ તે આવે તેમાં જ તેની સાર્થકતા છે. કવિની લાગણી આવાં મૂર્ત ‘ચિત્રો’ રચીને સ્પર્શક્ષમ બને છે, અને આસ્વાદ્યતા પ્રાપ્ત કરે છે. તેમની કાવ્યચર્ચાનો આ મહત્ત્વનો અંશ છે.

આ ‘ચિત્રો’નું સ્વરૂપ અને તેના સ્રોતનો વિચાર કરતાં રમણભાઈ કહે છે : “મૂર્તિ એટલે મનુષ્યની કે પદાર્થની દૃશ્યમાન આકૃતિ એટલો જ અહીં અર્થ નથી. જે જે સ્થાનોમાં અને સાધનોમાંથી મનુષ્યને અનુભવ પ્રાપ્ત થાય છે તે તે સ્થાનો અને સાધનોનાં ચિત્ર આપ્યા વિના માત્ર તે તે અનુભવનો સાર કહેવો એ અમૂર્ત વિચારોનું કથન છે. એ સર્વે સ્થાનો અને સાધનોનાં ચિત્ર આપવાં અને તેમાંથી મળતો અનુભવ સ્પષ્ટ કહી બતાવ્યા વિના સૂચિત થાય એવી રીતે રચના કરવી એ મૂર્તિમંત રૂપોની ઘટના છે.”૫૫<ref>૫૫. ‘કવિતા અને સાહિત્ય-૧’, ‘કાવ્યાનંદ’, પૃ. ૨૬૮. </ref> રમણભાઈ કહે છે કે કવિતાની સૃષ્ટિમાં પ્રવેશતાં ‘ચિત્રો’ એ બહારના જગતનાં ‘સ્થાન’ અને ‘સાધનો’ની માત્ર ‘દૃશ્યમાન આકૃતિ’ જ નથી, પણ એમાંથી ‘મળતો અનુભવ’ એ દ્વારા સૂચિત થાય છે. આ બિંદુએ રમણભાઈની ચર્ચા સર્જકતાના એક માર્મિક મુદ્દાને સ્પર્શે છે. કવિની લાગણી પ્રગટ થતાં તે ‘ચિત્રો’ રૂપ બને છે, પણ એવાં ‘ચિત્રો’ દ્વારા બહારનાં ‘સ્થાન’ અને ‘સાધનો’માંથી મળતો અનુભવ પણ કૃતિમાં પ્રવેશતો હોય તો તો, કવિની લાગણીમાં બહારનું કશુંક વિશેષ તત્ત્વ પણ પ્રવેશે છે એમ એમાંથી ફલિતાર્થ થાય, પણ રમણભાઈની આ ભૂમિકા થોડી સંદિગ્ધ છે.

એ પછી આના અનુસંધાનમાં રમણભાઈ જે ચર્ચા ચલાવે છે તે પણ ધ્યાનપાત્ર છે. તેઓ કહે છે : “કવિની કલ્પના મૂર્તિમંત રૂપો રચે છે અને વાસ્તવિક રૂપો સરખો દેખાવ તેમને આપે છે એ ખરું છે, પરંતુ પદાર્થોમાં અને બનાવોમાં જે રસિક અંશો ગૂઢ રહેલા છે, જે અંશો સાધારણ દૃષ્ટિવાળાને (અને રસહીન જ્ઞાનીઓને) મન છે જ નહિ અને હતા નહિ તે પોતાના પ્રભાવથી ગ્રહણ કરી લઈ કવિ તેમને મૂર્ત રૂપો દ્વારા દેખાડે છે...”૫૬<ref>૫૬. ‘કવિતા અને સાહિત્ય-૧’, ‘કાવ્યાનંદ’, પૃ. ૨૭૨.</ref> આપણે અહીં જોઈ શકીશું કે, ચર્ચાનું કેન્દ્રબિંદુ બદલાઈ રહ્યું છે. કવિતાની સૃષ્ટિનાં ‘મૂર્ત રૂપો’ જો સુંદર અને આસ્વાદ્ય છે તો તેનું કારણ એ છે કે, તે દ્વારા ‘પદાર્થોમાં અને બનાવોમાં’ રહેલા ‘ગૂઢ’ ‘રસિક અંશો’ સાકાર થાય છે. એનો ફલિતાર્થ એ થાય કે કવિતાના સૌન્દર્યનો સ્રોત ‘ચિત્રો’ની અધિષ્ઠાનભૂમિ સમા બાહ્યજગતમાં રહ્યો છે. કવિની કલ્પના૫૭<ref>૫૭. અહીં ‘કલ્પના’ એ બાહ્યજગતમાં ‘ગૂઢ’ રહેલા ‘રસિક અંશો’ની ઉપલબ્ધિ કરનાર શક્તિ લેખે સ્વીકારાઈ છે. પણ રમણભાઈની કાવ્યચર્ચામાં આ અપવાદરૂપ વસ્તુ છે. ઘણું ખરું તેમણે ‘રચનાકલા’ના ભાગ લેખે તેનો વિચાર કર્યો છે.</ref>
એ પછી આના અનુસંધાનમાં રમણભાઈ જે ચર્ચા ચલાવે છે તે પણ ધ્યાનપાત્ર છે. તેઓ કહે છે : “કવિની કલ્પના મૂર્તિમંત રૂપો રચે છે અને વાસ્તવિક રૂપો સરખો દેખાવ તેમને આપે છે એ ખરું છે, પરંતુ પદાર્થોમાં અને બનાવોમાં જે રસિક અંશો ગૂઢ રહેલા છે, જે અંશો સાધારણ દૃષ્ટિવાળાને (અને રસહીન જ્ઞાનીઓને) મન છે જ નહિ અને હતા નહિ તે પોતાના પ્રભાવથી ગ્રહણ કરી લઈ કવિ તેમને મૂર્ત રૂપો દ્વારા દેખાડે છે...”૫૬<ref>૫૬. ‘કવિતા અને સાહિત્ય-૧’, ‘કાવ્યાનંદ’, પૃ. ૨૭૨.</ref> આપણે અહીં જોઈ શકીશું કે, ચર્ચાનું કેન્દ્રબિંદુ બદલાઈ રહ્યું છે. કવિતાની સૃષ્ટિનાં ‘મૂર્ત રૂપો’ જો સુંદર અને આસ્વાદ્ય છે તો તેનું કારણ એ છે કે, તે દ્વારા ‘પદાર્થોમાં અને બનાવોમાં’ રહેલા ‘ગૂઢ’ ‘રસિક અંશો’ સાકાર થાય છે. એનો ફલિતાર્થ એ થાય કે કવિતાના સૌન્દર્યનો સ્રોત ‘ચિત્રો’ની અધિષ્ઠાનભૂમિ સમા બાહ્યજગતમાં રહ્યો છે. કવિની કલ્પના૫૭<ref>૫૭. અહીં ‘કલ્પના’ એ બાહ્યજગતમાં ‘ગૂઢ’ રહેલા ‘રસિક અંશો’ની ઉપલબ્ધિ કરનાર શક્તિ લેખે સ્વીકારાઈ છે. પણ રમણભાઈની કાવ્યચર્ચામાં આ અપવાદરૂપ વસ્તુ છે. ઘણું ખરું તેમણે ‘રચનાકલા’ના ભાગ લેખે તેનો વિચાર કર્યો છે.</ref>– તેની પ્રતિભાનો ઉન્મેષ – બાહ્યજગતના આવા ‘ગૂઢ’ ‘રસિક અંશો’ની ઉપલબ્ધિ કરી શકે છે. આ ચર્ચા જોતાં એમ લાગશે કે કાવ્યસૌન્દર્યનો સ્રોત કવિની સ્વકીય અનુભૂતિમાંથી ખસીને તેના બાહ્યસંદર્ભમાં ગયો છે. આ મુદ્દાને બીજી રીતે ઘટાવીએ તો, બાહ્યજગતમાં જે કંઈ ‘રમણીય અંશો’ છે તેનું કવિતામાં પ્રતિનિધાન – representation – થાય છે. અને આ ભૂમિકા રોમેન્ટિકોના ખ્યાલથી ઘણી વેગળી છે. આગળ તેમણે કહ્યું હતું કે, કવિતાનાં ‘ચિત્રો’ કવિના ‘અંતઃક્ષોભ’ને ‘પ્રગટ કરવા’ આવે છે, પણ ‘ચિત્રો’ને લગતો વિચાર વિકસાવતાં તેઓ બાહ્યજગતનાં રમણીય તત્ત્વોના ‘પ્રતિનિધાન’ના ખ્યાલને સાંકળી રહે છે. હવે કવિતા માત્ર લાગણીની અભિવ્યક્તિ નથી, એમાં બહારના સૌન્દર્યતત્ત્વનું પ્રતિનિધાન પણ થતું હોય છે. કવિની પ્રતિભા આવાં સૌંદર્યતત્ત્વોનું આકલન કરવા સમર્થ હોય છે. આ રીતે તેમનો ‘અંતર્ભાવ’નો મૂળ સિદ્ધાંત પાછળથી ‘પ્રતિભા’ના ખ્યાલ રૂપે વિકસેલો જોઈ શકાશે.
– તેની પ્રતિભાનો ઉન્મેષ – બાહ્યજગતના આવા ‘ગૂઢ’ ‘રસિક અંશો’ની ઉપલબ્ધિ કરી શકે છે. આ ચર્ચા જોતાં એમ લાગશે કે કાવ્યસૌન્દર્યનો સ્રોત કવિની સ્વકીય અનુભૂતિમાંથી ખસીને તેના બાહ્યસંદર્ભમાં ગયો છે. આ મુદ્દાને બીજી રીતે ઘટાવીએ તો, બાહ્યજગતમાં જે કંઈ ‘રમણીય અંશો’ છે તેનું કવિતામાં પ્રતિનિધાન – representation – થાય છે. અને આ ભૂમિકા રોમેન્ટિકોના ખ્યાલથી ઘણી વેગળી છે. આગળ તેમણે કહ્યું હતું કે, કવિતાનાં ‘ચિત્રો’ કવિના ‘અંતઃક્ષોભ’ને ‘પ્રગટ કરવા’ આવે છે, પણ ‘ચિત્રો’ને લગતો વિચાર વિકસાવતાં તેઓ બાહ્યજગતનાં રમણીય તત્ત્વોના ‘પ્રતિનિધાન’ના ખ્યાલને સાંકળી રહે છે. હવે કવિતા માત્ર લાગણીની અભિવ્યક્તિ નથી, એમાં બહારના સૌન્દર્યતત્ત્વનું પ્રતિનિધાન પણ થતું હોય છે. કવિની પ્રતિભા આવાં સૌંદર્યતત્ત્વોનું આકલન કરવા સમર્થ હોય છે. આ રીતે તેમનો ‘અંતર્ભાવ’નો મૂળ સિદ્ધાંત પાછળથી ‘પ્રતિભા’ના ખ્યાલ રૂપે વિકસેલો જોઈ શકાશે.
કવિની ‘પ્રતિભા’ કવિતાનાં ‘મૂર્ત રૂપો’ રચવામાં કેવી રીતે ભાગ ભજવે છે, તેનો વિચાર કરતાં રમણભાઈ કહે છે : “કવિત્વમય ભાવ પ્રકટ કરવા સારુ મૂર્ત રૂપો રચવાં એ કવિનું કર્તવ્ય છે અને એ ઉત્પાદનકાર્યમાં કલ્પના જેમ કવિને રમણીય નવીનતા શીખવે છે તેમ અનુકરણ કવિને સૃષ્ટિમાંથી સાધન અને નમૂના ગ્રહણ કરાવે છે... સૃષ્ટિનું સ્વરૂપ પોતાના શ્વાસમાં કવિ અનુકરણવ્યાપારથી લે છે અને પછી કલ્પનાબળે તેનો ઉચ્છ્‌વાસ નવીન મૂર્ત રૂપોમાં મૂકે છે.”૫૮<ref>૫૮. ‘કવિતા અને સાહિત્ય-૧’, ‘કાવ્યાનંદ’, પૃ. ૨૯૩.</ref> રમણભાઈનો રચનાકલા વિશેનો વિશિષ્ટ ખ્યાલ અહીં સંકળાયો છે. એરિસ્ટોટલના ‘અનુકરણવાદ’ અને બેકનના ‘કલ્પનાવાદ’ને સાંકળીને સર્જકતાનું રહસ્ય સ્પષ્ટ કરવાનો તેમણે આગળ પ્રયત્ન કરેલો, તે ભૂમિકા હવે અહીં પ્રતિભાશક્તિના ખ્યાલ રૂપે વિકસતી દેખાય છે. કવિ ‘અનુકરણ’ દ્વારા બાહ્યજગતના પદાર્થોનાં વાસ્તવિક રૂપોનું અનુસંધાન જાળવે છે, અને પછી ‘કલ્પના’ દ્વારા તેનું ભાવનાત્મક રમણીય રૂપ રચે છે. ‘અનુકરણ’ એના આત્યંતિક રૂપમાં નર્યો વાસ્તવવાદ સર્જે; ‘કલ્પના’ માત્ર હવાઈ સૃષ્ટિ રચે. ઉત્તમ કૃતિમાં ‘અનુકરણ’ અને ‘કલ્પના’ એ બંનેનો યોગ હોય છે. એ બંને પ્રક્રિયાથી કળાનું વિશ્વ અસ્તિત્વમાં આવે છે. રમણભાઈની આ સમજણ સાચી છતાં અધૂરી જણાશે. તેમણે અહીં ‘અનુકરણ’ અને ‘કલ્પના’ને પૂર્વાનુપૂર્વીવાળી ક્રમિક પ્રક્રિયાઓ લેખાવી છે, તે તેમની વિચારણાની નિર્બળ કડી ગણાય. જોકે એ રીતે રચનાકલાને તેઓ બાહ્યજગત જોડે જીવંત રીતે સાંકળી શક્યા છે, તે મહત્ત્વનો મુદ્દો છે.

આગળ પ્લેટોના કાવ્યવિચારની સમીક્ષા કરતાં રમણભાઈએ કવિની ક્રાન્તદર્શિતાનું ઠીક ઠીક સમર્થ એવું વિવરણ કર્યું છે. તેમાં કવિ ટેનિસનની એક કવિતાનો ભાગ લઈને તેમણે એ કવિની જે રીતે એાળખ કરાવી છે, તેમાં પ્રતિભાનું ખરેખર માર્મિક દર્શન કરાવાયું છે. કહે છે : “પદાર્થો પાછળ જેનું ખરેખરું અસ્તિત્વ છે, જે પદાર્થોની નાડીરૂપ છે, જેના વડે પદાર્થો પોતાના ગુણ અને ધર્મ ધારણ કરે છે એવા ભાવનામય જગતના દર્શનથી તેને આ કાવ્ય રચવાની પ્રેરણા થઈ છે. ભાવનાના પરમ નિધાન – ભાવનાના કર્તા – પરમાત્માનો પ્રકાશ કવિના આત્મા ઉપર પડ્યાથી અને ઉચ્ચ ચિન્મય દિવ્ય પ્રદેશોનું કવિને દર્શન થયાથી કવિએ તે અનુભવ પ્રકટ કરવા આ પ્રવૃત્તિ કરી છે.”૫૯<ref>૫૯. ‘કવિતા અને સાહિત્ય-૧’, ‘કાવ્યાનંદ’, પૃ. ૩૧૫.</ref> કવિપ્રતિભાની આ વ્યાખ્યા એ રીતે ધ્યાનપાત્ર છે કે નરસિંહરાવ, મણિલાલ અને આચાર્યશ્રી આનંદશંકર જેવા વિદ્વાનોએ પ્રતિભાનો જે ખ્યાલ કેળવ્યો હતો, તેની જોડે રમણભાઈની કાવ્યમીમાંસા અહીં અનુસંધાન મેળવી લે છે. રમણભાઈએ આરંભમાં રોમેન્ટિક કવિઓને અભિમત ‘સાક્ષાત્કાર’ કે ‘અન્તઃક્ષોભ’ના વિશિષ્ટ કાવ્યસિદ્ધાંતથી આરંભ કરેલો, તે ક્રમશઃ વિકસીને છેવટે વ્યાપક ‘પ્રતિભા’ના ખ્યાલ રૂપે પ્રતિષ્ઠિત થયો.

Line 106: Line 105:
{{Poem2Open}}  
{{Poem2Open}}  
‘કવિતા’થી ‘કાવ્યાનંદ’ – લગભગ દોઢેક દાયકાની કાવ્યચર્ચામાં રમણભાઈના વિશાળ અભ્યાસ અને બહુશ્રુત પાંડિત્યની સતત પ્રતીતિ થયા કરે છે. કવિતાના ઘણા મહત્ત્વના પ્રશ્નો વિશે તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એમ કહી શકાય. અને એનું સમગ્રતયા અવલોકન કરનાર એમ જોઈ શકશે કે, તેમનો કાવ્યસિદ્ધાંત આશ્ચર્યજનક વિકાસ દાખવે છે. ચર્ચવાનો પ્રશ્ન ગમે તે સ્વીકાર્યો હોય, એના સંદર્ભમાં તેમણે કવિતાની ઉત્પત્તિ અને તેના સ્વરૂપને લગતી મૂળ ભૂમિકાનું અનુસંધાન જાળવવાનો પ્રયત્ન કર્યો જ છે. અલબત્ત, એ રીતે મૂળની ભૂમિકાની નવેસરથી વ્યાખ્યા કરવાના કે તેને મઠારવાના પ્રસંગો તેમને આવ્યા જ છે. ક્યારેક મૂળની ભૂમિકા જોડે સંગતિ પણ જળવાઈ નથી, પણ તેમની દૃષ્ટિ કવિતાના મર્મ પર જ ઠરી છે. એ રીતે તેમણે અનેક મૂલ્યવાન વિચારો પ્રાપ્ત કર્યા છે. કદાચ તેમની સમગ્ર કાવ્યવિચારણામાંની નબળી કડી તે સર્જકતાની પ્રક્રિયા વિશેની તેમની વિભાવના છે. કવિનો ‘અંતઃક્ષોભ’ અને તેની અભિવ્યક્તિરૂપ ‘રચનાકલા’ની પ્રક્રિયાને તેઓ સજીવ રીતે સાંકળી શક્યા નથી, અને એ નિર્બળતા તેમની સમગ્ર ચર્ચામાં ઊતરી આવી છે. કૃતિની સજીવ એકતા - organic whole–નો તેમનો સિદ્ધાંત અણવિકસિત રહી જવા પામ્યો છે. જો એ વિકસાવી શકાયો હોત તો કદાચ તેમના કાવ્યવિચારની આખી ભૂમિકા સંગીન બની શકી હોત. પણ તેનો ખેદ ન કરીએ. રમણભાઈએ પોતાના સમયમાં પોતાનો સાક્ષરધર્મ ઓળખીને જે કાવ્યવિચાર ચલાવ્યો અને તેથી આપણી કાવ્યચર્ચાની જે સંગીન ભૂમિકા રચાવા પામી, તેનું ઐતિહાસિક તેમજ તાત્ત્વિક દૃષ્ટિએ કોઈ ઓછું મૂલ્ય નથી, અને ખાસ તો એ કે, આ વિવેચનાત્મક લખાણોમાં જે પ્રામાણિક અને સન્નિષ્ઠ અભ્યાસીની પ્રતિમા ઊભી થાય છે તે ઘણી આદરપાત્ર બની રહે છે.

{{Poem2Close}}
<hr>
<hr>
'''પાદનોંધ'''
'''પાદનોંધ'''
{{reflist}}
{{reflist}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu