31,395
edits
No edit summary |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
અવિવક્ષિતવાચ્યધ્વનિ પણ બે રીતે શક્ય છે : | અવિવક્ષિતવાચ્યધ્વનિ પણ બે રીતે શક્ય છે : | ||
(૧) જેમાં વાચ્યાર્થ બંધબેસતો હોય છતાં નિરુપયોગી હોવાને કારણે બીજા અર્થમાં પરિણમે; એટલે કે જેના મૂળમાં ઉપાદાનલક્ષણા રહેલી હોય એવું ધ્વનિકાવ્ય. આ પ્રકારને ‘અર્થાન્તરસંક્રમિતવાચ્યધ્વનિકાવ્ય’ કહેવામાં આવે છે. નીચેના ઉદાહરણમાં અર્થાન્તરસંક્રમિતવાચ્ય ધ્વનિ છે : ‘તને હું કહું છું કે અહીં વિદ્વાનોની મંડળી બેઠી છે; માટે તારી બુદ્ધિ ઠેકાણે રાખીને બેસજે.’ અહીં ‘કહું છું’ એ શબ્દોનો વાચ્યાર્થ ‘ઉપદેશ આપું છું.’ એવા અન્ય અર્થમાં પરિણમે છે. અને એ અન્ય અર્થમાં પહેલો અર્થ સમાવિષ્ટ છે. | (૧) જેમાં વાચ્યાર્થ બંધબેસતો હોય છતાં નિરુપયોગી હોવાને કારણે બીજા અર્થમાં પરિણમે; એટલે કે જેના મૂળમાં ઉપાદાનલક્ષણા રહેલી હોય એવું ધ્વનિકાવ્ય. આ પ્રકારને ‘અર્થાન્તરસંક્રમિતવાચ્યધ્વનિકાવ્ય’ કહેવામાં આવે છે. નીચેના ઉદાહરણમાં અર્થાન્તરસંક્રમિતવાચ્ય ધ્વનિ છે : ‘તને હું કહું છું કે અહીં વિદ્વાનોની મંડળી બેઠી છે; માટે તારી બુદ્ધિ ઠેકાણે રાખીને બેસજે.’ અહીં ‘કહું છું’ એ શબ્દોનો વાચ્યાર્થ ‘ઉપદેશ આપું છું.’ એવા અન્ય અર્થમાં પરિણમે છે. અને એ અન્ય અર્થમાં પહેલો અર્થ સમાવિષ્ટ છે. | ||
(૨) જેમાં વાચ્યાર્થ અસંગત હોઈ એને સંપૂર્ણપણે તજી દેવો પડે; એટલે કે જેના મૂળમાં લક્ષણલક્ષણા રહેલી હોય એવું ધ્વનિકાવ્ય. આ પ્રકારને ‘અત્યન્તતિરસ્કૃતવાચ્યધ્વનિકાવ્ય’ કહે છે. ‘साधयन्ती सखि | (૨) જેમાં વાચ્યાર્થ અસંગત હોઈ એને સંપૂર્ણપણે તજી દેવો પડે; એટલે કે જેના મૂળમાં લક્ષણલક્ષણા રહેલી હોય એવું ધ્વનિકાવ્ય. આ પ્રકારને ‘અત્યન્તતિરસ્કૃતવાચ્યધ્વનિકાવ્ય’ કહે છે. ‘साधयन्ती सखि सुभगं’<ref>જુઓ પૃ. ૩૬ --> [[ભારતીય કાવ્યસિદ્ધાંત/વ્યંજનાના પ્રકારો|વ્યંજનાના પ્રકારો]]</ref>માં વાચ્યાર્થનો સંપૂર્ણપણે ત્યાગ થાય છે. અને ઊલટો જ અર્થ સ્વીકારવો પડે છે; માટે એ અત્યન્તતિરસ્કૃતવાચ્ય ધ્વનિનું ઉદાહરણ ગણાય. | ||
વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિના પણ બે મુખ્ય ભેદ પડે: | વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિના પણ બે મુખ્ય ભેદ પડે: | ||
(૧) ‘અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્ય’ : આ પ્રકારમાં વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થનો બોધ થવા વચ્ચેનો ક્રમ નજરે પડતો નથી. રસાદિધ્વનિકાવ્યમાં વિભાવાદિ વાચ્ય હોય છે, જ્યારે રસ ભાવ આદિ વ્યંગ્ય હોય છે. વિભાવાદિનો બોધ થયા પછી રસાદિનું વ્યંજન થાય છે, પણ બંને વચ્ચેનો કાળભેદ લક્ષમાં આવે એવો હોતો નથી, એટલે રસાદિધ્વનિકાવ્યના જે પ્રકારો — રસ, ભાવ, ભાવોદય, ભાવશબલતા, રસાભાસ ઇત્યાદિ - ની વાત આગળ કરી છે (પ.૬૬-૬૯) તે બધા અલક્ષ્ય- ક્રમવ્યંગ્યધ્વનિકાવ્યનાં ઉદાહરણો ગણી શકાય. આના પ્રભેદો તો અનન્ત હોઈ શકે; કારણ કે જેટલા રસ, જેટલા ભાવ, જેટલાં તેમનાં મિશ્રણો તેટલા પ્રભેદો ગણાવી શકાય. આથી સગવડની દૃષ્ટિએ અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યનો એક જ પ્રકાર ગણવામાં આવે છે. | (૧) ‘અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્ય’ : આ પ્રકારમાં વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થનો બોધ થવા વચ્ચેનો ક્રમ નજરે પડતો નથી. રસાદિધ્વનિકાવ્યમાં વિભાવાદિ વાચ્ય હોય છે, જ્યારે રસ ભાવ આદિ વ્યંગ્ય હોય છે. વિભાવાદિનો બોધ થયા પછી રસાદિનું વ્યંજન થાય છે, પણ બંને વચ્ચેનો કાળભેદ લક્ષમાં આવે એવો હોતો નથી, એટલે રસાદિધ્વનિકાવ્યના જે પ્રકારો — રસ, ભાવ, ભાવોદય, ભાવશબલતા, રસાભાસ ઇત્યાદિ - ની વાત આગળ કરી છે (પ.૬૬-૬૯) તે બધા અલક્ષ્ય- ક્રમવ્યંગ્યધ્વનિકાવ્યનાં ઉદાહરણો ગણી શકાય. આના પ્રભેદો તો અનન્ત હોઈ શકે; કારણ કે જેટલા રસ, જેટલા ભાવ, જેટલાં તેમનાં મિશ્રણો તેટલા પ્રભેદો ગણાવી શકાય. આથી સગવડની દૃષ્ટિએ અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યનો એક જ પ્રકાર ગણવામાં આવે છે. | ||
(૨) ‘લક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્ય’ : આ પ્રકારમાં વાચ્યાર્થબોધ અને વ્યંગ્યાર્થબોધ વચ્ચેનો કાળભેદ સ્પષ્ટ હોય છે. વસ્તુ અને અલંકારધ્વનિ આ પ્રકારના છે. એના, એમાં વ્યંજના શબ્દશક્તિમૂલ હોય, અર્થશક્તિમૂલ હોય કે ઉભયશક્તિમૂલ હોય એ પ્રમાણે ત્રણ ઉપપ્રકારો બને. | (૨) ‘લક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્ય’ : આ પ્રકારમાં વાચ્યાર્થબોધ અને વ્યંગ્યાર્થબોધ વચ્ચેનો કાળભેદ સ્પષ્ટ હોય છે. વસ્તુ અને અલંકારધ્વનિ આ પ્રકારના છે. એના, એમાં વ્યંજના શબ્દશક્તિમૂલ હોય, અર્થશક્તિમૂલ હોય કે ઉભયશક્તિમૂલ હોય એ પ્રમાણે ત્રણ ઉપપ્રકારો બને. ‘भद्रात्मनो’<ref>જુઓ પૃ.૩ --> [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્ય અને કાવ્યતત્ત્વ|કાવ્ય અને કાવ્યતત્ત્વ]]</ref>ને શબ્દશક્તિમૂલ લક્ષ્યક્રમવ્યંગ્યકાવ્યનું ઉદાહરણ ગણી શકાય; જ્યારે ‘भ्रम धार्मिक’<ref>૩. જુઓ પૃ.૪૫ --> [[ભારતીય કાવ્યસિદ્ધાંત/અલંકારાદિ અને વ્યંગ્યાર્થ|અલંકારાદિ અને વ્યંગ્યાર્થ]]</ref> અને ‘तदा मम’૪<ref>૪. જુઓ પૃ.૩૮ --> [[ભારતીય કાવ્યસિદ્ધાંત/વ્યંજનાના પ્રકારો|વ્યંજનાના પ્રકારો]]</ref> અર્થશક્તિમૂલ લક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યનાં ઉદાહરણો છે. ઉભયશક્તિમૂલ લક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યનું ઉદાહરણ મમ્મટ નીચે મુજબ આપે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>अतन्द्रचन्द्राभरणा समुद्दीपितमन्यथा । | {{Block center|<poem>अतन्द्रचन्द्राभरणा समुद्दीपितमन्यथा । | ||