32,460
edits
No edit summary |
No edit summary |
||
| Line 52: | Line 52: | ||
ધર્મપરક ઉપક્રમો સાથે સંકળાયેલી ધોળરચનાઓ તેમ જ જ્ઞાતિઓમાં ગવાતાં લગ્નગીતોને લગતા સંચયો/સંગ્રહો તો આપણે ત્યાં શતાધિક વરસોથી વારે વારે થતા રહ્યા છે. એટલે ‘ધોળ' ને ‘મંગલ' : આ બંને પદ્યઘટનાઓની મુદ્રિત પ્રાપ્યતા સાવ અલભ્ય છે એમ તો ન કહી શકાય. આમ છતાં, સાંસ્કૃતિક શબ્દઘટના તરીકે એની વિદ્યાકીય દૃષ્ટિથી ચિકિત્સા કે ચર્ચા આપણાં વિવેચન/સંશોધનમાં ભાગ્યે જ થઈ! મેઘાણીએ ‘ચૂંદડી'ના સંપાદન નિમિત્તે એમાંના પ્રવેશકોમાં (ને વ્યાખ્યાનોમાં પણ) લગ્નગીતોની વ્યવસ્થિત ચર્ચા કરી, પણ ધોળ તો સાવ ઉપેક્ષિત જ રહ્યાં ! ('રઢિયાળી રાત'માં લોકગીત તળે, સત્સંગપરંપરામાં ધોળ તરીકે પ્રચલિત રચનાઓ તો ગ્રંથસ્થ થઈ છે, પણ એની અલાયદી તપાસને ત્યાં જગ્યા ન મળે એ સ્વાભાવિક છે.) ‘ધવ’– પતિ એટલે ‘ધવલ'નો અર્થ વર થાય, વિવાહમાં વરનાં વખાણ હોય છે એ કારણે વિવાહનાં ગીતો માટે ધવલમંગલ સંજ્ઞા પ્રયોજાય છે : આટલો ટૂંકો નિર્દેશ રા.વિ.પાઠકમાં મળે છે. ધોળમંગળની રચનાઓનું વ્યવસ્થિત અને શાસ્ત્રીય સંપાદન સૌપ્રથમ ‘ધોળમંગળ' શીર્ષકથી ખોડીદાસ પરમારે આપ્યું. લગભગ એ જ અરસામાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન તળે હસુ યાજ્ઞિકે ‘હરિ વેણ વાય છે રે હો વનમાં’ અને ‘ગોકુળમાં ટહુક્યા મોર' શીર્ષકથી કેટલાંક અતિપ્રચલિત ધોળનાં સ્વરાંકન અને વર્ગીકરણ, પણ, પ્રવેશકમાં આપ્યાં. હસુ યાજ્ઞિકે સ્વતંત્ર લેખ દ્વારા ‘ધોળ’' સંજ્ઞાની વ્યુત્પત્તિ અને પ્રચલનનો ખ્યાલ આપ્યો છે. પરંતુ આ બંને અભ્યાસીઓ ‘ધોળ' સંજ્ઞાની તારવણી ‘ભરતેશ્વરબાહુબલિયોર' કૃતિમાંના ‘ધોર’ને ‘ધોર’ તરીકે ઉકેલીને માંડે છે ત્યાં સરતચૂક કે ગૂંચ ઊભી થાય છે. ખોડીદાસ પરમાર પોતાના લેખમાં નોંધે છે : ‘... મંડલાકારે રચાતા રાસમાં ગવાતાં ધોળ (‘ભરતેશ્વરબાહુબલિધોર' ઈ.સ. ૧૧૮૫)ની પદ્યરચના થઈ છે. તેની રચનામાં દોહા, રોળા અને ચઉપઇ જેવા માત્રામેળ છંદો સાથે લોકઢાળ પણ પ્રયોજાયા છે. આ ધોળ ગેય છે.૫<ref>૫. જુઓ નરસિંહ મહેતા અધ્યયન ગ્રંથ સં રસિક મહેતા, પ્રકાશક બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ. (પ્રથમ, ૧૯૮૩), પૃ. ૧૭૦</ref> હસુ યાજ્ઞિક પોતાની વાત આમ મૂકે છે: ‘સમયની દૃષ્ટિએ હસ્તપ્રત રૂપે મળતી કૃતિ ભરતેશ્વર બાહુબલિ પરના ધોળની છે. જેને આજે ધોળમંગળગીત કહીએ છીએ... ‘ધોળ-ધોરનો સંબંધ ધોરી એટલે પોઠિયા સાથે છે.' એમ લખ્યા પછી આગળ ખુલાસો કરતાં કહે છે કે સાધુના ચાતુર્માસપ્રવેશ, રાજાનો નગરપ્રવેશ, લગ્નાદિ મંગલ પ્રસંગે ‘સામૈયું થાય ત્યારે ધોળા ધોરીને, પોઠિયાને શણગારીને લઈ જવાતો, અને વાજતેગાજતે સામૈયું થતું. આ સમયે જે ગીત ગવાય તે ધોળ-ધોર-ધવલગીત.૬<ref>૬. જુઓ ‘ઉદ્દેશ', નવેમ્બર, ૨૦૦૪, પૃ. ૧૩૩</ref> જોઈ શકાશે કે આ બંને અભ્યાસીઓ, ‘ધોળ સંજ્ઞાને ‘ધોર' ‘ધોરી' સાથે સાંકળીને ચાલે છે. બંનેની આ ધારણા ગલત દિશાની છે. હકીકતે, ભરતેશ્વર-બાહુબલિવૃત્તાંતને નિરૂપતી બે રચનાઓની સેળભેળ, ખાસ તો બંને કૃતિના શીર્ષકની બાબતમાં, અહીં થઈ ગઈ છે. વજ્રસેનસૂરિકૃત ‘ભરતેશ્વર- બાહુબલિધોર' (ઈ.સ. ૧૧૭૦, વિ.સં.૧૨૨૬ સુધીમાં) સમયક્રમે પ્રાચીન છે; શાલિભદ્રસૂરિકૃત ‘ભરતેશ્વર-બાહુબલિરાસ' (ઈ.સ. ૧૧૮૫, વિ.સં. ૧૨૪૧) એની ઉત્તરકાલીન કૃતિ છે. આ રચનાઓ ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવે છે, એટલેસ્તો વજ્રસેનસૂરિની કૃતિના શીર્ષકમાંનું ઉત્તરપદ ઘોર ભીષણ, તુમુલ – અર્થને સંકેતિત કરે છે. ‘ઘોર'માંની આદિ શ્રુતિ કંઠય ઘોષ મહાપ્રાણ છે; ‘ધોર' તાલવ્ય ઘોષ મહાપ્રાણ નથી ! જે કૃતિ અંતર્ગત ધઉલ/ત્રૂટક - ‘સરસ્વતીધઉલ' છે એ કૃતિનું શીર્ષક તો ‘ભરતેશ્વર-બાહુબલિરાસ' છે. – ધોર/ઘોર નહીં. લાગે છે કે ‘ઘોર'ને ‘ધોર' તરીકે વાંચવાથી આ અર્થસરણી સૂઝી હશે. ‘ધોળ’ને ‘ધોર’/ ‘ધોરી’માંથી વ્યુત્પન્ન કરવા આડે બીજાં વિઘ્નો પણ નડશે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘ધોરી’ શબ્દરૂપ તો સંસ્કૃત ‘ધુરિણ' (ધુરાને ધારણ કરનાર) પરથી નીપજ્યું છે; ‘ધવલ' પરથી નહીં. વળી કેટલાંક સ્થાનીય ઉચ્ચારણોમાં ળ>૨ સંભવે છે, ૨>ળ સંભવિત નથી. ('ધવલ' – ધોળો બળદ – એવા અર્થમાંનો પ્રયોગ, જોકે હેમચંદ્રાચાર્યમાં મળે છેઃ ‘ધવલુ વિસારઈ મણુમંહિં, અપભ્રંશ વ્યાકરણ અંતર્ગત દોહાનું પ્રથમ ચરણ) ‘ધવલ' પરથી તો આવાં રૂપો ઊતરી આવ્યાં છે. ધવલ>ધઉલ>ધોળ; ધવલકઃ>ધઉલઉ >ધોલઉં > ધોળઉ > ધોળો - ધોળિયો (બળદ). આ ચર્ચામાં પરિભાષિત ‘ધોળ' સંજ્ઞાને ધવલ સાથે સગપણ છે, ‘ધોર' કે ‘ધોરી' સાથે નહીં એટલી બાબત તો અહીં સ્પષ્ટ થશે. યાદ રહે કે ‘ધોરી' અને ‘પોઠિયો' સંજ્ઞાઓ પર્યાયરૂપ નથી. ધોરી-ધૂંસરી સાથે જોતરાઈને વાહન(ગાડું)ને ખેંચે છે; એટલે કે પોતે વાહન નથી, પણ વાહનને ખેંચનાર છે; જ્યારે પોઠિયો, વાહન - ખાસ તો માલવાહક તરીકે - અને સવારી : બંને હેતુ સારે છે. શંકર માટે નંદી(પોઠિયો) સવારીનું વાહન છે; અન્ય સંદર્ભોમાં, મોટાં છાલકાં કે લગડાંને પીઠ પર બંને બાજુએ, પોઠ તરીકે ઊંચકીને ચાલે છે એટલે જ એ પોઠિયો, પોઠિયાને ધૂંસરીએ જોતરી શકાતો નથી; ધોરીને તો મૂળથી જ ધુરા સંબંધ અનિવાર્ય છે. અગ્રપુરુષોના સામૈયામાં ‘ધોરી’/‘પોઠિયો’ને શણગારીને સામેલ કરાતો હોવાની બાબતને પરંપરામાંથી ક્યાંય સમર્થન મળતું હોય એ જાણમાં નથી; હા, અશ્વ (ઘોડો), હાથી અને નજીકના ભૂતકાળમાં માફાવાળું શણગારેલું બળદગાડું: સામૈયામાં બહુમાન માટે લઈ જવાનો ચાલ હતો. (શણગારેલા રથ કે બળદગાડીના સ્થાને હવે સામૈયાની શોભાયાત્રામાં ભાતીગળ મૉડેલની મોટરગાડીએ જગ્યા લીધી છે!) વ્યુત્પત્તિ, વ્યવહાર અને પ્રચલનની દૃષ્ટિએ, ધોરી/પોઠિયો પર્યાયવાચી સંજ્ઞાઓ ઠરતી નથી. આમ, ‘ધોળ'ની તારવણી માટે ‘ઘોર'/‘ધોર', ‘ધોળો ધોરી', ‘પોઠિયો' — વગેરેને સાંકળીને ચાલતો વાવ્યાપાર અતિશય દુરાકૃષ્ટ લાગે છે. હેમચંદ્રાચાર્યે ધવલ સંજ્ઞા, એનું પદ્યસ્વરૂપ, આંતરિક નિરૂપણસામગ્રી, ‘ધવલ' અને ‘મંગલ’ વચ્ચેનો ફરક વગેરેને લગતી જે વિશદ સમજૂતી આપી છે. એ, પરંપરા અને પ્રચલન – બંને દૃષ્ટિએ સ્વીકાર્ય લેખવાનું સયુક્તિક લાગે છે. | ધર્મપરક ઉપક્રમો સાથે સંકળાયેલી ધોળરચનાઓ તેમ જ જ્ઞાતિઓમાં ગવાતાં લગ્નગીતોને લગતા સંચયો/સંગ્રહો તો આપણે ત્યાં શતાધિક વરસોથી વારે વારે થતા રહ્યા છે. એટલે ‘ધોળ' ને ‘મંગલ' : આ બંને પદ્યઘટનાઓની મુદ્રિત પ્રાપ્યતા સાવ અલભ્ય છે એમ તો ન કહી શકાય. આમ છતાં, સાંસ્કૃતિક શબ્દઘટના તરીકે એની વિદ્યાકીય દૃષ્ટિથી ચિકિત્સા કે ચર્ચા આપણાં વિવેચન/સંશોધનમાં ભાગ્યે જ થઈ! મેઘાણીએ ‘ચૂંદડી'ના સંપાદન નિમિત્તે એમાંના પ્રવેશકોમાં (ને વ્યાખ્યાનોમાં પણ) લગ્નગીતોની વ્યવસ્થિત ચર્ચા કરી, પણ ધોળ તો સાવ ઉપેક્ષિત જ રહ્યાં ! ('રઢિયાળી રાત'માં લોકગીત તળે, સત્સંગપરંપરામાં ધોળ તરીકે પ્રચલિત રચનાઓ તો ગ્રંથસ્થ થઈ છે, પણ એની અલાયદી તપાસને ત્યાં જગ્યા ન મળે એ સ્વાભાવિક છે.) ‘ધવ’– પતિ એટલે ‘ધવલ'નો અર્થ વર થાય, વિવાહમાં વરનાં વખાણ હોય છે એ કારણે વિવાહનાં ગીતો માટે ધવલમંગલ સંજ્ઞા પ્રયોજાય છે : આટલો ટૂંકો નિર્દેશ રા.વિ.પાઠકમાં મળે છે. ધોળમંગળની રચનાઓનું વ્યવસ્થિત અને શાસ્ત્રીય સંપાદન સૌપ્રથમ ‘ધોળમંગળ' શીર્ષકથી ખોડીદાસ પરમારે આપ્યું. લગભગ એ જ અરસામાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન તળે હસુ યાજ્ઞિકે ‘હરિ વેણ વાય છે રે હો વનમાં’ અને ‘ગોકુળમાં ટહુક્યા મોર' શીર્ષકથી કેટલાંક અતિપ્રચલિત ધોળનાં સ્વરાંકન અને વર્ગીકરણ, પણ, પ્રવેશકમાં આપ્યાં. હસુ યાજ્ઞિકે સ્વતંત્ર લેખ દ્વારા ‘ધોળ’' સંજ્ઞાની વ્યુત્પત્તિ અને પ્રચલનનો ખ્યાલ આપ્યો છે. પરંતુ આ બંને અભ્યાસીઓ ‘ધોળ' સંજ્ઞાની તારવણી ‘ભરતેશ્વરબાહુબલિયોર' કૃતિમાંના ‘ધોર’ને ‘ધોર’ તરીકે ઉકેલીને માંડે છે ત્યાં સરતચૂક કે ગૂંચ ઊભી થાય છે. ખોડીદાસ પરમાર પોતાના લેખમાં નોંધે છે : ‘... મંડલાકારે રચાતા રાસમાં ગવાતાં ધોળ (‘ભરતેશ્વરબાહુબલિધોર' ઈ.સ. ૧૧૮૫)ની પદ્યરચના થઈ છે. તેની રચનામાં દોહા, રોળા અને ચઉપઇ જેવા માત્રામેળ છંદો સાથે લોકઢાળ પણ પ્રયોજાયા છે. આ ધોળ ગેય છે.૫<ref>૫. જુઓ નરસિંહ મહેતા અધ્યયન ગ્રંથ સં રસિક મહેતા, પ્રકાશક બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ. (પ્રથમ, ૧૯૮૩), પૃ. ૧૭૦</ref> હસુ યાજ્ઞિક પોતાની વાત આમ મૂકે છે: ‘સમયની દૃષ્ટિએ હસ્તપ્રત રૂપે મળતી કૃતિ ભરતેશ્વર બાહુબલિ પરના ધોળની છે. જેને આજે ધોળમંગળગીત કહીએ છીએ... ‘ધોળ-ધોરનો સંબંધ ધોરી એટલે પોઠિયા સાથે છે.' એમ લખ્યા પછી આગળ ખુલાસો કરતાં કહે છે કે સાધુના ચાતુર્માસપ્રવેશ, રાજાનો નગરપ્રવેશ, લગ્નાદિ મંગલ પ્રસંગે ‘સામૈયું થાય ત્યારે ધોળા ધોરીને, પોઠિયાને શણગારીને લઈ જવાતો, અને વાજતેગાજતે સામૈયું થતું. આ સમયે જે ગીત ગવાય તે ધોળ-ધોર-ધવલગીત.૬<ref>૬. જુઓ ‘ઉદ્દેશ', નવેમ્બર, ૨૦૦૪, પૃ. ૧૩૩</ref> જોઈ શકાશે કે આ બંને અભ્યાસીઓ, ‘ધોળ સંજ્ઞાને ‘ધોર' ‘ધોરી' સાથે સાંકળીને ચાલે છે. બંનેની આ ધારણા ગલત દિશાની છે. હકીકતે, ભરતેશ્વર-બાહુબલિવૃત્તાંતને નિરૂપતી બે રચનાઓની સેળભેળ, ખાસ તો બંને કૃતિના શીર્ષકની બાબતમાં, અહીં થઈ ગઈ છે. વજ્રસેનસૂરિકૃત ‘ભરતેશ્વર- બાહુબલિધોર' (ઈ.સ. ૧૧૭૦, વિ.સં.૧૨૨૬ સુધીમાં) સમયક્રમે પ્રાચીન છે; શાલિભદ્રસૂરિકૃત ‘ભરતેશ્વર-બાહુબલિરાસ' (ઈ.સ. ૧૧૮૫, વિ.સં. ૧૨૪૧) એની ઉત્તરકાલીન કૃતિ છે. આ રચનાઓ ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવે છે, એટલેસ્તો વજ્રસેનસૂરિની કૃતિના શીર્ષકમાંનું ઉત્તરપદ ઘોર ભીષણ, તુમુલ – અર્થને સંકેતિત કરે છે. ‘ઘોર'માંની આદિ શ્રુતિ કંઠય ઘોષ મહાપ્રાણ છે; ‘ધોર' તાલવ્ય ઘોષ મહાપ્રાણ નથી ! જે કૃતિ અંતર્ગત ધઉલ/ત્રૂટક - ‘સરસ્વતીધઉલ' છે એ કૃતિનું શીર્ષક તો ‘ભરતેશ્વર-બાહુબલિરાસ' છે. – ધોર/ઘોર નહીં. લાગે છે કે ‘ઘોર'ને ‘ધોર' તરીકે વાંચવાથી આ અર્થસરણી સૂઝી હશે. ‘ધોળ’ને ‘ધોર’/ ‘ધોરી’માંથી વ્યુત્પન્ન કરવા આડે બીજાં વિઘ્નો પણ નડશે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘ધોરી’ શબ્દરૂપ તો સંસ્કૃત ‘ધુરિણ' (ધુરાને ધારણ કરનાર) પરથી નીપજ્યું છે; ‘ધવલ' પરથી નહીં. વળી કેટલાંક સ્થાનીય ઉચ્ચારણોમાં ળ>૨ સંભવે છે, ૨>ળ સંભવિત નથી. ('ધવલ' – ધોળો બળદ – એવા અર્થમાંનો પ્રયોગ, જોકે હેમચંદ્રાચાર્યમાં મળે છેઃ ‘ધવલુ વિસારઈ મણુમંહિં, અપભ્રંશ વ્યાકરણ અંતર્ગત દોહાનું પ્રથમ ચરણ) ‘ધવલ' પરથી તો આવાં રૂપો ઊતરી આવ્યાં છે. ધવલ>ધઉલ>ધોળ; ધવલકઃ>ધઉલઉ >ધોલઉં > ધોળઉ > ધોળો - ધોળિયો (બળદ). આ ચર્ચામાં પરિભાષિત ‘ધોળ' સંજ્ઞાને ધવલ સાથે સગપણ છે, ‘ધોર' કે ‘ધોરી' સાથે નહીં એટલી બાબત તો અહીં સ્પષ્ટ થશે. યાદ રહે કે ‘ધોરી' અને ‘પોઠિયો' સંજ્ઞાઓ પર્યાયરૂપ નથી. ધોરી-ધૂંસરી સાથે જોતરાઈને વાહન(ગાડું)ને ખેંચે છે; એટલે કે પોતે વાહન નથી, પણ વાહનને ખેંચનાર છે; જ્યારે પોઠિયો, વાહન - ખાસ તો માલવાહક તરીકે - અને સવારી : બંને હેતુ સારે છે. શંકર માટે નંદી(પોઠિયો) સવારીનું વાહન છે; અન્ય સંદર્ભોમાં, મોટાં છાલકાં કે લગડાંને પીઠ પર બંને બાજુએ, પોઠ તરીકે ઊંચકીને ચાલે છે એટલે જ એ પોઠિયો, પોઠિયાને ધૂંસરીએ જોતરી શકાતો નથી; ધોરીને તો મૂળથી જ ધુરા સંબંધ અનિવાર્ય છે. અગ્રપુરુષોના સામૈયામાં ‘ધોરી’/‘પોઠિયો’ને શણગારીને સામેલ કરાતો હોવાની બાબતને પરંપરામાંથી ક્યાંય સમર્થન મળતું હોય એ જાણમાં નથી; હા, અશ્વ (ઘોડો), હાથી અને નજીકના ભૂતકાળમાં માફાવાળું શણગારેલું બળદગાડું: સામૈયામાં બહુમાન માટે લઈ જવાનો ચાલ હતો. (શણગારેલા રથ કે બળદગાડીના સ્થાને હવે સામૈયાની શોભાયાત્રામાં ભાતીગળ મૉડેલની મોટરગાડીએ જગ્યા લીધી છે!) વ્યુત્પત્તિ, વ્યવહાર અને પ્રચલનની દૃષ્ટિએ, ધોરી/પોઠિયો પર્યાયવાચી સંજ્ઞાઓ ઠરતી નથી. આમ, ‘ધોળ'ની તારવણી માટે ‘ઘોર'/‘ધોર', ‘ધોળો ધોરી', ‘પોઠિયો' — વગેરેને સાંકળીને ચાલતો વાવ્યાપાર અતિશય દુરાકૃષ્ટ લાગે છે. હેમચંદ્રાચાર્યે ધવલ સંજ્ઞા, એનું પદ્યસ્વરૂપ, આંતરિક નિરૂપણસામગ્રી, ‘ધવલ' અને ‘મંગલ’ વચ્ચેનો ફરક વગેરેને લગતી જે વિશદ સમજૂતી આપી છે. એ, પરંપરા અને પ્રચલન – બંને દૃષ્ટિએ સ્વીકાર્ય લેખવાનું સયુક્તિક લાગે છે. | ||
ધવલ/ધોળને લગતી ચર્ચામાં ડૉ.હરિવલ્લભ ભાયાણીનું મંતવ્ય સમજ અને વિવરણની દૃષ્ટિએ વધુ સમર્પક અને સ્વીકાર્ય ઠરે એવું છે. ધોળ સંજ્ઞા અને એ તળે ઊપસતા વિભાવની શાસ્ત્રીય વ્યાખ્યા/વ્યુત્પત્તિ આપવાને બદલે, ગાનાશ્રયી પદ્યપદાર્થ તરીકેની, ધોળની ખાસિયતો અને વ્યાવર્તકતાનું ટૂંકું વિવરણ એમણે આપ્યું છે.૭<ref>૭. જુઓ ‘ગૌકુળમાં ટહુક્યા મોર', સં.ડૉ. હરિવલ્લભ ભાયાણી, પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, (પ્રથમ, ૧૯૮૯) પ્રાસ્તાવિક, પૃ.૭-૯<br> | ધવલ/ધોળને લગતી ચર્ચામાં ડૉ.હરિવલ્લભ ભાયાણીનું મંતવ્ય સમજ અને વિવરણની દૃષ્ટિએ વધુ સમર્પક અને સ્વીકાર્ય ઠરે એવું છે. ધોળ સંજ્ઞા અને એ તળે ઊપસતા વિભાવની શાસ્ત્રીય વ્યાખ્યા/વ્યુત્પત્તિ આપવાને બદલે, ગાનાશ્રયી પદ્યપદાર્થ તરીકેની, ધોળની ખાસિયતો અને વ્યાવર્તકતાનું ટૂંકું વિવરણ એમણે આપ્યું છે.૭<ref>૭. જુઓ ‘ગૌકુળમાં ટહુક્યા મોર', સં.ડૉ. હરિવલ્લભ ભાયાણી, પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, (પ્રથમ, ૧૯૮૯) પ્રાસ્તાવિક, પૃ.૭-૯<br> | ||
</ref> એમના મત અનુસાર ‘પદ' કે ‘ધોળ'ની ઓળખ, કેવળ શબ્દપાઠને ધોરણે નહીં પણ પ્રસ્તુતિ વેળાના નિમિત્ત, પ્રસ્તુતિસંદર્ભ અને વિશેષ કરીને તો ગાયકીના ઢંગની તાસીરને ધોરણે થઈ શકે. પદ, ગરબી, ધોળ, રાસ : આ સૌ પદ્યસ્વરૂપો શબ્દઘટના તરીકે પરસ્પર વ્યાવર્તક ન પણ હોય. હકીકતે તો પ્રસ્તુતિમાં, આવી પદ્યરચનાની સહયોગિતા, નર્તનપરકતા; નિરપેક્ષ એકલગાન, સમૂહગાન, અન્ય સંગતિ, સ્ત્રી/પુરુષના સહભાગી વા એકાકી કંઠાશ્રય ઉપરાંત ગાનની નૈમિત્તિકતા જેવી બાબતો, આવી પદ્યરચનાને ઓળખનો દરજ્જો આપવામાં નિર્ણાયક નીવડતી હોય છે. એટલે જ, એકની એક પદ્યરચના આ ધોરણે પદ, ભજન, ધોળ, ગરબી : એમ સંદર્ભસાપેક્ષ અભિધાન ધરાવતી બને. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૬}} | {{center|૬}} | ||
| Line 105: | Line 104: | ||
૨. | ૨. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>દુવારકામાં વાજિંતર વાગિયાં રે, માધવપુરમાં વાગ્યાં જાંગી ઢોલ* <ref>*જાંગી જંગ, જગન, યજ્ઞ, વિવાહાદિ પ્રસંગ પણ જગન/યજ્ઞ ગણાય. એવા શુભ પ્રસંગોએ વગાડાતા ઢોલના ઉલ્લાસવર્ધક તાલ : ‘જાંગી ઢોલ'</ref> | {{Block center|<poem>દુવારકામાં વાજિંતર વાગિયાં રે, માધવપુરમાં વાગ્યાં જાંગી ઢોલ* <ref>*જાંગી જંગ, જગન, યજ્ઞ, વિવાહાદિ પ્રસંગ પણ જગન/યજ્ઞ ગણાય. એવા શુભ પ્રસંગોએ વગાડાતા ઢોલના ઉલ્લાસવર્ધક તાલ : ‘જાંગી ઢોલ', બૂંગિયો : યુદ્ધનો ઉન્માદ જગાવે, તરધાયો : ધીંગાણામાં ઉત્સાહ, વીરતા પ્રેરે<br></ref> | ||
જાદવરાય પરણ્યા રુખમણિ રે ! | જાદવરાય પરણ્યા રુખમણિ રે ! | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
| Line 252: | Line 251: | ||
'''પાદટીપ''' | '''પાદટીપ''' | ||
{{reflist}} | {{reflist}} | ||
{{right|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે તા.૨૬મી માર્ચ ૨૦૦૮ની સાંજે અમદાવાદમાં આવેલાં વ્યાખ્યાનનો પાઠ(શોધન/વર્ધન સાથે)}}<br> | |||
{{right|શબ્દસૃષ્ટિ જાન્યુઆરી ૨૦૦૯}}<br> | {{right|શબ્દસૃષ્ટિ જાન્યુઆરી ૨૦૦૯}}<br> | ||
{{right|‘અંત: શ્રુતિ’ પૃ. ૪૭ થી ૬૭}} | {{right|‘અંત: શ્રુતિ’ પૃ. ૪૭ થી ૬૭}} | ||