9,288
edits
(Created page with "{{SetTitle}} {{Heading| વક્રોક્તિ : કુંતકનો કાવ્યસિદ્ધાંત |એસ. કે. ડે }} {{Poem2Open}} કુંતકે પોતાના કાવ્યમીમાંસાના ગ્રંથના આરંભે ટૂંકમાં એવો વિચાર પ્રસ્તુત કર્યો છે કે કાવ્યશાસ્ત્રના ક્ષેત્રમાં જ્યારે...") |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
હકીકતમાં, આનંદવર્ધન પછીના આચાર્યોમાં, જેઓ ધ્વનિનો અસ્વીકાર કરતા નહોતા પણ પોતાના સમયમાં સ્વીકૃતિ પામેલા કાવ્યશાસ્ત્રની પરિભાષામાં વ્યાખ્યા કરવાનો જેઓ પ્રયત્ન કરી રહ્યા હતા તેમની શ્રેણિમાં કુંતક ઊભા છે. ધ્વનિસિદ્ધાંતનું જેમણે પ્રથમ વાર પ્રતિપાદન કર્યું હતું એ આનંદવર્ધન અને પોતાના પ્રશિષ્ટ કોટિના કાવ્યમીમાંસાના ગ્રંથમાં જેમણે પ્રમાણભૂત અને લગભગ સર્વગ્રાહી કાવ્યચર્ચા આપી એ મમ્મટાચાર્ય – એ બે આચાર્યોના વચગાળામાં કુંતક આવ્યા. એ જ ગાળામાં મહિમભટ્ટે પણ વ્યંજનાવ્યાપારને અનુમાનના તર્કવ્યાપારરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને કુંતકે પણ એ જ રીતે આગવી સૂઝથી પ્રવૃત્તિ કરી. ભામહ, ઉદ્ભટ અને અલંકારસંપ્રદાયના અનુયાયી લેખે કુંતકે પણ, મહિમભટ્ટની જેમ જ, બળવાન પણ અલ્પાવધિનું પ્રત્યાઘાતી આંદોલન શરૂ કર્યું અને જૂની વિભાવનાઓ સાથે નવા વિચારોને કંઈક મૌલિક દૃષ્ટિએ સાંકળી લેવાનો અને એ રીતે પ્રાચીન ભૂમિકાનું સમર્થન કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. કુંતકના આ અભિગમમાં જ તેમનું ઐતિહાસિક મહત્ત્વ રહ્યું છે. જોકે મમ્મટના સમય પછી, આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાંતનો જેમણે નિઃશંકપણે સ્વીકાર કર્યો હતો એ બધા અનુકાલીન આચાર્યો મહિમભટ્ટના અનુમાન-સિદ્ધાંતનો કે કુંતકના વક્રોક્તિસિદ્ધાંતનો ઉદાર દૃષ્ટિએ સ્વીકાર કરી શક્યા નથી. પાછળના સમયમાં વિદ્વાનોએ વક્રોક્તિસિદ્ધાંતનો જો ઉલ્લેખ કર્યો હોય તો તે માત્ર ટીકા કરવાને કે તેનો વિરોધ કરવા પૂરતો જ. ટૂંકમાં, ધ્વનિકાર અને આનંદવર્ધનનો જે સિદ્ધાંત વ્યાપક સમર્થન પામ્યો હતો તેની સામે ચાલીને ફરીથી ભામહની પ્રાચીન વિચારણાને પુનર્જીવિત કરવાનો ને તેને વિસ્તારવાનો કુંતકનો પ્રયાસ તે એક નષ્ટ થઈ ગયેલા હેતુ માટેના વ્યર્થ આંદોલન સમો હતો. | હકીકતમાં, આનંદવર્ધન પછીના આચાર્યોમાં, જેઓ ધ્વનિનો અસ્વીકાર કરતા નહોતા પણ પોતાના સમયમાં સ્વીકૃતિ પામેલા કાવ્યશાસ્ત્રની પરિભાષામાં વ્યાખ્યા કરવાનો જેઓ પ્રયત્ન કરી રહ્યા હતા તેમની શ્રેણિમાં કુંતક ઊભા છે. ધ્વનિસિદ્ધાંતનું જેમણે પ્રથમ વાર પ્રતિપાદન કર્યું હતું એ આનંદવર્ધન અને પોતાના પ્રશિષ્ટ કોટિના કાવ્યમીમાંસાના ગ્રંથમાં જેમણે પ્રમાણભૂત અને લગભગ સર્વગ્રાહી કાવ્યચર્ચા આપી એ મમ્મટાચાર્ય – એ બે આચાર્યોના વચગાળામાં કુંતક આવ્યા. એ જ ગાળામાં મહિમભટ્ટે પણ વ્યંજનાવ્યાપારને અનુમાનના તર્કવ્યાપારરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને કુંતકે પણ એ જ રીતે આગવી સૂઝથી પ્રવૃત્તિ કરી. ભામહ, ઉદ્ભટ અને અલંકારસંપ્રદાયના અનુયાયી લેખે કુંતકે પણ, મહિમભટ્ટની જેમ જ, બળવાન પણ અલ્પાવધિનું પ્રત્યાઘાતી આંદોલન શરૂ કર્યું અને જૂની વિભાવનાઓ સાથે નવા વિચારોને કંઈક મૌલિક દૃષ્ટિએ સાંકળી લેવાનો અને એ રીતે પ્રાચીન ભૂમિકાનું સમર્થન કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. કુંતકના આ અભિગમમાં જ તેમનું ઐતિહાસિક મહત્ત્વ રહ્યું છે. જોકે મમ્મટના સમય પછી, આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાંતનો જેમણે નિઃશંકપણે સ્વીકાર કર્યો હતો એ બધા અનુકાલીન આચાર્યો મહિમભટ્ટના અનુમાન-સિદ્ધાંતનો કે કુંતકના વક્રોક્તિસિદ્ધાંતનો ઉદાર દૃષ્ટિએ સ્વીકાર કરી શક્યા નથી. પાછળના સમયમાં વિદ્વાનોએ વક્રોક્તિસિદ્ધાંતનો જો ઉલ્લેખ કર્યો હોય તો તે માત્ર ટીકા કરવાને કે તેનો વિરોધ કરવા પૂરતો જ. ટૂંકમાં, ધ્વનિકાર અને આનંદવર્ધનનો જે સિદ્ધાંત વ્યાપક સમર્થન પામ્યો હતો તેની સામે ચાલીને ફરીથી ભામહની પ્રાચીન વિચારણાને પુનર્જીવિત કરવાનો ને તેને વિસ્તારવાનો કુંતકનો પ્રયાસ તે એક નષ્ટ થઈ ગયેલા હેતુ માટેના વ્યર્થ આંદોલન સમો હતો. | ||
{{Right |ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઈ ૭૩; ડિસે, ૭૩. }} <br> | {{Right |'''ફાર્બસસભા ત્રૈમાસિક''', જુલાઈ ૭૩; ડિસે, ૭૩. }} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||