31,395
edits
(+1) |
(+1) |
||
| Line 10: | Line 10: | ||
માત્ર કબીર જ શું કામ ? મધ્યકાળની આખી સંતપરંપરામાં સમાતા, સાધકો ને સંતોને મન, કવિતા સાધ્ય નથી, સાધન છે; એમની અધ્યાત્મસાધનાની અનુભૂતિ કે અંતરોદ્ગારને અભિવ્યક્ત કરવાનું હાથવગું ને હોઠવગું હથિયાર છે. અંતઃસાધનાની અમૂર્ત કે અવાચ્ય ઉપ-સ્થિતિઓને, શબ્દસહયોગથી જ્યારે એ વ્યક્ત કરવા મથે છે ત્યારે વિચારદ્રવ્ય કે ઊર્મિદ્રવની અમૂર્તતાને સંકેતિત કરવા માટે, પ્રચલિત વસ્તુસદૃશ રૂપક, પ્રતીક કે ઉપમા અને તિર્યક્ શબ્દસપાટીઓને એ પ્રયોજે છે. સંતસાધનાનો સહજોદ્ગાર કે અનુભૂતિના આનંદનો શબ્દાકાર તે આપણા માટે કવિતાપદાર્થ ઠર્યો! કબીર કહે છે : | માત્ર કબીર જ શું કામ ? મધ્યકાળની આખી સંતપરંપરામાં સમાતા, સાધકો ને સંતોને મન, કવિતા સાધ્ય નથી, સાધન છે; એમની અધ્યાત્મસાધનાની અનુભૂતિ કે અંતરોદ્ગારને અભિવ્યક્ત કરવાનું હાથવગું ને હોઠવગું હથિયાર છે. અંતઃસાધનાની અમૂર્ત કે અવાચ્ય ઉપ-સ્થિતિઓને, શબ્દસહયોગથી જ્યારે એ વ્યક્ત કરવા મથે છે ત્યારે વિચારદ્રવ્ય કે ઊર્મિદ્રવની અમૂર્તતાને સંકેતિત કરવા માટે, પ્રચલિત વસ્તુસદૃશ રૂપક, પ્રતીક કે ઉપમા અને તિર્યક્ શબ્દસપાટીઓને એ પ્રયોજે છે. સંતસાધનાનો સહજોદ્ગાર કે અનુભૂતિના આનંદનો શબ્દાકાર તે આપણા માટે કવિતાપદાર્થ ઠર્યો! કબીર કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘તુમ્હ જિનિ જાનૌ ગીત હૈ, યહ નિજ બહ્મવિચાર, | {{Block center|'''<poem>‘તુમ્હ જિનિ જાનૌ ગીત હૈ, યહ નિજ બહ્મવિચાર, | ||
કેવલ કહ સમુઝાઇયા, આતમ સાધન સાર.’</poem>}} | કેવલ કહ સમુઝાઇયા, આતમ સાધન સાર.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એટલે, આપણે જે શબ્દપ્રપંચને કવિતા (‘ગીત’) માનીને વારી જતા હોઈએ છીએ, એ અક્ષરઘટના કબીરને મન તો ‘બ્રહ્મવિચાર' છે. કબીર એને ‘નિજ બ્રહ્મવિચાર' તરીકે ઓળખાવે છે એમાં સાધક તરીકે પોતાના સ્વકીય આત્મપ્રત્યયની મહોર એના પર લાગી જતી હોય છે. ‘આતમસાધનસાર' રૂપે લાધેલી ઉપલબ્ધિને, વાણીમાં મૂકવાનો એનો પ્રયાસ અન્ય જિજ્ઞાસુની સમજણમાં ઉતારવા માટેનો ઉપક્રમ છે. આ શબ્દઘટનાનું હોવું એ કવિયશકામનાનું પરિણામ નથી. ‘વિદિયા ન પઢહું, વાદ નહિ જાનહું ’- એટલે કવિપદ માટેની સજ્જતા – ‘વિદ્યા' કે ‘શાસ્ત્રજ્ઞાન: આ બેમાંથી કશું પોતાની પાસે નથી એવા એકરાર સાથે, ‘મસિ કાગદ છૂયો નહીં, કલમ ગહી નહીં હાથ', કહેતી વેળા, ઔપચારિક શિક્ષણની અલ્પતા કે અભાવનો ઉલ્લેખ કરવાનુંયે ચૂકતા નથી ! એ કાળના ધર્મપ્રભાવમાં, લિખિત શાસ્ત્રોની જે અનિવાર્યતા હતી એને તાકીને, જાણે કે ઉપાલંભરૂપે માર્મિક કટાક્ષ દ્વારા, સર્વજનસુલભ ધર્મ માટે શાસ્ત્રબદ્ધ પરિપાટી નહીં; પણ પ્રત્યક્ષ વ્યવહારમાં આચારની સાહજિકતા ને સ્વાભાવિકતાનો આદર એ સૂચવે છે. અનુભવની સાહજિકતાને મુકાબલે, શાસ્ત્રની લિખિત પરિપાટીનું તારતમ્ય કબીરને માન્ય નથી. એટલે સ્તો, ‘કાગદ લિખૈ સો કાગદી' - એવાં આકરાં વેણ એ ઓચરે છે! આધ્યાત્મિક અનુભૂતિનું પ્રામાણ્ય તો ‘ઢાઈ અક્ષર પ્રેમકા'ને અપેક્ષે; અન્યથા, ‘પોથી પઢિ પઢિ જગ મુઆ, પંડિત હુઆ ન કોઈ!' નર્યું ગતાનુગતિક શાસ્ત્રપઠન અધ્યાત્મને ઉપકારક કેમ હોઈ શકે? અધ્યાત્મસાધનામાં શાસ્ત્રસેવન અને શાસ્ત્રોએ આંકી આપેલા ઉપચારો (rituals)નું અતિભારણ, સામાન્ય જનસમુદાયના ગજા બહારની વાત હતી ! એક બાજુ સિદ્ધાંત-ઉપસિદ્ધાંતોની સૂક્ષ્મ બૌદ્ધિક ચર્ચામાં વિચરતાં શાસ્ત્રો, એણે ચીંધેલા આચારો, ક્રિયાકાંડની બહુલતા સામાજિક સ્તરના ઉપલા વર્ગો/ વર્ષોમાં પ્રભાવશાળી બની બેઠાં હતાં; જ્યારે, બીજી બાજુ, લોકસમુદાયની રોજિંદી જીવનચર્યામાં, બાહ્યોપચારની અતિશયતા ને આચારની શુચિતાને લગતા શાસ્ત્રબોધિત આગ્રહો, કેમેય કરીને, નભી શકે એમ નહોતા. ઈસ્લામપ્રવેશ પછીના, પ્રસારની વ્યાપકતા ને પ્રભાવકતાના એ દેશકાળમાં, આપણાં પરંપરિત શાસ્ત્રો અને સાધનાપદ્ધતિઓ, પોતીકી સુરક્ષા અને સાચવણીના આશયથી, દૃઢાગ્રહી અને સ્થિતિચુસ્ત ઘાટ પકડતાં રહ્યાં. ત્રણચાર સૈકાના ઈસ્લામસંપર્ક, સામાજિક અને આર્થિક ધોરણે, નીચલા વર્ગના જનસમુદાયને, આગલી ધારાના શાસ્ત્રસેવન અને આચારઆગ્રહોથી, સાવ અળગો કરી મૂક્યો હતો. સામાજિક અને ધાર્મિક વિષમતા- અને વિલક્ષણતા – ના આવા સમયસંદર્ભમાં કબીર આવે છે. દીક્ષા તો એમને વૈષ્ણવી પરંપરાના સ્વામી રામાનંદ પાસેથી સાંપડી. અજાણપણે ને આકસ્મિક ક્ષણે, આચાર્ય દ્વારા સાંપડેલા ‘રામ' મંત્રની દીક્ષાનું વિસ્તરણ અને વિક્સન, કબીર, સ્વકીય અનુભવ, વ્યાપક નિરીક્ષણ અને આત્મવિમર્શના ઇલમ થકી, પોતાના સમસામયિક જનસાધારણને જચે અને પચે એ પ્રકારે કરતા રહ્યા. કબીરનો ધર્મવિચાર, પૂર્વપરંપરાના યોગ, વેદાંત અને ભક્તિપરક પ્રદેશોમાંથી ઘણી સામગ્રી સ્વીકારીને ચાલે છે. આમ છતાં, કબીરનો યોગ, નાથસંપ્રદાયને ઈષ્ટ એવી મુખ્ય સાધના નથી; ભક્તિનું સાધનાંગ એ બને છે; કબીરના ધર્મોપચયમાં તો વેદાંતનું જ્ઞાનમાર્ગી નિર્ગુણ અનુસંધાન, બાહ્યાચાર અને મૂર્તિપૂજાના કૃતક ઉપચારોમાં અટવાઈ રહેતી સાધનાને સરળ બનાવીને, લોકયોગ્ય ને લોકસહ્ય ઘાટ આપનારું નીવડે છે. વૈષ્ણવી ભક્તિનું પૂર્વસૂચન રામાનંદીય દીક્ષાસૂત્રમાં ભલે પડયું હોય, ‘ભક્તિ ઉપની દ્રાવિડે, લાયે રામાનંદ; પરગટ કિયા કબીરને, સપ્તદ્વીપ નવખંડ' – આ સાંપ્રદાયિક સૂક્તિમાંની અત્યુક્તિને ગાળીને પણ, યોગસ્પૃષ્ટ ને જ્ઞાનપૂત નિર્ગુણ ભક્તિના લોકપ્રતિષ્ઠાપનનું શ્રેય તો કબીરને જ ફાળે જવાનું. કેમકે વૈષ્ણવ પરંપરાના પ્રવર્તક આચાર્યોએ ભક્તિની શાસ્ત્રીય સંહિતા અવશ્ય બાંધી આપી, પણ જબ્બર લોકઆંદોલનમાં ઢાળીને, આ ભક્તિને જનસાધારણને સુપથ્ય, સુગમ ને સરળ પડે એવું લોકરૂપાંતરણ તો મધ્યકાળના સંતોની દેણગી છે, અને કબીર એમાં અગ્રપદે છે. | એટલે, આપણે જે શબ્દપ્રપંચને કવિતા (‘ગીત’) માનીને વારી જતા હોઈએ છીએ, એ અક્ષરઘટના કબીરને મન તો ‘બ્રહ્મવિચાર' છે. કબીર એને ‘નિજ બ્રહ્મવિચાર' તરીકે ઓળખાવે છે એમાં સાધક તરીકે પોતાના સ્વકીય આત્મપ્રત્યયની મહોર એના પર લાગી જતી હોય છે. ‘આતમસાધનસાર' રૂપે લાધેલી ઉપલબ્ધિને, વાણીમાં મૂકવાનો એનો પ્રયાસ અન્ય જિજ્ઞાસુની સમજણમાં ઉતારવા માટેનો ઉપક્રમ છે. આ શબ્દઘટનાનું હોવું એ કવિયશકામનાનું પરિણામ નથી. ‘વિદિયા ન પઢહું, વાદ નહિ જાનહું ’- એટલે કવિપદ માટેની સજ્જતા – ‘વિદ્યા' કે ‘શાસ્ત્રજ્ઞાન: આ બેમાંથી કશું પોતાની પાસે નથી એવા એકરાર સાથે, ‘મસિ કાગદ છૂયો નહીં, કલમ ગહી નહીં હાથ', કહેતી વેળા, ઔપચારિક શિક્ષણની અલ્પતા કે અભાવનો ઉલ્લેખ કરવાનુંયે ચૂકતા નથી ! એ કાળના ધર્મપ્રભાવમાં, લિખિત શાસ્ત્રોની જે અનિવાર્યતા હતી એને તાકીને, જાણે કે ઉપાલંભરૂપે માર્મિક કટાક્ષ દ્વારા, સર્વજનસુલભ ધર્મ માટે શાસ્ત્રબદ્ધ પરિપાટી નહીં; પણ પ્રત્યક્ષ વ્યવહારમાં આચારની સાહજિકતા ને સ્વાભાવિકતાનો આદર એ સૂચવે છે. અનુભવની સાહજિકતાને મુકાબલે, શાસ્ત્રની લિખિત પરિપાટીનું તારતમ્ય કબીરને માન્ય નથી. એટલે સ્તો, ‘કાગદ લિખૈ સો કાગદી' - એવાં આકરાં વેણ એ ઓચરે છે! આધ્યાત્મિક અનુભૂતિનું પ્રામાણ્ય તો ‘ઢાઈ અક્ષર પ્રેમકા'ને અપેક્ષે; અન્યથા, ‘પોથી પઢિ પઢિ જગ મુઆ, પંડિત હુઆ ન કોઈ!' નર્યું ગતાનુગતિક શાસ્ત્રપઠન અધ્યાત્મને ઉપકારક કેમ હોઈ શકે? અધ્યાત્મસાધનામાં શાસ્ત્રસેવન અને શાસ્ત્રોએ આંકી આપેલા ઉપચારો (rituals)નું અતિભારણ, સામાન્ય જનસમુદાયના ગજા બહારની વાત હતી ! એક બાજુ સિદ્ધાંત-ઉપસિદ્ધાંતોની સૂક્ષ્મ બૌદ્ધિક ચર્ચામાં વિચરતાં શાસ્ત્રો, એણે ચીંધેલા આચારો, ક્રિયાકાંડની બહુલતા સામાજિક સ્તરના ઉપલા વર્ગો/ વર્ષોમાં પ્રભાવશાળી બની બેઠાં હતાં; જ્યારે, બીજી બાજુ, લોકસમુદાયની રોજિંદી જીવનચર્યામાં, બાહ્યોપચારની અતિશયતા ને આચારની શુચિતાને લગતા શાસ્ત્રબોધિત આગ્રહો, કેમેય કરીને, નભી શકે એમ નહોતા. ઈસ્લામપ્રવેશ પછીના, પ્રસારની વ્યાપકતા ને પ્રભાવકતાના એ દેશકાળમાં, આપણાં પરંપરિત શાસ્ત્રો અને સાધનાપદ્ધતિઓ, પોતીકી સુરક્ષા અને સાચવણીના આશયથી, દૃઢાગ્રહી અને સ્થિતિચુસ્ત ઘાટ પકડતાં રહ્યાં. ત્રણચાર સૈકાના ઈસ્લામસંપર્ક, સામાજિક અને આર્થિક ધોરણે, નીચલા વર્ગના જનસમુદાયને, આગલી ધારાના શાસ્ત્રસેવન અને આચારઆગ્રહોથી, સાવ અળગો કરી મૂક્યો હતો. સામાજિક અને ધાર્મિક વિષમતા- અને વિલક્ષણતા – ના આવા સમયસંદર્ભમાં કબીર આવે છે. દીક્ષા તો એમને વૈષ્ણવી પરંપરાના સ્વામી રામાનંદ પાસેથી સાંપડી. અજાણપણે ને આકસ્મિક ક્ષણે, આચાર્ય દ્વારા સાંપડેલા ‘રામ' મંત્રની દીક્ષાનું વિસ્તરણ અને વિક્સન, કબીર, સ્વકીય અનુભવ, વ્યાપક નિરીક્ષણ અને આત્મવિમર્શના ઇલમ થકી, પોતાના સમસામયિક જનસાધારણને જચે અને પચે એ પ્રકારે કરતા રહ્યા. કબીરનો ધર્મવિચાર, પૂર્વપરંપરાના યોગ, વેદાંત અને ભક્તિપરક પ્રદેશોમાંથી ઘણી સામગ્રી સ્વીકારીને ચાલે છે. આમ છતાં, કબીરનો યોગ, નાથસંપ્રદાયને ઈષ્ટ એવી મુખ્ય સાધના નથી; ભક્તિનું સાધનાંગ એ બને છે; કબીરના ધર્મોપચયમાં તો વેદાંતનું જ્ઞાનમાર્ગી નિર્ગુણ અનુસંધાન, બાહ્યાચાર અને મૂર્તિપૂજાના કૃતક ઉપચારોમાં અટવાઈ રહેતી સાધનાને સરળ બનાવીને, લોકયોગ્ય ને લોકસહ્ય ઘાટ આપનારું નીવડે છે. વૈષ્ણવી ભક્તિનું પૂર્વસૂચન રામાનંદીય દીક્ષાસૂત્રમાં ભલે પડયું હોય, ‘ભક્તિ ઉપની દ્રાવિડે, લાયે રામાનંદ; પરગટ કિયા કબીરને, સપ્તદ્વીપ નવખંડ' – આ સાંપ્રદાયિક સૂક્તિમાંની અત્યુક્તિને ગાળીને પણ, યોગસ્પૃષ્ટ ને જ્ઞાનપૂત નિર્ગુણ ભક્તિના લોકપ્રતિષ્ઠાપનનું શ્રેય તો કબીરને જ ફાળે જવાનું. કેમકે વૈષ્ણવ પરંપરાના પ્રવર્તક આચાર્યોએ ભક્તિની શાસ્ત્રીય સંહિતા અવશ્ય બાંધી આપી, પણ જબ્બર લોકઆંદોલનમાં ઢાળીને, આ ભક્તિને જનસાધારણને સુપથ્ય, સુગમ ને સરળ પડે એવું લોકરૂપાંતરણ તો મધ્યકાળના સંતોની દેણગી છે, અને કબીર એમાં અગ્રપદે છે. | ||
| Line 24: | Line 24: | ||
કબીરની પ્રાપ્ત/પ્રકાશિત રચનાઓની સમગ્રતા કે આંશિકતાની અધિકૃતતાનો મુદ્દો પતણ મૂંઝવે એવો છે. આગળ કહ્યું છે તેમ કબીરે સ્વહસ્તે તો રચનાઓ લિપિબદ્ધ કરી જ સમયમાં પણ ક ગ્રંથ સંભવ નથી. ‘બીજક', કબીરપંથનો પ્રામાણિક એની સંકલના કરી છે. આ ભગવાનદાસ ‘બીજક'ની પોથી લઈને ભાગી ગયા હતા. એટલે કહેવાયું..... | કબીરની પ્રાપ્ત/પ્રકાશિત રચનાઓની સમગ્રતા કે આંશિકતાની અધિકૃતતાનો મુદ્દો પતણ મૂંઝવે એવો છે. આગળ કહ્યું છે તેમ કબીરે સ્વહસ્તે તો રચનાઓ લિપિબદ્ધ કરી જ સમયમાં પણ ક ગ્રંથ સંભવ નથી. ‘બીજક', કબીરપંથનો પ્રામાણિક એની સંકલના કરી છે. આ ભગવાનદાસ ‘બીજક'ની પોથી લઈને ભાગી ગયા હતા. એટલે કહેવાયું..... | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘... બીજક ગ્રંથ ચોરાય લૈ ગયઉ, | {{Block center|'''<poem>‘... બીજક ગ્રંથ ચોરાય લૈ ગયઉ, | ||
સતગુરુ કહ વહ નિગુરા પંથી, કહા ભયો લૈ બીજક ગ્રંથી | સતગુરુ કહ વહ નિગુરા પંથી, કહા ભયો લૈ બીજક ગ્રંથી | ||
ચોરી કરિ વહ ચોર કહાઈ, કાહ ભયો બડ ભક્ત કહાઈ!'</poem>}} | ચોરી કરિ વહ ચોર કહાઈ, કાહ ભયો બડ ભક્ત કહાઈ!'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગ્રંથના આ ચૌર્યપરાક્રમને કારણે જ ભગવાનદાસની ઓળખ, ‘ભાગી જનારા’ ભાગુદાસ તરીકે થઈ ! ‘ગ્રંથરક્ષા' માટેની, ભાગુદાસની આ ચૌર્યકલા, ‘બીજક’ ગ્રંથની સમગ્રતા અંગેની અધિકૃતતા બાબત સંશય ઊભો કરે એ સ્વાભાવિક છે. | ગ્રંથના આ ચૌર્યપરાક્રમને કારણે જ ભગવાનદાસની ઓળખ, ‘ભાગી જનારા’ ભાગુદાસ તરીકે થઈ ! ‘ગ્રંથરક્ષા' માટેની, ભાગુદાસની આ ચૌર્યકલા, ‘બીજક’ ગ્રંથની સમગ્રતા અંગેની અધિકૃતતા બાબત સંશય ઊભો કરે એ સ્વાભાવિક છે. | ||
| Line 36: | Line 36: | ||
'સાખી એ ‘साक्षी' (सं.)નું અપભ્રંશ રૂપ છે. ‘ज्ञातृत्वे सति तटस्थत्वं साक्षित्वम्' એટલે કે કજિયાનું કારણ જાણવા છતાં બધા પક્ષકારો વચ્ચે તટસ્થતા જાળવવી તે સાક્ષીપણું. આ મતલબ ધ્યાનમાં લેતાં, પક્ષિલતાને પરહરીને, સર્વહિતૈષી તટસ્થ વ્યક્તિની જેમ વ્યવહાર કરે તે સાક્ષી, ‘સાખી'. કબીર પણ સાંપ્રદાયિક મતમતાંતરો કે વાદવિવાદથી વેગળા રહીને, તટસ્થભાવે, સ્વકીય નિરીક્ષણ અને તોલનમાંથી નીપજતાં હિતવચનો કહે છે. એટલે અભિવ્યક્તિની આ રીતિ જ ‘સાખી' તરીકે સંજ્ઞિત થઈ ગઈ! કબીરની અનુકાલીન પરંપરામાં, સાખીનો આ કવિતાચાલ, આખાયે મધ્યકાળની સંતકવિતામાં સર્વસ્થાપિત થઈ ચૂક્યો ! ભજન / પદના આરંભે, ઉપરાંત ભજન/પદના ‘અંતરા'ના ખંડકો રૂપે પણ, રચનાની મૂળ પદ્યચાલ ને ગાનતરેહને ચાતરીને, દોહા/સોરઠાના માત્રિક સંધિએકમોથી ગંઠાતી આવી ‘સાખી' ભજનરચનાને, લયવ્યંજનાનો આગવો થાટ આપનારી નીવડે છે. ઉક્તિનું લાઘવ, નિરીક્ષણજન્ય અભિપ્રાય/વિધાનની વેધકતા, સદ્યઃસ્પર્શિતા ઉપરાંત અણિયાળા વ્યંગ કે તીખા કટાક્ષનો છરકો : કબીરની સાખીઓનો આકર્ષક વૈભવ લાગે. કબીરે પોતે જ એની ઓળખ આ રીતે આપી છે : | 'સાખી એ ‘साक्षी' (सं.)નું અપભ્રંશ રૂપ છે. ‘ज्ञातृत्वे सति तटस्थत्वं साक्षित्वम्' એટલે કે કજિયાનું કારણ જાણવા છતાં બધા પક્ષકારો વચ્ચે તટસ્થતા જાળવવી તે સાક્ષીપણું. આ મતલબ ધ્યાનમાં લેતાં, પક્ષિલતાને પરહરીને, સર્વહિતૈષી તટસ્થ વ્યક્તિની જેમ વ્યવહાર કરે તે સાક્ષી, ‘સાખી'. કબીર પણ સાંપ્રદાયિક મતમતાંતરો કે વાદવિવાદથી વેગળા રહીને, તટસ્થભાવે, સ્વકીય નિરીક્ષણ અને તોલનમાંથી નીપજતાં હિતવચનો કહે છે. એટલે અભિવ્યક્તિની આ રીતિ જ ‘સાખી' તરીકે સંજ્ઞિત થઈ ગઈ! કબીરની અનુકાલીન પરંપરામાં, સાખીનો આ કવિતાચાલ, આખાયે મધ્યકાળની સંતકવિતામાં સર્વસ્થાપિત થઈ ચૂક્યો ! ભજન / પદના આરંભે, ઉપરાંત ભજન/પદના ‘અંતરા'ના ખંડકો રૂપે પણ, રચનાની મૂળ પદ્યચાલ ને ગાનતરેહને ચાતરીને, દોહા/સોરઠાના માત્રિક સંધિએકમોથી ગંઠાતી આવી ‘સાખી' ભજનરચનાને, લયવ્યંજનાનો આગવો થાટ આપનારી નીવડે છે. ઉક્તિનું લાઘવ, નિરીક્ષણજન્ય અભિપ્રાય/વિધાનની વેધકતા, સદ્યઃસ્પર્શિતા ઉપરાંત અણિયાળા વ્યંગ કે તીખા કટાક્ષનો છરકો : કબીરની સાખીઓનો આકર્ષક વૈભવ લાગે. કબીરે પોતે જ એની ઓળખ આ રીતે આપી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘સાખી આંખી જ્ઞાનકી, સમુઝુ દેખુ મનમાંહિ, | {{Block center|'''<poem>‘સાખી આંખી જ્ઞાનકી, સમુઝુ દેખુ મનમાંહિ, | ||
બિનુ સાખી સંસારકા, ઝગરા છૂટત નાંહિ.’</poem>}} | બિનુ સાખી સંસારકા, ઝગરા છૂટત નાંહિ.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નોખનોખાં વિષયએકમો - ‘અંગ' તળે આવતી સાખીની જેમ જ, સંપ્રદાયેતર કવિતારસિકો અને જિજ્ઞાસુવર્ગમાં ઊંચો આદર ધરાવતી રચનાઓ છે કબીરનાં પદો. સાંપ્રદાયિક પરિભાષા એને ‘સબદ’/ ‘સબદી' તરીકે સંજ્ઞિત કરે છે. ઊર્મિગીત પ્રકારની આ પદરચનાઓ, એની સત્ત્વગર્ભિતા, સાંગીતિકતા અને વિચારોદ્રેકની માર્મિક વ્યંજનાને બળે, કબીરને કેવળ મધ્યકાળ પૂરતા જ નહિ, સર્વકાલીન ભારતીય કવિતાના શીર્ષસ્થ મરમી કવિ - ઊર્મિકવિ તરીકે થાપી આપે છે. સંપ્રદાયની સીમામાં જ પુરાઈ રહેલા આ ‘સબદ’ની ભીતરી ઊર્જાનો પ્રથમ અનુભવ, શ્રી ક્ષિતિમોહન સેનના સંપાદિત ગ્રંથો દ્વારા કવિતારસિકોને સાંપડ્યો. ક્ષિતિબાબુનો સંચય લિખિત હસ્તપ્રતો ઉપરાંત મૌખિક પરંપરામાં પ્રચલિત પદોની વીણણી દ્વારા સંકલિત થયો હતો. એમાંનાં સો જેટલાં પદોનો અંગ્રેજી અનુવાદ રવીન્દ્રનાથ ટાગોરે જ્યારે પ્રસિદ્ધ કર્યો ત્યારે એમાંના .અંતર્ગર્ભિત મરમભાવ(mysticism)ને કાવ્યસૌન્દર્યથી પ્રભાવિત થઈ ઊઠેલા એઝરા પાઉન્ડ જેવા કવિતામર્મશે એવી ટકોર કરેલી કે આ અનુદિત રચનાઓની રસાત્મકતા માણ્યા પછી ‘ગીતાંજલિ'ને કોણ વાંચશે ? કવિતાના નોબેલ ઈનામથી પુરસ્કૃત કવિની રચનાઓ કરતાયે અદકી કાવ્યસત્તા એમને કબીરનાં પદોમાં માણવા મળી ! કબીરપંથની અનુકાલીન પ્રાદેશિક પરંપરાઓમાં, કબીરની આવી પદરચનાઓની પ્રભાવકતા એવી ઘાટી ને ઘેરી ઊપસી કે આપણી ગુજરાતી ભાષામાં કબીરની મુદ્રા અને મિજાજને સાકારતી, નામછાપે પણ ‘કબીર' કહે - ‘/ ‘કહત કબીરા -' સંશિત પદરચનાઓનો ફાલ, મધ્યકાળમાં, ઊતરતો રહ્યો ! કબીરરંગની આ છાલક, આપણી અર્વાચીન આધુનિક કવિતામાં મકરંદ દવેથી માંડીને હરીશ મીનાશ્રુ, દલપત પઢિયારની પદરચનાઓમાં પણ, તદબીર અને તરીકો -બન્નેમાં છંટાતી વરતાઈ આવશે ! કબીરનાં પદોમાંનાં વિચારદ્રવ્ય અને અભિવ્યક્તિની તિર્યકતા, મધ્યકાળને અતિક્રમીને સાંપ્રતની સંવેદનાને તરાશવા માટે કેટલા બધાં પ્રાસંગિક ને પ્રસ્તુત છે એની વ્યાપનશીલતાને પ્રમાણિત કરી આપનારાં ઠર્યાં ! | નોખનોખાં વિષયએકમો - ‘અંગ' તળે આવતી સાખીની જેમ જ, સંપ્રદાયેતર કવિતારસિકો અને જિજ્ઞાસુવર્ગમાં ઊંચો આદર ધરાવતી રચનાઓ છે કબીરનાં પદો. સાંપ્રદાયિક પરિભાષા એને ‘સબદ’/ ‘સબદી' તરીકે સંજ્ઞિત કરે છે. ઊર્મિગીત પ્રકારની આ પદરચનાઓ, એની સત્ત્વગર્ભિતા, સાંગીતિકતા અને વિચારોદ્રેકની માર્મિક વ્યંજનાને બળે, કબીરને કેવળ મધ્યકાળ પૂરતા જ નહિ, સર્વકાલીન ભારતીય કવિતાના શીર્ષસ્થ મરમી કવિ - ઊર્મિકવિ તરીકે થાપી આપે છે. સંપ્રદાયની સીમામાં જ પુરાઈ રહેલા આ ‘સબદ’ની ભીતરી ઊર્જાનો પ્રથમ અનુભવ, શ્રી ક્ષિતિમોહન સેનના સંપાદિત ગ્રંથો દ્વારા કવિતારસિકોને સાંપડ્યો. ક્ષિતિબાબુનો સંચય લિખિત હસ્તપ્રતો ઉપરાંત મૌખિક પરંપરામાં પ્રચલિત પદોની વીણણી દ્વારા સંકલિત થયો હતો. એમાંનાં સો જેટલાં પદોનો અંગ્રેજી અનુવાદ રવીન્દ્રનાથ ટાગોરે જ્યારે પ્રસિદ્ધ કર્યો ત્યારે એમાંના .અંતર્ગર્ભિત મરમભાવ(mysticism)ને કાવ્યસૌન્દર્યથી પ્રભાવિત થઈ ઊઠેલા એઝરા પાઉન્ડ જેવા કવિતામર્મશે એવી ટકોર કરેલી કે આ અનુદિત રચનાઓની રસાત્મકતા માણ્યા પછી ‘ગીતાંજલિ'ને કોણ વાંચશે ? કવિતાના નોબેલ ઈનામથી પુરસ્કૃત કવિની રચનાઓ કરતાયે અદકી કાવ્યસત્તા એમને કબીરનાં પદોમાં માણવા મળી ! કબીરપંથની અનુકાલીન પ્રાદેશિક પરંપરાઓમાં, કબીરની આવી પદરચનાઓની પ્રભાવકતા એવી ઘાટી ને ઘેરી ઊપસી કે આપણી ગુજરાતી ભાષામાં કબીરની મુદ્રા અને મિજાજને સાકારતી, નામછાપે પણ ‘કબીર' કહે - ‘/ ‘કહત કબીરા -' સંશિત પદરચનાઓનો ફાલ, મધ્યકાળમાં, ઊતરતો રહ્યો ! કબીરરંગની આ છાલક, આપણી અર્વાચીન આધુનિક કવિતામાં મકરંદ દવેથી માંડીને હરીશ મીનાશ્રુ, દલપત પઢિયારની પદરચનાઓમાં પણ, તદબીર અને તરીકો -બન્નેમાં છંટાતી વરતાઈ આવશે ! કબીરનાં પદોમાંનાં વિચારદ્રવ્ય અને અભિવ્યક્તિની તિર્યકતા, મધ્યકાળને અતિક્રમીને સાંપ્રતની સંવેદનાને તરાશવા માટે કેટલા બધાં પ્રાસંગિક ને પ્રસ્તુત છે એની વ્યાપનશીલતાને પ્રમાણિત કરી આપનારાં ઠર્યાં ! | ||