31,409
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|નાટક}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાટક એટલે શું અને તેનો ઉદ્દેશ અને હેતુ શો છે એ વિચાર વર્તમાન સમયે ઘણી ઘણી રીતે સર્વ કોઇને કરવા જેવો છે. દશરૂપક, ભરતસૂત્ર, સાહિત્યદર્પણ, ઇત્યાદિ સ્થાને નાટકની જે વ્યાખ્યા આપી છે, નાટકના જે વિભાગ કરી બતાવ્યા છે, અને નાટકોનાં રચના અને પ્રકાર સમજાવ્યાં છે તેનો વિસ્તાર કરવો અત્ર પ્રસ્તુત નથી; પણ નાટકના વિષયને શાસ્ત્રીય રીતે ન વિલોકતાં સામાન્ય રીતે વિચારીએ તો તે શું છે અને તેનો શો હેતુ છે એજ પ્રથમે જોવા જેવું છે; અને આ ચર્ચા આ સમયે બહુ રીતે એટલા માટે પ્રાસંગિક છે કે નાટકોની અધમ સ્થિતિ થઈ છે એમ સર્વ પાસાથી સ્વીકાર થતો આવે છે અને તેના ઉદ્ધારને માટે કહીં કહીં યત્ન પણ થતા જાય છે. | નાટક એટલે શું અને તેનો ઉદ્દેશ અને હેતુ શો છે એ વિચાર વર્તમાન સમયે ઘણી ઘણી રીતે સર્વ કોઇને કરવા જેવો છે. દશરૂપક, ભરતસૂત્ર, સાહિત્યદર્પણ, ઇત્યાદિ સ્થાને નાટકની જે વ્યાખ્યા આપી છે, નાટકના જે વિભાગ કરી બતાવ્યા છે, અને નાટકોનાં રચના અને પ્રકાર સમજાવ્યાં છે તેનો વિસ્તાર કરવો અત્ર પ્રસ્તુત નથી; પણ નાટકના વિષયને શાસ્ત્રીય રીતે ન વિલોકતાં સામાન્ય રીતે વિચારીએ તો તે શું છે અને તેનો શો હેતુ છે એજ પ્રથમે જોવા જેવું છે; અને આ ચર્ચા આ સમયે બહુ રીતે એટલા માટે પ્રાસંગિક છે કે નાટકોની અધમ સ્થિતિ થઈ છે એમ સર્વ પાસાથી સ્વીકાર થતો આવે છે અને તેના ઉદ્ધારને માટે કહીં કહીં યત્ન પણ થતા જાય છે. | ||
પ્રથમ એજ જાણવાની આવશ્યકતા છે કે કાવ્ય, નાટક, નિબંધ, આદિ લખનારાની પ્રવૃત્તિ શાથી અને શા માટે છે? જેને અક્ષરો લખતાં આવડે, પોતાના મનમાં આવે તેવા વિચારોને વ્યાકરણદોષરહિત વાક્યોમાં ગોઠવતાં આવડે, તે બધા લેખક કહેવાય? જેને પિંગલના ઝડઝમક અને પ્રાસાનુપ્રાસવાળી પંક્તિઓ રચતાં આવડે તે બધા કવિ કહેવાય? અથવા આવું ગદ્ય અને પદ્ય મેળવીને નિબંધો રચી કાઢનારને નાટકકાર કહેવાય? કવિઓ, લેખકો, તત્ત્વજ્ઞો, નાટકકારો, અને સામાન્ય જનસમાજ તેમની વચમાં તફાવત શો છે? સામાન્ય જનો જેને વ્યવહાર કહે છે તે તો સર્વને સાધરણ છે, વ્યવહારમાં જે રાગદ્વેષ. ક્લેષ વિગ્રહ, અધમતા કરતા, સંકોચ મર્યાદા, ઇત્યાદિ વિદ્યમાન છે તેનાં તેજ કહી બતાવવાં કે કરી બતાવવાં એમાં કાંઈ નવાઇ કે આશ્ચર્ય નથી; બીજી રીતે કહીએ તો તેનું તે કહી કે કરી બતાવવાથી જનસમાજને લાભ નથી. વિશ્વમાં જ્યાં જોઇએ ત્યાં તો તે વિદ્યમાનજ છે. લેખકો તત્ત્વજ્ઞો, કવિઓ, નાટકકારો એ સર્વ તો એ બધામાં પણ એની પારની કોઇ ભવ્યતા, ઉચ્ચતા દેખે છે; અને તે દર્શનની મદદથી તે મહાત્માઓ જગત્માં સ્થૂલતાનું સામ્રાજ્ય થતું અટકાવે છે, ક્રૂરતાનું ઝેર ચૂશી લે છે, પૈસાનો ગર્વ ઊતારી નાખે છે, અધિકારનો મદ ટાઢો પાડે છે, દુઃખનો કલેષ ધીરો કરી દે છે, વિપત્તિનો કાંટો બુઠો કરી આપે છે,—અને ભૌતિક વિશ્વમાં છતાં ભૌતિક સમૃદ્ધિની પારના આત્મિક આનંદના સમાધાનમાં મનુષ્યને કર્તવ્યપરાયણ અને સુખી બનાવે છે. આવું કરવાને માટે કેટલું સામર્થ્ય કેટલી શક્તિ અને કેટલી સ્વાભાવિક યોગ્યતા જોઇએ એ સ્પષ્ટજ છે. કવિઓ આપણને આ વિશ્વની પાર ઉપાડી જઇ ક્ષણવાર પરમ આનંદનો રસ ચખાડે છે. તત્ત્વજ્ઞો વસ્તુસ્થિતિનું પૃથક્કરણ કરી આપીને આપણી બુદ્ધિને અનિત્યનો ત્યાગ કરી નિત્યનો સ્વીકાર કરવાનો માર્ગ બતાવે છે, પણ નાટકકારે એ ઉભય કરતાં અધિક કરે છે; વિશ્વનો વ્યવહાર જેવો છે તેવો બતાવી તેમાંથી આપણા હૃદયને આપણી બુદ્ધિને, આપણી ઇચ્છાને, આપણાં ચક્ષુને, આપણા શ્રોત્રને આપણી પ્રત્યેક ઇંદ્રિયને ઉચ્ચગ્રાહી અને ઉચ્ચાભિલાષી કરી, ઉપદેશ આપે છે. કાવ્ય એ હૃદયની ભાષા છે, તત્ત્વ એ બુદ્ધિની ભાષા છે, પણ નાટક એ સર્વ ઇંદ્રિયોની, સર્વ કોઇની ભાષા છે. એટલાજ માટે કાલિદાસે ‘નાટ્યં ભિન્નરુચેર્જનસ્ય બહુધાપ્યેક સમારાધનમ્’ (બહુ બહુ રીતે ભિન્ન રુચિવાળાં જનમાત્રને સરખી રીતે આરાધન કરી શકે તેવું નાટક છે) એમ કહ્યું છે. નાટક સર્વે ઇંદ્રિયોથી આપણને ઉપદેશ કરે છે, સર્વે ઇંદ્રિયોને કાર્ય કરાવે છે; એવો કોઇ માણસ ન હોય કે જેને પાંચે, છએ, ઇંદ્રિયોનો સ્વાદ ન હોય તો પણ એક બેનોએ ન હોય; એટલે નાટક સર્વનું સરખી રીતે આરાધન કરી શકે છે. | પ્રથમ એજ જાણવાની આવશ્યકતા છે કે કાવ્ય, નાટક, નિબંધ, આદિ લખનારાની પ્રવૃત્તિ શાથી અને શા માટે છે? જેને અક્ષરો લખતાં આવડે, પોતાના મનમાં આવે તેવા વિચારોને વ્યાકરણદોષરહિત વાક્યોમાં ગોઠવતાં આવડે, તે બધા લેખક કહેવાય? જેને પિંગલના ઝડઝમક અને પ્રાસાનુપ્રાસવાળી પંક્તિઓ રચતાં આવડે તે બધા કવિ કહેવાય? અથવા આવું ગદ્ય અને પદ્ય મેળવીને નિબંધો રચી કાઢનારને નાટકકાર કહેવાય? કવિઓ, લેખકો, તત્ત્વજ્ઞો, નાટકકારો, અને સામાન્ય જનસમાજ તેમની વચમાં તફાવત શો છે? સામાન્ય જનો જેને વ્યવહાર કહે છે તે તો સર્વને સાધરણ છે, વ્યવહારમાં જે રાગદ્વેષ. ક્લેષ વિગ્રહ, અધમતા કરતા, સંકોચ મર્યાદા, ઇત્યાદિ વિદ્યમાન છે તેનાં તેજ કહી બતાવવાં કે કરી બતાવવાં એમાં કાંઈ નવાઇ કે આશ્ચર્ય નથી; બીજી રીતે કહીએ તો તેનું તે કહી કે કરી બતાવવાથી જનસમાજને લાભ નથી. વિશ્વમાં જ્યાં જોઇએ ત્યાં તો તે વિદ્યમાનજ છે. લેખકો તત્ત્વજ્ઞો, કવિઓ, નાટકકારો એ સર્વ તો એ બધામાં પણ એની પારની કોઇ ભવ્યતા, ઉચ્ચતા દેખે છે; અને તે દર્શનની મદદથી તે મહાત્માઓ જગત્માં સ્થૂલતાનું સામ્રાજ્ય થતું અટકાવે છે, ક્રૂરતાનું ઝેર ચૂશી લે છે, પૈસાનો ગર્વ ઊતારી નાખે છે, અધિકારનો મદ ટાઢો પાડે છે, દુઃખનો કલેષ ધીરો કરી દે છે, વિપત્તિનો કાંટો બુઠો કરી આપે છે,—અને ભૌતિક વિશ્વમાં છતાં ભૌતિક સમૃદ્ધિની પારના આત્મિક આનંદના સમાધાનમાં મનુષ્યને કર્તવ્યપરાયણ અને સુખી બનાવે છે. આવું કરવાને માટે કેટલું સામર્થ્ય કેટલી શક્તિ અને કેટલી સ્વાભાવિક યોગ્યતા જોઇએ એ સ્પષ્ટજ છે. કવિઓ આપણને આ વિશ્વની પાર ઉપાડી જઇ ક્ષણવાર પરમ આનંદનો રસ ચખાડે છે. તત્ત્વજ્ઞો વસ્તુસ્થિતિનું પૃથક્કરણ કરી આપીને આપણી બુદ્ધિને અનિત્યનો ત્યાગ કરી નિત્યનો સ્વીકાર કરવાનો માર્ગ બતાવે છે, પણ નાટકકારે એ ઉભય કરતાં અધિક કરે છે; વિશ્વનો વ્યવહાર જેવો છે તેવો બતાવી તેમાંથી આપણા હૃદયને આપણી બુદ્ધિને, આપણી ઇચ્છાને, આપણાં ચક્ષુને, આપણા શ્રોત્રને આપણી પ્રત્યેક ઇંદ્રિયને ઉચ્ચગ્રાહી અને ઉચ્ચાભિલાષી કરી, ઉપદેશ આપે છે. કાવ્ય એ હૃદયની ભાષા છે, તત્ત્વ એ બુદ્ધિની ભાષા છે, પણ નાટક એ સર્વ ઇંદ્રિયોની, સર્વ કોઇની ભાષા છે. એટલાજ માટે કાલિદાસે ‘નાટ્યં ભિન્નરુચેર્જનસ્ય બહુધાપ્યેક સમારાધનમ્’ (બહુ બહુ રીતે ભિન્ન રુચિવાળાં જનમાત્રને સરખી રીતે આરાધન કરી શકે તેવું નાટક છે) એમ કહ્યું છે. નાટક સર્વે ઇંદ્રિયોથી આપણને ઉપદેશ કરે છે, સર્વે ઇંદ્રિયોને કાર્ય કરાવે છે; એવો કોઇ માણસ ન હોય કે જેને પાંચે, છએ, ઇંદ્રિયોનો સ્વાદ ન હોય તો પણ એક બેનોએ ન હોય; એટલે નાટક સર્વનું સરખી રીતે આરાધન કરી શકે છે. | ||