કવિલોકમાં/મીરાંનું કવિકર્મ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
મધ્યકાળના આપણા અન્ય કવિઓની પેઠે મીરાં પણ પ્રધાનપણે અને મૂળભૂત રીતે ભક્ત છે, કવિ નહીં. એમણે જે કંઈ શબ્દરચનાઓ કરી છે તેમાં એમનો મનોભાવ કવિનો નથી, ભક્તનો છે. હૃદયમાં રહેલા ભક્તિના ભાવને વાચા આપવી એ જ એનો હેતુ છે, શબ્દસૌન્દર્ય નિષ્પન્ન કરવું એ હેતુ નથી.

પણ આટલા માટે મીરાં કે અન્ય ‘ભક્તો’નો કવિપદમાંથી કાંકરો કાઢી નાખવાની જરૂર નથી. અખાએ જ્ઞાની થવાનું પસંદ કર્યું હતું અને કહ્યું હતું — 'જ્ઞાનીને કવિતા ન ગણેશ.' નરસિંહરાવ જેવા, આથી, એક વખત કહી બેઠા - આપણે અખાની વાત સ્વીકારી લઈએ; અખાભગત જ્ઞાની છે, કવિ નહીં. પરંતુ શું જ્ઞાન કે શું ભક્તિ કોઈ કવિતાના વિરોધી હેતુ નથી. કવિતાને કશું અસ્પર્શ્ય નથી. કોઈ પણ મનુષ્યભાવ કવિતાનો વિષય બની શકે છે, એટલું જ નહીં પણ કાવ્યેતર હેતુ પણ જ્યારે ઊંડી આંતરપ્રતીતિથી પ્રવર્તે છે ત્યારે એનો શાબ્દિક આવિષ્કાર કવિતારૂપ થઈને જ ઘણી વાર રહેતો હોય છે. આજે ‘શુદ્ધ' કવિતાનો – કેવળ કવિતાનો, કવિતા ખાતર કવિતાનો આગ્રહ વ્યક્ત થતો કેટલીક વાર જોવા મળે છે, પણ એમાં કવિતાની સર્વવ્યાપિતાનું સંકોચન છે, જગતના સર્વ પદાર્થોને - ભાવોને આત્મરસે રસી દેવાની કવિતાની દિવ્ય શક્તિની જાણે અવગણના છે.
પણ આટલા માટે મીરાં કે અન્ય ‘ભક્તો’નો કવિપદમાંથી કાંકરો કાઢી નાખવાની જરૂર નથી. અખાએ જ્ઞાની થવાનું પસંદ કર્યું હતું અને કહ્યું હતું — ‘જ્ઞાનીને કવિતા ન ગણેશ.' નરસિંહરાવ જેવા, આથી, એક વખત કહી બેઠા - આપણે અખાની વાત સ્વીકારી લઈએ; અખાભગત જ્ઞાની છે, કવિ નહીં. પરંતુ શું જ્ઞાન કે શું ભક્તિ કોઈ કવિતાના વિરોધી હેતુ નથી. કવિતાને કશું અસ્પર્શ્ય નથી. કોઈ પણ મનુષ્યભાવ કવિતાનો વિષય બની શકે છે, એટલું જ નહીં પણ કાવ્યેતર હેતુ પણ જ્યારે ઊંડી આંતરપ્રતીતિથી પ્રવર્તે છે ત્યારે એનો શાબ્દિક આવિષ્કાર કવિતારૂપ થઈને જ ઘણી વાર રહેતો હોય છે. આજે ‘શુદ્ધ' કવિતાનો – કેવળ કવિતાનો, કવિતા ખાતર કવિતાનો આગ્રહ વ્યક્ત થતો કેટલીક વાર જોવા મળે છે, પણ એમાં કવિતાની સર્વવ્યાપિતાનું સંકોચન છે, જગતના સર્વ પદાર્થોને - ભાવોને આત્મરસે રસી દેવાની કવિતાની દિવ્ય શક્તિની જાણે અવગણના છે.
ભક્તિનું સંવેદન કે પરમ તત્ત્વનો અલૌકિક અનુભવ તો ગહન માર્મિક આંતરપ્રતીતિ છે. એ વાણીને ઉદ્-દીપ્ત કર્યા વિના કેમ રહે? નરસિંહ કહે છે – ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી', ને અખાભગત પણ કહે છે - ‘ત્યાર પછી ઊઘડી મુજ વાણ. ‘નરસિંહ ને અખાની રચનાઓમાં ઊઘડેલી વાણીનાં દર્શન આપણને થતાં હોય તો નરસિંહ આપણે માટે માત્ર ભક્ત નથી રહેતા, ભક્ત-કવિ બની જાય છે. અખાભગત માત્ર જ્ઞાની નથી રહેતા, જ્ઞાની-કવિ બની જાય છે – ભલે એ પોતાની જાતને કવિ ગણાવવાની ના પાડતા હોય. એ જ રીતે મીરાં પણ માત્ર ભક્ત નહીં, ભક્ત-કવયિત્રી છે કેમકે એમણે ભક્તિની 'કવિતા' કરી છે. ભક્તિરસના ભોગી એને કવિતામય ભક્તિ કહેશે પણ કાવ્યરસના ભોગીઓ માટે તો એ ભક્તિની કવિતા જ.

મીરાંની આ કવિતા કેટલાક વિશિષ્ટ કવિતાગુણે ઓપતી છે. એમાં 'કવિકર્મ' જોવું કેટલે અંશે યોગ્ય એ પ્રશ્ન છે, કેમકે 'કવિકર્મ' શબ્દ કર્તુત્વની સભાનતા સૂચવે છે જે મીરાંમાં છે એમ ભાગ્યે જ કહી શકાય. મીરાંની કવિતાનું મુખ્ય લક્ષણ તો છે સહજતા. એમની કવિતા હૃદયના નિઃશ્વાસ જેવી છે, એ અનાયાસ ઉદ્ગાર છે. પણ જેમ સ્વાભાવોક્તિ કેટલીક વાર અલંકૃતિ બની જાય છે તેમ મીરાંના અનાયાસ ઉદ્ગાર પણ એમનું વિશિષ્ટ કવિકર્મ બની જાય છે.

Navigation menu