સંચયન-૬૫: Difference between revisions

no edit summary
(Created page with "300px|frameless|center <center>'''<big>{{Color|Red|સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક}}</big>'''</center> <center>{{fine|બીજો તબક્કો}}</center> <center>'''{{fine|સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ}}</center> <br> frameless|center {{He...")
 
No edit summary
Line 117: Line 117:


== ॥ સમ્પાદકીય ॥ ==
== ॥ સમ્પાદકીય ॥ ==
[[File:Sanchayan 64 Image 2.png|left|200px]]
 
બિલિપત્ર
 
'''૧. વૃક્ષઃ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
<big><big>{{Float right|{{color|FireBrick|''' “બાળસાહિત્યની બારાખડી” '''}} }}</big></big><br>
આ પૃથ્વીલોકમાં વૃક્ષ સાચ્ચે જ દેવતા સ્વરૂપ છે. વૃક્ષો વિનાની પૃથ્વી કલ્પી શકાતી નથી. વૃક્ષો વિનાનું માનવજીવન પણ અકલ્પ્ય છે. વૃક્ષો વિના તો પશુ-પંખી, જીવજંતુનું જીવવું અશક્ય છે.
<big>{{Float right|{{Color|DarkGreen|કિશોર વ્યાસ}} }}</big><br>
એટલે વૃક્ષથી મોટો કોઈ દેવ નથી અને માટીથી મોટી કોઈ મા નથી. વૃક્ષો માટીનું રૂપાંતર છે - ને દેવસ્વરૂપ છે. આપણેય માટીનું રૂપાંતર છીએ.  
આપણે સૌ સર્જનાત્મક સાહિત્યના સ્વરૂપોનો ચર્ચા વિમર્શ જોઈએ છીએ. બાળસાહિત્ય વિશે એમાં સૌથી ઓછું વિચારીએ છીએ. બાળસાહિત્ય અકાદમી નામની સ્વતંત્ર સંસ્થા આ અંગે મથામણ કર્યા કરે છે પણ એ જાણે મહાનગર સુધી સીમિત હોય એવું લાગ્યા કરે છે. ખાસ કરીને આ વર્ગ એટલો વિશાળ છે કે એની માંગને, એની જરૂરિયાત વિશે કે બાળસાહિત્યના સર્જન વિશે જે સતત ઊહાપોહ ચાલતો રહેવો જોઈએ થતો નથી. બાળસાહિત્યને હાંસિયામાં મૂકીને આપણી ચર્ચાઓ મુખ્ય સાહિત્ય સ્વરૂપો સુધી મર્યાદિત રહે છે એ શોકજનક બાબત છે.
વૃક્ષો ઋતુઓનું વાહન છે. ઋતુઓ વૃક્ષોને લઈને વધારો શોભાયમાન લાગે છે.
[[File:Sanchayan 64 Image 3.png|left|200px]]
વૃક્ષ એક ગુરુ કરતાં વધારે શીખવે છે. વૃક્ષો આપણને છાંયો, ફળ, ફૂલ, લાકડું તથા ઔષધિઓ આપે છે - તો સહુ કોઈ જાણીએ છીએ. પરંતુ વૃક્ષો આપણને એમના જીવનમાંથી બોધપાઠ આપવા સાથે અધ્યાત્મ પણ શીખવે છે.
આપણે ત્યાં આજે બાળસાહિત્યના જે લેખકો છે એ કઈ દિશામાં કામ કરી રહ્યા છે? એમાં સત્ત્વ તત્ત્વ કેવું છે? બાળસાહિત્યના સામયિકોમાં કેવી સામગ્રી પ્રગટ થઈ રહી છે એનો અંદાજ મેળવવાનું પણ જાણે આપણું લક્ષ રહ્યું ન હોય એવું પ્રતીત થાય છે. ‘પંચતંત્ર’, ‘મહાભારત’ કે ‘રામાયણ’ જેવી રચનાઓમાંથી બાળભોગ્ય કથાઓ, ચરિત્રો તો ઘણા કહેવાયા. પૂર્વે કહેવાયેલી વાર્તાઓના અનુકરણો અને રૂપાંતરો પણ ઘણા ચલાવ્યા ત્યારે આજના સમયને અનુરૂપ વિજ્ઞાન કથાઓ, સાહસ કથાઓ, કિશોર સાહસ કથાઓ, પ્રવાસ નિબંધો અને બાળનાટિકાઓ લખનારા લેખકોની સંખ્યા આંગળીને વેઢે ગણાય એટલી છે. યશવંત મહેતા, નટવર પટેલ, રક્ષાબહેન દવે, કિરીટ ગોસ્વામી, જિગર જોષી, ગિરીમા ઘારેખાન, આઈ.કે. વીજળીવાળા, મહેશ ‘સ્પર્શ’ જેવા ઘણા નામો તરતમાં સ્મરણે ચઢે, જેમણે આજના બાળકોને મજા પડે એવી રચનાઓ આપી છે, પરંતુ બાળકો સાથેનો અનુબંધ તો પ્રાથમિક શિક્ષણ આપી રહેલા બે લાખ ઉપરાંતના શિક્ષકોનો જોડાયેલો છે. બાળકો સાથેનો એમનો સીધો જ, રોજબરોજનો સંસર્ગ છે ત્યારે બાળસાહિત્ય કેવળ બાળકો વાંચે એમ નહીં, પ્રાથમિક શિક્ષણ આપનાર શિક્ષકોએ પણ આ દિશામાં દીક્ષિત થવાની, રસરુચિ ઊભી કરવાની ને એનો પ્રસાર કરવાની આજે તો અનિવાર્યતા થઈ પડી છે. આજના બાળસાહિત્યમાં શું હોવું ઘટે એની અનેકવિધ વિચારણા આપણે ત્યાં મોજૂદ છે, પણ આખરે તો આ સાહિત્યની સમૃદ્ધિનો ખરો ખ્યાલ પાયામાં રહેલો પરિવાર અને શિક્ષકો જ આપી શકે. વાચનની સુટેવ જગાડવાની ઘણી મોટી જવાબદારી આ લોકો પર નિર્ભર રહેલી છે. અંગ્રેજી માધ્યમની શાળાઓના ઉભરાને કારણે ગુજરાતી બાળસાહિત્યને વાચનારો વર્ગ ઘટી રહ્યાની ચિંતા વારેતહેવારે પ્રગટ થઈ રહી છે એને સ્મરણમાં રાખીને બાળકોને મૂલ્યલક્ષી કથાનકો તરફ, વિજ્ઞાનની અનેકવિધ શાખાઓ જેવી કે ખગોળ, પર્યાવરણમાં રસ-તરબોળ કરતી કથાઓ આપણે સર્જી શકીએ છીએ ખરા? એ વિચારવું રહે છે. આજે સાહિત્ય સ્વરૂપના સામયિકો પણ જ્યારે ખોડંગાતી ગતિએ ચાલતા હોય ત્યારે સમૃદ્ધ બાળસામયિકોની અપેક્ષા વધુ પડતી કહેવાય તે છતાં આ દિશામાં કામ કરી છૂટનારા સામયિકોએ પુનરાવર્તનો, કઢંગી રચનાઓ અને તેના સમગ્ર આયોજન તેમ રૂપરંગ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. બાળકો માટે દર સપ્તાહે પ્રકાશિત થતી અખબારી પૂર્તિઓ, ‘બાલસૃષ્ટિ’ અને ‘ટમટમ કીડ્ઝ’ જેવા સામયિકોમાં પ્રગટ થઈ રહેલી સામગ્રીનું ધોરણ શું છે? એ જોઈને પણ આપણા બાળસાહિત્યની ગતિવિધિનો એક અંદાજ મેળવી શકાય એમ છે. બાળસાહિત્યની બારાખડી હવે પરંપરિત રચનાઓથી ચાલે એમ નથી. એ બારાખડીને પામવી અઘરી જતી જાય છે, કેમકે બાળવાચકો, બાળલેખકો સામેનો સમય બદલાઈ ગયો છે. બાળસાહિત્ય આજે પડકારજનક સ્થિતિએ હોવા છતાં એમાં શક્યતાઓ પણ પાર વિનાની છે. એ રાહ જોઈ રહી છે, આ બારખડીને અવગત કરનારની. એ મળશે ખરા?
વૃક્ષો ચૂપચાપ પરોપકાર કરે છે. પોતાને માટે કશું જ નહિ રાખતાં વૃક્ષો જીવસૃષ્ટિને બધું જ સમર્પિત કરી દે છે. વૃક્ષની પ્રત્યેક વસ્તુ/રજેરજ કિંમતી ને કામની છે.  
એના ફૂલફળથી પંખીલોકને જીવજંતુની સૃષ્ટિ સદાકાળ જીવતાં ને કલરવતાં તથા સૃષ્ટિનું સંતુલન સાધતાં રહે છે. એટલે એક વૃક્ષ કપાય છે ત્યારે સેંકડો પંખીઓ તથા જીવજંતુની વસાહતો ઉજડી જાય છે. એટલે વૃક્ષ કાપવું પાપ છે - મહા પાતક છે.
વૃક્ષો પરિપેક્ષને રમ્ય ને ભવ્ય બનાવવા સાથે પર્યાવરણને પરિશુદ્ધ રાખે છે. વૃક્ષ હંમેશા આપણને છાંયે બેસવા ને સાથે રહેવા સાદ પાડતું હોય છે.
જૂના જમાનામાં ગુરુકુળો - આશ્રમો વૃક્ષોની ઘટાઓમાં શુધ્ધ અને અધ્યાત્મમય જીવનથી મસ્ત રહેતાં હતાં. વૃક્ષો ઘર આપે, આશરો આશરો બને, શુદ્ધ ફળફૂલ ને હવામાન આપે છે. એ આપણને પાંદડાનાં ને ફૂલના રંગો તથા આકારોથી કુદરતની લીલા સમજાવે છે. ઔષધિ આપતું વૃક્ષ પવનનું સંગીત આપે ને ઋતુઓની લીલા દ્વારા જીવનચક્ર.... ઈશ્વરનું રચેલું સૃષ્ટિચક્ર આપણને વગર બોલ્યે ભણાવી દે છે.
“મૂળ રે વિનાનું કાયા ઝાડવું/એને પડતા ન લાગે વાર/” - આપણું શરીર પણ મૂળ વિનાનું ઝાડવું છે. એ ગમે ત્યારે પડી જવાનું છે. તો કાયાને કુદરતના વૃક્ષની જેમ રાખીએ ને બીજાઓ માટે પ્રયોજીએ ત્યારે જ જીવેલું સાર્થક થાય.
મને તો ઝાડ થવું બહુ ગમે/કવિ જયંત પાઠક તો કહે છે કે કોઈ ભવમાં હું વૃક્ષ હોઈશ... ને આમેય આપણો આકાર પણ ઝાડ જેવો જ તો છે.
વૃક્ષોની તો હજારો પ્રજાતિઓ છેઃ જાતે ઘસાઈને સુગંધ તથા શીતળતા આપે તે ચંદન તો દેવોને ય પ્રિય છે.
પારિજાતને તો દેવતરુ કહ્યું છે - કૃષ્ણે રુક્ષમણિના આંગણે વાવેલું - તે કેવું તો મહેક મહેક થતું હશે?
જીવતરના બધા રસાસ્વાદ વૃક્ષોનાં ફળોમાં નિહિત છે. કેરીને ખટાશ ને મીઠાશ! આંબલીની ખટાશ. કાચાં બોરની તુરાશ! ફણસનું ગળપણ! ખજૂરનો સ્વાદ, સીતાફળની સ્વાદિષ્ટતા... બીલી-કોઠીના ઔષધીય ગુણો!!
વૃક્ષો પૃથ્વીને જ નહિ જીવતરને ય હરિયાળું ને રમણીય કરી દે છે.
મૂળ જેટલાં ઊંડા જાય તેટલું એ આકાશને આંબે! આપણે પણ જીવતરમાં-જ્ઞાનમાં ઊંડા ઊતરીએ તો વધુ વિકસીશું.
વૃક્ષો બીજા વૃક્ષોને પૂછ્યા વિના જાતે જ ઊછરે છે-વેઠીને વિકસે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''૨. તડકો'''
{{Poem2Open}}
જે આંખ સામે છે અર્થાત સમક્ષ છે પ્રત્યક્ષ છે તેના વિશે આપણે બહુ વિચાર નથી કરતા. દા.ત. તડકોઃ બોલો તડકા વિશે તમે ભાગ્યે જ ગંભીરતાથી વિચાર્યું હશે. અથવા ઓછી વખત વિચાર્યું હશે. તડકો આમ તો બહુ પરિચિત છે. એનાં કેટકેટલાં રૂપો છે? બધા જ તડકાને જાણે-માણે-પ્રમાણે છે. પરંતુ તડકાની રૂપસૃષ્ટિ, તડકાની દુનિયા, તડકાનું સૌંદર્ય વિશે વિચારનારા બહુ ઓછા મળવાના.
તડકો સૂર્યપ્રકાશનું -ઊર્જાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. વૃક્ષોની તથા ધરતીની લીલાશને લીધે તડકો જરા વધુ પીળો તથા ઉજ્જવલ - ચોખ્ખો લાગે છે.
પૃથ્વી લોક પર જીવનનું એકમાત્ર કારણ સૂર્ય છે - તડકો છે. સૂર્ય સર્વશક્તિઓનો એકમેવ સ્રોત છે. આપણે નદીસાગરો, ધનધાન્ય, જીવજંતુ તથા માનવજાતઃ બધું જ સૂર્યની શક્તિઓના સહારે હયાત છે. આ તો વિજ્ઞાનનું સત્ય છે. તડકાની ઊર્જા સૂર્ય-પૃથ્વીની ભૌગોલિક સ્થિતિઓ પ્રમાણે તીવ્ર ને વધતી ઓછી અનુભવાય છે.
આપણે સૂર્યના સંતાનો છીએ. ને તડકાનાં આભારી છીએ.
આજે આપણે તડકા વિશે થોડી જુદી  વાતો કરવી છે. તડકાનું સૌંદર્ય /તડકાના અનેક રૂપો આપણી સામે હોવા છતાં જોતા-પામતા નથી. એ આપણને કવિઓ બતાવે છે.
વરસાદ પડી ગયા પછી તરત તડકો ઊઘડે છે. ત્યારે સીમ-વગડો-વૃક્ષો-ગામ-ઘરો બધાં હસી ઊઠે છે જાણે! ભીના વૃક્ષોને સીમ પર તડકાનો રૂમાલ ફરે છે ને જાણે એમને કોરાં કરીને નિખારે છે. (લા.ઠા. સાંભરે)
હેલીના દિવસો પછી તડકો બહુ વ્હાલો લાગે છે - વિરહી નારીનો દેશાવર ગયેલો પતિ જાણે પાછો ઘરે આવ્યો છે. ઠંડા મુલકોમાં લોકો સમરમાં તડકો માણવા દરિયે ને પ્હાડોમાં જાય છે.
તડકો જો ભરી શકાય તો કોઠીમાં ભરી લઈએ. તડકાના તાકા વીંટીને સંગ્રહી લઈએ તો શિયાળે કામ આવે ને?
ઉનાળાનો દઝાડતો તડકો, પોષનો રેશમી તડકો, શિશિરમાં કરડો બનીને ડિલને શેકતો તડકો પ્રિયતમાના સ્પર્શ જેવો વ્હાલો, સવાર-બપોર-સાંજના તડકાઃ દરેક ઋતુમાં જુદા જુદા લાગે છે. ઝાડ પર ઢોળાતો તડકો - ડાંગરની ક્યારીમાં પથરાતો ને ઘાસમાં આળોટતો તડકો બહુ ગમે છે.
તડકો આપણા સહુ માટે પ્રિયજન જેવો છે. એનો ગુસ્સો પણ પછી મીઠાં ફળ આપે છે.
શ્રાવણનો તડકો - કવિઓએ બહુ પ્રેમથી ઝિલ્યો છે. પણ નિરંજન ભગતની આ કવિતામાં તડકો સાવ જુદો છે.
“તગતગતોઆ તડકો/જુવોને ચારેબાજુ ચગદઈ ગઈ છે સડકો/ઘણું હલાવા હવા મથે પણ તસુએ તે નવ ખસતો / અહીં ધરતી પર નક્કર જીર્ણ ધાતુ શો તસતસતો / ગિરિગોવર્ધનનું ય ટચલી આંગળી ઉપર ઢળવું  - વૈદેહીના ધનુષ્યનું પણ રામકને તો ચળવું / પણ આને ઓગાળી દેવા કોણ મેલશે ભડકો?”
પર્વત ટોચે ઝાકળભીનાં વૃક્ષો પર ચળકતો તડકો. શબનમભરી સવારોમાં ધુમ્મસ ચીરતો ને મોતી ચળકાવતો તડકો! પ્રિયતમાના ચહેરાને વધુ ચમકાવતો તડકો... દરિયા પર મ્હાલતો તડકો, વૃક્ષોની ડાળે હીંચતો તડકો ને ધરતી પર છાંયડા ચીતરતો તડકો! તડકાનાં આ રૂપો આપણને સભર તથા ધન્ય કરી દે છે.
{{Poem2Close}}
'''૩. સગપણ'''
{{Poem2Open}}
માણસ માત્રને (ને આમ તો જીવમાત્રને) માયા લાગે છે. પંચેન્દ્રિયો લઈને જન્મ્યા છીએ એટલે માયા તો લાગવાની. હોવાપણું સગપણ બાંધે છે. હયાતી સગપણ રચે છે. સમગ્ર સૃષ્ટિ આમ તો પરસ્પર સગપણથી સંબંધાઈ છે.
{{Poem2Close}}
{{Block center|''<poem>માટીને મેઘની માયા... મેઘને બધું જ
ચૈતન્ય સભર - ચેતનવંતુ કરી દેવાની
હોંશ હોય છે. એટલે વરુણ દેવ વરસે છે.</poem>''}}
{{Poem2Open}}
ઘાસને ધરતીની માયા ને ધરતીને ધનધાન્યની માયા હોય છે નદી સાગર ભણી જાય છે - સગાઈની એને અધિરાઈ છે. સાગર સૃષ્ટિનો અધિષ્ઠાતા છે. સૂર્ય અને સાગરનું સગપણ વરાળ જન્માવે છે - ને વરાળ વાદળ બની ધરતીને ચેતનવંતી - જળવતી - ફળવતી કરે છે. ને માણસજાત તથા વનસ્પતિ-વનોઃ જીવજંતુઃ પશુપંખી બધાં જ જીવતર પામે છે.
સૃષ્ટિમાં સગપણ નિરંતર ચક્ર રૂપે ચાલતું રહે છે.
આંખને સૌંદર્ય સાથે સગપણ છે
નાકને સુગંધો ને મહેકનું જગત જોઈએ છે.
જીભને સ્વાદ/રસની દુનિયામાં મ્હાલવું છે.
ત્વચાને - સ્પર્શસુખ/સુંવાળા સંબંધોનું સગપણ ગમે છે.
કર્ણલોકને મર્મર અને સ્વર તથા સૂરની સૃષ્ટિ વ્હાલી છે.
આમ આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાસરૂપે વિરાજે છે સગપણઃ
સગાઈના સહજ-પ્રાકૃતિક આધારો તો અવિરામ સક્રિય હોય છે.
આપણે માનવો તથા પશુપંખીની સૃષ્ટિમાં સગપણની વાત જોઈશું તો એમાં ઘણું નવું નવું જોવા - જાણવા મળશે. સગપણમાં ય કઠોરતા હોવાની ખાતરી ખાય છે.
માણસ જરા વિચિત્ર પ્રાણી છે. એ પઝેસીવ છે, સ્વાર્થી, લાલચી છે - લોભી છે. એ બધું પોતાનું કરી લેવા ચાહે છે.
પણ સગપણમાં જો સ્વાર્થ ભળશે તો એમાં તિરાડો પડશે.
સૃષ્ટિને નિયંત્રિત કરનારું પરમ તત્ત્વ બધાં જ સગપણો (તત્ત્વો) જે પોતપોતાની જગ્યાએ રાખે છે.
જળ હંમેશા નીચે ને નીચે વ્હેતું રહે છે.
અગ્નિ દશે દિશામાં ફરી વળે છે - ને જ્યોત ઊંચે જાય છે.
હવાઓ પણ બધું જ ભરી દે છે - કશું ખાલી નથી રાખતી.
તડકો ને ચાંદની ભેદ વિના બધાંને આંગણે ઊતરે છે.
વરસાદ કોઈ એક ગામ કે ઘર, ખેતર પર નથી વરસતો. વારાફરતે એ ય માટીના કણેકણને ભીંજવે છે ને ફળવંત બનાવે છે.
માણસ સગપણ તો ઝંખે છે પણ એ ભેદભાવ કરે છે. જો કે લોહીનાં સગપણ હોય તેમાં ચઢાવ-ઉતાર આવે ખરા પણ ડાંગે માર્યા પાણી જુદાં પડતાં નથી.
માણસને ખાધા વિના થોડા દિવસ ચાલશે પણ માણસને માણસ વિના - પ્રેમ - વ્હાલ ને ઈર્ષા-પીડા વિના નહિ ચાલે. માણસ પશુપંખી સાથે પણ સગપણ બાંધે છે.
સગપણ જીવનને સમૃદ્ધ કરે છે. ચાહવાના પૈસા થતા નથી. સારું બોલવામાં ખર્ચ થતો નથી. પણ માણસે ભીતરમાં સ્નેહ-સગાઈને ઉછેરવા પડે છે.
સગપણ ને સગાઈ વિના તો અસ્તિત્વ જ અશક્ય છે.
- માટી-ધાન્ય-પાણી-વસ્ત્ર-હવા-અગ્નિ-ઘર-વૃક્ષ-માણસઃ આ બધાં સાથે પ્રત્યેક જણને સગપણ હોય છે.
- એટલે આ જગતને જીવવા જેવું રાખવા માટે આપણે માનવતા, પ્રેમ, નીતિ-નિસબત સાચવીને બીજાના સગપણનો ખ્યાલ રાખીને, શુભ ભાવનાથી જીવવાનું છે.
- સગપણ વિના સુખ સંભવ નથી. ચાલો એકબીજાને ચાહીએ.
{{Poem2Close}}
{{right|{{color|Maroon|- મણિલાલ હ. પટેલ}}}}


==કવિતા==
==કવિતા==