1,149
edits
(Created page with "{{Poem2Open}} વિનીતની પરીક્ષા આપવાનું નક્કી કર્યા પછી માંડ માંડ બે અઠવાડિયાં વાંચવા માટે મળ્યાં હતાં, તે પણ અણધાર્યું છીનવાઈ ગયાં. મારી જમણી આંખે આંજણી થઈ. આ પહેલાં મને આંજણીનો અનુભવ ન હતો. પ...") |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૨. દલુ કલુના સાંનિધ્યમાં | }} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિનીતની પરીક્ષા આપવાનું નક્કી કર્યા પછી માંડ માંડ બે અઠવાડિયાં વાંચવા માટે મળ્યાં હતાં, તે પણ અણધાર્યું છીનવાઈ ગયાં. મારી જમણી આંખે આંજણી થઈ. આ પહેલાં મને આંજણીનો અનુભવ ન હતો. પ્રમાણમાં એ ઠીક ઠીક મોટી હતી. એને લઈને વાંચવાનું મુશ્કેલ બન્યું; પણ એથી વધુ ખરાબ તો મારા મન પર જે અસર થઈ તે હતું. જાણે લડતનું કામ છોડી પરીક્ષામાં દિવસો બગાડવાનું મેં સ્વીકાર્યું એમાં એક વર્ષમાં સ્વરાજ્ય મેળવવાના સંકલ્પમાંથી હું કંઈક ચલિત થયો હોઉં તેવી લાગણી મનમાં અજંપો જગાડવા લાગી. એની જાણે સજા હોય તેમ આંજણી થઈ તેવું મેં માન્યું; અને ફોર્મ ભરાયું હોય તો છો, પણ પરીક્ષા તો નથી જ આપવી એવા નિર્ણય ઉપર હું આવ્યો. પરિણામે અભરાઈ પર ચડાવી દીધેલાં પુસ્તકો મેં પાછાં ફંફોસવા માંડ્યાં હતાં તે કામ પડતું મૂકવા હું પ્રેરાયો. પણ એટલામાં એક બીજો અકસ્માત બન્યો. આશ્રમમાં પૂ. દયાળજીભાઈનાં વૃદ્ધ વિધવા માતુશ્રી હતાં. એ બધા છાત્રોને ઓળખે. અવારનવાર તેમની સાથે વાતચીત કરે, તેમના ઘરના સમાચાર પૂછે અને કોઈકની કંઈ મૂંઝવણ હોય તો તે ઉકેલવામાં મદદ કરે. દયાળજીભાઈનો તેમને માટેનો ભક્તિભાવ ઘણો બધો. હું તેમના ખાસ પરિચયમાં આવેલો નહિ એટલે તેમના સંબંધી મને કોઈ ખ્યાલ ન હતો પણ હું જમીને આવતો હતો ત્યાં રસ્તામાં તે મને મળ્યા અને મને જોતાંવેંત કહ્યું: | વિનીતની પરીક્ષા આપવાનું નક્કી કર્યા પછી માંડ માંડ બે અઠવાડિયાં વાંચવા માટે મળ્યાં હતાં, તે પણ અણધાર્યું છીનવાઈ ગયાં. મારી જમણી આંખે આંજણી થઈ. આ પહેલાં મને આંજણીનો અનુભવ ન હતો. પ્રમાણમાં એ ઠીક ઠીક મોટી હતી. એને લઈને વાંચવાનું મુશ્કેલ બન્યું; પણ એથી વધુ ખરાબ તો મારા મન પર જે અસર થઈ તે હતું. જાણે લડતનું કામ છોડી પરીક્ષામાં દિવસો બગાડવાનું મેં સ્વીકાર્યું એમાં એક વર્ષમાં સ્વરાજ્ય મેળવવાના સંકલ્પમાંથી હું કંઈક ચલિત થયો હોઉં તેવી લાગણી મનમાં અજંપો જગાડવા લાગી. એની જાણે સજા હોય તેમ આંજણી થઈ તેવું મેં માન્યું; અને ફોર્મ ભરાયું હોય તો છો, પણ પરીક્ષા તો નથી જ આપવી એવા નિર્ણય ઉપર હું આવ્યો. પરિણામે અભરાઈ પર ચડાવી દીધેલાં પુસ્તકો મેં પાછાં ફંફોસવા માંડ્યાં હતાં તે કામ પડતું મૂકવા હું પ્રેરાયો. પણ એટલામાં એક બીજો અકસ્માત બન્યો. આશ્રમમાં પૂ. દયાળજીભાઈનાં વૃદ્ધ વિધવા માતુશ્રી હતાં. એ બધા છાત્રોને ઓળખે. અવારનવાર તેમની સાથે વાતચીત કરે, તેમના ઘરના સમાચાર પૂછે અને કોઈકની કંઈ મૂંઝવણ હોય તો તે ઉકેલવામાં મદદ કરે. દયાળજીભાઈનો તેમને માટેનો ભક્તિભાવ ઘણો બધો. હું તેમના ખાસ પરિચયમાં આવેલો નહિ એટલે તેમના સંબંધી મને કોઈ ખ્યાલ ન હતો પણ હું જમીને આવતો હતો ત્યાં રસ્તામાં તે મને મળ્યા અને મને જોતાંવેંત કહ્યું: | ||
| Line 15: | Line 18: | ||
આ બે સંસ્થાઓનો હું જ્યારે વિચાર કરું છું ત્યારે એ વખતના ગુજરાતમાં જે નવી સાંસ્કૃતિક ચેતના ઉદય પામી રહી હતી તેનું પ્રેરક દૃશ્ય નજર સમક્ષ રમી રહે છે. એ જ અરસામાં ચરોતરમાં શ્રી મોતીભાઈ અમીન અને સૌરાષ્ટ્રમાં શ્રી નાનાભાઈ ભટ્ટ જેવા જીવનવીરોએ જ્ઞાનની નવી રોશનીઓ પ્રગટાવી હતી અને ગુજરાત એના વિવિધ ભાગોમાં પ્રગટેલી જ્ઞાનની આ નાની નાની ઘીની દીવડીઓના મઘમઘાટભર્યા પ્રકાશથી દીપી રહ્યું હતું. આ બધું જાણે ગાંધીજીના આગમનની તૈયારી રૂપ હોય, અને પોતાની ચોક્કસ યોજના મુજબ પ્રજાઓના જીવનને વળાંક આપવાના કુદરતના ક્રમ રૂપ હોય, એવું હું વર્ષોથી માનતો રહ્યો છું. | આ બે સંસ્થાઓનો હું જ્યારે વિચાર કરું છું ત્યારે એ વખતના ગુજરાતમાં જે નવી સાંસ્કૃતિક ચેતના ઉદય પામી રહી હતી તેનું પ્રેરક દૃશ્ય નજર સમક્ષ રમી રહે છે. એ જ અરસામાં ચરોતરમાં શ્રી મોતીભાઈ અમીન અને સૌરાષ્ટ્રમાં શ્રી નાનાભાઈ ભટ્ટ જેવા જીવનવીરોએ જ્ઞાનની નવી રોશનીઓ પ્રગટાવી હતી અને ગુજરાત એના વિવિધ ભાગોમાં પ્રગટેલી જ્ઞાનની આ નાની નાની ઘીની દીવડીઓના મઘમઘાટભર્યા પ્રકાશથી દીપી રહ્યું હતું. આ બધું જાણે ગાંધીજીના આગમનની તૈયારી રૂપ હોય, અને પોતાની ચોક્કસ યોજના મુજબ પ્રજાઓના જીવનને વળાંક આપવાના કુદરતના ક્રમ રૂપ હોય, એવું હું વર્ષોથી માનતો રહ્યો છું. | ||
આ બે સારસ્વતો પૈકી આપણા સદ્ભાગ્યે શ્રી કલ્યાણજીભાઈ મહેતા હજુ પણ (૧૯૭૧) આપણી વચ્ચે છે. જીવનના આઠ દાયકા એ વટાવી ચૂક્યા છે. અનેક આધાતોમાંથી એ પસાર થયા છે. મુક્તિ પછી જે નવા ભારતનું સર્જન એ ઝંખતા હતા એ ઝંખના અધૂરી રહી છે એટલું જ નહિ પણ ન ગમે અને વિષાદ પ્રેરે એવું ઘણું બની રહ્યું છે. આમ છતાં યુવાનીમાં જે વિશ્વાસથી એ પોતાની આવતી કાલને જોતા હતા તે જ શ્રદ્ધા અફર અને અચૂક રીતે આજ પણ એમની વાણી ને વર્તનમાંથી નીતરે છે. એ સમયની એમની એક કવિતા જે લાખો લોકોની જીભને ટેરવે રમતી થઈ ગઈ હતી તે એમને જોતાં મનમાં તાજી થાય છે, તેમાં એમણે કરેલી ઘોષણા- | આ બે સારસ્વતો પૈકી આપણા સદ્ભાગ્યે શ્રી કલ્યાણજીભાઈ મહેતા હજુ પણ (૧૯૭૧) આપણી વચ્ચે છે. જીવનના આઠ દાયકા એ વટાવી ચૂક્યા છે. અનેક આધાતોમાંથી એ પસાર થયા છે. મુક્તિ પછી જે નવા ભારતનું સર્જન એ ઝંખતા હતા એ ઝંખના અધૂરી રહી છે એટલું જ નહિ પણ ન ગમે અને વિષાદ પ્રેરે એવું ઘણું બની રહ્યું છે. આમ છતાં યુવાનીમાં જે વિશ્વાસથી એ પોતાની આવતી કાલને જોતા હતા તે જ શ્રદ્ધા અફર અને અચૂક રીતે આજ પણ એમની વાણી ને વર્તનમાંથી નીતરે છે. એ સમયની એમની એક કવિતા જે લાખો લોકોની જીભને ટેરવે રમતી થઈ ગઈ હતી તે એમને જોતાં મનમાં તાજી થાય છે, તેમાં એમણે કરેલી ઘોષણા- | ||
{{Poem2Close}} | |||
{{center|<poem>“દીવાલો દુર્ગની ફાટે, તમારા કેદખાનાની, | {{center|<poem>“દીવાલો દુર્ગની ફાટે, તમારા કેદખાનાની, | ||
તૂટે જંજીર લોખંડી, તમારી આત્મશ્રદ્ધા તો.”</poem>}} | તૂટે જંજીર લોખંડી, તમારી આત્મશ્રદ્ધા તો.”</poem>}} | ||
{{Poem2Open}} | |||
આજે પણ એમના મુખ પરની કરચલીઓમાં સુરેખ રીતે અંકિત થયેલી નજરે પડે છે. માસિક રૂપિયા સાતના પગારથી પ્રાથમિક શિક્ષક તરીકે શરૂ થયેલી એમની જીવનયાત્રાએ એમને ‘ગરવી ગુજરાતી'ના માનભર્યા સ્થાને પ્રતિષ્ઠિત કર્યા છે. વિધાનસભાના સ્પીકરપદે એમની થયેલી વરણીથી એ આદરને પ્રત્યક્ષ આકાર પણ સમકાલીનોએ આપ્યો. એ પદે એમની વરણી થઈ ત્યારે એમના ભવ્ય પુરુષાર્થ માટેની વર્ષોથી મારા મનમાં બંધાયેલી પ્રતિમા વધુ સુરેખ બની. અભ્યાસકાળમાં એ અંગ્રેજી ભણ્યા ન હતા, વખત જતાં એમની જાહેર પ્રવૃત્તિઓમાં એમને અંગ્રેજીની જાણકારી જરૂર જણાતાં ખપ પૂરતું અંગ્રેજી એમણે શીખી લીધું. કાયદાનો અભ્યાસ કરવાની એમને ભાગ્યે જ કોઈ જરૂરિયાત ઊભી થઈ હોય એટલે જ્યારે સ્પીકર તરીકે એમની વરણી થઈ ત્યારે એમાં માત્ર એમની સેવાઓને જ અંજલિ ન હતી; પણ એમની નીરક્ષીરવિવેકશક્તિ, ન્યાયબુદ્ધિ, તટસ્થ વૃત્તિ અને સૂક્ષ્મ મેધાને પણ વિધાનસભાનો એ ભવ્ય અર્થ હતો. અનાવિલ આશ્રમના મારા અલ્પ સમયના વસવાટ દરમિયાન એમને નિકટથી જોવાની અને એમની વાણીમાંથી પ્રેરણા મેળવવાની મને જે તક મળી તે જે નવી કેડી પર મારું જીવન ફંટાઈ રહ્યું હતું તેમાં ઘણી પ્રેરક બની. | આજે પણ એમના મુખ પરની કરચલીઓમાં સુરેખ રીતે અંકિત થયેલી નજરે પડે છે. માસિક રૂપિયા સાતના પગારથી પ્રાથમિક શિક્ષક તરીકે શરૂ થયેલી એમની જીવનયાત્રાએ એમને ‘ગરવી ગુજરાતી'ના માનભર્યા સ્થાને પ્રતિષ્ઠિત કર્યા છે. વિધાનસભાના સ્પીકરપદે એમની થયેલી વરણીથી એ આદરને પ્રત્યક્ષ આકાર પણ સમકાલીનોએ આપ્યો. એ પદે એમની વરણી થઈ ત્યારે એમના ભવ્ય પુરુષાર્થ માટેની વર્ષોથી મારા મનમાં બંધાયેલી પ્રતિમા વધુ સુરેખ બની. અભ્યાસકાળમાં એ અંગ્રેજી ભણ્યા ન હતા, વખત જતાં એમની જાહેર પ્રવૃત્તિઓમાં એમને અંગ્રેજીની જાણકારી જરૂર જણાતાં ખપ પૂરતું અંગ્રેજી એમણે શીખી લીધું. કાયદાનો અભ્યાસ કરવાની એમને ભાગ્યે જ કોઈ જરૂરિયાત ઊભી થઈ હોય એટલે જ્યારે સ્પીકર તરીકે એમની વરણી થઈ ત્યારે એમાં માત્ર એમની સેવાઓને જ અંજલિ ન હતી; પણ એમની નીરક્ષીરવિવેકશક્તિ, ન્યાયબુદ્ધિ, તટસ્થ વૃત્તિ અને સૂક્ષ્મ મેધાને પણ વિધાનસભાનો એ ભવ્ય અર્થ હતો. અનાવિલ આશ્રમના મારા અલ્પ સમયના વસવાટ દરમિયાન એમને નિકટથી જોવાની અને એમની વાણીમાંથી પ્રેરણા મેળવવાની મને જે તક મળી તે જે નવી કેડી પર મારું જીવન ફંટાઈ રહ્યું હતું તેમાં ઘણી પ્રેરક બની. | ||
દયાળજીભાઈ સાથે મારે લાંબું રહેવાનું થયું ન હતું; પરંતુ જે થોડો સમય એમની સાથે ગાળ્યો તેમાં એમના વ્યક્તિત્વથી હું અત્યંત પ્રભાવિત થયો અને એમની પાસેથી ઘણું શીખ્યો. જ્યારે જ્યારે એમનું સ્મરણ થાય છે ત્યારે ત્યારે સ્વામી વિવેકાનંદ યાદ આવે છે. સ્વામીજીની અને એમની મુખમુદ્રા લગભગ એકસરખી. મુંડન કરેલું તેજસ્વી માથું, શરીર ઘાટીલું ભરાવદાર ને ગોળમટોળ. પહેરવેશ સાદગીના ઉત્તમ નમૂના જેવો. અર્ધી બાંયનું બદન અને ટૂંકી ચડ્ડી. ફરવા જાય ત્યારે હાથમાં માથાથી ચાર આંગળ ઊંચી લાઠી, જેવો એમનો પહેરવેશ તેવું જ સાદું એમનું જીવન ને વર્તન. અવાજ ભવ્ય અને બુલંદ. એ વખતે લાઉડસ્પીકરો ન હતાં, છતાં તાપીના ડક્કા ઓવારા ઉપરની એમની વાણીના સામે કાંઠે પણ પડઘા પડતા હોવાનું એમના અવાજ અંગે કહેવાતું. એમને પહેલવહેલાં મેં સાંભળ્યા ત્યારે એમના જેવો અવાજ, એમની વાક્છટા અને એમની નિર્ભયતા કેળવવાની મહત્ત્વાકાંક્ષા મારા મનમાં જાગ્યા વિના રહી નહિ; અને એકાંતમાં તક મળતાં હું એના અખતરા પણ કરી જોતો. આમ તો એક છાત્રાલયના ગૃહપતિ તરીકેની જ એમની કારકિર્દી; પણ એમના શીલ અને એમની પ્રતિભાની માત્ર અનાવિલ સમાજ ઉપર જ નહિ પરંતુ આખા દક્ષિણ ગુજરાતની સમગ્ર આમજનતા ઉપર બહુ ઊંડી છાપ. દંતકથા જેવી લેખાય એવી એમની કડક શિસ્તની અનેક વાતો લોકોમાં પ્રચલિત થઈ હતી. નીતિના એમના આગ્રહની યુવાનોમાં ઠેકડી પણ થતી; પરંતુ એ ઠેકડી પણ એમને માટેના આદરમાં જ પરિણમતી. મને એ શિસ્તના સાક્ષી કે ભાજન બનવાની તક સાંપડી નહિ, કારણ કે હું જ્યારે એમના પરિચયમાં આવ્યો ત્યારે એમનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ બની ગયું હતું. અસહકારની લડતના એક સેનાનીપદે એ નિયુક્ત થઈ ચૂક્યા હતા અને એથી એમનો ઘણો સમય સભા, સરઘસ આદિ પ્રવૃત્તિઓમાં જતો હતો. સરઘસોમાં મોખરે રહી શંખનાદ કરતી અને લોકોને વચ્ચે વચ્ચે પોતાના બુલંદ અવાજથી ઉદ્બોધતી એમની આકૃતિ લોકોની કલ્પનામાં ત્વરિત ગતિથી અંકિત થઈ જતી હતી, અને લોકોના પ્રેમની વૃષ્ટિમાં એમની પ્રતિભા નવપલ્લવિત બની રહી હતી. મને ખબર નથી આપણી સ્વાધીનતાના ઇતિહાસમાં કોઈ જગાએ નોંધાયું છે કે કેમ; પરંતુ ટિળક સ્વરાજ્ય ફાળા વખતે ગુજરાતે આપવાની રકમ કેટલી ભરાઈ છે એનો હિસાબ મેળવવા ભરૂચમાં જ્યારે દિનકરભાઈ દેસાઈના મેડા ઉપર ગાંધીજીની હાજરીમાં કાર્યકર્તાઓની સભા મળી ત્યારે રકમ ઘણી અધૂરી હોવાની માહિતી બહાર આવી. સંજોગવશાત્ તે સભામાં હાજર રહેવાની મને તક મળી હતી એટલે ત્યાં જે કાંઈ બન્યું એનો હું પ્રત્યક્ષ સાક્ષી હતો-જોકે બધી વિગતો પૂરી યાદ નથી. ગાંધીજીએ કહ્યું કે ગુજરાતે તો આખા દેશને દાખલો પૂરો પાડવાનો છે અને ફાળે આવતી રકમ પૂરેપૂરી ભરપાઈ કરવાની છે. આ સાંભળતાં દયાળજીભાઈએ કહ્યું, ‘આપની રજા હોય તો મારું બધું ટિળક ફાળામાં આપવા રાજી છું.’ ગાંધીજીએ એ વિનંતી તરત સ્વકારી લીધી એટલે દયાળજીભાઈને પગલે ડૉ. ચંદુલાલ, કલ્યાણજીભાઈ અને ગાંધીજીના આફ્રિકાના સાથી પ્રાગજીભાઈએ પણ પોતાની મિલકતો ગાંધીજીને ચરણે ધરી દીધી. ભવ્ય હતી આ ઘટના. આની અસર એ થઈ કે ગુજરાતે પોતાને ફાળે આવતી રકમ ઉમળકાથી ભરી દીધી અને સ્વાધીનતાની લડત માટે પોતાની પાત્રતાને બિરદાવી. | દયાળજીભાઈ સાથે મારે લાંબું રહેવાનું થયું ન હતું; પરંતુ જે થોડો સમય એમની સાથે ગાળ્યો તેમાં એમના વ્યક્તિત્વથી હું અત્યંત પ્રભાવિત થયો અને એમની પાસેથી ઘણું શીખ્યો. જ્યારે જ્યારે એમનું સ્મરણ થાય છે ત્યારે ત્યારે સ્વામી વિવેકાનંદ યાદ આવે છે. સ્વામીજીની અને એમની મુખમુદ્રા લગભગ એકસરખી. મુંડન કરેલું તેજસ્વી માથું, શરીર ઘાટીલું ભરાવદાર ને ગોળમટોળ. પહેરવેશ સાદગીના ઉત્તમ નમૂના જેવો. અર્ધી બાંયનું બદન અને ટૂંકી ચડ્ડી. ફરવા જાય ત્યારે હાથમાં માથાથી ચાર આંગળ ઊંચી લાઠી, જેવો એમનો પહેરવેશ તેવું જ સાદું એમનું જીવન ને વર્તન. અવાજ ભવ્ય અને બુલંદ. એ વખતે લાઉડસ્પીકરો ન હતાં, છતાં તાપીના ડક્કા ઓવારા ઉપરની એમની વાણીના સામે કાંઠે પણ પડઘા પડતા હોવાનું એમના અવાજ અંગે કહેવાતું. એમને પહેલવહેલાં મેં સાંભળ્યા ત્યારે એમના જેવો અવાજ, એમની વાક્છટા અને એમની નિર્ભયતા કેળવવાની મહત્ત્વાકાંક્ષા મારા મનમાં જાગ્યા વિના રહી નહિ; અને એકાંતમાં તક મળતાં હું એના અખતરા પણ કરી જોતો. આમ તો એક છાત્રાલયના ગૃહપતિ તરીકેની જ એમની કારકિર્દી; પણ એમના શીલ અને એમની પ્રતિભાની માત્ર અનાવિલ સમાજ ઉપર જ નહિ પરંતુ આખા દક્ષિણ ગુજરાતની સમગ્ર આમજનતા ઉપર બહુ ઊંડી છાપ. દંતકથા જેવી લેખાય એવી એમની કડક શિસ્તની અનેક વાતો લોકોમાં પ્રચલિત થઈ હતી. નીતિના એમના આગ્રહની યુવાનોમાં ઠેકડી પણ થતી; પરંતુ એ ઠેકડી પણ એમને માટેના આદરમાં જ પરિણમતી. મને એ શિસ્તના સાક્ષી કે ભાજન બનવાની તક સાંપડી નહિ, કારણ કે હું જ્યારે એમના પરિચયમાં આવ્યો ત્યારે એમનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ બની ગયું હતું. અસહકારની લડતના એક સેનાનીપદે એ નિયુક્ત થઈ ચૂક્યા હતા અને એથી એમનો ઘણો સમય સભા, સરઘસ આદિ પ્રવૃત્તિઓમાં જતો હતો. સરઘસોમાં મોખરે રહી શંખનાદ કરતી અને લોકોને વચ્ચે વચ્ચે પોતાના બુલંદ અવાજથી ઉદ્બોધતી એમની આકૃતિ લોકોની કલ્પનામાં ત્વરિત ગતિથી અંકિત થઈ જતી હતી, અને લોકોના પ્રેમની વૃષ્ટિમાં એમની પ્રતિભા નવપલ્લવિત બની રહી હતી. મને ખબર નથી આપણી સ્વાધીનતાના ઇતિહાસમાં કોઈ જગાએ નોંધાયું છે કે કેમ; પરંતુ ટિળક સ્વરાજ્ય ફાળા વખતે ગુજરાતે આપવાની રકમ કેટલી ભરાઈ છે એનો હિસાબ મેળવવા ભરૂચમાં જ્યારે દિનકરભાઈ દેસાઈના મેડા ઉપર ગાંધીજીની હાજરીમાં કાર્યકર્તાઓની સભા મળી ત્યારે રકમ ઘણી અધૂરી હોવાની માહિતી બહાર આવી. સંજોગવશાત્ તે સભામાં હાજર રહેવાની મને તક મળી હતી એટલે ત્યાં જે કાંઈ બન્યું એનો હું પ્રત્યક્ષ સાક્ષી હતો-જોકે બધી વિગતો પૂરી યાદ નથી. ગાંધીજીએ કહ્યું કે ગુજરાતે તો આખા દેશને દાખલો પૂરો પાડવાનો છે અને ફાળે આવતી રકમ પૂરેપૂરી ભરપાઈ કરવાની છે. આ સાંભળતાં દયાળજીભાઈએ કહ્યું, ‘આપની રજા હોય તો મારું બધું ટિળક ફાળામાં આપવા રાજી છું.’ ગાંધીજીએ એ વિનંતી તરત સ્વકારી લીધી એટલે દયાળજીભાઈને પગલે ડૉ. ચંદુલાલ, કલ્યાણજીભાઈ અને ગાંધીજીના આફ્રિકાના સાથી પ્રાગજીભાઈએ પણ પોતાની મિલકતો ગાંધીજીને ચરણે ધરી દીધી. ભવ્ય હતી આ ઘટના. આની અસર એ થઈ કે ગુજરાતે પોતાને ફાળે આવતી રકમ ઉમળકાથી ભરી દીધી અને સ્વાધીનતાની લડત માટે પોતાની પાત્રતાને બિરદાવી. | ||
| Line 22: | Line 27: | ||
દયાળજીભાઈ આજન્મ દૃષ્ટિવંત શિક્ષક હતા, પ્રાચીન ગુરુકુળોનો એમના મનમાં મહિમા હતો અને આપણા દેશમાં આપણી આજની શાળાઓની જગ્યાએ એવાં વસતિગૃયુક્ત ગુરુકુળો ઊભાં કરવાની એમની અરમાન હતી. એની શરૂઆત એક ન્યાતના છાત્રાલયથી થઈ પણ તેમાં તે સીમિત રહેવા માગતા ન હતા. એ જમાનો ન્યાતોની સેવામાં દેશસેવા જોનારો હતો. એથી એ વખતનાં બધાં દાનો અને જાહેર પ્રવૃત્તિઓ જ્ઞાતિઓને ધોરણે થતી. દયાળજીભાઈ એ બધી પ્રવૃત્તિઓનું સંગઠન કરી રાષ્ટ્રીય દૃષ્ટિ કેળવવાના મતના હતા. એથી અનાવિલ આશ્રમ, પાટીદાર આશ્રમ, એની વચ્ચે આવેલા સ્વરાજ્ય આશ્રમ અને નજીકમાં બીજી કોમના આશ્રમો એક થઈ શકે એ દૃષ્ટિએ ૧૯૨૦-૨૧માં રાષ્ટ્રીય કેળવણી મંડળ પાસે શિક્ષણનું એક વિશાળ સંકુલ ઊભું કરી શકાય એટલી જમીન એમણે ખરીદાવી હતી અને ત્યાં આ બધાં છાત્રાલયોને એકસૂત્રે સાંધે એવું વિનયમંદિર સ્થાપવાની એમની યોજના હતી. આ યોજના સાચે જ એક દૃષ્ટિવંત પુરુષની હતી અને એ જો પાર પડી હોત તો ગુજરાતને એક ભવ્ય સંસ્થા લાધી હોત; પણ વિધિનું નિર્માણ જુદું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જે મંડળે આ જમીન લીધી હતી તેના એક ટ્રસ્ટી હતા. તેમણે એકજથે આવેલી સમતલ અને વિશાળ એવી આ જમીન દયાળજીભાઈ અને કલ્યાણજીભાઈના ઉગ્ર વિરોધ છતાં વેચાવી દીધી. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પાટીદાર આશ્રમના એ વખતના ગૃહપતિ શ્રી નરોત્તમભાઈ પટેલ પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે કે, ‘આ જમીન વેચાતી અટકાવવા માટે સ્વ. દયાળજીભાઈએ આકાશ-પાતાળ એક કર્યાં. છેવટે ગાંધીજી સમક્ષ ધા નાખી; પરંતુ એમના પ્રયત્નો નિષ્ફળ ગયા. આ બનાવનો એમને ભારે આઘાત લાગ્યો અને બે જ દિવસમાં તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.' સરદાર વલ્લભભાઈની આ જમીન અંગે દૃષ્ટિ શી હતી એનો મને ખ્યાલ નથી એટલે અનુમાન કરવાનું સાહસ કર્યા વિના એટલું જ નોંધવું ઉચિત છે કે દયાળજીભાઈના જીવનનો આ પ્રસંગ જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે શુભ આશયના અભાવ વિના પણ કેવી કરુણ ઘટના સર્જાય છે તેનું અંતરખોજ કરાવતું દર્શન થાય છે. | દયાળજીભાઈ આજન્મ દૃષ્ટિવંત શિક્ષક હતા, પ્રાચીન ગુરુકુળોનો એમના મનમાં મહિમા હતો અને આપણા દેશમાં આપણી આજની શાળાઓની જગ્યાએ એવાં વસતિગૃયુક્ત ગુરુકુળો ઊભાં કરવાની એમની અરમાન હતી. એની શરૂઆત એક ન્યાતના છાત્રાલયથી થઈ પણ તેમાં તે સીમિત રહેવા માગતા ન હતા. એ જમાનો ન્યાતોની સેવામાં દેશસેવા જોનારો હતો. એથી એ વખતનાં બધાં દાનો અને જાહેર પ્રવૃત્તિઓ જ્ઞાતિઓને ધોરણે થતી. દયાળજીભાઈ એ બધી પ્રવૃત્તિઓનું સંગઠન કરી રાષ્ટ્રીય દૃષ્ટિ કેળવવાના મતના હતા. એથી અનાવિલ આશ્રમ, પાટીદાર આશ્રમ, એની વચ્ચે આવેલા સ્વરાજ્ય આશ્રમ અને નજીકમાં બીજી કોમના આશ્રમો એક થઈ શકે એ દૃષ્ટિએ ૧૯૨૦-૨૧માં રાષ્ટ્રીય કેળવણી મંડળ પાસે શિક્ષણનું એક વિશાળ સંકુલ ઊભું કરી શકાય એટલી જમીન એમણે ખરીદાવી હતી અને ત્યાં આ બધાં છાત્રાલયોને એકસૂત્રે સાંધે એવું વિનયમંદિર સ્થાપવાની એમની યોજના હતી. આ યોજના સાચે જ એક દૃષ્ટિવંત પુરુષની હતી અને એ જો પાર પડી હોત તો ગુજરાતને એક ભવ્ય સંસ્થા લાધી હોત; પણ વિધિનું નિર્માણ જુદું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જે મંડળે આ જમીન લીધી હતી તેના એક ટ્રસ્ટી હતા. તેમણે એકજથે આવેલી સમતલ અને વિશાળ એવી આ જમીન દયાળજીભાઈ અને કલ્યાણજીભાઈના ઉગ્ર વિરોધ છતાં વેચાવી દીધી. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પાટીદાર આશ્રમના એ વખતના ગૃહપતિ શ્રી નરોત્તમભાઈ પટેલ પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે કે, ‘આ જમીન વેચાતી અટકાવવા માટે સ્વ. દયાળજીભાઈએ આકાશ-પાતાળ એક કર્યાં. છેવટે ગાંધીજી સમક્ષ ધા નાખી; પરંતુ એમના પ્રયત્નો નિષ્ફળ ગયા. આ બનાવનો એમને ભારે આઘાત લાગ્યો અને બે જ દિવસમાં તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.' સરદાર વલ્લભભાઈની આ જમીન અંગે દૃષ્ટિ શી હતી એનો મને ખ્યાલ નથી એટલે અનુમાન કરવાનું સાહસ કર્યા વિના એટલું જ નોંધવું ઉચિત છે કે દયાળજીભાઈના જીવનનો આ પ્રસંગ જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે શુભ આશયના અભાવ વિના પણ કેવી કરુણ ઘટના સર્જાય છે તેનું અંતરખોજ કરાવતું દર્શન થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧. અસહકારનું આહ્વાન | |||
|next = ૩. વિનીત થયો | |||
}} | |||
<br> | |||
edits