1,149
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| ઋષિઓના વંશજ | }} | {{Heading| ૪. ઋષિઓના વંશજ | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અસહકારે દેશમાં જે નવી હવા ઊભી કરી એનો થોડોક ઉલ્લેખ આ પહેલાં આવી ગયો છે. એનું સંપૂર્ણ ચિત્ર આપવું અશક્ય છે. એ વખતે સાપ્તાહિક ‘નવજીવન'નો પ્રવાહ આખા દેશને માટે પ્રેરણાના પ્રચંડ નાદ જેવો હતો. દર અઠવાડિયે એના આગમનની અમે આતુરતાથી રાહ જોતા, અને તેના દરેક અંકમાંથી કંઈક નવી પ્રેરણા, નવી દૃષ્ટિ, નવી ભાવના વગેરે મેળવતા. આ હું લખું છું ત્યારે એ અરસામાં ‘નવજીવન'માં આવેલા સહી વિનાના એક લેખનું શીર્ષક મને યાદ આવે છે. એ હતું ‘ઋષિઓના વંશજ.’ એ વખતે અમારો ખ્યાલ એવો હતો કે એ લેખ મહાદેવભાઈએ લખ્યો હોવો જોઈએ, અથવા તો એમની પ્રેરણા હેઠળ લખાયો હોવો જોઈએ. એ લેખમાં સત્યાગ્રહ આશ્રમમાં એ વખતે જે નવું ભાવનાજગત સર્જાઈ રહ્યું હતું એ માટેનો મુગ્ધ અહોભાવ હતો. ઘણે દિવસે બહાર કામગીરી બજાવી આશ્રમમાં પાછાં વળતાં લેખકે આશ્રમમાં જો કે કોઈ નવી જ દુનિયા જોઈ. એ દુનિયા હતી આદર્શોની રંગબેરંગી ઝાંયવાળી. એમાં હતી નિર્મળ ચારિત્ર્ય માટેની સાત્ત્વિક સ્પર્ધા અને ત્યાગ માટેની ઊંડી તમન્ના. લેખકે આશ્રમમાં જેનું દર્શન કર્યું તે નાખી નજર ન પહોંચે એવી અમારી તે દિવસોના આદર્શોની ક્ષિતિજો એમાં અમે લહેરાતી જોતા. આખો દેશ અને ખાસ કરીને એની કિશોર અને તરુણ દુનિયા અમને ઋષિઓના વંશજ જેવી લાગતી. જ્યાં નજર પડે ત્યાં આદર્શઘેલાં યુવક-યુવતીઓનાં મુખ ઉપર મુક્તિની ઝંખના અને એ માટેની સાધનાની દીપ્તિ નજર પડતી. એ વખતે અસહકારના રંગે રંગાયેલી જે કોઈ વ્યક્તિને-કિશોરોથી માંડી વૃદ્ધો સુધી-જે મળવાનું થતું તે બધી જાણે ભાવનાના પ્રચંડ તરંગો પર ઝોલાં ખાતા દેવો જેવી લાગતી. એ પ્રત્યેકને ભારે મનોમંથન અને વેદનાઓના બોજને હસતે મુખે હળવા ફૂલની જેમ ઉપાડી પોતે જ્યાં હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ અર્પતા જોવા અને એ બલિદાનની ધન્યતાથી પુલકિતતા અનુભવતા જોવા એ જીવનનો એક અણમોલ લહાવો હતો. આ લખતી વખતે મારા મન સમક્ષ એ વખતનાં કેટકેટલાં સ્મૃતિચિત્રો ઊપસી આવે છે! એમાંથી થોડાંકનો અછડતો ઉલ્લેખ કરી શબ્દોમાં જેને અભિવ્યક્તિ આપી શકાય એમ નથી એવી મારી સંવેદનાને આંશિક રીતે પણ જો વ્યક્ત કરી શકું તો હું કૃતકૃત્યતા અનુભવીશ. | અસહકારે દેશમાં જે નવી હવા ઊભી કરી એનો થોડોક ઉલ્લેખ આ પહેલાં આવી ગયો છે. એનું સંપૂર્ણ ચિત્ર આપવું અશક્ય છે. એ વખતે સાપ્તાહિક ‘નવજીવન'નો પ્રવાહ આખા દેશને માટે પ્રેરણાના પ્રચંડ નાદ જેવો હતો. દર અઠવાડિયે એના આગમનની અમે આતુરતાથી રાહ જોતા, અને તેના દરેક અંકમાંથી કંઈક નવી પ્રેરણા, નવી દૃષ્ટિ, નવી ભાવના વગેરે મેળવતા. આ હું લખું છું ત્યારે એ અરસામાં ‘નવજીવન'માં આવેલા સહી વિનાના એક લેખનું શીર્ષક મને યાદ આવે છે. એ હતું ‘ઋષિઓના વંશજ.’ એ વખતે અમારો ખ્યાલ એવો હતો કે એ લેખ મહાદેવભાઈએ લખ્યો હોવો જોઈએ, અથવા તો એમની પ્રેરણા હેઠળ લખાયો હોવો જોઈએ. એ લેખમાં સત્યાગ્રહ આશ્રમમાં એ વખતે જે નવું ભાવનાજગત સર્જાઈ રહ્યું હતું એ માટેનો મુગ્ધ અહોભાવ હતો. ઘણે દિવસે બહાર કામગીરી બજાવી આશ્રમમાં પાછાં વળતાં લેખકે આશ્રમમાં જો કે કોઈ નવી જ દુનિયા જોઈ. એ દુનિયા હતી આદર્શોની રંગબેરંગી ઝાંયવાળી. એમાં હતી નિર્મળ ચારિત્ર્ય માટેની સાત્ત્વિક સ્પર્ધા અને ત્યાગ માટેની ઊંડી તમન્ના. લેખકે આશ્રમમાં જેનું દર્શન કર્યું તે નાખી નજર ન પહોંચે એવી અમારી તે દિવસોના આદર્શોની ક્ષિતિજો એમાં અમે લહેરાતી જોતા. આખો દેશ અને ખાસ કરીને એની કિશોર અને તરુણ દુનિયા અમને ઋષિઓના વંશજ જેવી લાગતી. જ્યાં નજર પડે ત્યાં આદર્શઘેલાં યુવક-યુવતીઓનાં મુખ ઉપર મુક્તિની ઝંખના અને એ માટેની સાધનાની દીપ્તિ નજર પડતી. એ વખતે અસહકારના રંગે રંગાયેલી જે કોઈ વ્યક્તિને-કિશોરોથી માંડી વૃદ્ધો સુધી-જે મળવાનું થતું તે બધી જાણે ભાવનાના પ્રચંડ તરંગો પર ઝોલાં ખાતા દેવો જેવી લાગતી. એ પ્રત્યેકને ભારે મનોમંથન અને વેદનાઓના બોજને હસતે મુખે હળવા ફૂલની જેમ ઉપાડી પોતે જ્યાં હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ અર્પતા જોવા અને એ બલિદાનની ધન્યતાથી પુલકિતતા અનુભવતા જોવા એ જીવનનો એક અણમોલ લહાવો હતો. આ લખતી વખતે મારા મન સમક્ષ એ વખતનાં કેટકેટલાં સ્મૃતિચિત્રો ઊપસી આવે છે! એમાંથી થોડાંકનો અછડતો ઉલ્લેખ કરી શબ્દોમાં જેને અભિવ્યક્તિ આપી શકાય એમ નથી એવી મારી સંવેદનાને આંશિક રીતે પણ જો વ્યક્ત કરી શકું તો હું કૃતકૃત્યતા અનુભવીશ. | ||
| Line 77: | Line 77: | ||
<ref>મૂળ ભજનનો અલ્પાંશ પણ આમાં ઊતર્યો નથી; પણ આ ભાવ ને એમાં રહેલી ભક્તની મસ્તી, ખુમારી ને શ્રદ્ધામાં આપણી સંસ્કૃતિનું એ સાંભળતાં જે દર્શન થયું તેનાથી હું ખૂબ પ્રભાવિત બન્યો છું.</ref> | <ref>મૂળ ભજનનો અલ્પાંશ પણ આમાં ઊતર્યો નથી; પણ આ ભાવ ને એમાં રહેલી ભક્તની મસ્તી, ખુમારી ને શ્રદ્ધામાં આપણી સંસ્કૃતિનું એ સાંભળતાં જે દર્શન થયું તેનાથી હું ખૂબ પ્રભાવિત બન્યો છું.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩. વિનીત થયો | |||
|next = ૫. ગાંધીજી અને એમના અનુયાયી | |||
}} | |||
<br> | |||
edits