સાફલ્યટાણું/પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
આ પહેલાં, વિદ્યાપીઠના વિદ્યાર્થી કે અંતેવાસી એવા ત્રણ માણસોની આત્મકથા પ્રગટ થઈ ચૂકી છે: (૧) દિનકર મહેતાની, (૨) કમળાશંકરપંડ્યાની, અને (૩) બબલભાઈ મહેતાની, આ ચોથી છે. પહેલી ત્રણમાંની એકેમાં વિદ્યાપીઠના તે વખતના જીવનનું અને વાતાવરણનું ચિત્ર આટલું વિગતે મળતું નથી. એટલે વિદ્યાપીઠના ઇતિહાસની દૃષ્ટિએ પણ આ પુસ્તકનું ઘણું મહત્ત્વ છે. વિદ્યાપીઠનો જીવંત ઇતિહાસ હજી સુધી લખાયો નથી. ગુજરાતના અર્વાચીન કાળના ઇતિહાસમાં એ એક મહત્ત્વનો અધ્યાય છે અને એ લખી શકે નો ઝીણાભાઈની પેઢીના માણસોમાંથી જ કોઈ લખી શકે. એ લખાય એવો સંભવ હુ ઓછો છે એટલે પણ આ પુસ્તકનું મૂલ્ય ઘણું વધી જાય છે. જો ધારે તો કદાચ માઈ જેઠાલાલ ગાંધી એ કામ કરી શકે છે. એમની પાસે પુષ્કળ માહિતી છે અને હજી સુધી એમની સ્મૃતિ પણ સારી છે. ચોટદાર અને પ્રેરક પ્રસંગોનો એમની પાસે મોટો ભંડાર છે.

પહેલાં કહ્યું તેમ, આ પુસ્તક ૧૯૨૦ થી ૧૯૩૩ સુધીના ગાળાને આવરી લે છે, એટલે બીજી રીતે કહીએ તો, એમાં ઝીણાભાઈની ઉંમરના સત્તરમા વર્ષથી ત્રીસમા વર્ષ સુધીની કથા આવે છે, એટલે કે આજ સુધી પહોંચવા માટે બીજાં પચાસ વર્ષની કથા બાકી રહે છે, અને તે જ એમના જીવનનો મુખ્ય ભાગ છે. આમાં તો એમના ઘડતરનાં વર્ષોની વાત જ આવે છે.

ઘટનાની દૃષ્ટિએ જોઈએ તો, ગાંધીજીના વ્યાખ્યાનથી પ્રેરાઈ અસહકાર કરી, સરકારી શાળા છોડી, રાષ્ટ્રીય શાળાના અભાવે લડતના કામમાં જોડાઈ ભરૂચ જિલ્લાનાં ગામડાંમાં પ્રચાર અર્થે એઓ નીકળી પડે છે. પોતાની શાળા ઉપર પિકેટિંગ પણ કરે છે. કાંતતાં શીખવા માટે અમદાવાદ જઈ આચાર્ય ગિદવાણીજીના સ્વરાજ આશ્રમમાં તાલીમ લઈ આવે છે અને લાંબા મનોમંથન પછી, પરીક્ષાને બે અઠવાડિયાં બાકી હોય છે ત્યારે, વિનીતની પરીક્ષા આપવાનો નિર્ણય કરે છે અને આંજણી અને તાવ સાથે પરીક્ષા આપી બીજે નંબરે પાસ થાય છે. આવી જ ટૂંકી તૈયારીએ પરીક્ષા આપવા છતાં પ્રથમાની પરીક્ષામાં પણ એઓ પહેલે નંબરે પાસ થાય છે, એ જ બતાવે છે કે એમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી કેવી તેજસ્વી અને ઉજ્જવળ હતી. આ ગાળાની કથામાં અસહકાર માટે માતા કાશીબાની સંમતિ મેળવવામાં અને તે પછી પણ એમને જે તીવ્ર મનોમંથનમાંથી પસાર થવું પડ્યું છે તેમાં એમની એ વયે પણ સમજ કેવી સ્વચ્છ અને સંકલ્પબળ કેવું દૃઢ હતું તેનો પરિચય થાય છે. પુસ્તકમાં સ્થાને સ્થાને એમનાં જે નિરીક્ષણો નોંધાયેલાં છે તે એમની જાગ્રત નિરીક્ષણ-શક્તિ અને પુખ્ત સમજદા ૨ી વિશે આદર જગાડ્યા વગર રહેતાં નથી.
ઘટનાની દૃષ્ટિએ જોઈએ તો, ગાંધીજીના વ્યાખ્યાનથી પ્રેરાઈ અસહકાર કરી, સરકારી શાળા છોડી, રાષ્ટ્રીય શાળાના અભાવે લડતના કામમાં જોડાઈ ભરૂચ જિલ્લાનાં ગામડાંમાં પ્રચાર અર્થે એઓ નીકળી પડે છે. પોતાની શાળા ઉપર પિકેટિંગ પણ કરે છે. કાંતતાં શીખવા માટે અમદાવાદ જઈ આચાર્ય ગિદવાણીજીના સ્વરાજ આશ્રમમાં તાલીમ લઈ આવે છે અને લાંબા મનોમંથન પછી, પરીક્ષાને બે અઠવાડિયાં બાકી હોય છે ત્યારે, વિનીતની પરીક્ષા આપવાનો નિર્ણય કરે છે અને આંજણી અને તાવ સાથે પરીક્ષા આપી બીજે નંબરે પાસ થાય છે. આવી જ ટૂંકી તૈયારીએ પરીક્ષા આપવા છતાં પ્રથમાની પરીક્ષામાં પણ એઓ પહેલે નંબરે પાસ થાય છે, એ જ બતાવે છે કે એમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી કેવી તેજસ્વી અને ઉજ્જવળ હતી. આ ગાળાની કથામાં અસહકાર માટે માતા કાશીબાની સંમતિ મેળવવામાં અને તે પછી પણ એમને જે તીવ્ર મનોમંથનમાંથી પસાર થવું પડ્યું છે તેમાં એમની એ વયે પણ સમજ કેવી સ્વચ્છ અને સંકલ્પબળ કેવું દૃઢ હતું તેનો પરિચય થાય છે. પુસ્તકમાં સ્થાને સ્થાને એમનાં જે નિરીક્ષણો નોંધાયેલાં છે તે એમની જાગ્રત નિરીક્ષણ-શક્તિ અને પુખ્ત સમજદારી વિશે આદર જગાડ્યા વગર રહેતાં નથી.
આ ગાળાની કથામાં અસહકારને કારણે પિતાપુત્ર વચ્ચે ઘેરઘેર જાગેલી સોરાબ-રુસ્તમીના જે બે દાખલા નાથુભાઈ અને મનુભાઈના એમણે ટાંક્યા છે તે, તે જમાનાના તરુણોની ભાવનાશીલતા અને દઢતાના ઘોતક છે. આ જ ગાળામાં એઓ શ્રી દયાળજીભાઈ તથા શ્રી કલ્યાણજીભાઈના સંપર્કમાં આવે છે એટલે તેમનાં પણ સુરેખ ચિત્રો આપણને મળે છે. આ પુસ્તકમાં અવારનવાર આવતાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓનાં રેખાચિત્રો એનું એક સમૃદ્ધ પાસું છે. એ બે જણ ઉપરાંત પરાગજીભાઈ અને ચંદુલાલ દેસાઈએ તિલક સ્વરાજ ફાળા માટે કરેલાં સર્વસ્વના દાનના ભવ્ય પ્રસંગના પણ એ સાક્ષી બને છે. આઘાતથી થયેલા દયાળજીભાઈના અવસાનનો પ્રસંગ હૃદયસ્પર્શી છે અને તેનું નિરૂપણ ખૂબ સૌમ્ય રીતે થયું છે. આ પુસ્તકમાં ક્યાંય કડવાશ કે ડંખ નથી. ‘ગાંધીજી અને એમના અનુયાયી' પ્રકરણમાં લોકોમાં ફેલાયેલી ગાંધીજી વિશેની અંધશ્રદ્ધા અને તેના લેવાયેલા ગેરલાભની વાત આવે છે તે અનેક રીતે બોધક છે. એ પ્રકરણનો અંત વાંચતાં મને ગાંધીજીએ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સમક્ષ ઉચ્ચારેલાં વચનો કે ‘હું ઓજારોનો વાંક કાઢનાર અણઘડ સુથાર નથી'નું સ્મરણ થાય છે.

વિનીત થયા પછી એઓ મહાવિદ્યાલયમાં જોડાવા મુંબઈ જાય છે અને ત્યાં એમને જે અનેક અનુકૂળતાઓ સાંપડે છે, તેનું વર્ણન એમણે ‘માનવતાની મહેક’ નામના પ્રકરણમાં કર્યું છે. એમાં હંસરાજ પ્રાગજી અને કમળાબહેન સોનાવાલા તથા દવાની ફી ન લેનાર તેમ જ પાંચ દાદરા ચડી તપાસી જવાની તૈયારી બતાવનાર દાક્તરનો વ્યવહાર ખાસ નોંધપાત્ર છે. આ બધામાં એમને ઇશ્વરનો · હાથ હોય એવું લાગે એમાં નવાઈ નથી. મુંબઈના એમના ત્રણ સહાધ્યાયીઓ શિવરામ શાસ્ત્રી, સૂળે અને કાંતિલાલ પોતપોતાની રીતે અનોખા છે. કાંતિલાલનો મને પરોક્ષ પરિચય ઝીણાભાઈ મારફતે જ થયો હતો. એમના કહેવાથી મેં ‘સુવર્ણમાળા’ માટે બંગાળના બાઉલો વિશે લેખ મોકલ્યો હતો અને મને યાદ છે ત્યાં સુધી રંજિતલાલ પંડ્યાના ‘રામકથા' નામે પઘાત્મક રામાયણસારનું અવલોકન લખ્યું હતું. એ બે લેખો માટે ‘સુવર્ણમાળા' તરફથી મને ક્વિલર કૂચના ત્રણ ગ્રંથો-‘ઓન ધ આર્ટ ઑફ રીડિંગ’ ‘ઓન ધ આર્ટ ઑફ રાઈટિંગ' અને ‘સ્ટડીઝ ઈન લિટરેચર'-ભેટ મળ્યા હતા.

Navigation menu