9,286
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૩૮ | }} {{Poem2Open}} સલીના કાર્યાલય પર પહોંચી ત્યારે તેને વિશ્વાસ હતો કે કૃષ્ણન ચોક્કસ આવી ગયો હશે; પણ તે આવ્યો નહોતો. તેનો પત્ર પણ નહોતો. મનમાં સહેજ ચિંતા થઈ. પણ પછી કામના વેગીલા વહેણ...") |
No edit summary |
||
| Line 43: | Line 43: | ||
એક પછી એક નાનાં નાનાં અસંખ્ય જૂથો જુદે જુદે ઠેકાણેથી જાતજાતનાં પ્લેકાર્ડ લઈને નીકળવા લાગ્યાં અને નાનીમોટી અનેક વિસ્તીર્ણ ધારાઓ એક વિશાળ સરિતામાં આવી મળે એમ મુખ્ય સમૂહ સાથે ભળી જવા લાગ્યાં. સરઘસ મોટું ને મોટું થતું ગયું. આ ફૂટપાથથી સામી ફૂટપાથ સુધી, આ છેડાથી પેલા છેડા સુધી રસ્તો ખીચોખીચ ભરાઈ ગયો હતો. રસ્તામાં સ્ત્રીઓ સમાતી નહોતી. તલપૂર પણ ખાલી જગ્યા દેખાતી નહોતી. કાળાં કાળાં મોજાંનો એક મહેરામણ એક એક ડગલે આગળ વધી રહ્યો હતો. કોઈ શબ્દ નહીં, કોઈ અવાજ નહીં…સીવેલા હોઠની અંતહીન ચુપકીદી; અને એક પછી એક ઊપડતાં પગલાંનો લય! જાણે કાંઠા કિનારા ભાંગી નાંખતું કાળનું મહાપૂર ઊમટ્યું હતું, સદીઓથી અન્યાય સહી લેતી આવેલી શક્તિ હવે હુંકાર કરતી જાગી હતી, પરિવર્તનની આંધી બનીને ફૂંકાતી હતી. | એક પછી એક નાનાં નાનાં અસંખ્ય જૂથો જુદે જુદે ઠેકાણેથી જાતજાતનાં પ્લેકાર્ડ લઈને નીકળવા લાગ્યાં અને નાનીમોટી અનેક વિસ્તીર્ણ ધારાઓ એક વિશાળ સરિતામાં આવી મળે એમ મુખ્ય સમૂહ સાથે ભળી જવા લાગ્યાં. સરઘસ મોટું ને મોટું થતું ગયું. આ ફૂટપાથથી સામી ફૂટપાથ સુધી, આ છેડાથી પેલા છેડા સુધી રસ્તો ખીચોખીચ ભરાઈ ગયો હતો. રસ્તામાં સ્ત્રીઓ સમાતી નહોતી. તલપૂર પણ ખાલી જગ્યા દેખાતી નહોતી. કાળાં કાળાં મોજાંનો એક મહેરામણ એક એક ડગલે આગળ વધી રહ્યો હતો. કોઈ શબ્દ નહીં, કોઈ અવાજ નહીં…સીવેલા હોઠની અંતહીન ચુપકીદી; અને એક પછી એક ઊપડતાં પગલાંનો લય! જાણે કાંઠા કિનારા ભાંગી નાંખતું કાળનું મહાપૂર ઊમટ્યું હતું, સદીઓથી અન્યાય સહી લેતી આવેલી શક્તિ હવે હુંકાર કરતી જાગી હતી, પરિવર્તનની આંધી બનીને ફૂંકાતી હતી. | ||
આ માત્ર એક ઘટના માટે નહોતું. એક બહેકેલા જુવાને એક નિર્દોષ યુવતી ૫૨ કરેલી બળજબરી માટે જ નહોતું. આખીયે સ્ત્રીજાતિના સ્વત્વનું ચારેબાજુ જે ખંડન થઈ રહ્યું છે — ઘરમાં, ઑફિસમાં, સમાજમાં, દુનિયામાં — તેની વિરુદ્ધની આ જેહાદ હતી. | આ માત્ર એક ઘટના માટે નહોતું. એક બહેકેલા જુવાને એક નિર્દોષ યુવતી ૫૨ કરેલી બળજબરી માટે જ નહોતું. આખીયે સ્ત્રીજાતિના સ્વત્વનું ચારેબાજુ જે ખંડન થઈ રહ્યું છે — ઘરમાં, ઑફિસમાં, સમાજમાં, દુનિયામાં — તેની વિરુદ્ધની આ જેહાદ હતી. | ||
જેણે એ જોયું તે હતાં ત્યાં થંભી ગયાં. દુકાનમાં ખરીદી કરતી, શાકભાજીના ભાવતાલ કરતી, ઘરમાં આરામ કરતી, ચા બનાવતી, રસોઈની | જેણે એ જોયું તે હતાં ત્યાં થંભી ગયાં. દુકાનમાં ખરીદી કરતી, શાકભાજીના ભાવતાલ કરતી, ઘરમાં આરામ કરતી, ચા બનાવતી, રસોઈની તૈયારી ક૨તી સ્ત્રીઓ પોતાનાં કામ છોડી સરઘસ જોવા દોડી આવી અને ઘરમાંથી નીકળીને તેમાં જોડાઈ ગઈ. બહુ જ થોડી સદ્ભાગી સ્ત્રીઓને બાદ કરતાં બાકીની આ બધી સ્ત્રીઓએ, માત્ર સ્ત્રી હોવા બદલ થતા અન્યાયનો કડવો સ્વાદ ચાખ્યો હતો. | ||
એમાં શ્રીમંત સ્ત્રીઓ હતી, મધ્યમ અને ગરીબ વર્ગની સ્ત્રીઓ હતી : સુંદર અને સુઘડ, શિક્ષિત ને આધુનિક, બહારથી સુખી ગણાતી પણ ભીતરની વેદના પોતે જ જાણતી, દાઝેલી, દુભાયેલી, મુક્તિના શ્વાસ માટે તલસતી સ્ત્રીઓ, ઊડી ગયેલા નૂરવાળી, કથળી ગયેલાં શરીર, ફિક્કા ચહેરા ને નિસ્તેજ આંખોવાળી, કબ્રસ્તાનમાં પોઢી ગયેલી કબરો જાગીને, ઊઠીને, આવી હોય તેવી નિષ્પ્રાણ, હણાયેલા ચેતનવાળી સ્ત્રીઓ… | એમાં શ્રીમંત સ્ત્રીઓ હતી, મધ્યમ અને ગરીબ વર્ગની સ્ત્રીઓ હતી : સુંદર અને સુઘડ, શિક્ષિત ને આધુનિક, બહારથી સુખી ગણાતી પણ ભીતરની વેદના પોતે જ જાણતી, દાઝેલી, દુભાયેલી, મુક્તિના શ્વાસ માટે તલસતી સ્ત્રીઓ, ઊડી ગયેલા નૂરવાળી, કથળી ગયેલાં શરીર, ફિક્કા ચહેરા ને નિસ્તેજ આંખોવાળી, કબ્રસ્તાનમાં પોઢી ગયેલી કબરો જાગીને, ઊઠીને, આવી હોય તેવી નિષ્પ્રાણ, હણાયેલા ચેતનવાળી સ્ત્રીઓ… | ||
કચડાયેલી આકાંક્ષાવાળી, અનેક ક્ષેત્રે વિશિષ્ટતાથી ઝળકવાની શક્તિ છતાં ચાર દીવાલમાં બંધાઈ ગયેલી, પોતાના બધા તેજસ્વી મનોરથોને નજ૨ સામે ભસ્મીભૂત થતા જોનારી સ્ત્રીઓ… | કચડાયેલી આકાંક્ષાવાળી, અનેક ક્ષેત્રે વિશિષ્ટતાથી ઝળકવાની શક્તિ છતાં ચાર દીવાલમાં બંધાઈ ગયેલી, પોતાના બધા તેજસ્વી મનોરથોને નજ૨ સામે ભસ્મીભૂત થતા જોનારી સ્ત્રીઓ… | ||