ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 10: Line 10:
ઈ.સ. ૧૯૧૯માં લાહોર ખાતે કૉંગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે ગાંધીજી અને માલવીયજીના સમાગમમાં તેઓ આવ્યા હતા. સ્વભાવે શાંત અને વિચારપ્રધાન હોવા છતાં તેઓ કર્મમાં, સીધા કામમાં માનનારા હતા. કૉંગ્રેસની કાર્યપદ્ધતિ જેમ જેમ તેઓ જોતા ગયા તેમ તેમ તેઓ કૉંગ્રેસ તરફ વળતા ગયા અને ગીરગામ કૉંગ્રેસ કમિટીમાં જોડાયા પણ હતા. શ્રી હિંમતલાલ અંજારિયા કહે છે તેમ, “કુનેહથી, માયાભરી કડક નિષ્ઠાથી અને પોતાના દાખલાથી હાથમાં લીધેલું કામ સુંદર રીતે પાર પાડવાની તેમનામાં શક્તિ હતી.” જનસમૂહનો વિચાર અને આચારનો પ્રવાહ કઈ બાજૂ વળે છે એ જાણી લેવાની તેમનામાં અજબ દૃષ્ટિ હતી. તેમણે ‘વસંત’માં લખેલા કૉંગ્રેસ વિશેના તેમજ અર્થશાસ્ત્ર વિશેના લેખો તેમની આ દૃષ્ટિના સચોટ પુરાવારૂપ છે. ગુજરાત વિદ્યાસભા (તે વખતની ગુ. વ.સો.) માટે તેમણે 'અકબરનું ચરિત' તથા ‘હિન્દનો આર્થિક ઇતિહાસ' એ બે મહત્ત્વના ગ્રંથો અંગ્રેજીને આધારે તૈયાર કરી આપ્યા હતા.

ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષા પર પણ સ્વ. ઉત્તમલાલનો સારો કાબૂ હતો. તેમણે થોડો વખત ‘Daily Mail’ના તંત્રી તરીકે પણ કામ કર્યું હતું, અને ‘Indian Review'માં તેઓ લેખો પણ લખતાં હતા. ‘Constitutional Theory of Hindu Law' અને 'National Education’ નામના બે અંગ્રેજી ગ્રંથો પણ તેમણે લખ્યા હતા.  

ગુજરાતીમાં સ્વ. ઉત્તમલાલે કોઈ સળંગ મૌલિક ગ્રંથ લખ્યો નથી. પરંતુ તેમની પરિપકવ વિચારશક્તિ અને સ્વસ્થ, પર્યેષક શૈલીના ફળરૂપ અનેક ઉત્તમ સાહિત્ય-ગુણોવાળા મૌલિક લેખો ‘વસંત’ અને ‘સમાલોચક’ની ફાઈલોમાં અદ્યાપિ પર્યંત દટાઈ રહેલ છે. શ્રી વિશ્વનાથ ભટ્ટ કહે છે તેમ, એક રીતે એ ‘વસંત'કારના સાથી જેવા જ હતા. વિચાર શૈલી આદિની દૃષ્ટિએ ‘વસંત’ સંપ્રદાય સાથે ઉત્તમલાલને નિકટનો સંબંધ હતો. પંડિતયુગનો નિઃશેષતાનો શોખ એમનામાં કંઈક વિશેષ હોવાથી એમના નિબંધો મોટે ભાગે પ્રબંધ જેટલા બહુ લાંબા હોય છે.*<ref>* જુઓ ‘નિબંધમાલા', ઉપોદ્દ્ઘાત પૂ. ૩૧-૩૨</ref> સાક્ષરયુગના આ સન્માન્ય વિચારકના લેખોનો સહેજે એક દળદાર સંગ્રહ થઈ શકે. સાહિત્ય તેમજ સમાજના અભ્યાસમાં ઉપયોગી નીવડે તેવી સામગ્રી પૂરી પાડતી તેમની એ કૃતિઓનો સંગ્રહ શ્રી હિંમતલાલ અંજારિયા જેવા વિદ્વાન અધિકારી પાસે કોઈ સંસ્થાએ તૈયાર કરાવવો ઘટે.
ગુજરાતીમાં સ્વ. ઉત્તમલાલે કોઈ સળંગ મૌલિક ગ્રંથ લખ્યો નથી. પરંતુ તેમની પરિપકવ વિચારશક્તિ અને સ્વસ્થ, પર્યેષક શૈલીના ફળરૂપ અનેક ઉત્તમ સાહિત્ય-ગુણોવાળા મૌલિક લેખો ‘વસંત’ અને ‘સમાલોચક’ની ફાઈલોમાં અદ્યાપિ પર્યંત દટાઈ રહેલ છે. શ્રી વિશ્વનાથ ભટ્ટ કહે છે તેમ, એક રીતે એ ‘વસંત'કારના સાથી જેવા જ હતા. વિચાર શૈલી આદિની દૃષ્ટિએ ‘વસંત’ સંપ્રદાય સાથે ઉત્તમલાલને નિકટનો સંબંધ હતો. પંડિતયુગનો નિઃશેષતાનો શોખ એમનામાં કંઈક વિશેષ હોવાથી એમના નિબંધો મોટે ભાગે પ્રબંધ જેટલા બહુ લાંબા હોય છે.<ref>જુઓ ‘નિબંધમાલા', ઉપોદ્દ્ઘાત પૂ. ૩૧-૩૨</ref> સાક્ષરયુગના આ સન્માન્ય વિચારકના લેખોનો સહેજે એક દળદાર સંગ્રહ થઈ શકે. સાહિત્ય તેમજ સમાજના અભ્યાસમાં ઉપયોગી નીવડે તેવી સામગ્રી પૂરી પાડતી તેમની એ કૃતિઓનો સંગ્રહ શ્રી હિંમતલાલ અંજારિયા જેવા વિદ્વાન અધિકારી પાસે કોઈ સંસ્થાએ તૈયાર કરાવવો ઘટે.
ઈ.સ. ૧૯૨૨ના આરંભમાં ઉત્તમલાલને એક સામાન્ય છતાં જીવલેણ અકસ્માત નડ્યો. તેઓ એક વાર પૂજા કરતા હતા તે વખતે છાજલી ૫રથી કાંઈક વાસણ તેમનાં પત્ની લેવા જતાં હતાં ત્યાં તપેલી પડી ગઈ અને ઉત્તમલાલના માથામાં જખમ થયો. આને પરિણામે તેમના મગજના જ્ઞાનતંતુઓ એવા શિથિલ થઈ ગયા કે તેમને માથાની બિમારી કાયમને માટે લાગુ પડી. પછી વારંવાર તેમની તબિયત લથડવા લાગી; ઘણા ઉપચારો કર્યા પણ વ્યર્થ. અંતે ૧૯૨૩ના ડિસેમ્બરની ૨૬મી તારીખે આ ‘ઉદાર અને શુદ્ધ વૃત્તિના, ધર્મચુસ્ત રૂઢિવાદના ગુણો જોઈ શકનાર, જ્ઞાતિ વગેરેના રિવાજોને સમાજવાદની ‘દૃષ્ટિથી તપાસનાર’ અને તેવા રિવાજોના સદંશોને અપનાવનાર વિશુદ્ધ વિચારક અને ઊંચા તત્ત્વશોધક તરીકે પ્રતિષ્ઠા પામેલા' સૌજન્યમૂર્તિ ગૃહસ્થનું અવસાન થયું.

વેરવિખેર માસિકોમાં દટાઈ રહેલા ઉત્તમલાલના લેખો તેમની શિષ્ટ શૈલી, ઉચ્ચ વાક્પ્રભાવ અને ઊંડી વિચારશક્તિનું નિદર્શન કરે છે, એટલું જ નહિ પણ, સામાજિક, રાજકીય તથા બીજા સાર્વજનિક પ્રશ્નો વિશેના તેમના સિદ્ધાન્તો, તેમની ભાવનાઓ, અને તેમના આદર્શોનો પણ તાદશ ખ્યાલ આપે છે. એમના પ્રત્યેક લેખમાં ઉત્તમલાલની જવલંત છતાં ડહાપણ ભરેલી દેશભક્તિ પ્રતીતિ થાય છે. સ્વ. સર રમણભાઈ પોતાના આ સમકાલીન પુરુષાર્થીને અંજલિ આપતા કહે છે કે “રા. ઉત્તમલાલના હૃદયની ઉદારતા, વિચારોની ઉદાત્તતા, વિદ્વત્તાની ગહનતા, વિવેકબુદ્ધિની તીવ્રતા, જીવનની શુદ્ધતા, વ્યવહારના વિષયોની તુલનાની યથાર્થતા, મનની ગંભીરતા, સંકલ્પોની સ્થિરતા અને દૃઢતા, વિચારોના કોલાહલ વચ્ચેની તેમની સ્વસ્થતાઃ એ સર્વ અનુભવથી જાણનાર કહી શકશે કે દેશને એમની હુજી ઘણી જરૂર હતી.” x<ref>x “સ્વ. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી” (રમણભાઈ નીલકંઠ) 'વસંત' વર્ષ ૨૨ અં. ૧૧</ref>
વેરવિખેર માસિકોમાં દટાઈ રહેલા ઉત્તમલાલના લેખો તેમની શિષ્ટ શૈલી, ઉચ્ચ વાક્પ્રભાવ અને ઊંડી વિચારશક્તિનું નિદર્શન કરે છે, એટલું જ નહિ પણ, સામાજિક, રાજકીય તથા બીજા સાર્વજનિક પ્રશ્નો વિશેના તેમના સિદ્ધાન્તો, તેમની ભાવનાઓ, અને તેમના આદર્શોનો પણ તાદશ ખ્યાલ આપે છે. એમના પ્રત્યેક લેખમાં ઉત્તમલાલની જવલંત છતાં ડહાપણ ભરેલી દેશભક્તિ પ્રતીતિ થાય છે. સ્વ. સર રમણભાઈ પોતાના આ સમકાલીન પુરુષાર્થીને અંજલિ આપતા કહે છે કે “રા. ઉત્તમલાલના હૃદયની ઉદારતા, વિચારોની ઉદાત્તતા, વિદ્વત્તાની ગહનતા, વિવેકબુદ્ધિની તીવ્રતા, જીવનની શુદ્ધતા, વ્યવહારના વિષયોની તુલનાની યથાર્થતા, મનની ગંભીરતા, સંકલ્પોની સ્થિરતા અને દૃઢતા, વિચારોના કોલાહલ વચ્ચેની તેમની સ્વસ્થતાઃ એ સર્વ અનુભવથી જાણનાર કહી શકશે કે દેશને એમની હુજી ઘણી જરૂર હતી.” <ref>“સ્વ. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી” (રમણભાઈ નીલકંઠ) 'વસંત' વર્ષ ૨૨ અં. ૧૧</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
'''કૃતિઓઃ'''
'''કૃતિઓઃ'''

Navigation menu