સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગિજુભાઈ બધેકા/ગિજુભાઈની વાર્તાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} પેમલો અને પેમલી એક હતો પેમલો ને એક હતી પેમલી. લાકડાં કાપવા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
{{space}}
પેમલો અને પેમલી
{{Center|પેમલો અને પેમલી}}
એક હતો પેમલો ને એક હતી પેમલી.
એક હતો પેમલો ને એક હતી પેમલી.
લાકડાં કાપવાથી થાકીપાકીને એક સાંજે પેમલો ઘેર આવ્યો. તેણે પેમલીને કહ્યું: “પેમલી! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.”

Line 23: Line 23:
પેમલાએ હાંડો ઠેકાણે મૂક્યો. પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો: “હાશ! જો, શરીર કેવું હળવુંફૂલ થઈ ગયું! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું?”

*
*
‘લખ્યા બારું’
{{Center|‘લખ્યા બારું’}}
એક હતો વાણિયો. વાણિયો હતો ભલોભોળો, પણ કાળજાગાંડો.

નાની એવી હાટડી રાખે. તેમાં દાળિયા, મમરા ને રેવડી એવું એવું વેચે ને સાંજ પડ્યે પેટજોગું રળે.

Line 64: Line 64:
વાણિયો કહે: “લો આ કાગળિયું. લખ્યું છે એમાં ક્યાંય માર ખાવાનું? આ તો તમે લખ્યા બારું કરો છો!”

વહતા ભાભા
{{Center|વહતા ભાભા}}
નાનું એવું ગામડું હતું. એમાં બધીય વસ્તી અજડ; કંઈ સમજેય નહિ ને સુણેય નહિ. એકેય ચીજને ઓળખેય નહિ ને કોઈને કોઈનું નામેય ન આવડે. એક વખત ચોમાસામાં એક મહોલ્લામાં દેડકું આવ્યું. જન્મારામાં દેડકું કોઈએ દીઠેલું નહિ, એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા. સૌ વાંકા વળીને નીરખી નીરખીને જોવા લાગ્યા. એ શું હશે તે કોઈ કળી ન શક્યું. ત્યારે બહુ વારે એક બોલ્યો: “આ તે શું હશે માળું?”

ત્યારે બીજો કહે: “અરે ભાઈ! એ તો બગલું હશે, બગલું! તમને શી ખબર પડે?” ત્યાં વળી ત્રીજો કહે: “અરે ભાઈ! વગર વિચાર્યે કાં બોલો? એ તો ભાઈ શિયાળ હશે શિયાળ! ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યું હોય!”

2,457

edits

Navigation menu