19,010
edits
(Blanked the page) Tag: Blanking |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા - કેટલાક મુદ્દા | }} | |||
{{Poem2Open}} | |||
ઉપાધ્યાય યશોવિજયજી મધ્યકાલીન સાહિત્યાકાશના એક અત્યંત તેજસ્વી તારક છે. જ્ઞાનપ્રૌઢિમાં તો એ અજોડ છે. નવ્યન્યાયના | |||
આ આચાર્ય ષડ્દર્શનવેત્તા હતા અને કાવ્યશાસ્ત્ર, વ્યાકરણ આદિ અનેક વિદ્યાઓમાં એમની અનવરુદ્ધ ગતિ હતી. આ વિષયોમાં એમણે | |||
સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથોની રચના કરી છે. એમનું ગુજરાતી (અને થોડુંક હિંદી) સાહિત્યસર્જન પણ સારા પ્રમાણમાં છે, એમાં રાસ, સંવાદ, | |||
સ્તવનસજ્ઝાયાદિ પ્રકારો આવરી લેવાયા છે અને સાંપ્રદાયિક તત્ત્વ-પરામર્શની સાથે સાહિત્યકળાની ઉચ્ચતા જોવા મળે છે. એમણે પોતે નોંધ્યું | |||
છે કે ગંગાકાંઠે 'એં' એ બીજાક્ષરના જાપથી સરસ્વતી એમના પર તુષ્ટમાન થયાં હતાં અને એમણે એમને તર્ક અને કાવ્યનું વરદાન આપ્યું હતું. | |||
એમનું સાહિત્ય જાણે આ હકીકતની સાખ પૂરે છે. એમાં તર્ક એટલે વિચારશક્તિ - બૌદ્ધિકતા અને કાવ્ય એટલે સાહિત્યકળા - રસ-સૌન્દર્યનો | |||
મેળ જોવા મળે છે. 'જંબૂસ્વામી રાસ'માં એમણે કહ્યું છે – | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>તર્ક વિષમ પણ કવિનું વયણ સાહિત્યે સુકુમાર, | |||
અરિગજગંજન પણ દયિત નારી મૃદુ ઉપચાર.</poem>}} | |||
{{Poem2Open}} | |||
(કવિનું વચન તર્ક ને કારણે વિષમ, પણ સાહિત્યગુણે કરીને સુકુમાર હોય છે, જેમ શત્રુરૂપી હાથીઓને પરાભવ પમાડનાર પ્રિયતમ | |||
નારી પ્રત્યે મૃદુ વ્યવહારવાળો હોય છે.) | |||
તે રીતે યશોવિજયજીનું સાહિત્યસર્જન પણ તર્ક વિષમ પણ કાવ્યરસમધુર છે. અહીં ગુજરાતી-હિંદી કૃતિઓને સંદર્ભે એમની | |||
સાહિત્યકળાની કેટલીક લાક્ષણિકતાઓની સંક્ષિપ્ત નોંધ લેવાનો ઉપક્રમ છે. | |||
{{Poem2Close}} | |||
edits