19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 81: | Line 81: | ||
ઉપનિષદના રૂપક દ્વારા ભજનને સમજીએ તો બ્રહ્મના લક્ષ્યમાં આત્માનું તીર ખેંચી જાય તો પછી તે બહાર નીકળતું નથી. લક્ષ્યાર્થ થાય, તત્ત્વપદની પ્રાપ્તિ થાય પછી ખટપટનો ખટકો' રહેતો નથી. ખટપટ અથવા ષડ્રપુઓના પંજામાં ફરી તો નહીં પડી જવાય એવો અંદેશો ઓસરી જાય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની ખટપટ તો શું, એનો ભય કે ઉદ્વેગ પણ અહીં ફરકતો નથી. હવે ક્યાંયે તરાતા વાંસ જેવી ખટરાગની વાણી નહીં, સઘળે અનુરાગની મધુમય બંસી. | ઉપનિષદના રૂપક દ્વારા ભજનને સમજીએ તો બ્રહ્મના લક્ષ્યમાં આત્માનું તીર ખેંચી જાય તો પછી તે બહાર નીકળતું નથી. લક્ષ્યાર્થ થાય, તત્ત્વપદની પ્રાપ્તિ થાય પછી ખટપટનો ખટકો' રહેતો નથી. ખટપટ અથવા ષડ્રપુઓના પંજામાં ફરી તો નહીં પડી જવાય એવો અંદેશો ઓસરી જાય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની ખટપટ તો શું, એનો ભય કે ઉદ્વેગ પણ અહીં ફરકતો નથી. હવે ક્યાંયે તરાતા વાંસ જેવી ખટરાગની વાણી નહીં, સઘળે અનુરાગની મધુમય બંસી. | ||
'''નર નાટકમાં... બીજ વટકો''' | '''નર નાટકમાં... બીજ વટકો''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
જે જાગતા નર છે, ચેતેલા આદમી છે તે મનુષ્યોના વહેવારને કઈ દૃષ્ટિએ જુએ છે? મનુષ્યો તો માને કે પોતે કાંઈક છે, પોતે કાંઈક કરે છે પણ પેલો સૂક્ષ્મદર્શી જુએ છે કે આ તો બધા પ્રકૃતિની રંગભૂમિ પર ખેલતાં પરવશ પાત્રો છે. પૂર્વના સંકલ્પો, સંસ્કારો, ઋણાનુબંધના માર્યા તેઓ વેશ ભજવે છે. ‘ન૨ નાટકમાં’ અંદર બેઠેલા સૂત્રધારના દોરીસંચાર મુજબ સહુ કોઈ પોતાનો પાઠ પૂરો કરે છે. એટલું જ નહીં, પણ 'નાટક નરમાં' — નવા નાટકની તૈયારી કરે છે. જે પ્રતિભાવો ને પ્રત્યાઘાતો ચિત્તમાં એકત્ર થયા કરે છે તેમાં નવા ખેલનાં મંડાણ રહ્યાં છે. | |||
આમ બહારનું અને અંદરનું નાટક ભજવાય છે. પણ આત્મદર્શી શું એટલું જ જુએ છે? એથી આગળ વધી તે તમામ વેશભૂષા ને મુખવટાને ભેદી પરખી લે છે કે અરે, આ તો પેલો એક જ મહાનટ વિવિધ સ્વાંગ ધરીને નિરંતર ખેલી રહ્યો છે. એનાં નાચ-ગાન ચાલે છે અવિરામ, અનંત વિશ્વોના રંગમંચ ૫૨, નિરવધિ કાળનાં તેજ-તિમિર વચ્ચે, જીવન-મૃત્યુના પડદાથી ૫૨. | |||
મૂળદાસ કહે છે, આ જે નટનાગર, એ જ તો સનાતન બ્રહ્મ. એને તમે બીજે ક્યાં ગોતશો? આ સંસારનું મૂળ એ, અને મહાવ્યાપક વિસ્તાર પણ એ જ. વડના બીજમાં આખો વડલો અને વડલાના ટેટામાં વળી અસંખ્ય વડલા. મૂળદાસ એક બીજા પ્રભાતિયામાં ગાય છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''‘વિચિત્ર રૂપ તે રૂપ નાનાં રમે,''' | |||
{{right|'''ભાત દેખી બહુ જાત ભૂલે,'''}} | |||
'''બીજમાં વટ ને વટમાં બીજ તે''' | |||
{{right|'''સાબધો વટ તે તોલે.'''}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
પોતાની એકાંત કુંજમાં જે કાન માંડી બેસે છે તેને આ નિગમ વૈદનો નાદ' – બ્રહ્મની બંસી સંભળાય છે. | |||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 | |||
|previous = સામળિયો મુંજો સગો | |||
|next = એક દેહ, એક આતમા | |||
}} | |||
edits