32,351
edits
No edit summary |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
અમે છોકરડાંઓ ગળાની નસો તંગ કરીને મોટેથી એ ધૂન ઝીલીએ છીએ ને સાથે તાળી પાડીએ છીએ. શિયાળાની સવારની ઠંડી અમારી નજીક છતાં અમને અડતી નથી. અમે અમારા મોઢામાંથી નીકળતી બાષ્પ જોવામાં ને ધૂન ગાવામાં લીન છીએ. ત્યાં જ વસાણાની ગોટીઓ આવે છે. અમારા રાધેશ્યામને થોડી વાર ઊભા રહેવું પડે છે. ગોટીઓ ગળામાં ઊતરીને ગરમાવો કરે છે કે તુરત જ પાછા રાધેશ્યામ ઠેક મારતાકને ખડા થઈ જાય છે. અમારી ધૂન ફરી શરૂ થાય છે : ‘રાધેશ્યામ કહો..’ | અમે છોકરડાંઓ ગળાની નસો તંગ કરીને મોટેથી એ ધૂન ઝીલીએ છીએ ને સાથે તાળી પાડીએ છીએ. શિયાળાની સવારની ઠંડી અમારી નજીક છતાં અમને અડતી નથી. અમે અમારા મોઢામાંથી નીકળતી બાષ્પ જોવામાં ને ધૂન ગાવામાં લીન છીએ. ત્યાં જ વસાણાની ગોટીઓ આવે છે. અમારા રાધેશ્યામને થોડી વાર ઊભા રહેવું પડે છે. ગોટીઓ ગળામાં ઊતરીને ગરમાવો કરે છે કે તુરત જ પાછા રાધેશ્યામ ઠેક મારતાકને ખડા થઈ જાય છે. અમારી ધૂન ફરી શરૂ થાય છે : ‘રાધેશ્યામ કહો..’ | ||
ને તે વખતે અમારી નજર સામે જે ચલચિત્ર ચાલતું એમાં ગાયોના ધણ સાથે | ને તે વખતે અમારી નજર સામે જે ચલચિત્ર ચાલતું એમાં ગાયોના ધણ સાથે પનિહારીઓનાં વૃંદ ખાસ આવતાં. પેલી રાતી ગોમતી ગાય, અમારે ત્યાં દૂધ દેવા આવે છે એ છગનની. કેવી ડોકની ઝાલર ઝુલાવતી ને ઘંટડી રણકાવતી છટાથી ચાલી જાય છે! ને પેલી પનિહારીઓ! કદાચ તે વખતે મને દેખાતી હતી તેથી વધુ સારી રીતે આજે એમને હું જોઈ શકું છું. પેલાં નર્મદાકાકી. પડછંદ, જાજરમાન. પૂરાં ભગવાનમાં સમર્પિત. સૌથી બચતાં આઘાં આઘાં પણ સ્ફૂર્તિથી ચાલે. એમની સાથે પેલી રાધા રમતુડી. ભારે ટીખળી. હસતી જાય ને મોતીના સાથિયા જાણે પૂરતી જાય. એની આંખોમાં તળાવની માછલીઓ જાણે સળવળતી ચમકતી ન હોય! ને પેલી શારદુડી. હું ન બોલું તો મને ગલીપચી કરીનેય બોલાવે. ને પેલી હમણાં જ પરણીને આવેલી રેવલી. ઘૂમટો કાઢતી જાય ને બાપુજીનેય ટીખળમાં લપેટતી જાય. એની નમણી આંખ નચાવતી, ગાલનાં લાલ ગુલાબ ખિલાવતી જરા લળીને મારા બાપુજીને કહે : | ||
‘ભગતકાકા, તમે તો ઠીક જમાવટ કરી છે ને કંઈ...આ બચુડાનેય ભજનમાં ભેળવી દીધો!’ | ‘ભગતકાકા, તમે તો ઠીક જમાવટ કરી છે ને કંઈ...આ બચુડાનેય ભજનમાં ભેળવી દીધો!’ | ||
‘તે સારું ને!' | ‘તે સારું ને!' | ||