ધૂળમાંની પગલીઓ/૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 22: Line 22:
‘ભગવાનની મરજી હશે તો તેય થશે.’
‘ભગવાનની મરજી હશે તો તેય થશે.’
રેવલી પછી હસતી હસતી ઠાવકાઈથી ચાલી જતી. ક્યારેક એ થોભીને એકાદબે કોઠાં કે એવું કંઈક લાવી હોય તો એય અમારા કંતાનના પાથરણા પર છોડી જતી. એ રેવલીની ચાલમાં કંઈક અનોખી લચક હતી. વગર ઝાંઝરે એનાથી ત્યારે રસ્તો ઝણકતો હશે એમ આજે હું અનુમાન કરું છું. એનું સહિયરવૃંદ વિશાળ હતું અને એમની ખટમીઠી મજાકનો લાભ અમારી ભક્તમંડળીને યથાવકાશ રોજેરોજ મળતો રહેતો.

એ કાળે ગામનું તળાવ, ઓલમ્પિકના મેદાનથીયે અમારે મન વધારે મહત્વનું હતું. તળાવને કાંઠે એક વિશાળ વડ. અમારા ભાઈજી પટાવાળાનો દીકરો વેચાત ભારેનો તરવૈયો. વડનાં ઝાડ પર સપાટાભર ચડી જતો,  છેક ટોચે પહોંચી ત્યાંથી તળાવમાં પડતું મેલતો. ધુબાક અવાજ ને પાણીનો મસમોટો ઉછાળ. વેચાત પાણીને તળિયે જઈને આંખના પલકારામાં બહાર આવતો. આ વેચાત અમારે મન મંદિરના ઠાકોરજી જેટલો જ મહિમાવાન હતો. અમે એની પાછળ પાછળ ફરતા. એનો પડ્યો બોલ ઝીલી લેતા ને એ પણ અત્યંત ઉદારતાથી પોતાના પરાક્રમની પ્રસાદીરૂપ કમળકાકડીનો ગરાસ અમને સૌને વહેંચી આપતો. એ વેચાતને બીડી પીવી હેાય તો અમે એના માટે ગમે ત્યાંથી સળગતું છાણું એના માટે શોધી લાવતા. મંદિરમાંથી એના માટે પ્રસાદનો મૂઠો ભરી લાવતા. એને તરસ લાગે ત્યારે એકસાથે ત્રણચાર સાગરીતો ઘેર પાણી લેવા દોડતા ને બદલામાં એ અમને રક્ષણ આપતો. એ અમારી ક્ષેમકુશળતા સચવાય એની તકેદારી રાખતો.
એ કાળે ગામનું તળાવ, ઓલમ્પિકના મેદાનથીયે અમારે મન વધારે મહત્વનું હતું. તળાવને કાંઠે એક વિશાળ વડ. અમારા ભાઈજી પટાવાળાનો દીકરો વેચાત ભારેનો તરવૈયો. વડનાં ઝાડ પર સપાટાભર ચડી જતો,  છેક ટોચે પહોંચી ત્યાંથી તળાવમાં પડતું મેલતો. ધુબાક અવાજ ને પાણીનો મસમોટો ઉછાળ. વેચાત પાણીને તળિયે જઈને આંખના પલકારામાં બહાર આવતો. આ વેચાત અમારે મન મંદિરના ઠાકોરજી જેટલો જ મહિમાવાન હતો. અમે એની પાછળ પાછળ ફરતા. એનો પડ્યો બોલ ઝીલી લેતા ને એ પણ અત્યંત ઉદારતાથી પોતાના પરાક્રમની પ્રસાદીરૂપ કમળકાકડીનો ગરાસ અમને સૌને વહેંચી આપતો. એ વેચાતને બીડી પીવી હોય તો અમે એના માટે ગમે ત્યાંથી સળગતું છાણું એના માટે શોધી લાવતા. મંદિરમાંથી એના માટે પ્રસાદનો મૂઠો ભરી લાવતા. એને તરસ લાગે ત્યારે એકસાથે ત્રણચાર સાગરીતો ઘેર પાણી લેવા દોડતા ને બદલામાં એ અમને રક્ષણ આપતો. એ અમારી ક્ષેમકુશળતા સચવાય એની તકેદારી રાખતો.
સાંજે શંકરના મંદિરે જતા ત્યારે ત્યાં આરતીટાણે નગારું ને ઘંટ કોણ વગાડે એની ભારે હુંસાતુંસી થતી. આવે ટાણે અમારો સરદાર વેચાત ગૌરવભર્યા ડગે પધારતો. નગારું ને ઘંટ વગાડવા માગતા સૌ એના આવતાં જ જાણે એને માન આપવા બે ભાગમાં વહેંચાઈ જતાં. વેચાત ચારે બાજુ નજર કરતો. સૌ એની કૃપાનજર આકર્ષવા મથતું. ક્યારેક મારી ટીકી લાગી જતી. વેચાત મને બાવડેથી ઝાલી, નગારા આગળ બેસાડી દેતો; ને પછી તો હું છે ને નગારું છે. આરતીટાણું બને તેટલું બુલંદ બને એ માટે અમે સૌ સહિયારો પ્રયત્ન કરતા. જેને નગારું કે ઘંટ હાથમાં ન આવતા તેમની પાસે તાળી પાડવા માટે હાથ તો હતા જ. તેઓ જોશથી તાળી પાડીને આનંદને સ્ફોટક બનાવવાનો આનંદ લેતા.

આ આરતીટાણાના ઉજાસમાં આખું ગામ જાણે કોઈ જુદું જ રૂપ લેતું હતું. આરતીના મધુર ઘંટારવમાં ગામ સમસ્તનો પ્રવૃત્તિમય કોલાહલ ડૂબી જતો. આધ્યાત્મિકતાની એક સોનરેખા કાળી ધૂસરતાની ઉપર ઝબકી જતી. કોપરાના પ્રસાદનો ઉજાસ, સંધ્યાકાળે લઘુ હથેળીઓમાં કેવું રમણીય રૂપ ધારતો હતો! અમે મંદિરના પૂજારીની આરતીની રમણીયતાના ભારે આશક હતા. એ જે રીતે આરતીને અવકાશમાં ઊંચે સ્થિર કરી, તેને નમણો મરોડ આપતો તે પર અમે સૌ વારી જતા અને એટલા જ અમે વારી જતા ચતુરાઈથી પ્રસાદ વહેંચવાની અમારા વેચાતની કળા પર.

Navigation menu