32,301
edits
(+1) |
(+1) |
||
| Line 48: | Line 48: | ||
આથી એ અમૃતાનો સદા દૂર રાખે છે અને તેના અંતરમાંથી પેલી ચીસ નીકળી જાય છે કે મારે શું તેને કહેવું પડશે કે નારી તૃપ્ત થવા ઇચ્છે છે? ઉદયન પોતાની તબિયતની સાચી હાલતનો એને ખ્યાલ આવવા દેતો નથી છતાં એક દિવસ અચાનક અમૃતા એની પીઠ ઉપરનું ચાઠું જોઈ જાય છે અને ડૉક્ટરની મદદથી જીપમાં એને અમદાવાદ લઈ આવે છે. ડૉક્ટરો ઉપચાર તો કરે છે પણ કારી વાગતી નથી. એ અંત સમજી જઈ અમૃતાને પોતાનું વસિયતનામું લખાવે છે. અને અનિકેતની પ્રતીક્ષા કરતો પડ્યો હોય છે ત્યાં તે માર માર કરતો દાદરો ચડીને આવે છે. `ઉદયનના હાંફતા છતાં નિર્વિકાર ચહેરા પર એકાએક ગજબની ચમક ધસી આવી. એનું મસ્તક ઊંચું થયું અને હાથ ઊંચકાયા. અને...અને... અનિકેત ભોંઠો પડીને એક ડગલું પાછળ હઠી ગયો... ત્રણ ફૂટ પહોળા ખાટલાની બે બાજુએ સામસામે પરંતુ દૃષ્ટિશૂન્ય હોય તેમ અનિકેત અને અમૃતા ઊભાં હતાં. એમની વચ્ચે જે અવકાશ હતો તેની વચ્ચે એક જિંદગી શબ બનીને પડી હતી.’ (પૃ. ૪૯૦). | આથી એ અમૃતાનો સદા દૂર રાખે છે અને તેના અંતરમાંથી પેલી ચીસ નીકળી જાય છે કે મારે શું તેને કહેવું પડશે કે નારી તૃપ્ત થવા ઇચ્છે છે? ઉદયન પોતાની તબિયતની સાચી હાલતનો એને ખ્યાલ આવવા દેતો નથી છતાં એક દિવસ અચાનક અમૃતા એની પીઠ ઉપરનું ચાઠું જોઈ જાય છે અને ડૉક્ટરની મદદથી જીપમાં એને અમદાવાદ લઈ આવે છે. ડૉક્ટરો ઉપચાર તો કરે છે પણ કારી વાગતી નથી. એ અંત સમજી જઈ અમૃતાને પોતાનું વસિયતનામું લખાવે છે. અને અનિકેતની પ્રતીક્ષા કરતો પડ્યો હોય છે ત્યાં તે માર માર કરતો દાદરો ચડીને આવે છે. `ઉદયનના હાંફતા છતાં નિર્વિકાર ચહેરા પર એકાએક ગજબની ચમક ધસી આવી. એનું મસ્તક ઊંચું થયું અને હાથ ઊંચકાયા. અને...અને... અનિકેત ભોંઠો પડીને એક ડગલું પાછળ હઠી ગયો... ત્રણ ફૂટ પહોળા ખાટલાની બે બાજુએ સામસામે પરંતુ દૃષ્ટિશૂન્ય હોય તેમ અનિકેત અને અમૃતા ઊભાં હતાં. એમની વચ્ચે જે અવકાશ હતો તેની વચ્ચે એક જિંદગી શબ બનીને પડી હતી.’ (પૃ. ૪૯૦). | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center''' | {{center|'''*'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કથાનાં ત્રણે પાત્રોનો અલ્પાધિક પ્રમાણમાં ભ્રમનિરાસ થાય છે. અમૃતાને પોતાની વરણીના હકનો – સ્વાતંત્ર્યનો ધખારો હતો. તેને સમજાય છે કે કેવળ સ્વાતંત્ર્ય પૂરતું નથી. સંવાદિતા અને સ્નેહ પણ જોઈએ. (પૃ. ૨૪૩). એ સદા સ્નેહ ઉપર ભાર મૂકનારી અને ઉદયન સુધરે એવી ઇચ્છા સેવનારીએ એવા ને એવા ઉદયનને સ્વીકારી લેવાનો અંતિમ નિર્ણય અનુકંપાથી પ્રેરાઈ ને લેવો પડે છે. ઉદયનને સમજાય છે કે, સ્વતંત્ર વ્યક્તિત્વ એ જ ચરમ સત્ય નથી. સંસારમાં બધા પરસ્પર સંકળાયેલા છે. કોઈ એકલું નથી. જીવવા માટે પણ માણસને અનેકની જરૂર પડે છે. (પૃ. ૩૯૦-૧). પ્રેમ ભ્રમણા નથી. મૌગ્ધ્ય નિર્બળતા નથી. પ્રેમ મૃત્યુ ઉપર પણ વિજયી નીવડે છે. (પૃ. ૪૪૭, ૪૬૪). અનિકેતને સમજાય છે કે પોતાની નિરપેક્ષતા કેટલી કાચી હતી અને સાચી નિરપેક્ષતા સિદ્ધ કરવી કેવી કઠિન વાત છે. (પૃ. ૩૫૬). વળી એને એ પણ સમજાય છે કે, બીજા પાસે અપેક્ષા રાખવી એ પોતાના જ કોઈ અભાવનું સૂચક હોય છે. (પૃ. ૩૯૬). એ પ્રેમીમાંથી પ્રેમ બનવાની મહેચ્છા સેવે છે. બીજી રીતે કહીએ તો એ આત્મવિસ્તાર કરી ભૂમાની સાધના કરવા મથતો માણસ છે, એટલે ઉદયનના પ્રમાણમાં એનું ચિત્ત વધારે સ્વસ્થ, નિર્મળ અને કડવાશથી મુક્ત રહી શક્યું છે. | આ કથાનાં ત્રણે પાત્રોનો અલ્પાધિક પ્રમાણમાં ભ્રમનિરાસ થાય છે. અમૃતાને પોતાની વરણીના હકનો – સ્વાતંત્ર્યનો ધખારો હતો. તેને સમજાય છે કે કેવળ સ્વાતંત્ર્ય પૂરતું નથી. સંવાદિતા અને સ્નેહ પણ જોઈએ. (પૃ. ૨૪૩). એ સદા સ્નેહ ઉપર ભાર મૂકનારી અને ઉદયન સુધરે એવી ઇચ્છા સેવનારીએ એવા ને એવા ઉદયનને સ્વીકારી લેવાનો અંતિમ નિર્ણય અનુકંપાથી પ્રેરાઈ ને લેવો પડે છે. ઉદયનને સમજાય છે કે, સ્વતંત્ર વ્યક્તિત્વ એ જ ચરમ સત્ય નથી. સંસારમાં બધા પરસ્પર સંકળાયેલા છે. કોઈ એકલું નથી. જીવવા માટે પણ માણસને અનેકની જરૂર પડે છે. (પૃ. ૩૯૦-૧). પ્રેમ ભ્રમણા નથી. મૌગ્ધ્ય નિર્બળતા નથી. પ્રેમ મૃત્યુ ઉપર પણ વિજયી નીવડે છે. (પૃ. ૪૪૭, ૪૬૪). અનિકેતને સમજાય છે કે પોતાની નિરપેક્ષતા કેટલી કાચી હતી અને સાચી નિરપેક્ષતા સિદ્ધ કરવી કેવી કઠિન વાત છે. (પૃ. ૩૫૬). વળી એને એ પણ સમજાય છે કે, બીજા પાસે અપેક્ષા રાખવી એ પોતાના જ કોઈ અભાવનું સૂચક હોય છે. (પૃ. ૩૯૬). એ પ્રેમીમાંથી પ્રેમ બનવાની મહેચ્છા સેવે છે. બીજી રીતે કહીએ તો એ આત્મવિસ્તાર કરી ભૂમાની સાધના કરવા મથતો માણસ છે, એટલે ઉદયનના પ્રમાણમાં એનું ચિત્ત વધારે સ્વસ્થ, નિર્મળ અને કડવાશથી મુક્ત રહી શક્યું છે. | ||
ત્રણે પાત્રો સંનિષ્ઠ હોવા છતાં ત્રણેને પોતાના ગ્રહો અથવા આગ્રહોને કારણે આકરી તાવણીમાંથી પસાર થવું પડે છે, અને ત્રણે અંતે જતાં વિશુદ્ધતર બની બહાર પડે છે. | ત્રણે પાત્રો સંનિષ્ઠ હોવા છતાં ત્રણેને પોતાના ગ્રહો અથવા આગ્રહોને કારણે આકરી તાવણીમાંથી પસાર થવું પડે છે, અને ત્રણે અંતે જતાં વિશુદ્ધતર બની બહાર પડે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center''' | {{center|'''*'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કથામાં ઘટના બહુ ઓછી છે. પાત્રોના માનસમાં ચાલતું મંથન કે આવતા પલટા એ જ નિરૂપણનો મુખ્ય વિષય છે, અને એ કાર્ય બને એટલી સૂક્ષ્મતાથી થઈ શકે એ માટે લેખકે અનેકવિધ યુક્તિઓનો ઉપયાગ કરેલો છે. ક્યાંક સીધું કથન, તો ક્યાંક પાત્રમુખે આત્મકથન, ક્યાંક બીજાં પાત્રો દ્વારા કોઈ પાત્રના વ્યવહારનું પૃથક્કરણ તો ક્યાંક પત્રો અને આત્મચિંતન દ્વારા માનસવ્યાપારોનું ઉદ્ઘાટન, તો ક્યાંક સ્વપ્ન, વાર્તા કે પાત્રના વ્યાખ્યાન દ્વારા સૂચન – એમ નાનાવિધ ઉપાયો વડે એમણે પાત્રોના માનસવ્યાપારને પ્રત્યક્ષ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને કથા ઘટનાવિરલ હોવા છતાં વાચકના ચિત્ત ઉપર પકડ જમાવી શકે છે, અને ઠેઠ સુધી પહોંચ્યા વગર જંપવા દેતી નથી, એ એમને મળેલી સફળતા દર્શાવે છે. કથામાં આવતાં વર્ણનો – સાગરનું, રણનું, સ્થળોનાં અને વિવિધ પ્રદેશોનાં બધાં જ આસ્વાદ્ય અને પ્રતીતિકર છે. | કથામાં ઘટના બહુ ઓછી છે. પાત્રોના માનસમાં ચાલતું મંથન કે આવતા પલટા એ જ નિરૂપણનો મુખ્ય વિષય છે, અને એ કાર્ય બને એટલી સૂક્ષ્મતાથી થઈ શકે એ માટે લેખકે અનેકવિધ યુક્તિઓનો ઉપયાગ કરેલો છે. ક્યાંક સીધું કથન, તો ક્યાંક પાત્રમુખે આત્મકથન, ક્યાંક બીજાં પાત્રો દ્વારા કોઈ પાત્રના વ્યવહારનું પૃથક્કરણ તો ક્યાંક પત્રો અને આત્મચિંતન દ્વારા માનસવ્યાપારોનું ઉદ્ઘાટન, તો ક્યાંક સ્વપ્ન, વાર્તા કે પાત્રના વ્યાખ્યાન દ્વારા સૂચન – એમ નાનાવિધ ઉપાયો વડે એમણે પાત્રોના માનસવ્યાપારને પ્રત્યક્ષ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને કથા ઘટનાવિરલ હોવા છતાં વાચકના ચિત્ત ઉપર પકડ જમાવી શકે છે, અને ઠેઠ સુધી પહોંચ્યા વગર જંપવા દેતી નથી, એ એમને મળેલી સફળતા દર્શાવે છે. કથામાં આવતાં વર્ણનો – સાગરનું, રણનું, સ્થળોનાં અને વિવિધ પ્રદેશોનાં બધાં જ આસ્વાદ્ય અને પ્રતીતિકર છે. | ||
| Line 62: | Line 62: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રવેશક | ||
|next = | |next = આમુખ | ||
}} | }} | ||