ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉમાશંકર જોશી/છેલ્લું છાણું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 28: Line 28:
‘શી ઉતાવળ છે?’
‘શી ઉતાવળ છે?’

એટલામાં બંને જુવાનોની પડખે થઈને એક બાઈ ઉતાવળી સોડિયું વાળીને હાથમાં એક છાણું લઈ ઘરમાં જાય છે. એની પાની પર પ્રકાશતા સાંધ્યતેજથી અંજાઈને જાણે, આડુંઅવળું જોઈ હિંમત પાછો ખાટલા પર બેસી ગયો. શીંગડીવાળી ગેડી બે જણની વચ્ચે પડી રહી. વેણી બોલ્યોઃ
એટલામાં બંને જુવાનોની પડખે થઈને એક બાઈ ઉતાવળી સોડિયું વાળીને હાથમાં એક છાણું લઈ ઘરમાં જાય છે. એની પાની પર પ્રકાશતા સાંધ્યતેજથી અંજાઈને જાણે, આડુંઅવળું જોઈ હિંમત પાછો ખાટલા પર બેસી ગયો. શીંગડીવાળી ગેડી બે જણની વચ્ચે પડી રહી. વેણી બોલ્યો :

‘દેવતા લેવા આવી લાગે છે.’
‘દેવતા લેવા આવી લાગે છે.’
Line 34: Line 34:
‘શો ઠમકો છે!’
‘શો ઠમકો છે!’

‘તને નકામો રખડાવી માર્યો! જયરામ મરી ગયો. ને હવે તો બિચારીને ડોશી પીંખી પીંખીને ખાઈ જાય છે.’
‘તને નકામો રખડાવી માર્યો! જયરામ મરી ગયો, ને હવે તો બિચારીને ડોશી પીંખી પીંખીને ખાઈ જાય છે.’

‘ડોશી ગમે તેવી તોય તારી કાકી ને? તમારું કુટુંબ શૂરુંપૂરું છે. જોજે, અત્યારથી લખત કરી આપું છું, આ જીવી પણ એ ડોશી જેવી, કરડવા આવે એવી ન થાય તો કહેજે.’
‘ડોશી ગમે તેવી તોય તારી કાકીને? તમારું કુટુંબ શૂરુંપૂરું છે. જોજે, અત્યારથી લખત કરી આપું છું, આ જીવી પણ એ ડોશી જેવી, કરડવા આવે એવી ન થાય તો કહેજે.’

‘અમારે શું, અમારા કટંબને શું? અમે તો હવે એકમેકથી બોલવાનું પણ માંડી વાળ્યું છે. ઘર જોડાજોડ ઘરડાંએ કરેલાં છે એટલું જ. એ ડોશી…’
‘અમારે શું, અમારા કટંબને શું? અમે તો હવે એકમેકથી બોલવાનું પણ માંડી વાળ્યું છે. ઘર જોડાજોડ ઘરડાંએ કરેલાં છે એટલું જ. એ ડોશી…’
Line 42: Line 42:
‘એમાં બિચારીનો આનો શું વાંક? તમે એવું રાખશો તો આયે જલદી ડોશી થઈ જશે.’
‘એમાં બિચારીનો આનો શું વાંક? તમે એવું રાખશો તો આયે જલદી ડોશી થઈ જશે.’

‘તને લાગણી ભારે થઈ આવે છે; તો રહે ને આ સામા ટીંબા પર છાપરી નાખીને.’
‘તને લાગણી ભારે થઈ આવે છે; તો રહેને આ સામા ટીંબા પર છાપરી નાખીને.’

જીવી છાણા પર અંગારા મૂકીને બહાર આવી. સન્ધ્યાનું લાલ લાલ અજવાળું ચાલ્યું જ ગયું હતું એમ લાગતું હતું તેને એના મોઢાએ એકદમ છતું કરી દીધું. સ્થિરતાથી, ગંભીર ચહેરે, હિંમત અને વેણીની પાસે થઈને સાવચેતીથી ગેડી ઓળંગીને એ પસાર થતી હતી, ત્યાં હિંમત પણ જવા માટે ઊઠતો હોય એમ હલ્યો.

‘ઠીક ત્યારે મકાઈમાં ઢોર પેસી ગયાં હશે કાં તો?
‘ઠીક ત્યારે મકાઈમાં ઢોર પેસી ગયાં હશે કાં તો!

અને એનું બોલવું એણે પણ પૂરું સાંભળ્યું નહિ હોય. ગેડી હાલી કે શું પણ લૂગડામાં ગેડીની શીંગડીઓ ભરાવાથી જીવી પડતાં પડતાં રહી ગઈ ને એના હાથમાંથી છાણું હતું તે ક્યાંય દૂર ટુકડા થઈને પડ્યું ને અંગારા આંગણામાં જતા વેરાયા.

અંગારાથી પણ તાતી આંખોથી જીવીએ બંને તરફ જોયું ને હતો તેટલો શ્વાસ વાપરીને બોલીઃ
અંગારાથી પણ તાતી આંખોથી જીવીએ બંને તરફ જોયું ને હતો તેટલો શ્વાસ વાપરીને બોલી :

‘જોતા નથી, આંધળાઓ! આંખો કપાળે ચડી ગઈ છે તે! પડી ગઈ હોત તો? એ તો ઠીક થયું તે અંગારો મારી ઉપર ન પડ્યો.’
‘જોતા નથી, આંધળાઓ! આંખો કપાળે ચડી ગઈ છે તે! પડી ગઈ હોત તો? એ તો ઠીક થયું તે અંગારો મારી ઉપર ન પડ્યો.’

એના ગુસ્સાથી રાતા થઈ ગયેલા ચહેરા પર સંધ્યાનો છેલ્લો છેલ્લે રાતો રંગ છંટકાઈને એના ક્રોધની અસરને મારી નાખતો હતો. પેલા બંનેને એના ક્રોધમાં જ જાણે મજા પડતી હોય, એ વધારે તપે ને કંઈ બોલે એમ જ ઇચ્છતા હોય એમ સામું કોઈ બોલ્યા જ નહિ.
એના ગુસ્સાથી રાતા થઈ ગયેલા ચહેરા પર સંધ્યાનો છેલ્લો છેલ્લો રાતો રંગ છંટકાઈને એના ક્રોધની અસરને મારી નાખતો હતો. પેલા બંનેને એના ક્રોધમાં જ જાણે મજા પડતી હોય, એ વધારે તપે ને કંઈ બોલે એમ જ ઇચ્છતા હોય એમ સામું કોઈ બોલ્યા જ નહિ.

જીવીના હોઠ અપાર ક્રોધથી કંપવા લાગ્યા. વેરણ સંધ્યાને લીધે એ કદી ન હતી એવી રમણીય લાગતી હતી. હિંમત અને વેણી બંને અપૂર્વ આનંદથી એની સામું જોઈ જ રહ્યા, ને આછું આછું મલકાયા.
જીવીના હોઠ અપાર ક્રોધથી કંપવા લાગ્યા. વેરણ સંધ્યાને લીધે એ કદી ન હતી એવી રમણીય લાગતી હતી. હિંમત અને વેણી બંને અપૂર્વ આનંદથી એની સામું જોઈ જ રહ્યા, ને આછું આછું મલકાયા.

હવે જીવીથી ન જ રહેવાયું. ‘નફ્ફટો, તમારી માની સામું જોઈ જોઈને હસો ને જઈને.’ અને નીચા નમીને એણે ક્રોધની ધૂનમાં ને ધૂનમાં છાણાનો એક ટુકડો ઉપાડ્યો પણ ખરો.
હવે જીવીથી ન જ રહેવાયું. ‘નફ્ફટો, તમારી માની સામું જોઈ જોઈને હસોને જઈને.’ અને નીચા નમીને એણે ક્રોધની ધૂનમાં ને ધૂનમાં છાણાનો એક ટુકડો ઉપાડ્યો પણ ખરો.

પણ એટલામાં, ‘મા’વાળું સાંભળીને ઘરમાંથી વેણીની મા, પચાસપંચાવનની ડોશી, હાથમાં દહોણી લઈને બારણે આવી ઊભી. આકાશમાં ને સૌના મોઢા પર અંધારું ઊતર્યું.
પણ એટલામાં, ‘મા’વાળું સાંભળીને ઘરમાંથી વેણીની મા, પચાસપંચાવનની ડોશી, હાથમાં દહોણી લઈને બારણે આવી ઊભી, આકાશમાં ને સૌના મોઢા પર અંધારું ઊતર્યું.

‘શું છે વેણી? શેની ધમાલ છે?’
‘શું છે વેણી? શેની ધમાલ છે?’
Line 66: Line 66:
‘કંઈ નહિ. એ તો ભાભી દેવતા લઈને જતી હતી, ને ઠેસ વાગી ને પડી જતી હતી એમાં અમને ભાંડે છે.’
‘કંઈ નહિ. એ તો ભાભી દેવતા લઈને જતી હતી, ને ઠેસ વાગી ને પડી જતી હતી એમાં અમને ભાંડે છે.’

‘ઠેસ વાગી? ઠેસ વાગે ને મારા વેરીને.’ જીવી ભભૂકી ઊઠી. ને ડોશી તરફ જોઈ બોલી. ‘આ તમારા વેણીને કંઈ કહો કે માણસની રીતમાં ચાલે, ને આખા ગામ છેડાના બળદિયા લાવીને અહીં ટોળે ન કરે.’
‘ઠેસ વાગી? ઠેસ વાગેને મારા વેરીને.’ જીવી ભભૂકી ઊઠી. ને ડોશી તરફ જોઈ બોલી. ‘આ તમારા વેણીને કંઈ કહો કે માણસની રીતમાં ચાલે, ને આખા ગામ છેડાના બળદિયા લાવીને અહીં ટોળે ન કરે.’

ડોશીએ હિંમત તરફ જોયું.
ડોશીએ હિંમત તરફ જોયું.

‘ના, ના, ફોઈ હું તો મારે કૂવે જતો હતો. વેણીએ રોક્યો તો વળી બેઠો… પણ એ તો એને ટેવ પડી છે. મને જુએ છે કે એની આંખ ઠરડાઈ જાય છે. મેં તે એનું એવું શું બગાડ્યું છે?’
‘ના, ના, ફોઈ. હું તો મારે કૂવે જતો હતો. વેણીએ રોક્યો તો વળી બેઠો… પણ એ તો એને ટેવ પડી છે. મને જુએ છે કે એની આંખ ઠરડાઈ જાય છે. મેં તે એનું એવું શું બગાડ્યું છે?’

‘જો જીવલી, તારી સાથે ઝઘડો કરવો નથી. પણ આમ તારે આળ ચડાવતાં ફરવું હોય તો અહીં દેવતા લેવા જ શા સારુ આવી, કહે?’
‘જો જીવલી, તારી સાથે ઝઘડો કરવો નથી. પણ આમ તારે આળ ચડાવતાં ફરવું હોય તો અહીં દેવતા લેવા જ શા સારુ આવી, કહે?’

‘કોક વાર કામે આવું છું કે મંગુડા માટે આવું છું. તમે આવવાની ના પાડશો ત્યારે કદીય ઊમરો ચડું તો કહેજો. પણ આવવા દઈને પી ગામનાં માણસોની કને મારી મશ્કરી…’
‘કોક વાર કામે આવું છું કે મંગુડા માટે આવું છું. તમે આવવાની ના પાડશો ત્યારે કદીય ઊમરો ચડું તો કહેજો. પણ આવવા દઈને પછી ગામનાં માણસોની કને મારી મશ્કરી…’

એનાથી પૂરું બોલાયું પણ નહિ. એ રોવા જેવી થઈ ગઈ.
એનાથી પૂરું બોલાયું પણ નહિ. એ રોવા જેવી થઈ ગઈ.
Line 100: Line 100:
વેણી સળગી ઊઠ્યો.
વેણી સળગી ઊઠ્યો.

‘જો ડોસી, એવું આડુંતેડું બોલીશ મા હો! અંગારા લાગે ને તારા ઘરમાં!’
‘જો ડોશી, એવું આડુંતેડું બોલીશ મા હો! અંગારા લાગે ને તારા ઘરમાં!’

‘વેણી, ઘરમાં આવે છે? એ ડાકણ તારો જીવ લેશે. બેટા, ઘરમાં આવ, ઘરમાં!’ એની બાએ ટમકો મૂક્યો.
‘વેણી, ઘરમાં આવે છે? એ ડાકણ તારો જીવ લેશે. બેટા, ઘરમાં આવ, ઘરમાં!’ એની બાએ ટમકો મૂક્યો.
Line 120: Line 120:
‘ને છાબ જેવડું છાણું લઈને અહીં આવીને બધે આંગણામાં વેર્યું છે તે કયો ચાકર વીણી જશે? એટલું વીણીને જાઓ, ને ખાઓ, પીઓ ને રાજ કરો.’ વેણી હસતો હસતો બોલ્યો.
‘ને છાબ જેવડું છાણું લઈને અહીં આવીને બધે આંગણામાં વેર્યું છે તે કયો ચાકર વીણી જશે? એટલું વીણીને જાઓ, ને ખાઓ, પીઓ ને રાજ કરો.’ વેણી હસતો હસતો બોલ્યો.

‘તે આખું છાણું લઈને આવી હતી, એમ? ડોશીએ ભણાવી હશે, નહિ તો આખું છાણું લઈને દેવતા લેવા ન જવાય એટલાનીય આવડી બઈરીને ગમ નહિ હોય? જો તને કહ્યું. કોરભાંગ્યું છાણું લઈને આવે તો આવજે. મસાણિયું છાણું, આખું ને આખું લઈને અહીં દેવતા લેવા આવતી નહિ.’ વેણીની મા બોલી.
‘તે આખું છાણું લઈને આવી હતી, એમ? ડોશીએ ભણાવી હશે, નહિ તો આખું છાણું લઈને દેવતા લેવા ન જવાય એટલાનીય આવડી બઈરીને ગમ નહિ હોય? જો તને કહ્યું કોરભાંગ્યું છાણું લઈને આવે તો આવજે. મસાણિયું છાણું, આખું ને આખું લઈને અહીં દેવતા લેવા આવતી નહિ.’ વેણીની મા બોલી.

મંગુ જીવીને વળગીને બોલ્યો, ‘લાવ, કાકી, વીણી આપું.’ પણ માની આંખ જોઈને ડરી ઘરમાં ચાલ્યો ગયો.
મંગુ જીવીને વળગીને બોલ્યો, ‘લાવ, કાકી, વીણી આપું.’ પણ માની આંખ જોઈને ડરી ઘરમાં ચાલ્યો ગયો.
Line 130: Line 130:
‘ડોસલી, છાની મર, નહિ તો તને ભોંય ભારે પડશે હો!’ વેણીથી ન રહેવાયું.
‘ડોસલી, છાની મર, નહિ તો તને ભોંય ભારે પડશે હો!’ વેણીથી ન રહેવાયું.

‘તે નખ્ખોદીઆ, તું જ છાનો મર ને!’
‘તે નખ્ખોદીઆ, તું જ છાનો મરને!’

વેણીની મા વચ્ચે પડીઃ ‘ભાઈ, તું ઘરમાં જાય છે? ક્યારનું તને કહ્યું? એને નખ્ખોદ સિવાય બીજું કાંઈ જીભે ચડતું નથી. એનું ગયું છે, ને આપણું ગયું જોવા જીવે છે. શી ઝેરીલી બલા છે!’
વેણીની મા વચ્ચે પડી : ‘ભાઈ, તું ઘરમાં જાય છે? ક્યારનું તને કહ્યું? એને નખ્ખોદ સિવાય બીજું કાંઈ જીભે ચડતું નથી. એનું ગયું છે, ને આપણું ગયું જોવા જીવે છે. શી ઝેરીલી બલા છે!’

‘હું તો કહું છું સૌ જુગજુગ જીવજો!’ ને થાકથી જીવીની સાસુ હાંફવા લાગી. ઝઘડાની સાથે અંધારું પણ જામતું જતું હતું.
‘હું તો કહું છું સૌ જુગજુગ જીવજો!’ ને થાકથી જીવીની સાસુ હાંફવા લાગી. ઝઘડાની સાથે અંધારું પણ જામતું જતું હતું.
Line 142: Line 142:
‘તે મસાણમાં પણ એમ ને એમ ક્યાં જવાય છે?’ વેણીએ સામું ચોંપ્યું. ‘આ હું હતો તો મારા નાથુભાભાની દૂણી દોરીને મસાણે લઈ ગયો હતો. ને તાકડે હાજર હતો તો આ જયરામ મૂઓ ત્યારેય, તમે અમારાથી બોલતાં પણ નહિ તોયે, છાણું લઈને હું આગળ થયો હતો. ગામમાંથી બીજું કોઈ છાણું લઈને આગળ નીકળવાનું હતું?’

વેણીની બાએ ઉમેર્યું, ‘ને આ તું આટલી ગાજી મરે છે. તે કાંઈ અમ્મરપટો લખાવીને આવી છે? આખી જિંદગી તમે બેય જણાં અમને શરાપ દેશો તોય આ મારાં છોકરાંને છાણું દોર્યા વિના છૂટકો છે?’
વેણીની બાએ ઉમેર્યું, ‘ને આ તું આટલી ગાજી મરે છે, તે કાંઈ અમ્મરપટો લખાવીને આવી છે? આખી જિંદગી તમે બેય જણાં અમને શરાપ દેશો તોય આ મારાં છોકરાંને છાણું દોર્યા વિના છૂટકો છે?’

જીવી સાસુ કને જઈ પહોંચી ને ઉઠાડી અંદર લઈ જવા મથતી હતી.
જીવી સાસુ કને જઈ પહોંચી ને ઉઠાડી અંદર લઈ જવા મથતી હતી.

‘છોકરા મારા, તારાથી સહન થતા નથી, પણ એના હાથે અગ્નિસંસ્કાર પામીને તો તારે સરગે જવાનું છે.’ વેણીની બા પોતાના ઘરમાં જતી બોલી.
‘છોકરા મારા, તારાથી સહન થતા નથી, પણ એના હાથે અગ્નિસંસ્કાર પામીને તો તારે સરગે જવાનું છે.’ વેણીની બા પોતાના ઘરમાં જતી જતી બોલી.

સાસુને ઉઠાડીને લઈ જઈને ખાટલા પર સુવાડીને જીવીએ જરી પાણી આપ્યું. પીને ડોશી બોલી, ‘ક્યાં જાય છે?’
સાસુને ઉઠાડીને લઈ જઈને ખાટલા પર સુવાડીને જીવીએ જરી પાણી આપ્યું. પીને ડોશી બોલી, ‘ક્યાં જાય છે?’
Line 152: Line 152:
‘ક્યાંય નહિ. પણ કહો તો સામાં ઘરાંમાંથી દેવતા લઈ આવું.’
‘ક્યાંય નહિ. પણ કહો તો સામાં ઘરાંમાંથી દેવતા લઈ આવું.’

‘ના બાપ, મને બીક લાગે છે. અંધારામાં ક્યાં એકલી જાય? રસ્તામાં પેલો વેરી ભમતો હશે. ને આ આવતોકને એટલામાં મને અહીં ટૂંપી જાય.’ અને હાંફ ચડ્યો એટલે થોડી વાર દમ ખાઈને બોલ્યાંઃ
‘ના બાપ, મને બીક લાગે છે. અંધારામાં ક્યાં એકલી જાય? રસ્તામાં પેલો વેરી ભમતો હશે. ને આ આવતોકને એટલામાં મને અહીં ટૂંપી જાય.’ અને હાંફ ચડ્યો એટલે થોડી વાર દમ ખાઈને બોલ્યાં :

‘મરી જશું, એ જ ને! ભલે. કંઈ નહિ… તને લાગે છે એટલી બધી ટાઢ?… નથી, ખરું? ખૂબ નથી ટાઢ, ખરું!… જરી પેલો સાલ્લો ને પેલી તૂટલી ગોદડી મને ઓઢાડ ને?’
‘મરી જશું, એ જ ને! ભલે. કંઈ નહિ… તને લાગે છે એટલી બધી ટાઢ?… નથી, ખરું? ખૂબ નથી ટાઢ, ખરું!… જરી પેલો સાલ્લો ને પેલી તૂટલી ગોદડી મને ઓઢાડને?’

ઓઢાડીને જીવી દેવતા વગરની સગડી પાસે દીવા વગરના ઘરમાં બેઠી. ‘હુંયે રાં’ કવખતની બપોરે દેવતા ભારવો ભૂલી ગઈ, ને વાણીઓ પીટ્યો દીવાસળી આપતો જ નથી, ધાનના સાટામાં. કહે છે રોકડા પૈસા લાવો. ને દા’ડીવાળા રોયા પેટિયામાં રોકડું નાણું આપે જ છે ક્યાં? આ લાકડાંની ભારી અહીં લાવી તે વેચી આવી હોત તો કાંક મળત. પણ આટલી ભારી તો આપણે પણ જોઈએ ને…’
ઓઢાડીને જીવી દેવતા વગરની સગડી પાસે દીવા વગરના ઘરમાં બેઠી. ‘હુંયે રાં’ કવખતની બપોરે દેવતા ભારવો ભૂલી ગઈ. ને વાણીઓ પીટ્યો દીવાસળી આપતો જ નથી, ધાનના સાટામાં. કહે છે રોકડા પૈસા લાવો. ને દા’ડીવાળા રોયા પેટિયામાં રોકડું નાણું આપે જ છે ક્યાં? આ લાકડાંની ભારી અહીં લાવી તે વેચી આવી હોત તો કાંક મળત. પણ આટલી ભારી તો આપણે પણ જોઈએને…’

‘કંઈ નહિ, બાપ, કંઈ નહિ… પણ જીવી, જો સાંભળ…’
‘કંઈ નહિ, બાપ, કંઈ નહિ… પણ જીવી, જો સાંભળ…’
Line 162: Line 162:
સામે આથમણી દિશામાંથી પવનનો સુસવાટો આવ્યો.
સામે આથમણી દિશામાંથી પવનનો સુસવાટો આવ્યો.

‘પહેલાં પેલું બારણું બરોબર વાસ ને!… વાસ્યું?’
‘પહેલાં પેલું બારણું બરોબર વાસને!… વાસ્યું?’

‘વાસેલું જ છે. તરાડમાંથી પવન આવે છે. બારણામાં હવે કાંઈ નથી રહ્યું!’
‘વાસેલું જ છે. તરાડમાંથી પવન આવે છે. બારણામાં હવે કાંઈ નથી રહ્યું!’
Line 174: Line 174:
‘બસ? નહિ જ કરે કે? એટલામાંથીય ગઈ?’
‘બસ? નહિ જ કરે કે? એટલામાંથીય ગઈ?’

‘પણ શું! કહો ત્યારે ખબર પણ પડે ને?’
‘પણ શું! કહો ત્યારે ખબર પણ પડેને?’

‘જો. હું મરી જાઉં એટલે તારે પોતે થઈને છાણું લઈને આગળ નીકળવું. વેણીઓ કે વેણીઆનો છોકરો કે કોઈ નીકળ્યું તો મારો જીવ જનમોજનમ અવગતે જશે. આ તને કહી રાખ્યું… બોલ, થશે આટલું?’
‘જો. હું મરી જાઉં એટલે તારે પોતે થઈને છાણું લઈને આગળ નીકળવું. વેણીઓ કે વેણીઆનો છોકરો કે કોઈ નીકળ્યું તો મારો જીવ જનમોજનમ અવગતે જશે. આ તને કહી રાખ્યું… બોલ, થશે આટલું?’

ટાઢમાં સોડિયું વાળીને બેઠેલી જીવીએ અર્ધભાનમાં કહ્યુંઃ
ટાઢમાં સોડિયું વાળીને બેઠેલી જીવીએ અર્ધભાનમાં કહ્યું :

‘હા, હા, એમાં શું? બધાને હાંકી કાઢીશ. જરી સૌને વિચિતર લાગશે. પણ એમાં શું? વેણીઆના હાથનો દેવતા પામીએ તો તો સીધાં નરકે જ જઈએ તો! આપણે એમનો દેવતા જ ન ખપે, બસ.’
‘હા, હા, એમાં શું? બધાને હાંકી કાઢીશ. જરી સૌને વિચિતર લાગશે. પણ એમાં શું? વેણીઆના હાથનો દેવતા પામીએ તો તો સીધાં નરકે જ જઈએ તો! આપણે એમનો દેવતા જ ન ખપે, બસ.’
Line 198: Line 198:
‘હા. પણ હું જીવતી જ નહિ હોઉં!’ અને એ ખોખરું હસી.
‘હા. પણ હું જીવતી જ નહિ હોઉં!’ અને એ ખોખરું હસી.

‘જીવતાં હો તો જ વાત છે ને! લાવો જો હાથ… જેટલાં ડગલાં બને તેટલું પોતે થઈને છાણું દોરવું, ને પછી ગમે તે ડાઘુને આપી દેજો. હં?’
‘જીવતાં હો તો જ વાત છેને! લાવો જો હાથ… જેટલાં ડગલાં બને તેટલું પોતે થઈને છાણું દોરવું, ને પછી ગમે તે ડાઘુને આપી દેજો. હં?’

‘હં!’
‘હં!’

પછી એ બે ઊંઘ્યાં કે નહિ એની પણ ખબર પડી શકે એમ નથી, કારણ કે આખી રાત બારણા પર પછડાઈ પછડાઈને પવને સામસામા બે સવાલજબાવો સાંભળ્યા જ કર્યા હતાઃ
પછી એ બે ઊંઘ્યાં કે નહિ એની પણ ખબર પડી શકે એમ નથી, કારણ કે આખી રાત બારણા પર પછડાઈ પછડાઈને પવને સામસામા બે સવાલજવાબો સાંભળ્યા જ કર્યા હતા :

‘હં?’
‘હં?’
Line 210: Line 210:
સવારે તડકો થોડો થોડો નીકળ્યા પછી મંગુ લાંબા બોયાની બીડી ફૂંકતો ફૂંકતો બારણા આગળ ગયો. હજી લગી કાકીને ન જોઈ એ અકળાયો હતો. છેવટે બાપા કે મા દેખે નહિ એમ નીચા નમીને બારણાની તરડમાં હાથ ઘાલી આગળો ખસેડી બારણું ખોલી નાખી અંદર ગયો.

‘કાકી હજી કેમ ઊંઘે છે? જો ને સામાં ઘરાંનાં નળિયાં પણ સોનાનાં થઈ ગયાં ને!’
‘કાકી હજી કેમ ઊંઘે છે? જોને સામાં ઘરાંનાં નળિયાં પણ સોનાનાં થઈ ગયાંને!’

‘લે, જાગે છે કે નહિ?’
‘લે, જાગે છે કે નહિ?’
Line 228: Line 228:
એણે બોયાથી કાકીના હાથને ખરેખર ચોંપ્યો. પણ રૂંવાડુંય ન ફરક્યું.
એણે બોયાથી કાકીના હાથને ખરેખર ચોંપ્યો. પણ રૂંવાડુંય ન ફરક્યું.

‘કાકી, કાકી, મને ટાઢ વાય છે. તારો સાલ્લો ઓઢાડ ને, એકલી ઓઢીને બેઠી છે તે?’ કહીને એની સોડમાં લપાવા ગયો ત્યારે જતી જીવી સહેજ બબડી, ‘ખસ. હં.’
‘કાકી, કાકી, મને ટાઢ વાય છે. તારો સાલ્લો ઓઢાડને, એકલી ઓઢીને બેઠી છે તે?’ કહીને એની સોડમાં લપાવા ગયો ત્યારે જતી જીવી સહેજ બબડી, ‘ખસ. હં.’
{{Right|જુલાઈ ૮, ૧૯૩૪}}
{{Right|જુલાઈ ૮, ૧૯૩૪}}
{{Poem2Close}}
{{Poem2Close}}