32,505
edits
(+1) |
(+1) |
||
| Line 7: | Line 7: | ||
પ્રત્યૂષની વાત છે તે મારી પણ વાત છે. લયના કૅફની કૅફિયતમાં મારો આરંભ છે. આ લખું છું ત્યારે સત્તાવન વર્ષની વયે પણ લયનો કૅફ ઊતર્યો નથી. મેં કાવ્યો લખ્યાં છે મિત્રો, અમુક સંખ્યામાં, તેનાથી સહસ્રગણાં કાવ્યો હું ગણગણ્યો છું. મનમાં કે મોટેથી શબ્દપંક્તિઓ સરજી સરજીને ગણગણવાની અને એનો શ્રવણીય આનંદ લેવાની મને બહુ મઝા આવે છે. બેઠો હોઉં ઘરમાં, રિક્ષામાં, કોઈ વાહનમાં; ઊભો હોઉં અગાશીમાં, રસ્તા પર કે ગમે ત્યાં; સૂતો હોઉં પલંગમાં કે રેલવે-ટ્રેનના પાટિયા પર : મારી એકમાત્ર પ્રિય પ્રવૃત્તિ રહી છે ગણગણવાની. પંક્તિઓ સર્જાય, લયાનુસંધાનમાં એકાધિક પંક્તિઓ સર્જાય, ગણગણતો હોઉં, સાંભળતો જાઉં અને ચિદાકાશમાં માત્ર આનંદ મૂકીને એ પંક્તિઓ સરી જાય. યાદ પણ ન રહે. ભૂંગળીમાં રચનાઓ મૂકીને નદીમાં તરતી મૂકવા જેટલી સભાનતા પણ નથી. કશા પણ મમત્વ વગર એ સરી ગઈ છે. આજે પણ સરી જાય છે. મને લાગે છે આ ક્ષણે તે લખું છું. કદાચ મને જેલની કોટડીમાં કે એસાઇલમમાં એકલો પૂરી રાખવામાં આવે તો હું માત્ર ગણગણીને, સાંભળીને કલાકોના કલાકો, દિવસોના દિવસો, સમગ્ર શેષ જીવન પસાર કરી શકું, કંટાળાની ફરિયાદ વગર કરી શકું. મારે જોઈએ મારા મસ્તિષ્કમાં મારી ગુજરાતી ભાષા. મનમાં ગણગણું તોપણ મારા બધિર કાન એ ગણગણાટને સાંભળી શકે. એમાં વહેતા લયામૃતને પી શકે. પછી મૃતત્વ મને સ્પર્શી શકે નહિ. હું જીવી જાઉં છેલ્લી ક્ષણ સુધી. મારી આ કૅફિયત લખવાના આરંભમાં મારી કાવ્યસર્જનની વૃત્તિના મૂલપર્યંત તાકીને જોઉં છું તો લયના થડકારા મને સંભળાય છે કારણ રૂપે. પ્રત્યૂષ કે કોઈ પણ માનવબાળની વાત હોય, તેઓ શિશુવયમાં જ વાણીના લયાત્મક થડકારાનો કૅફ માણી ચૂક્યાં હોય છે. વાઙ્મય સંકેતો હશે, પણ લિપિ નહિ હોય તેવા મનુષ્યજાતિના આદિમ કાળમાં પણ વાણીના લયાત્મક થડકારા હશે. લય એ કાવ્યનું root છે. બેઝિકલી કાવ્યમાત્ર લયમૂલક છે. મારું પ્રથમ કાવ્ય આખું મને યાદ નથી. મારી વય દશેક વર્ષની હશે. એ રચનામાં શબ્દો છે, અર્થો છે; પણ એમાં કશું રોમાંચક નથી. એમાં મને જે રોમાંચ થયો હશે એ ક્ષણોમાં તે તો લયનો જ. | પ્રત્યૂષની વાત છે તે મારી પણ વાત છે. લયના કૅફની કૅફિયતમાં મારો આરંભ છે. આ લખું છું ત્યારે સત્તાવન વર્ષની વયે પણ લયનો કૅફ ઊતર્યો નથી. મેં કાવ્યો લખ્યાં છે મિત્રો, અમુક સંખ્યામાં, તેનાથી સહસ્રગણાં કાવ્યો હું ગણગણ્યો છું. મનમાં કે મોટેથી શબ્દપંક્તિઓ સરજી સરજીને ગણગણવાની અને એનો શ્રવણીય આનંદ લેવાની મને બહુ મઝા આવે છે. બેઠો હોઉં ઘરમાં, રિક્ષામાં, કોઈ વાહનમાં; ઊભો હોઉં અગાશીમાં, રસ્તા પર કે ગમે ત્યાં; સૂતો હોઉં પલંગમાં કે રેલવે-ટ્રેનના પાટિયા પર : મારી એકમાત્ર પ્રિય પ્રવૃત્તિ રહી છે ગણગણવાની. પંક્તિઓ સર્જાય, લયાનુસંધાનમાં એકાધિક પંક્તિઓ સર્જાય, ગણગણતો હોઉં, સાંભળતો જાઉં અને ચિદાકાશમાં માત્ર આનંદ મૂકીને એ પંક્તિઓ સરી જાય. યાદ પણ ન રહે. ભૂંગળીમાં રચનાઓ મૂકીને નદીમાં તરતી મૂકવા જેટલી સભાનતા પણ નથી. કશા પણ મમત્વ વગર એ સરી ગઈ છે. આજે પણ સરી જાય છે. મને લાગે છે આ ક્ષણે તે લખું છું. કદાચ મને જેલની કોટડીમાં કે એસાઇલમમાં એકલો પૂરી રાખવામાં આવે તો હું માત્ર ગણગણીને, સાંભળીને કલાકોના કલાકો, દિવસોના દિવસો, સમગ્ર શેષ જીવન પસાર કરી શકું, કંટાળાની ફરિયાદ વગર કરી શકું. મારે જોઈએ મારા મસ્તિષ્કમાં મારી ગુજરાતી ભાષા. મનમાં ગણગણું તોપણ મારા બધિર કાન એ ગણગણાટને સાંભળી શકે. એમાં વહેતા લયામૃતને પી શકે. પછી મૃતત્વ મને સ્પર્શી શકે નહિ. હું જીવી જાઉં છેલ્લી ક્ષણ સુધી. મારી આ કૅફિયત લખવાના આરંભમાં મારી કાવ્યસર્જનની વૃત્તિના મૂલપર્યંત તાકીને જોઉં છું તો લયના થડકારા મને સંભળાય છે કારણ રૂપે. પ્રત્યૂષ કે કોઈ પણ માનવબાળની વાત હોય, તેઓ શિશુવયમાં જ વાણીના લયાત્મક થડકારાનો કૅફ માણી ચૂક્યાં હોય છે. વાઙ્મય સંકેતો હશે, પણ લિપિ નહિ હોય તેવા મનુષ્યજાતિના આદિમ કાળમાં પણ વાણીના લયાત્મક થડકારા હશે. લય એ કાવ્યનું root છે. બેઝિકલી કાવ્યમાત્ર લયમૂલક છે. મારું પ્રથમ કાવ્ય આખું મને યાદ નથી. મારી વય દશેક વર્ષની હશે. એ રચનામાં શબ્દો છે, અર્થો છે; પણ એમાં કશું રોમાંચક નથી. એમાં મને જે રોમાંચ થયો હશે એ ક્ષણોમાં તે તો લયનો જ. | ||
{{Block center|<poem>સુખો ઘાંચી કેરી લાવે | {{Poem2Close}}{{Block center|'''<poem>સુખો ઘાંચી કેરી લાવે | ||
મનુ-કનુને કેરી ભાવે</poem>}} | મનુ-કનુને કેરી ભાવે</poem>'''}}{{Poem2Open}} | ||
– આવો એ રચનાનો આરંભ હતો. કોઈ સુખો ઘાંચી ન હતો. અને કોઈ કેરી વેચવા નીકળતું ન હતું. એવી કોઈ વિગતમાં કશું આશ્ચર્યજનક ન હતું. રોમાંચક હતો લય. મેં એ લયાત્મક રચના કરી હતી એનો મને આનંદ હશે. મારી એ સર્વપ્રથમ રચનાના પ્રથમ વાચક હતા મારા પિતાશ્રી. એમણે રચના વાંચી. પ્રસન્ન થયા. પછી હોલ્ડર ખડિયામાં બોળીને રચનાના એક સ્થાનમાં ‘લયભંગ’ થતો હતો તે સુધાર્યો. એ ઉંમરે ‘લય’ શબ્દ જાણતો ન હતો; પણ પિતાએ શું અને શા માટે સુધાર્યું છે તે કાનથી (રાઇટ, કાનથી) હું પામી ગયો હતો. | – આવો એ રચનાનો આરંભ હતો. કોઈ સુખો ઘાંચી ન હતો. અને કોઈ કેરી વેચવા નીકળતું ન હતું. એવી કોઈ વિગતમાં કશું આશ્ચર્યજનક ન હતું. રોમાંચક હતો લય. મેં એ લયાત્મક રચના કરી હતી એનો મને આનંદ હશે. મારી એ સર્વપ્રથમ રચનાના પ્રથમ વાચક હતા મારા પિતાશ્રી. એમણે રચના વાંચી. પ્રસન્ન થયા. પછી હોલ્ડર ખડિયામાં બોળીને રચનાના એક સ્થાનમાં ‘લયભંગ’ થતો હતો તે સુધાર્યો. એ ઉંમરે ‘લય’ શબ્દ જાણતો ન હતો; પણ પિતાએ શું અને શા માટે સુધાર્યું છે તે કાનથી (રાઇટ, કાનથી) હું પામી ગયો હતો. | ||
| Line 14: | Line 14: | ||
હજુ ઘોડિયું — પારણું છૂટ્યું ન હોય, હજુ ભાંખોડિયાં ચાલવાનું શરૂ થયું ન હોય એવા, પડ્યા પડ્યા હાથ-પગ હલાવતા, બાળકને ‘લખારો’ કરતાં સાંભળ્યું છે ને? ‘લખારો’ એ સૌરાષ્ટ્ર બાજુ પ્રયોજાતો શબ્દપ્રયોગ છે. ગુજરાતમાં પણ પ્રયોજાતો હોય. આ લખારામાં અવાજના લયનો આરંભ છે. આમ તો જન્મોત્તર રુદન સુધી એનું મૂળ જોઈ શકાય. પણ એટલે સુધી ન જોઈએ. એ રુદનને માત્ર જૈવિક, બાયોલોજિકલ ઘટના ગણીએ. પણ આ લ-ખા-રાનું સ્ટેજ મારી વાત માંડીને બેઠો છું તેમાં વધુ ધ્યાનાકર્ષક લાગે છે. આ vocalic sounds છે. પણ એ non-cry vocalic sounds છે. બાળક આવા નોન-ક્રાય વોકલિક અવાજ — અવાજો — લખારાનો શ્રોતા હોય છે ત્યારે એ લયમસ્ત હોય છે. એ સ્વયં પોતાના લખારાનો શ્રોતા હોય છે. લયાત્મક અવાજ કરનાર, એ અવાજ સાંભળનાર, અને એનો આનંદ પામનાર અભિન્ન એવી એક ચેતના હોય છે. આ લખારાને અંગ્રેજીમાં cooing કહે છે. ‘કૂ’ (coo) એટલે હળવો ગણગણ અવાજ. કબૂતરના જેવો ધીમો સૌમ્ય અવાજ. મને એમ કહેવું ગમે છે કે આ કૂઇંગમાં મારા લયનાં બીજ છે. કૂઇંગ કરતું બાળક હજુ એક વર્ષનું પણ નથી હોતું. એ પછીની બીજી અવસ્થામાં speech sound discirminations આવે છે. દા.ત., બા/પા. વાણીના સાઉન્ડમાં ભેદ-વિવેક બાળક બોલી-સાંભળીને કરી શકે છે. કૂઇંગમાં માત્ર વોકલિક સાઉન્ડ્ઝ છે. લયનું બીજ ફૂટે છે એ સાઉન્ડમાં જે speech sounds રૂપે ઓળખાય છે. આ બીજી ભૂમિકામાં અવાજનો લય એ ભાષાના લયમાં, ભાષાના લય રૂપે આરંભાય છે. કાવ્યલયનો આ ભૂમિકાથી આરંભ થાય છે. મારું કાવ્યજીવન બા-ચા-પા-થી આરંભાયેલું છે એમ ‘પ્રવાહણ’ નામના મારા દીર્ઘકાવ્ય (૧૯૮૫)ના અંતભાગમાં વ્યક્ત થયું છે. | હજુ ઘોડિયું — પારણું છૂટ્યું ન હોય, હજુ ભાંખોડિયાં ચાલવાનું શરૂ થયું ન હોય એવા, પડ્યા પડ્યા હાથ-પગ હલાવતા, બાળકને ‘લખારો’ કરતાં સાંભળ્યું છે ને? ‘લખારો’ એ સૌરાષ્ટ્ર બાજુ પ્રયોજાતો શબ્દપ્રયોગ છે. ગુજરાતમાં પણ પ્રયોજાતો હોય. આ લખારામાં અવાજના લયનો આરંભ છે. આમ તો જન્મોત્તર રુદન સુધી એનું મૂળ જોઈ શકાય. પણ એટલે સુધી ન જોઈએ. એ રુદનને માત્ર જૈવિક, બાયોલોજિકલ ઘટના ગણીએ. પણ આ લ-ખા-રાનું સ્ટેજ મારી વાત માંડીને બેઠો છું તેમાં વધુ ધ્યાનાકર્ષક લાગે છે. આ vocalic sounds છે. પણ એ non-cry vocalic sounds છે. બાળક આવા નોન-ક્રાય વોકલિક અવાજ — અવાજો — લખારાનો શ્રોતા હોય છે ત્યારે એ લયમસ્ત હોય છે. એ સ્વયં પોતાના લખારાનો શ્રોતા હોય છે. લયાત્મક અવાજ કરનાર, એ અવાજ સાંભળનાર, અને એનો આનંદ પામનાર અભિન્ન એવી એક ચેતના હોય છે. આ લખારાને અંગ્રેજીમાં cooing કહે છે. ‘કૂ’ (coo) એટલે હળવો ગણગણ અવાજ. કબૂતરના જેવો ધીમો સૌમ્ય અવાજ. મને એમ કહેવું ગમે છે કે આ કૂઇંગમાં મારા લયનાં બીજ છે. કૂઇંગ કરતું બાળક હજુ એક વર્ષનું પણ નથી હોતું. એ પછીની બીજી અવસ્થામાં speech sound discirminations આવે છે. દા.ત., બા/પા. વાણીના સાઉન્ડમાં ભેદ-વિવેક બાળક બોલી-સાંભળીને કરી શકે છે. કૂઇંગમાં માત્ર વોકલિક સાઉન્ડ્ઝ છે. લયનું બીજ ફૂટે છે એ સાઉન્ડમાં જે speech sounds રૂપે ઓળખાય છે. આ બીજી ભૂમિકામાં અવાજનો લય એ ભાષાના લયમાં, ભાષાના લય રૂપે આરંભાય છે. કાવ્યલયનો આ ભૂમિકાથી આરંભ થાય છે. મારું કાવ્યજીવન બા-ચા-પા-થી આરંભાયેલું છે એમ ‘પ્રવાહણ’ નામના મારા દીર્ઘકાવ્ય (૧૯૮૫)ના અંતભાગમાં વ્યક્ત થયું છે. | ||
{{Block center|<poem>મારું | {{Poem2Close}}{{Block center|'''<poem>મારું | ||
{{gap|4em}}બા ચા પા થી | {{gap|4em}}બા ચા પા થી | ||
{{gap|8em}}આરંભાયેલું | {{gap|8em}}આરંભાયેલું | ||
| Line 24: | Line 24: | ||
ને | ને | ||
આઈ એમ ઇનકૅપેબલ ઓવ કીપિંગ સાઇલન્ટ | આઈ એમ ઇનકૅપેબલ ઓવ કીપિંગ સાઇલન્ટ | ||
ઊંહ… ઊંહ…</poem>}} | ઊંહ… ઊંહ…</poem>'''}}{{Poem2Open}} | ||
પણ ‘પ્રવાહણ’ની વાત પર પછી આવીશ. ‘કવ્’ ધાતુનો અર્થ થાય છે જાણવું — to know. આ ‘કવ્’ ધાતુ પરથી ‘કાવ્ય’ અને ‘કવિ’ શબ્દો બનેલા છે? મારું સંસ્કૃત ભાષાનું જ્ઞાન મર્યાદિત છે. એ મર્યાદા સ્વીકારીને મારી સમજ અહીં ક્રમશ: ઊપસવા દઉં છું. બાળક જે વયથી, જે ક્ષણથી ભાષાના સાઉન્ડ્ઝને discriminate કરતું થાય છે તે ક્ષણથી એનો જાણવાનો, સમજવાનો આરંભ છે. બા-ચા-પાથી કાવ્યજીવન આરંભાય છે. કાવ્ય કોને કહેવાય એવી વ્યાખ્યા કરવામાં મને ખાસ રસ નથી પડતો. એટલે મારા દૃષ્ટિવ્યાપમાં બા-ચા-પાથી કાવ્યજીવન આરંભાય છે. એક સ્પષ્ટતા કરી લઉં : જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય છે. ઇન્દ્રિયમ્ ઇન્દ્રલિંગમ્. અર્થાત્ વિશ્વના ઐશ્વર્યનો બોધ કરવો તે ઇન્દ્રિય. ઇન્દ્રિયબોધ વિના વિજ્ઞાનબોધ કે કલાબોધ સંભવિત નથી. ભિન્ન ભિન્ન કળાઓમાં કોઈ ને કોઈ ઇન્દ્રિયબોધનું પ્રાધાન્ય હોય છે. કાવ્યકળામાં આવું પ્રાધાન્ય શ્રોત્રબોધનું છે. એમાં ચક્ષુબોધ વગેરેનું વધતું-ઓછું પ્રવર્તન હોય છે; પણ પ્રાધાન્ય શ્રોત્રબોધનું છે. કેમ કે શબ્દ એ સાઉન્ડ છે અને સાઉન્ડ એ શ્રવણેન્દ્રિયનો ‘વિષય’ છે. સાઉન્ડ એ શ્રવણેન્દ્રિયાર્થ છે. શબ્દબોધ એ સર્વપ્રથમ ‘સીધી’ શ્રવણગોચર ‘ભૌતિક’ ઘટના છે. મારે સ્પષ્ટતા એ કરવી છે કે વિશ્વબોધ માત્ર શ્રોત્રથી થાય છે તેમ નથી. પણ સંગીતકાર, કવિ માટે વિશ્વબોધ એ મહદંશે શ્રવણબોધ છે. ચિત્રકાર, શિલ્પી માટે વિશ્વબોધ એ મહદંશે ચક્ષુબોધ છે. કોઈ એક ઇન્દ્રિય દ્વારા વિશ્વબોધ કળાકારો પામતા હોય છે, અનુભવતા હોય છે, તેવું શા માટે? એવું વૈયક્તિક ચૈતસિક વલણ, સ્વાભાવિક વલણ (aptitude) છે તેમ કહેવા સિવાય વધારે સમજણ મારી પાસે નથી. મનુષ્યની એક વ્યાવર્તકતા એ એની જિજ્ઞાસા છે, એને જાણવાની ઇચ્છા છે. પ્રબળ ઇચ્છા છે. ઇન્દ્રિવ્યાપાર અને તર્કવ્યાપાર દ્વારા પણ માણસ ‘સ્વ’ અને સ્વ-ના સંદર્ભરૂપ ‘વિશ્વ’ના રૂપને જાણવા જે વ્યાપારમાં સમગ્ર ચેતનાના સર્વ અંશો પ્રવર્તમાન હોય છે છતાં ઇન્દ્રિયાર્થની તાકિર્ક ઉપલબ્ધિ એ વિજ્ઞાન છે. કળાની ઉપલબ્ધિમાં સમગ્ર ચેતનાના સર્વ અંશો પ્રવર્તમાન હોય છે. પણ એમાં ભાવ (લાગણી) અને કલ્પના વિશેષ રૂપે પ્રવર્તતાં જણાય છે. તર્કનું, વિચારનું, બુદ્ધિવ્યાપારનું પણ એમાં આંશિક પ્રવર્તન હોય. ચેતના, સંવિદ જે તે અંશો રૂપે ખંડિત નથી. તે અખંડ છે તેથી વિજ્ઞાન અને કળા ઉભયમાં એનું અખંડ પ્રવર્તન હોય છે; છતાં આ બન્ને પ્રવર્તનોમાં ભેદ છે. વિજ્ઞાન વિશ્વના કોઈ ને કોઈ અંશને ઇન્દ્રિયાર્થ રૂપે, સામગ્રી રૂપે પ્રાપ્ત કરી બૌદ્ધિક વ્યાપારથી એ અંશમાં પ્રવર્તતા નિયમને — નિયમોને પૃથક્કરણથી જાણે છે. કળા ઇન્દ્રિયાર્થના બૌદ્ધિક પૃથક્કરણરૂપ તાકિર્ક તારતમ્યમાં રસ ધરાવતી નથી. એ ઇન્દ્રિયાર્થને ભાવ રૂપે, રસ રૂપે અનુભવે છે. એટલે કળાબોધ એ અંતિમ ક્ષણ સુધી ઇન્દ્રિયાર્થાનુભવ (sensation) રહે છે, કળા આ અર્થમાં સેન્સ્યુઅસ છે. તે સેન્સ્યુઅસ છે તેથી અનુભવ છે, ભાવાનુભવ છે, રસાનુભવ છે. | પણ ‘પ્રવાહણ’ની વાત પર પછી આવીશ. ‘કવ્’ ધાતુનો અર્થ થાય છે જાણવું — to know. આ ‘કવ્’ ધાતુ પરથી ‘કાવ્ય’ અને ‘કવિ’ શબ્દો બનેલા છે? મારું સંસ્કૃત ભાષાનું જ્ઞાન મર્યાદિત છે. એ મર્યાદા સ્વીકારીને મારી સમજ અહીં ક્રમશ: ઊપસવા દઉં છું. બાળક જે વયથી, જે ક્ષણથી ભાષાના સાઉન્ડ્ઝને discriminate કરતું થાય છે તે ક્ષણથી એનો જાણવાનો, સમજવાનો આરંભ છે. બા-ચા-પાથી કાવ્યજીવન આરંભાય છે. કાવ્ય કોને કહેવાય એવી વ્યાખ્યા કરવામાં મને ખાસ રસ નથી પડતો. એટલે મારા દૃષ્ટિવ્યાપમાં બા-ચા-પાથી કાવ્યજીવન આરંભાય છે. એક સ્પષ્ટતા કરી લઉં : જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય છે. ઇન્દ્રિયમ્ ઇન્દ્રલિંગમ્. અર્થાત્ વિશ્વના ઐશ્વર્યનો બોધ કરવો તે ઇન્દ્રિય. ઇન્દ્રિયબોધ વિના વિજ્ઞાનબોધ કે કલાબોધ સંભવિત નથી. ભિન્ન ભિન્ન કળાઓમાં કોઈ ને કોઈ ઇન્દ્રિયબોધનું પ્રાધાન્ય હોય છે. કાવ્યકળામાં આવું પ્રાધાન્ય શ્રોત્રબોધનું છે. એમાં ચક્ષુબોધ વગેરેનું વધતું-ઓછું પ્રવર્તન હોય છે; પણ પ્રાધાન્ય શ્રોત્રબોધનું છે. કેમ કે શબ્દ એ સાઉન્ડ છે અને સાઉન્ડ એ શ્રવણેન્દ્રિયનો ‘વિષય’ છે. સાઉન્ડ એ શ્રવણેન્દ્રિયાર્થ છે. શબ્દબોધ એ સર્વપ્રથમ ‘સીધી’ શ્રવણગોચર ‘ભૌતિક’ ઘટના છે. મારે સ્પષ્ટતા એ કરવી છે કે વિશ્વબોધ માત્ર શ્રોત્રથી થાય છે તેમ નથી. પણ સંગીતકાર, કવિ માટે વિશ્વબોધ એ મહદંશે શ્રવણબોધ છે. ચિત્રકાર, શિલ્પી માટે વિશ્વબોધ એ મહદંશે ચક્ષુબોધ છે. કોઈ એક ઇન્દ્રિય દ્વારા વિશ્વબોધ કળાકારો પામતા હોય છે, અનુભવતા હોય છે, તેવું શા માટે? એવું વૈયક્તિક ચૈતસિક વલણ, સ્વાભાવિક વલણ (aptitude) છે તેમ કહેવા સિવાય વધારે સમજણ મારી પાસે નથી. મનુષ્યની એક વ્યાવર્તકતા એ એની જિજ્ઞાસા છે, એને જાણવાની ઇચ્છા છે. પ્રબળ ઇચ્છા છે. ઇન્દ્રિવ્યાપાર અને તર્કવ્યાપાર દ્વારા પણ માણસ ‘સ્વ’ અને સ્વ-ના સંદર્ભરૂપ ‘વિશ્વ’ના રૂપને જાણવા જે વ્યાપારમાં સમગ્ર ચેતનાના સર્વ અંશો પ્રવર્તમાન હોય છે છતાં ઇન્દ્રિયાર્થની તાકિર્ક ઉપલબ્ધિ એ વિજ્ઞાન છે. કળાની ઉપલબ્ધિમાં સમગ્ર ચેતનાના સર્વ અંશો પ્રવર્તમાન હોય છે. પણ એમાં ભાવ (લાગણી) અને કલ્પના વિશેષ રૂપે પ્રવર્તતાં જણાય છે. તર્કનું, વિચારનું, બુદ્ધિવ્યાપારનું પણ એમાં આંશિક પ્રવર્તન હોય. ચેતના, સંવિદ જે તે અંશો રૂપે ખંડિત નથી. તે અખંડ છે તેથી વિજ્ઞાન અને કળા ઉભયમાં એનું અખંડ પ્રવર્તન હોય છે; છતાં આ બન્ને પ્રવર્તનોમાં ભેદ છે. વિજ્ઞાન વિશ્વના કોઈ ને કોઈ અંશને ઇન્દ્રિયાર્થ રૂપે, સામગ્રી રૂપે પ્રાપ્ત કરી બૌદ્ધિક વ્યાપારથી એ અંશમાં પ્રવર્તતા નિયમને — નિયમોને પૃથક્કરણથી જાણે છે. કળા ઇન્દ્રિયાર્થના બૌદ્ધિક પૃથક્કરણરૂપ તાકિર્ક તારતમ્યમાં રસ ધરાવતી નથી. એ ઇન્દ્રિયાર્થને ભાવ રૂપે, રસ રૂપે અનુભવે છે. એટલે કળાબોધ એ અંતિમ ક્ષણ સુધી ઇન્દ્રિયાર્થાનુભવ (sensation) રહે છે, કળા આ અર્થમાં સેન્સ્યુઅસ છે. તે સેન્સ્યુઅસ છે તેથી અનુભવ છે, ભાવાનુભવ છે, રસાનુભવ છે. | ||
| Line 34: | Line 34: | ||
તાદાત્મ્ય પરંપરિત વાઙ્મય લયો સાથેનું ઘણાં વર્ષો સુધી ચાલ્યું. ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં એ તાદાત્મ્યના પ્રગટ કાવ્યાલેખો છે. આ તાદાત્મ્ય તીવ્રતાથી ચાલ્યું હશે શિશુ–કિશોર વયથી; પણ એ, એ જ વયાવસ્થામાં જરીક જરીક તૂટતું પણ રહ્યું હશે. ઝીણી ઝીણી તડ પડી હશે એ તાદાત્મ્યમાં. કેમ પડી હશે તડ? મને લાગે છે પરંપરાથી ઊછળતો, વહેતો શબ્દ આત્મસાત્ થયો હશે અને એ શબ્દ-શબ્દમાં પડતી તડ-તડો પણ આછી આછી નોંધાતી રહી હશે. તિરસ્કાર જોયો હશે મનુષ્ય દ્વારા મનુષ્યોનો અને ‘પ્રેમ’ શબ્દને તડ પડી હશે. પ્રેમાર્થનો કોઈ પ્રત્યક્ષ, સાક્ષાત્કાર નહિ થયો હોય અને ‘પ્રેમ’ શબ્દ બોદો લાગ્યો હશે. ઘૂમતો, ગાતો, માણસ જોયો હશે લયબદ્ધ; તો સાથે સાથે એના બાહ્ય લયાનુવર્તના આડંબર નીચે એના તૂટી ગયેલા આંતરલયને પણ કંઈક ઝાંખો-પાંખો જોયો / સાંભળ્યો હશે. મને લાગે છે કે તૂટવાની, તડ પડવાની ચૈતસિક પ્રક્રિયા ઘણી આછી અને ઘણી ધીમી હશે. સ્મૃતિ કહે છે કે એ અંગેની સભાનતા પણ હશે / હતી. પણ આશ્ચર્યથી ભાષામાં પ્રતિબિંબાતાં સ્વરૂપોને, મનુષ્યના મનુષ્ય સાથેના, અન્ય જીવો સાથેના, સર્વ સ્થાવરો-જંગમો સાથેના, પ્રકૃતિ સાથેના દીર્ઘ પરંપરાથી વહી આવતા અનંતવિધ, નાનાવિધ, અસ્પષ્ટ, સકલ, સંકુલ સંદર્ભોનાં રૂપોને, કાન માંડીને સાંભળવામાં અને આત્મસાત્ કરવામાં જે સ્વાભાવિક લગની લાગી હશે તેની તન્મયતામાં તદ્રૂપતામાં પેલી આછી આછી, તૂટતી વાઙ્મય તરડો નહીંવત્ સંભળાઈ હશે. હું સાત વર્ષે એકડિયામાં બેઠેલો મંદચેતસ્ જીવ. મારું ચેતસ્તંત્ર સ્લગિશ છે, મંદ બાળક પડ્યું પડ્યું કલાકો સુધી અર્ધ નિદ્રામાં ધાવ્યા કરે એમ ભાષાને ધાવવામાં ઘણાં વર્ષો પસાર થયાં છે. છંદોને મેં જાતે શીખીશીખીને આત્મસાત્ કર્યા. પછી એ અક્ષરમેળ છંદોને અને માત્રામેળ છંદોને મોંમાં લઈને ચૂસવામાં પણ કંઈ ઓછાં વર્ષો ગયાં નથી. એ છંદો ખરેખર સ્તનો હતાં કે ધાવણી હતા? ચૂસણી હતા? મુખ્યત્વે ‘કુમાર’માં અને કંઈક ‘સંસ્કૃતિ’માં મારી છંદોમય રચનાઓ પ્રગટ થઈ છે. અર્લી સિક્સ્ટિઝમાં ‘કુમાર’માં પ્રગટ થયેલી કાવ્યરચનાઓ માટે કુમાર ચન્દ્રક પણ મળેલો. કાવ્યગુરુ બચુભાઈ રાવત કહેતા મારાં કોઈ છંદોમય સર્જનો માટે (કયો છંદ મેં મુખ્યત્વે પ્રયોજ્યો છે? ઇન્દ્રવજ્રા? ઉપેન્દ્રવજ્રા? મિશ્રોપજાતિ? કંઈ ખબર નથી પડતી આજે, આ ક્ષણે પણ એ કાવ્યો બધાં ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં છે.) કે લાભશંકર આ છંદ એક કાલિદાસે, બીજા સુન્દરમે અને ત્રીજા તમે સુંદર રીતે પ્રયોજ્યો છે. અરે, પણ એ છંદોને હું ચૂસતો હતો, ચગળતો હતો તે તો બાળક લાકડાની કે આજે પ્લાસ્ટિકની ધાવણી ચગળે-ચૂસે તેમ. એમાં કોઈ ધાવણની ધાર ન હતી. કૃતક હતી એ રચનાઓ. કુમારવયે, કિશોરવયે હું કદી કોઈ વ્યક્તિના પ્રેમમાં પડ્યો નથી. નથી યુવાનવયે પ્રેમમાં પડ્યો. મને મનુષ્ય મનુષ્ય વચ્ચેના વિજાતીય કે સજાતીય પ્રેમનો, વ્યક્તિગત પ્રેમનો અનુભવ જ નથી. અને છતાં ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં પ્રેમકાવ્યો છે. એ પ્રેમની બઘી જ રચનાઓ કલ્પિત છે, કૃતક છે. નથી કોઈ ઘેઘૂર વૃક્ષમાંથી ચાંદરણું પડ્યું કોઈ કુમારીના ભીના ભીના રક્ત કપોલની પરે. મારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માંના ‘ચાંદરણું’ નામના પ્રથમ કાવ્ય પર બચુભાઈ રાવત પણ ખુશ થઈ ગયેલા અને કવિગુરુ ઉમાશંકર પણ ખુશ થઈ ગયેલા. લગભગ સમાન મહિનાના અંકોમાં આ કાવ્ય ‘કુમાર’માં અને ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલું. ગુરુજી (ઉમાશંકર)એ એમના એમ.એ.માં ભણતા આ વિદ્યાર્થીનું ‘ચાંદરણું’ કાવ્ય વાંચીને ‘સંસ્કૃતિ’માં પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો હશે એ પછીના એકાદ-બે દિવસમાં જ કોઈ સાહિત્યસભા પૂરી થયા બાદ મને જોઈને, મારી સાથે શેકહૅન્ડ કરીને મને જે ઉષ્માથી ‘ચાંદરણું’ કાવ્ય માટે અભિનંદન આપેલાં તે યાદ આવે છે. છંદની અને કૃતક પ્રેમની, સર્વથા કલ્પિત પ્રેમની ચૂસણી ચૂસતા લાભશંકરની એ કૃતક કાવ્યરચના. એનો અંત કેવો સેન્ટિમેન્ટલ છે? સર્વથા રુગ્ણ, સિક. | તાદાત્મ્ય પરંપરિત વાઙ્મય લયો સાથેનું ઘણાં વર્ષો સુધી ચાલ્યું. ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં એ તાદાત્મ્યના પ્રગટ કાવ્યાલેખો છે. આ તાદાત્મ્ય તીવ્રતાથી ચાલ્યું હશે શિશુ–કિશોર વયથી; પણ એ, એ જ વયાવસ્થામાં જરીક જરીક તૂટતું પણ રહ્યું હશે. ઝીણી ઝીણી તડ પડી હશે એ તાદાત્મ્યમાં. કેમ પડી હશે તડ? મને લાગે છે પરંપરાથી ઊછળતો, વહેતો શબ્દ આત્મસાત્ થયો હશે અને એ શબ્દ-શબ્દમાં પડતી તડ-તડો પણ આછી આછી નોંધાતી રહી હશે. તિરસ્કાર જોયો હશે મનુષ્ય દ્વારા મનુષ્યોનો અને ‘પ્રેમ’ શબ્દને તડ પડી હશે. પ્રેમાર્થનો કોઈ પ્રત્યક્ષ, સાક્ષાત્કાર નહિ થયો હોય અને ‘પ્રેમ’ શબ્દ બોદો લાગ્યો હશે. ઘૂમતો, ગાતો, માણસ જોયો હશે લયબદ્ધ; તો સાથે સાથે એના બાહ્ય લયાનુવર્તના આડંબર નીચે એના તૂટી ગયેલા આંતરલયને પણ કંઈક ઝાંખો-પાંખો જોયો / સાંભળ્યો હશે. મને લાગે છે કે તૂટવાની, તડ પડવાની ચૈતસિક પ્રક્રિયા ઘણી આછી અને ઘણી ધીમી હશે. સ્મૃતિ કહે છે કે એ અંગેની સભાનતા પણ હશે / હતી. પણ આશ્ચર્યથી ભાષામાં પ્રતિબિંબાતાં સ્વરૂપોને, મનુષ્યના મનુષ્ય સાથેના, અન્ય જીવો સાથેના, સર્વ સ્થાવરો-જંગમો સાથેના, પ્રકૃતિ સાથેના દીર્ઘ પરંપરાથી વહી આવતા અનંતવિધ, નાનાવિધ, અસ્પષ્ટ, સકલ, સંકુલ સંદર્ભોનાં રૂપોને, કાન માંડીને સાંભળવામાં અને આત્મસાત્ કરવામાં જે સ્વાભાવિક લગની લાગી હશે તેની તન્મયતામાં તદ્રૂપતામાં પેલી આછી આછી, તૂટતી વાઙ્મય તરડો નહીંવત્ સંભળાઈ હશે. હું સાત વર્ષે એકડિયામાં બેઠેલો મંદચેતસ્ જીવ. મારું ચેતસ્તંત્ર સ્લગિશ છે, મંદ બાળક પડ્યું પડ્યું કલાકો સુધી અર્ધ નિદ્રામાં ધાવ્યા કરે એમ ભાષાને ધાવવામાં ઘણાં વર્ષો પસાર થયાં છે. છંદોને મેં જાતે શીખીશીખીને આત્મસાત્ કર્યા. પછી એ અક્ષરમેળ છંદોને અને માત્રામેળ છંદોને મોંમાં લઈને ચૂસવામાં પણ કંઈ ઓછાં વર્ષો ગયાં નથી. એ છંદો ખરેખર સ્તનો હતાં કે ધાવણી હતા? ચૂસણી હતા? મુખ્યત્વે ‘કુમાર’માં અને કંઈક ‘સંસ્કૃતિ’માં મારી છંદોમય રચનાઓ પ્રગટ થઈ છે. અર્લી સિક્સ્ટિઝમાં ‘કુમાર’માં પ્રગટ થયેલી કાવ્યરચનાઓ માટે કુમાર ચન્દ્રક પણ મળેલો. કાવ્યગુરુ બચુભાઈ રાવત કહેતા મારાં કોઈ છંદોમય સર્જનો માટે (કયો છંદ મેં મુખ્યત્વે પ્રયોજ્યો છે? ઇન્દ્રવજ્રા? ઉપેન્દ્રવજ્રા? મિશ્રોપજાતિ? કંઈ ખબર નથી પડતી આજે, આ ક્ષણે પણ એ કાવ્યો બધાં ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં છે.) કે લાભશંકર આ છંદ એક કાલિદાસે, બીજા સુન્દરમે અને ત્રીજા તમે સુંદર રીતે પ્રયોજ્યો છે. અરે, પણ એ છંદોને હું ચૂસતો હતો, ચગળતો હતો તે તો બાળક લાકડાની કે આજે પ્લાસ્ટિકની ધાવણી ચગળે-ચૂસે તેમ. એમાં કોઈ ધાવણની ધાર ન હતી. કૃતક હતી એ રચનાઓ. કુમારવયે, કિશોરવયે હું કદી કોઈ વ્યક્તિના પ્રેમમાં પડ્યો નથી. નથી યુવાનવયે પ્રેમમાં પડ્યો. મને મનુષ્ય મનુષ્ય વચ્ચેના વિજાતીય કે સજાતીય પ્રેમનો, વ્યક્તિગત પ્રેમનો અનુભવ જ નથી. અને છતાં ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં પ્રેમકાવ્યો છે. એ પ્રેમની બઘી જ રચનાઓ કલ્પિત છે, કૃતક છે. નથી કોઈ ઘેઘૂર વૃક્ષમાંથી ચાંદરણું પડ્યું કોઈ કુમારીના ભીના ભીના રક્ત કપોલની પરે. મારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માંના ‘ચાંદરણું’ નામના પ્રથમ કાવ્ય પર બચુભાઈ રાવત પણ ખુશ થઈ ગયેલા અને કવિગુરુ ઉમાશંકર પણ ખુશ થઈ ગયેલા. લગભગ સમાન મહિનાના અંકોમાં આ કાવ્ય ‘કુમાર’માં અને ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલું. ગુરુજી (ઉમાશંકર)એ એમના એમ.એ.માં ભણતા આ વિદ્યાર્થીનું ‘ચાંદરણું’ કાવ્ય વાંચીને ‘સંસ્કૃતિ’માં પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો હશે એ પછીના એકાદ-બે દિવસમાં જ કોઈ સાહિત્યસભા પૂરી થયા બાદ મને જોઈને, મારી સાથે શેકહૅન્ડ કરીને મને જે ઉષ્માથી ‘ચાંદરણું’ કાવ્ય માટે અભિનંદન આપેલાં તે યાદ આવે છે. છંદની અને કૃતક પ્રેમની, સર્વથા કલ્પિત પ્રેમની ચૂસણી ચૂસતા લાભશંકરની એ કૃતક કાવ્યરચના. એનો અંત કેવો સેન્ટિમેન્ટલ છે? સર્વથા રુગ્ણ, સિક. | ||
{{Block center|<poem>જો ક્યાંકથી આ કવિતા કદીયે | {{Poem2Close}}{{Block center|'''<poem>જો ક્યાંકથી આ કવિતા કદીયે | ||
વાંચે ભલા તો લઈ તું જજે હવે | વાંચે ભલા તો લઈ તું જજે હવે | ||
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા | (નદીતટે વૃક્ષ નીચે ઊભેલા | ||
કુમારને જે દીધ તેં) રૂપેરી | કુમારને જે દીધ તેં) રૂપેરી | ||
ભીનું ભીનું ચાંદરણું…</poem>}} | ભીનું ભીનું ચાંદરણું…</poem>'''}}{{Poem2Open}} | ||
છંદોનો, છંદોલયનો ‘રમ્યઘોષ’ છે; પણ ‘વહી જતો પાછળ.’ એ કાવ્યો મેં ‘રદ’ નથી કર્યાં. ભલે એ કૃતક રચનાઓ પ્રગટ થતી. એની ત્રીજી આવૃત્તિ પણ થશે. છપાઈને પડી છે. મારાં કાવ્યો વિશે મારા અભિપ્રાયની કોઈને જિજ્ઞાસા હોય તો તે મેં સંગ્રહના પ્રકાશન સાથે જ, એનું નામ પાડવામાં આપી દીધો છે. સંગ્રહના પ્રારંભમાં મૂકેલી પ્રાસ્તાવિક ગદ્યરચનામાં કહ્યું છે : | છંદોનો, છંદોલયનો ‘રમ્યઘોષ’ છે; પણ ‘વહી જતો પાછળ.’ એ કાવ્યો મેં ‘રદ’ નથી કર્યાં. ભલે એ કૃતક રચનાઓ પ્રગટ થતી. એની ત્રીજી આવૃત્તિ પણ થશે. છપાઈને પડી છે. મારાં કાવ્યો વિશે મારા અભિપ્રાયની કોઈને જિજ્ઞાસા હોય તો તે મેં સંગ્રહના પ્રકાશન સાથે જ, એનું નામ પાડવામાં આપી દીધો છે. સંગ્રહના પ્રારંભમાં મૂકેલી પ્રાસ્તાવિક ગદ્યરચનામાં કહ્યું છે : | ||
{{Block center|<poem>તો મરી ગયેલાં શરીરોની ઉચ્છલ સુગંધનો સંગ્રહ | {{Poem2Close}}{{Block center|'''<poem>તો મરી ગયેલાં શરીરોની ઉચ્છલ સુગંધનો સંગ્રહ | ||
ભલે પ્રકટ થતો.</poem>}} | ભલે પ્રકટ થતો.</poem>'''}}{{Poem2Open}} | ||
પ્રથમ સંગ્રહમાં તિરાડોના સંકેતો પણ છે જ; એકાધિક સંકેતો છે. એક કાવ્યની અંતિમ પંક્તિઓ આ પ્રમાણે છે : | પ્રથમ સંગ્રહમાં તિરાડોના સંકેતો પણ છે જ; એકાધિક સંકેતો છે. એક કાવ્યની અંતિમ પંક્તિઓ આ પ્રમાણે છે : | ||
{{Block center|<poem>છો બબડતું બોર વેચે છે | {{Poem2Close}}{{Block center|'''<poem>છો બબડતું બોર વેચે છે | ||
નગર પાંખું | નગર પાંખું | ||
નગરની તૂટલી તિરાડ શી સડકો મહીં | નગરની તૂટલી તિરાડ શી સડકો મહીં | ||
| Line 53: | Line 53: | ||
કાનને સંભળાય મારા | કાનને સંભળાય મારા | ||
એટલું ધીમેશથી હું ગાઉં છું | એટલું ધીમેશથી હું ગાઉં છું | ||
ફક્ત કેવલ ગાઉં છું.</poem>}} | ફક્ત કેવલ ગાઉં છું.</poem>'''}}{{Poem2Open}} | ||
‘તડકો’ કાવ્યમાં પણ મૂલ્યપરસ્ત સાંસ્કૃતિક શબ્દાર્થોમાં અનુભવેલી તિરાડોની અભિવ્યક્તિ છે. | ‘તડકો’ કાવ્યમાં પણ મૂલ્યપરસ્ત સાંસ્કૃતિક શબ્દાર્થોમાં અનુભવેલી તિરાડોની અભિવ્યક્તિ છે. | ||
{{Block center|<poem>નાગર તડકો | {{Poem2Close}}{{Block center|'''<poem>નાગર તડકો | ||
વાનર તડકો | વાનર તડકો | ||
ગાંધીજીની ટાલ તડકો</poem>}} | ગાંધીજીની ટાલ તડકો</poem>'''}}{{Poem2Open}} | ||
આ રચનાનો પ્રભાવક રીતિવિશેષ એનો ‘કટાવ’ કે કટાવ જેવો છંદોલય છે. પણ એ જ એની મર્યાદા છે. સર્જકને સંમોહિત કરી, ટ્રાન્સમાં ગરક કરતો, એકધારો છંદોલય લાભશંકરની કાવ્યમૂર્છા છે. આ primitive trance શબ્દાર્થ રૂપે, કાવ્યાર્થ રૂપે જે integration રચે છે તે માત્ર લય-સંમોહનમાં, લયકૅફમાં અનુભવાતું ભ્રાન્ત સત્ય છે. જે કલ્પનોત્થ સત્ય રણકતું અનુભવાય છે ‘તડકો’ કાવ્યમાં તે માત્ર સંમોહિત કરતા લયનું સર્જન છે. તપ્ય — તાપક / તપનાર — તપાવનાર અભિન્ન છે. આ હાઇપોથીસિસ લયનો કસુંબલ કૅફ છે. મેટાફિઝિકલ શબ્દાર્થ સુધી છંદોલય લઈ જતો અનુભવાય છે પણ આખરે તો એનો અમલ ઊતરી જાય પછી કંઈ નથી. ખાલીખમ છે. ટૂંકમાં, લયસંમોહિત કૃતક કાવ્યાર્થ તે આ કાવ્યની અને લયના સંમોહનમાં સરકતાં મારાં બીજાં કાવ્યોની પણ મર્યાદા છે. દા.ત., ‘મારા નામને દરવાજે’ સંગ્રહમાં ૧૭મી કાવ્યરચનામાં કટાવ કે કટાવ જેવા છંદોલય પર, હથોટી બેસી જવાથી, સાવ તાકિર્ક મેટાફિઝિકલ હાઇપોથીસિસને લયની ગતિમાંથી ઉપસાવવાનો જે પ્રયત્ન છે તેમાં હથોટી સિવાય બીજું કંઈ નથી. એમાં મેટાફિઝિકલ બેચેનીનો, આરતનો ભાવાભાસ છે. આવી કાવ્યભાસી રચનાઓ મારા સંગ્રહોમાં ઘણી છે. ઉક્ત રચનાનો સેન્ટિમેન્ટલ ભાવાભાસ સાંભળો : | આ રચનાનો પ્રભાવક રીતિવિશેષ એનો ‘કટાવ’ કે કટાવ જેવો છંદોલય છે. પણ એ જ એની મર્યાદા છે. સર્જકને સંમોહિત કરી, ટ્રાન્સમાં ગરક કરતો, એકધારો છંદોલય લાભશંકરની કાવ્યમૂર્છા છે. આ primitive trance શબ્દાર્થ રૂપે, કાવ્યાર્થ રૂપે જે integration રચે છે તે માત્ર લય-સંમોહનમાં, લયકૅફમાં અનુભવાતું ભ્રાન્ત સત્ય છે. જે કલ્પનોત્થ સત્ય રણકતું અનુભવાય છે ‘તડકો’ કાવ્યમાં તે માત્ર સંમોહિત કરતા લયનું સર્જન છે. તપ્ય — તાપક / તપનાર — તપાવનાર અભિન્ન છે. આ હાઇપોથીસિસ લયનો કસુંબલ કૅફ છે. મેટાફિઝિકલ શબ્દાર્થ સુધી છંદોલય લઈ જતો અનુભવાય છે પણ આખરે તો એનો અમલ ઊતરી જાય પછી કંઈ નથી. ખાલીખમ છે. ટૂંકમાં, લયસંમોહિત કૃતક કાવ્યાર્થ તે આ કાવ્યની અને લયના સંમોહનમાં સરકતાં મારાં બીજાં કાવ્યોની પણ મર્યાદા છે. દા.ત., ‘મારા નામને દરવાજે’ સંગ્રહમાં ૧૭મી કાવ્યરચનામાં કટાવ કે કટાવ જેવા છંદોલય પર, હથોટી બેસી જવાથી, સાવ તાકિર્ક મેટાફિઝિકલ હાઇપોથીસિસને લયની ગતિમાંથી ઉપસાવવાનો જે પ્રયત્ન છે તેમાં હથોટી સિવાય બીજું કંઈ નથી. એમાં મેટાફિઝિકલ બેચેનીનો, આરતનો ભાવાભાસ છે. આવી કાવ્યભાસી રચનાઓ મારા સંગ્રહોમાં ઘણી છે. ઉક્ત રચનાનો સેન્ટિમેન્ટલ ભાવાભાસ સાંભળો : | ||
{{Block center|<poem>મારા નામને દરવાજે બંગલો ખડો રહ્યો | {{Poem2Close}}{{Block center|'''<poem>મારા નામને દરવાજે બંગલો ખડો રહ્યો | ||
રોધી મારો શ્વાસ | રોધી મારો શ્વાસ | ||
અરે અવરોધી મારો નાશ બંગલો ખડો રહ્યો | અરે અવરોધી મારો નાશ બંગલો ખડો રહ્યો | ||
| Line 87: | Line 87: | ||
રમતી રાતને દરવાજે | રમતી રાતને દરવાજે | ||
વ્યાકુલ ખડો રહ્યો | વ્યાકુલ ખડો રહ્યો | ||
આકુલવ્યાકુલ ખડો રહ્યો.</poem>}} | આકુલવ્યાકુલ ખડો રહ્યો.</poem>'''}}{{Poem2Open}} | ||
પ્રકાશનની દૃષ્ટિએ મારા અંતિમ કાવ્યસંગ્રહમાં (ટોળાં અવાજ ઘોંઘાટ) ‘હેઈસો…હેઈસો’ નામની એક, એકધારી લયકારીની રચના છે. જોકે એમાં એકસુરીલા, મિકૅનિકલ કર્મકાણ્ડને, રિચ્યુઅલને અભિવ્યક્ત કરતા audible formal conception-માં મારો શ્રવણીય રસ છે. એવા કંઈક ઓછાં કે વધતાં audible functions એકસુરીલા અક્ષરમેળ અને માત્રામેળ છંદોલયનાં હોઈ શકે. એ છંદોમાંના એકધારાપણાને નાનાવિધ, કહો કે અનંતવિધ audible forms કવિઓ આપતા હોય છે તે જાણું છું અને સ્વીકારું છું છતાં ઓવરઓલ એમાં એકસુરીલાપણું રહે છે. અંગત વાત કરવામાં જ રસ તેથી કહું છું કે audible tranceના શ્રવણીય લયઝોકામાં ગરક થઈ જતા લાભશંકરના કવિકર્મને નિર્મમ બનીને તપાસવાનો, એના કલબલ કલબલ કાવ્યકલકારા કે લયલલકારાના poetic formal functionsને ચૂંથીને જોવાનો અભિપ્રાય ધરાવું છું. | પ્રકાશનની દૃષ્ટિએ મારા અંતિમ કાવ્યસંગ્રહમાં (ટોળાં અવાજ ઘોંઘાટ) ‘હેઈસો…હેઈસો’ નામની એક, એકધારી લયકારીની રચના છે. જોકે એમાં એકસુરીલા, મિકૅનિકલ કર્મકાણ્ડને, રિચ્યુઅલને અભિવ્યક્ત કરતા audible formal conception-માં મારો શ્રવણીય રસ છે. એવા કંઈક ઓછાં કે વધતાં audible functions એકસુરીલા અક્ષરમેળ અને માત્રામેળ છંદોલયનાં હોઈ શકે. એ છંદોમાંના એકધારાપણાને નાનાવિધ, કહો કે અનંતવિધ audible forms કવિઓ આપતા હોય છે તે જાણું છું અને સ્વીકારું છું છતાં ઓવરઓલ એમાં એકસુરીલાપણું રહે છે. અંગત વાત કરવામાં જ રસ તેથી કહું છું કે audible tranceના શ્રવણીય લયઝોકામાં ગરક થઈ જતા લાભશંકરના કવિકર્મને નિર્મમ બનીને તપાસવાનો, એના કલબલ કલબલ કાવ્યકલકારા કે લયલલકારાના poetic formal functionsને ચૂંથીને જોવાનો અભિપ્રાય ધરાવું છું. | ||
| Line 93: | Line 93: | ||
‘માણસની વાત’માં સમગ્ર લયમાં ન્હાનાલાલીય નહીં પણ ચોખ્ખી લાભશંકરીય મુદ્રા ઊઠે છે એવું ઉમાશંકરે નોંધ્યું છે અને સૂચવ્યું છે કે એ લયમુદ્રા પકડવી તે ‘માણસની વાત’ના આસ્વાદ માટે આવશ્યક છે. અક્ષરમેળ છંદોલયમાંથી ‘તડકા’ના કટાવ જેવા છંદમાં સરક્યો તે મારી એક અવાન્તર અને અનિવાર્ય એવી કાવ્યપ્રક્રિયા હતી. એમાં ભ્રાન્ત સંવાદિતાના તૂટતા શબ્દાર્થોનાં ચાક્ષુષ, સ્પર્શ્ય, શ્રવણીય સંવેદનોને શબ્દલય ઉપસાવે છે. | ‘માણસની વાત’માં સમગ્ર લયમાં ન્હાનાલાલીય નહીં પણ ચોખ્ખી લાભશંકરીય મુદ્રા ઊઠે છે એવું ઉમાશંકરે નોંધ્યું છે અને સૂચવ્યું છે કે એ લયમુદ્રા પકડવી તે ‘માણસની વાત’ના આસ્વાદ માટે આવશ્યક છે. અક્ષરમેળ છંદોલયમાંથી ‘તડકા’ના કટાવ જેવા છંદમાં સરક્યો તે મારી એક અવાન્તર અને અનિવાર્ય એવી કાવ્યપ્રક્રિયા હતી. એમાં ભ્રાન્ત સંવાદિતાના તૂટતા શબ્દાર્થોનાં ચાક્ષુષ, સ્પર્શ્ય, શ્રવણીય સંવેદનોને શબ્દલય ઉપસાવે છે. | ||
{{Block center|<poem>તડકાના ટુકડાઓ | {{Poem2Close}}{{Block center|'''<poem>તડકાના ટુકડાઓ | ||
જ્યારે | જ્યારે | ||
અસ્તવ્યસ્ત થઈ | અસ્તવ્યસ્ત થઈ | ||
| Line 102: | Line 102: | ||
થડ તડકાનું ખડબચડું | થડ તડકાનું ખડબચડું | ||
ને માછલીઓનાં પાંદ | ને માછલીઓનાં પાંદ | ||
સાંઝકના ઝૂલે છે ઢગલો પંખીનાં ફળ કાચાં.</poem>}} | સાંઝકના ઝૂલે છે ઢગલો પંખીનાં ફળ કાચાં.</poem>'''}}{{Poem2Open}} | ||
–એમાં, સંભળાતા શબ્દથી, સાવ વિપરીત અર્થ ઊપસી આવે એવા કાકુનો વિનિયોગ છે. કોઈ પરંપરિત મૂલ્ય ટકી ન શકે તેવી તળેઉપર દશાના એમાં સંકેત છે. વાનર/નાગર/ગાંધી અભિન્ન અનુભવાતા હોય તેવી એમાંની ભાવદશા મારી કાવ્યગતિનું એક રસપ્રદ ભાવબિંદુ છે. પણ કાવ્યનો સંમોહક લય તપ્ય-તાપક અભિન્ન છે તેવા એક હાઇપોથીસિસને ઉપસાવે છે અને કવિચેતના એમાં ગરક થતી, તદ્રૂપ થતી ઊપસી આવે છે તે સર્વથા કૃતક છે. આવા લયસંમોહન અને કૃતક, ભ્રાન્ત સંવાદિતાના શબ્દાર્થને ચીરીને ઊપસી આવે છે ‘માણસની વાત’. લાભશંકરની કાવ્યપ્રક્રિયામાં ‘માણસની વાત’ એક મહત્ત્વની ઘટના છે. હવે અહીં લય છે પણ એના એકધારા સાતત્યનું સંમોહન નથી. અહીં અક્ષરમેળ/માત્રામેળ લયો ઊપસી આવે છે, વહે છે અને ઓસરી જાય છે. અહીં લોકગીત અને બાળગીતના લયો છે તો એકાધિક/નાનાધિક ગદ્યલયો છે. અહીં structure of statementsનો ભરચક્ક વિનિયોગ કરવાનું મેં સાહસ કર્યું છે. images પણ સતત દદડ્યા કરે છે. અહીં સીધાં કથનો (statements) એવાં રચાયાં છે જે પરસ્પરને interpenetrate કરતાં હોય; એટલું જ નહિ, પરસ્પર વિરોધી કથનોના ઇન્ટરપેનિટ્રેશનની પરિણતિ ન્યૂટ્રલાઇઝેશનમાં અનુભવાતી હોય એવી મારી કાવ્યદશા છે. આખું કાવ્ય મારે માટે કાવ્યાર્થલયનો મને સાંભળવો ગમે તેવો polyphonic અનુભવ છે. એમાં multiplicity of sounds, tones and meanings છે તેમ કહેવામાં જેટલું સત્ય છે તેટલું જ સત્ય આ બધાના ઘોંઘાટ પછીની નીરવતા એ કાવ્યનુું પરિણામ છે એમ કહેવામાં છે. આ નિખાલસ કૅફિયતમાં મારે એમ પણ કહેવું છે કે ‘માણસની વાત’માં પહેલી વાર, વ્યાપમાં-વિસ્તારમાં, પરંપરાને આત્મસાત્ કરતાં કરતાં માણસ અને માણસના સર્વ સંદર્ભો વિશે રચાયેલો મહેલ લાભશંકરની કાવ્યચેતનામાં તૂટી પડે છે. આ નિરાધાર, નીરવ શબ્દક્ષણોમાં સદીઓથી પ્રતિબિંબાતા મારા, એક માણસના ચહેરાને તાકીને જોવાની હામમાં એક કવિ તરીકેની મારી એવી સ્થિતિ છે જેમાં કોઈ તૃણવત્ ભ્રાન્ત આધારની, સમાધાનની જરૂર વગર મનુષ્યની હયાતીના સંભવનો અનુભવ છે. | –એમાં, સંભળાતા શબ્દથી, સાવ વિપરીત અર્થ ઊપસી આવે એવા કાકુનો વિનિયોગ છે. કોઈ પરંપરિત મૂલ્ય ટકી ન શકે તેવી તળેઉપર દશાના એમાં સંકેત છે. વાનર/નાગર/ગાંધી અભિન્ન અનુભવાતા હોય તેવી એમાંની ભાવદશા મારી કાવ્યગતિનું એક રસપ્રદ ભાવબિંદુ છે. પણ કાવ્યનો સંમોહક લય તપ્ય-તાપક અભિન્ન છે તેવા એક હાઇપોથીસિસને ઉપસાવે છે અને કવિચેતના એમાં ગરક થતી, તદ્રૂપ થતી ઊપસી આવે છે તે સર્વથા કૃતક છે. આવા લયસંમોહન અને કૃતક, ભ્રાન્ત સંવાદિતાના શબ્દાર્થને ચીરીને ઊપસી આવે છે ‘માણસની વાત’. લાભશંકરની કાવ્યપ્રક્રિયામાં ‘માણસની વાત’ એક મહત્ત્વની ઘટના છે. હવે અહીં લય છે પણ એના એકધારા સાતત્યનું સંમોહન નથી. અહીં અક્ષરમેળ/માત્રામેળ લયો ઊપસી આવે છે, વહે છે અને ઓસરી જાય છે. અહીં લોકગીત અને બાળગીતના લયો છે તો એકાધિક/નાનાધિક ગદ્યલયો છે. અહીં structure of statementsનો ભરચક્ક વિનિયોગ કરવાનું મેં સાહસ કર્યું છે. images પણ સતત દદડ્યા કરે છે. અહીં સીધાં કથનો (statements) એવાં રચાયાં છે જે પરસ્પરને interpenetrate કરતાં હોય; એટલું જ નહિ, પરસ્પર વિરોધી કથનોના ઇન્ટરપેનિટ્રેશનની પરિણતિ ન્યૂટ્રલાઇઝેશનમાં અનુભવાતી હોય એવી મારી કાવ્યદશા છે. આખું કાવ્ય મારે માટે કાવ્યાર્થલયનો મને સાંભળવો ગમે તેવો polyphonic અનુભવ છે. એમાં multiplicity of sounds, tones and meanings છે તેમ કહેવામાં જેટલું સત્ય છે તેટલું જ સત્ય આ બધાના ઘોંઘાટ પછીની નીરવતા એ કાવ્યનુું પરિણામ છે એમ કહેવામાં છે. આ નિખાલસ કૅફિયતમાં મારે એમ પણ કહેવું છે કે ‘માણસની વાત’માં પહેલી વાર, વ્યાપમાં-વિસ્તારમાં, પરંપરાને આત્મસાત્ કરતાં કરતાં માણસ અને માણસના સર્વ સંદર્ભો વિશે રચાયેલો મહેલ લાભશંકરની કાવ્યચેતનામાં તૂટી પડે છે. આ નિરાધાર, નીરવ શબ્દક્ષણોમાં સદીઓથી પ્રતિબિંબાતા મારા, એક માણસના ચહેરાને તાકીને જોવાની હામમાં એક કવિ તરીકેની મારી એવી સ્થિતિ છે જેમાં કોઈ તૃણવત્ ભ્રાન્ત આધારની, સમાધાનની જરૂર વગર મનુષ્યની હયાતીના સંભવનો અનુભવ છે. | ||
{{Block center|<poem>હવે સપનની લીસી ધાર અડે નહિ, | {{Poem2Close}}{{Block center|'''<poem>હવે સપનની લીસી ધાર અડે નહિ, | ||
આકાશથી ફોરું મારા ગાલ પર પડે નહીં | આકાશથી ફોરું મારા ગાલ પર પડે નહીં | ||
આમ જોકે પડે, પણ | આમ જોકે પડે, પણ | ||
| Line 114: | Line 114: | ||
નિરક્ષર રેફ મારું મન હવે. | નિરક્ષર રેફ મારું મન હવે. | ||
મારાં સૂજી ગયાં પોપચાંમાં મરણનો ભાર | મારાં સૂજી ગયાં પોપચાંમાં મરણનો ભાર | ||
તે…ય મારે ઊંચકવો.</poem>}} | તે…ય મારે ઊંચકવો.</poem>'''}}{{Poem2Open}} | ||
‘માણસની વાત’નો કવિ દિનરાત રાતદિન ખિન્ન પણ નથી અને એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન કવિ પણ નથી. કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર કહેવા જેટલો આશાતંતુ પણ ‘માણસની વાત’-ના કવિ પાસે નથી. અઢી અક્ષરિયા પ્રેમનો નાતો તો નિચોવાઈ ગયો અરે, પણ આવો નાતો માત્ર ‘કલ્પિત’ છે. આવો કોઈ નાતો જ નથી એવા સાક્ષાત્કાર પછી ‘માણસની વાત’-ના કવિને એમ પણ, ઉમાશંકરની જેમ, હાશ-કાર અનુભવવો નથી કે હાશ, થોડાંક સ્વપ્નો જરૂર ટકી શકશે સલામત હવે. ગમે તેટલી અને તેવી છિન્નભિન્નતાની કૅફિયત કવિ આપતા હોય છતાં ઉમાશંકર dreamer છે. ‘માણસની વાત’નો કવિ dreamer નથી. આ કાવ્યમાં, ‘માણસની વાત’માં, એક habit સાવ તૂટી ગઈ છે. તે લાભશંકરના કાવ્યજીવનની નોંધપાત્ર ઘટના છે. The habit of hoping અહીં તૂટી પડી છે. He is facing the human condition. કવિને શબ્દમાં, શબ્દ વડે, શબ્દ રૂપે સ્વ-ના સકલ સંદર્ભ રૂપે વિશ્વને યથાતથ, the world as it is જોવું છે. હવે passivity of illusion નથી. | ‘માણસની વાત’નો કવિ દિનરાત રાતદિન ખિન્ન પણ નથી અને એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન કવિ પણ નથી. કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર કહેવા જેટલો આશાતંતુ પણ ‘માણસની વાત’-ના કવિ પાસે નથી. અઢી અક્ષરિયા પ્રેમનો નાતો તો નિચોવાઈ ગયો અરે, પણ આવો નાતો માત્ર ‘કલ્પિત’ છે. આવો કોઈ નાતો જ નથી એવા સાક્ષાત્કાર પછી ‘માણસની વાત’-ના કવિને એમ પણ, ઉમાશંકરની જેમ, હાશ-કાર અનુભવવો નથી કે હાશ, થોડાંક સ્વપ્નો જરૂર ટકી શકશે સલામત હવે. ગમે તેટલી અને તેવી છિન્નભિન્નતાની કૅફિયત કવિ આપતા હોય છતાં ઉમાશંકર dreamer છે. ‘માણસની વાત’નો કવિ dreamer નથી. આ કાવ્યમાં, ‘માણસની વાત’માં, એક habit સાવ તૂટી ગઈ છે. તે લાભશંકરના કાવ્યજીવનની નોંધપાત્ર ઘટના છે. The habit of hoping અહીં તૂટી પડી છે. He is facing the human condition. કવિને શબ્દમાં, શબ્દ વડે, શબ્દ રૂપે સ્વ-ના સકલ સંદર્ભ રૂપે વિશ્વને યથાતથ, the world as it is જોવું છે. હવે passivity of illusion નથી. | ||