232
edits
No edit summary |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
દક્ષિણાયન – દક્ષિણનો પ્રવાસ પૂરો કરીને તરત જ ઉત્તર હિંદનો પ્રવાસ ક૨વાની યોજના હતી અને દક્ષિણની પેઠે ઉત્તરની પણ પ્રવાસકથા લખવી હતી; પણ દક્ષિણનો આ પ્રવાસ કર્યા પછી કંઈક અકલ્પ્ય રીતે જ બનાવો બનવા લાગ્યા. ૧૯૪૦ માં પોંડિચેરીમાં આવીને શ્રી અરવિંદનાં દર્શન કર્યા. અને મનની દુનિયા જાણે કે પૂરી થઈ ગઈ. હૃદયે પણ જાણે કે પોતાની બધી લીલાને સંકેલી લીધી. જીવનમાં નાનીમોટી જે કાંઈ યોજનાઓ હતી તે સંકેલાઈ ગઈ. નાનાંમોટાં બધાં કામો પૂરાં થઈ ગયેલાં લાગ્યાં. ઉત્તરનો પ્રવાસ તો શું, પણ પ્રવાસ માત્ર, પ્રવૃત્તિ માત્ર હવે પરિસમાપ્ત બની ગયેલી લાગી. નાનકડા ભાવુક બાલિચત્તે, બાલહૃદયે જે કાંઈ ઝંખ્યું હતું, ચાહ્યું હતું તેના કરતાં કોઈ મહા મઘમઘી રહેલો, મહાસમર્થ, મહાવિપુલ, મહાઉત્તુંગ જીવનપ સામે ખુલ્લો થયો. હવે બીજા કશા માટે અવકાશ નહોતો. | દક્ષિણાયન – દક્ષિણનો પ્રવાસ પૂરો કરીને તરત જ ઉત્તર હિંદનો પ્રવાસ ક૨વાની યોજના હતી અને દક્ષિણની પેઠે ઉત્તરની પણ પ્રવાસકથા લખવી હતી; પણ દક્ષિણનો આ પ્રવાસ કર્યા પછી કંઈક અકલ્પ્ય રીતે જ બનાવો બનવા લાગ્યા. ૧૯૪૦ માં પોંડિચેરીમાં આવીને શ્રી અરવિંદનાં દર્શન કર્યા. અને મનની દુનિયા જાણે કે પૂરી થઈ ગઈ. હૃદયે પણ જાણે કે પોતાની બધી લીલાને સંકેલી લીધી. જીવનમાં નાનીમોટી જે કાંઈ યોજનાઓ હતી તે સંકેલાઈ ગઈ. નાનાંમોટાં બધાં કામો પૂરાં થઈ ગયેલાં લાગ્યાં. ઉત્તરનો પ્રવાસ તો શું, પણ પ્રવાસ માત્ર, પ્રવૃત્તિ માત્ર હવે પરિસમાપ્ત બની ગયેલી લાગી. નાનકડા ભાવુક બાલિચત્તે, બાલહૃદયે જે કાંઈ ઝંખ્યું હતું, ચાહ્યું હતું તેના કરતાં કોઈ મહા મઘમઘી રહેલો, મહાસમર્થ, મહાવિપુલ, મહાઉત્તુંગ જીવનપ સામે ખુલ્લો થયો. હવે બીજા કશા માટે અવકાશ નહોતો. | ||
આ આવૃત્તિમાં મારું ‘જોયો તામિલ દેશ’નું કાવ્ય ઉમેર્યું છે. એ સિવાય પુસ્તકના લખાણમાં કશો ફેર નથી થયો. કેટલાંક સ્થળો અંગે થોડી વધુ ઝીણી વિગતો મળી છે પણ તેનો ઉપયોગ ન કરતાં મૂળ લખાણ હતું તેમ જ રહેવા દીધું છે. દક્ષિણ વિશેનો અદ્યતન ચિતાર મેળવવા માટે તો હવે નવા પ્રવાસી લેખકોએ નવો ગ્રંથ લખવો જોઈએ. એ માટે મારું એમને આમંત્રણ છે અને હું પોતે આ ગ્રંથને જૂના ગ્રંથ તરીકે જાળવી રાખવામાં આનંદ પામું છું. શ્રી અરવિંદાશ્રમ, પોંડિચેરી | આ આવૃત્તિમાં મારું ‘જોયો તામિલ દેશ’નું કાવ્ય ઉમેર્યું છે. એ સિવાય પુસ્તકના લખાણમાં કશો ફેર નથી થયો. કેટલાંક સ્થળો અંગે થોડી વધુ ઝીણી વિગતો મળી છે પણ તેનો ઉપયોગ ન કરતાં મૂળ લખાણ હતું તેમ જ રહેવા દીધું છે. દક્ષિણ વિશેનો અદ્યતન ચિતાર મેળવવા માટે તો હવે નવા પ્રવાસી લેખકોએ નવો ગ્રંથ લખવો જોઈએ. એ માટે મારું એમને આમંત્રણ છે અને હું પોતે આ ગ્રંથને જૂના ગ્રંથ તરીકે જાળવી રાખવામાં આનંદ પામું છું. શ્રી અરવિંદાશ્રમ, પોંડિચેરી | ||
{{rh|૧૭-૮-૧૯૫૨ | {{rh|'''૧૭-૮-૧૯૫૨'''||'''સુન્દરમ્'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 43: | Line 43: | ||
પહેલી આવૃત્તિ વખતે મારી એક મન: કામના મેં જણાવેલી કે માનવજાતિ અને ખાસ તો આપણી ઘરરખુ હિંદી પ્રજા પોતાની ભૂમિમાં પરિભ્રમણ કરતી થાય તો કેવું સારું! એ અત્યારે હવે બની રહ્યું છે. ગામડાગામના માણસો પણ કાશ્મીર અને ભાકરા-નાંગલથી માંડી, ચિત્તરંજનનાં એંજિન-કારખાનાં અને કન્યાકુમારીનાં ભૂશીર્ષો સુધી ભમવા લાગી ગયા છે અને ભારતમાતાની સરજાતી કાયાને જોઈ રહ્યા છે. એમાં પોંડિચેરી એ પણ હવે એક અનિવાર્ય યાત્રાધામ બની રહ્યું છે. ભારતનાં બીજાં પ્રવૃત્તિધામોની સાથે તેમ જ તીર્થધામોની સાથે પોંડિચેરી પણ એક પ્રવૃત્તિધામ અને તીર્થધામ તરીકે જોવાવા લાગ્યું છે. પણ આ તીર્થમાં જે જલ છે અને આ પ્રવૃત્તિધામમાં જે પ્રવૃત્તિનો ફાલ છે તે જુદી રીતનાં છે. ભાકરા-નાંગલમાં જે જલસાગરો બંધાયા છે, ચિત્તરંજનમાં જે મહાબલ એંજિનો ઘડાઈ રહ્યાં છે એના જેવું, બલ્કે એથીયે કોઈ ગંજાવર અને મહાશક્તિમય તત્ત્વ, મહાસ્થૂલકાય પદાર્થો કરતાં પણ મહાઅતિકાય સૂક્ષ્મ તત્ત્વ અહીં પણ સરજાઈ રહ્યું છે. અહીં જેઓ ચાહીને આવે છે તેમને આ વાતનો અમે કંઈક ઇશારો આપીએ છીએ, પણ એની વાત આ પુસ્તકનાં પાનાંમાં નહિ કરું. એ તો રૂબરૂમાં મળીએ ત્યારે. | પહેલી આવૃત્તિ વખતે મારી એક મન: કામના મેં જણાવેલી કે માનવજાતિ અને ખાસ તો આપણી ઘરરખુ હિંદી પ્રજા પોતાની ભૂમિમાં પરિભ્રમણ કરતી થાય તો કેવું સારું! એ અત્યારે હવે બની રહ્યું છે. ગામડાગામના માણસો પણ કાશ્મીર અને ભાકરા-નાંગલથી માંડી, ચિત્તરંજનનાં એંજિન-કારખાનાં અને કન્યાકુમારીનાં ભૂશીર્ષો સુધી ભમવા લાગી ગયા છે અને ભારતમાતાની સરજાતી કાયાને જોઈ રહ્યા છે. એમાં પોંડિચેરી એ પણ હવે એક અનિવાર્ય યાત્રાધામ બની રહ્યું છે. ભારતનાં બીજાં પ્રવૃત્તિધામોની સાથે તેમ જ તીર્થધામોની સાથે પોંડિચેરી પણ એક પ્રવૃત્તિધામ અને તીર્થધામ તરીકે જોવાવા લાગ્યું છે. પણ આ તીર્થમાં જે જલ છે અને આ પ્રવૃત્તિધામમાં જે પ્રવૃત્તિનો ફાલ છે તે જુદી રીતનાં છે. ભાકરા-નાંગલમાં જે જલસાગરો બંધાયા છે, ચિત્તરંજનમાં જે મહાબલ એંજિનો ઘડાઈ રહ્યાં છે એના જેવું, બલ્કે એથીયે કોઈ ગંજાવર અને મહાશક્તિમય તત્ત્વ, મહાસ્થૂલકાય પદાર્થો કરતાં પણ મહાઅતિકાય સૂક્ષ્મ તત્ત્વ અહીં પણ સરજાઈ રહ્યું છે. અહીં જેઓ ચાહીને આવે છે તેમને આ વાતનો અમે કંઈક ઇશારો આપીએ છીએ, પણ એની વાત આ પુસ્તકનાં પાનાંમાં નહિ કરું. એ તો રૂબરૂમાં મળીએ ત્યારે. | ||
{{rh|શ્રીઅરવિંદ આશ્રમ, | {{rh|શ્રીઅરવિંદ આશ્રમ,'''પોંડિચેરી'''||'''સુન્દરમ્'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 55: | Line 55: | ||
આ પુનર્મુદ્રણમાં પૃ. ૨૪૪ ઉપરનો પહેલો ફકરો, એની પહેલાંના ફકરાનું છેલ્લું વાક્ય અશ્લીલ શિલ્પવિધાનો વિશેનું કાઢી લઈ તીરુપતિના મંદિરમાંનાં ભોગશિલ્પો વિશેનો નવો ઉમેર્યો છે એ સિવાય પુસ્તકમાં બીજો કોઈ ફેરફાર નથી. | આ પુનર્મુદ્રણમાં પૃ. ૨૪૪ ઉપરનો પહેલો ફકરો, એની પહેલાંના ફકરાનું છેલ્લું વાક્ય અશ્લીલ શિલ્પવિધાનો વિશેનું કાઢી લઈ તીરુપતિના મંદિરમાંનાં ભોગશિલ્પો વિશેનો નવો ઉમેર્યો છે એ સિવાય પુસ્તકમાં બીજો કોઈ ફેરફાર નથી. | ||
{{rh|શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી | {{rh|શ્રીઅરવિંદ આશ્રમ, '''પોંડિચેરી'''||'''|સુન્દરમ્|તા. ૨૧-૧૧-'૬૪}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 99: | Line 99: | ||
સુન્દરમે આ દક્ષિણાયન કર્યું તેથી પોતાને દૃષ્ટિલાભ થયાનું જણાવે છે. આ પ્રવાસ પછી તેઓ ગુજરાતની શિલ્પસમૃદ્ધિ તેમ જ પ્રાકૃતિક રમણીયતાના ‘વધારે જ્ઞાનપૂર્ણ ભોક્તા'બન્યા હોવાનું જણાવે છે. તેઓ લખે છે: | સુન્દરમે આ દક્ષિણાયન કર્યું તેથી પોતાને દૃષ્ટિલાભ થયાનું જણાવે છે. આ પ્રવાસ પછી તેઓ ગુજરાતની શિલ્પસમૃદ્ધિ તેમ જ પ્રાકૃતિક રમણીયતાના ‘વધારે જ્ઞાનપૂર્ણ ભોક્તા'બન્યા હોવાનું જણાવે છે. તેઓ લખે છે: | ||
‘‘દક્ષિણમાં ફરી આવ્યા પછી ગુજરાતના જીવનની મીઠાશ, તેની ઋતુઓની આહ્લાદકતા, તેના એક એક જિલ્લાની લાક્ષણિક પ્રાકૃતિક સુંદરતા, તેના અનેક વર્ષોની વિવિધ સૌંદર્યછટા, તેના વ્યવહારોની વિલક્ષણતા એ બધું મને વિશેષ રસાવહ બનવા લાગ્યું.' | ‘‘દક્ષિણમાં ફરી આવ્યા પછી ગુજરાતના જીવનની મીઠાશ, તેની ઋતુઓની આહ્લાદકતા, તેના એક એક જિલ્લાની લાક્ષણિક પ્રાકૃતિક સુંદરતા, તેના અનેક વર્ષોની વિવિધ સૌંદર્યછટા, તેના વ્યવહારોની વિલક્ષણતા એ બધું મને વિશેષ રસાવહ બનવા લાગ્યું.' | ||
{{rh|(પ્રાસ્તાવિક: પૃ. ૭)}} | |||
{{rh|'''(પ્રાસ્તાવિક: પૃ. ૭)'''}} | |||
સુન્દરમ્ યોગ્ય રીતે જ ભૂમિનું પરિક્રમણ એ માનવીનો આદિકાળથી વ્યવસાય હોવાનું દર્શાવે છે. માનવી આવા પરિક્રમણથી જે અનેરો રસાનુભવ કરે છે તેનો તેમને બરાબર અંદાજ છે અને તે કારણે જ સુન્દરમ્ માનવીની પ્રવાસપ્રવૃત્તિનો એની પ્રવાસકથાનો વિશેષભાવે મહિમા કરે છે. તેમણે એક સર્જક તરીકે પ્રવાસના રસાનુભવનો પૂરો લાભ લીધો છે જ. તેઓ પોતાના પ્રવાસ-પરિક્રમણના સંદર્ભે લખે છે: | સુન્દરમ્ યોગ્ય રીતે જ ભૂમિનું પરિક્રમણ એ માનવીનો આદિકાળથી વ્યવસાય હોવાનું દર્શાવે છે. માનવી આવા પરિક્રમણથી જે અનેરો રસાનુભવ કરે છે તેનો તેમને બરાબર અંદાજ છે અને તે કારણે જ સુન્દરમ્ માનવીની પ્રવાસપ્રવૃત્તિનો એની પ્રવાસકથાનો વિશેષભાવે મહિમા કરે છે. તેમણે એક સર્જક તરીકે પ્રવાસના રસાનુભવનો પૂરો લાભ લીધો છે જ. તેઓ પોતાના પ્રવાસ-પરિક્રમણના સંદર્ભે લખે છે: | ||
“આ પરિક્રમણની પાછળ પરમાર્થતા અને દૃઢ હૃદયભાવના તો રહેલી જ છે. એના બળે જ આવી સાદીસીધી મુસાફરીને પણ હું શબ્દમાં રજૂ કરવાનું ચાપલ કરી શક્યો છું. એ મુસાફરી પછી હવે તો મને કોક નાનકડું ગામતરું પણ રસપ્રદ બનવા લાગ્યું છે અને તેમાંથી કંઈ ને કંઈ નવું ભૂમિદર્શન મળતું થયું છે." | “આ પરિક્રમણની પાછળ પરમાર્થતા અને દૃઢ હૃદયભાવના તો રહેલી જ છે. એના બળે જ આવી સાદીસીધી મુસાફરીને પણ હું શબ્દમાં રજૂ કરવાનું ચાપલ કરી શક્યો છું. એ મુસાફરી પછી હવે તો મને કોક નાનકડું ગામતરું પણ રસપ્રદ બનવા લાગ્યું છે અને તેમાંથી કંઈ ને કંઈ નવું ભૂમિદર્શન મળતું થયું છે." | ||
{{rh|(પ્રાસ્તાવિક: પૃ. ૯)}} | |||
{{rh|'''(પ્રાસ્તાવિક: પૃ. ૯)'''}} | |||
સુન્દરમ્ આ ગ્રંથના પ્રાસ્તાવિકમાં પોતાના દક્ષિણના પ્રવાસની ભૂમિકા અને તેના અનુષંગે પોતાની દૃષ્ટિ-સંવેદના રજૂ કર્યા બાદ પોતાની પ્રવાસકથાનો કશા વિશેષ રંગરોગાન વગર સીધો જ આરંભ કરે છે. સુન્દરની નજર એક સંવેદનશીલ કવિની – માનવતાવાદી સર્જકની – કલાકારની નજર છે. એમનાં આંખ-કાન વગેરે વિશેષભાવે પ્રકૃતિ, કલાકૃતિ અને માનવવ્યક્તિસમષ્ટિનાં રસબિન્દુઓને – ભાવબિન્દુઓને, તેમના સંચારોને ગ્રહણ કરતાં રહે છે. ડગલે ને પગલે તેઓ પ્રકૃતિદર્શન અને વર્ણનમાં માનવભાવોનું આરોપણ કરતા ચાલે છે. સજીવારોપણ અલંકાર સુન્દરમ્ને સહજસિદ્ધ છે. એમના પ્રાકૃતિક દર્શન-વર્ણનમાં એના અનેકાનેક ચમત્કૃતિ-ચમકારા-ઉન્મેષો અહીં પ્રગટ થતા રહ્યા છે. તેમને ટેકરીઓ અને તેની પરથી ગબડી ગયેલા તોતિંગ પથ્થરો તોફાની બાળકનાં રમકડાં જેવા લાગે છે. (પૃ. ૨૯). બંધ એન્જિને મોટર ઢાળ ઊતરે ત્યારે નાના છોકરાનું લપસવાનું તેમને યાદ આવે છે. (પૃ. ૩૧). પાર્વતીના બે પ્રવાહ વચ્ચેની બખોલમાં પોતે બેસી આવ્યા તો પાર્વતીની લટો વચ્ચેની નાની જૂનું ઉપમાન પોતાને માટે તેમને સૂઝે છે. (પૃ. ૪૧). મૈસૂરમાં વીજળીના દીવાની એક હાર ચામુંડી હિલ પર ચમકતી જોઈને સુન્દરમ્ને ‘કોક મસ્તરમણી જાણે વક્ષ: સ્થળ પર રત્નહાર ઢળકતો મૂકી પોઢી હોય'– એવી ઉત્પ્રેક્ષા સ્ફુરે છે. (પૃ. ૭૨) કન્યાકુમારીમાં જલધિજલમાંના ખડકો ભારતમાતાના પગના અંગુષ્ઠનખ જેવા તેમને દેખાય છે. (પૃ. ૧૧૧). સુન્દરને ‘બૃહદીશ્વરનું મંદિર અનાવૃત રાજત્વ જેવું પોતાનો શુદ્ધ પ્રતાપ પથારતું ઊભું'હોય એવું ભાસે છે (પૃ. ૧૬૧). આમ સુન્દરના પ્રકૃતિદર્શન ને કલાદર્શન-નિરૂપણમાં માનવભાવનો સ્પર્શ-પાસ સહજતયા જ આવી જતો પમાય છે. | સુન્દરમ્ આ ગ્રંથના પ્રાસ્તાવિકમાં પોતાના દક્ષિણના પ્રવાસની ભૂમિકા અને તેના અનુષંગે પોતાની દૃષ્ટિ-સંવેદના રજૂ કર્યા બાદ પોતાની પ્રવાસકથાનો કશા વિશેષ રંગરોગાન વગર સીધો જ આરંભ કરે છે. સુન્દરની નજર એક સંવેદનશીલ કવિની – માનવતાવાદી સર્જકની – કલાકારની નજર છે. એમનાં આંખ-કાન વગેરે વિશેષભાવે પ્રકૃતિ, કલાકૃતિ અને માનવવ્યક્તિસમષ્ટિનાં રસબિન્દુઓને – ભાવબિન્દુઓને, તેમના સંચારોને ગ્રહણ કરતાં રહે છે. ડગલે ને પગલે તેઓ પ્રકૃતિદર્શન અને વર્ણનમાં માનવભાવોનું આરોપણ કરતા ચાલે છે. સજીવારોપણ અલંકાર સુન્દરમ્ને સહજસિદ્ધ છે. એમના પ્રાકૃતિક દર્શન-વર્ણનમાં એના અનેકાનેક ચમત્કૃતિ-ચમકારા-ઉન્મેષો અહીં પ્રગટ થતા રહ્યા છે. તેમને ટેકરીઓ અને તેની પરથી ગબડી ગયેલા તોતિંગ પથ્થરો તોફાની બાળકનાં રમકડાં જેવા લાગે છે. (પૃ. ૨૯). બંધ એન્જિને મોટર ઢાળ ઊતરે ત્યારે નાના છોકરાનું લપસવાનું તેમને યાદ આવે છે. (પૃ. ૩૧). પાર્વતીના બે પ્રવાહ વચ્ચેની બખોલમાં પોતે બેસી આવ્યા તો પાર્વતીની લટો વચ્ચેની નાની જૂનું ઉપમાન પોતાને માટે તેમને સૂઝે છે. (પૃ. ૪૧). મૈસૂરમાં વીજળીના દીવાની એક હાર ચામુંડી હિલ પર ચમકતી જોઈને સુન્દરમ્ને ‘કોક મસ્તરમણી જાણે વક્ષ: સ્થળ પર રત્નહાર ઢળકતો મૂકી પોઢી હોય'– એવી ઉત્પ્રેક્ષા સ્ફુરે છે. (પૃ. ૭૨) કન્યાકુમારીમાં જલધિજલમાંના ખડકો ભારતમાતાના પગના અંગુષ્ઠનખ જેવા તેમને દેખાય છે. (પૃ. ૧૧૧). સુન્દરને ‘બૃહદીશ્વરનું મંદિર અનાવૃત રાજત્વ જેવું પોતાનો શુદ્ધ પ્રતાપ પથારતું ઊભું'હોય એવું ભાસે છે (પૃ. ૧૬૧). આમ સુન્દરના પ્રકૃતિદર્શન ને કલાદર્શન-નિરૂપણમાં માનવભાવનો સ્પર્શ-પાસ સહજતયા જ આવી જતો પમાય છે. | ||
વળી સુન્દરમ્ની કલ્પકતા અવારનવાર અનેક આલંકારિક રચનાવિધાનમાં – તદનુવર્તી વાગવ્યાપારમાં પણ પ્રત્યક્ષ થતી હોય છે; દા. ત., | વળી સુન્દરમ્ની કલ્પકતા અવારનવાર અનેક આલંકારિક રચનાવિધાનમાં – તદનુવર્તી વાગવ્યાપારમાં પણ પ્રત્યક્ષ થતી હોય છે; દા. ત., | ||