સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/ગુજરાતી વિવેચનવિચાર : કેટલાક પ્રશ્નો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 39: Line 39:
જેવી રીતે રા. વિ. પાઠક સ્વીકારે છે કે કાવ્યનું મૂલ્ય કાવ્યમાં જ છે એવી રીતે સુન્દરમ્ ની વિવેચના પણ કહેશે કે ‘કાવ્યનું મૂલ્યાંકન કરવા માટે કાવ્યની પોતાની દૃષ્ટિ જ સૌથી વધારે ન્યાયપૂર્ણ નીવડે છે.’ (અ.ક.૧૫-૬) એટલે આની એક ઉપપત્તિ ‘કૃતિનાં ગૌણ પ્રયોજનો ખાતર કવિતા વાંચવી તે એક ઘણી જ સૂક્ષ્મ પ્રકારની કાવ્યવિરોધી મનોવૃત્તિ ગણાય.’ (સા.ચિં.૧૪૩-૪) આની એક બીજી ઉપપત્તિ કવિતા પરથી કવિચિત્ત વ્યાપારોનાં અનુમાનો પાછળ રહેલાં જોખમોનો સંકેત કરે છે. પાછળથી આધુનિક વિવેચના – સુરેશ જોષી અને હરિવલ્લભ ભાયાણીની – આ બંને પશ્ચિમી વિવેચકોને નોંધે છે પણ ઉમાશંકર જોશી અને સુન્દરમનો સન્દર્ભ ચીંધવાનું ચૂકી જાય છે. એવી જ રીતે ગાંધીયુગની વિવેચનાએ સામગ્રીની ઉત્કૃષ્ટતાને આધારે કૃતિની ઉત્કૃષ્ટતા નિયત ન કરી શકાય એ વાતનો પણ સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો. ‘કોઈ પણ કવિની કાવ્યશક્તિનું માપ એના ચિંતન કે વિચારો પરથી કાઢવું હિતાવહ નથી. ચિંતનની સત્યતા કે ઉત્કૃષ્ટતા પર કવિની કળાનો પાયો નથી રચાતો. (સા.ચિ.૧૪૩) આ વાતના સમર્થનમાં ગુજરાતી વિવેચન અવારનવાર ઍરિસ્ટોટલનું દૃષ્ટાન્ત ટાંકે છે કે સોનામાંથી બનાવેલું પૂતળું સામગ્રી કિમતી હોવાથી શ્રેષ્ઠ સાબિત થતું નથી. આ અને આના જેવા વિચારો ગુજરાતી વિવેચનમાં છે જ, અને છાપરે ચઢીને કહેવાયેલી આ વાત સૌએ યાદ રાખવા જેવી છે : અનુઆધુનિક વિવેચનસન્દર્ભમાં પણ : ‘એ (કલાનું) શાસ્ત્ર માગે છે આકારની, સ્વરૂપની સમ્પૂર્ણતા, આખી કૃતિના અંગપ્રત્યંગની દક્ષ સંયોજના, કૃતિના હાડપિંજરની સુશ્લિષ્ટતા અને તેના આખા સ્વરૂપની સુશ્લિષ્ટતા, સઘનતા અને મનોહારિતા. આ શરીરશાસ્ત્રને પોતાનાં મૂલ્યાંકનનાં ધોરણો ઉત્તમ કૃતિઓમાંથી મેળવવાનાં હોય છે.' (સા.ચિં.૧૭૬)

૧૯૫૫-૬૦ પછીના ગુજરાતી સાહિત્યવિવેચનના કેન્દ્રમાં છે સુરેશ જોષી. માત્ર રૂપરચનાવાદ જ નહિ, ફિનોમિનોલોજિકલ અભિગમ અને ત્યાંથી ધીમે ધીમે તેઓ કહે છે તે પ્રમાણે તેમની વિવેચના ‘બહુલતાવાદ' સુધી જઈ પહોંચે છે. વાડાબંધી, જૂથબંધીને કારણે સત્ત્વશીલ કૃતિઓની થતી ઉપેક્ષા સામેનો ઉગ્ર વિરોધ તો છેક ‘વાણી’ના (૧૯૪૭-૮) સમયથી આરંભાય છે. વળી આરમ્ભની તેમની વિવેચના યુગચેતના, જીવાતા જીવન ઉપર ભાર મૂકે છે એ જાણીને કેટલાકને અચરજ પણ થશે. દૃષ્ટા તટસ્થતાથી ઘડીભર પોતાના જમાનાએ સારવી આપેલાં મૂલ્યમાપનોને અળગાં રાખી, ઘટનાના હાર્દમાં અવગાહન કરી એના રહસ્યને જો સર્જક બોલવા દે તો સર્જનમાં તાઝગી અને જોમ આવે.' (મનીષા, એપ્રિલ ૧૯૫૫) એ સમયના સુરેશ જોષીએ તો સ્વીકાર્યું હતું કે ‘પન્નાલાલ, પેટલીકર અને ગુણવંતરાય આચાર્યે આ સાહિત્યસ્વરૂપની નવી શક્યતાઓનો અંગુલિનિર્દેશ કર્યો ત્યારે આપણને આશા બંધાઈ હતી કે હવે નવલકથા જીવી જશે.’ (એજન) પરન્તુ ધીમે ધીમે તેમની વિવેચના પુરોગામી ગુજરાતી સાહિત્યની અધૂરપો માટે અવારનવાર આક્રોશ કરતી એક જુદા મુકામ પર જઈ પહોંચે છે. એ વિવેચનની ભાષા પણ પુરોગામી વિવેચનભાષાથી અલગ પડી જાય છે, એ ભાષાને તેમની સર્જકતાનો પાસ બેઠેલો છે અને પરિણામે વિવેચના જીવન્ત અને ઉષ્માસભર બનવા માંડે છે. આમ જુઓ તો પુરોગામી વિવેચનમાં આ જ વાત શબ્દાન્તરે કહેવાઈ ગઈ છે.

‘સદા નવીન રહે છે તે સર્જકે આવિષ્કૃત કરેલું એનું અદ્વિતીય રૂપ. એ રૂપના સંવિધાનમાં એની ચેતનાના વિધાયક ઋતનો આપણને સંસ્પર્શ થાય છે. અદ્વિતીય રૂપસર્જન જ કળામાત્રનું આગવું મૂલ્ય છે. એ સિવાયનું બીજું – સર્જકનું વ્યક્તિત્વ સુધ્ધાં – કળાનું ઉપાદાન છે, લક્ષ્ય નથી. એ રૂપના સંવિધાનને, એનું કલ્પનાથી પુનર્નિર્માણ કરીને, સમજવાની પ્રવૃત્તિથી જ રસાનુભૂતિ થાય છે. આ સિવાયનાં કળાની બહારનાં મૂલ્યો સાપેક્ષ છે; સાધનસાધ્યની અટપટી તન્તુજાળના વચલા અંકોડાઓ છે.’(નવી શૈલીની નવલિકાઓ, પ્રાસ્તાવિક) ગુજરાતી વિવેચનનો ઇતિહાસ લખનારે એક તપાસ કરવી પડે. સામગ્રીના (કહો કે કથયિતવ્યના) મહત્ત્વને અવગણીને રૂપરચના ઉપર ગાંધીયુગના બે મુખ્ય કવિવિવેચકો (ઉમાશંકર જોશી અને સુન્દરમ્)એ ભાર આપ્યો અને એનો વિરોધ ભાગ્યે જ કરવામાં આવ્યો હતો જ્યારે સુરેશ જોષી સામે વિરોધ કરવામાં આવ્યો. શું આપણે ગાંધીયુગની વિવેચના ધ્યાનપૂર્વક વાંચી ન હતી? શું આપણે સુરેશ જોષીને યોગ્ય સન્દર્ભમાં વાંચ્યા ન હતા?

સુરેશ જોષીની વિવેચનાને સ્વીકારવામાં સૌથી મોટી મુશ્કેલી ઘટનાહ્રાસ, ઘટનાતિરોધાન, સામગ્રીનું નિગરણ જેવા વિવેચનવિભાવો હતા. પહેલા બે વિભાવોને સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો આધાર હતો; એ સમગ્ર સન્દર્ભ ડોલરરાય માંકડે સ્પષ્ટ કરી આપ્યો હતો. ફરી એક વાર તેમના શબ્દો ધ્યાનથી સમજીએ: ‘કાવ્યત્વ સિદ્ધ કરવા માટે, વધુમાં વધુ ઇષ્ટ અસર ઉપજાવવા માટે ‘તેવી ભાષા, તેવા છંદ, તેવા અલંકાર, તેવી રીતિ, તેવા રસ આદિથી અંકિત કરીને કવિ શબ્દદેહ અર્પે છે. આ ભાષાદિના વાઘા સજાતાં જ મૂળ વાસ્તવિક પ્રસંગાદિનું પૂરું તિરોધાન થાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ મૂળ વસ્તુનું તિરોધાન થાય છે એમ કહે છે તેનો અર્થ આ જ છે.' (કાવ્યવિવેચન, ૨૯)

સામગ્રીના નિગરણની વાત જર્મન વિવેચક શીલરે કહી હતી, ‘એક સાચી, સુંદર કળાકૃતિમાં સામગ્રીએ કશું કરવાનું હોતું નથી. અહીં તો રૂપરચના-ફોર્મ જ સર્વેસર્વા હોય છે. સર્જકની કળાનું વિશિષ્ટ રહસ્ય રૂપ દ્વારા થતા સામગ્રીના નિગરણમાં રહેલું છે.’ (જુઓ રને વેલેકકૃત હિસ્ટરી ઑવ્ મોડર્ન ક્રિટીસીઝમ, ૧ ૨૩૪) અને સાથે સાથે જ આ જર્મન ચિંતકે કળાને ‘સંસ્કૃતિના પ્રસારક તરીકે' પણ ઓળખાવી હતી. પરંતુ ગુજરાતીમાં એ વિચારણા પ્રચલિત થઈ ન હતી. શીલરની સામગ્રીના નિગરણવાળી આ વિચારણા સુરેશ જોષીની કથાસાહિત્યની વિવેચનાને ઘટનાહ્રાસ, ઘટનાનું તિરોધાન જેવી ભૂમિકાએ પહોંચાડે છે : ‘તિરોધાન, પરિહાર-સર્જનમાં આ બે ભારે મહત્ત્વના શબ્દો છે. વસ્તુનું સાધારણીકરણ નહીં, પણ વિલીનીકરણ કળામાં થવું જોઈએ એમ કદાચ હવે કહેવું જોઈએ.’(કિંચિત્ ૮૪-૫)

Line 64: Line 64:
{{right|‘વાત આપણા વિવેચનની’ (ઉત્તરાર્ધ) પૃ. ૧૦૭ થી ૧૨૧}}<br>

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|૦૦૦}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu