સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/ગુજરાતી વિવેચનવિચાર : કેટલાક પ્રશ્નો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
અન્યત્ર તેઓ ‘વિચારપ્રધાન કવિતા'ના સંકેતો જ બદલી નાખે છે : ‘આદિથી અંત લગીની આખી કૃતિ એ ઉચ્ચીકરણ, સમૃદ્ધીકરણ, તેજસ્વીકરણે ઝગી રહે છે અને અભૂતપૂર્વ બને છે. અને આ બને છે કલાએ, આયોજને, કવિના વિચારબળે, ઊંચામાં ઊંચી કલ્પનાશક્તિ અનુસરે છે કવિની કલાએ તેના મગજમાં ઉઠાવેલા આ કૃતિના અંતિમ રૂપને, માટે જ સર્જક કવિતાને માટે કલ્પનાપ્રધાન કે બીજું વિશેષણ યોજવાને બદલે તેને વિચારપ્રધાન કહેવાનું પસંદ કરું છું.' (ન.ક.વ્યા. ૧૬૦-૬૧) વિચારપ્રધાન કવિતાની આ વિભાવના સામે ગુજરાતી સર્જનવિવેચનને ભાગ્યે જ કોઈ વાંધો હોય.

જેવી રીતે સર્જકની કવિતા અનુગામી સર્જકમાં પ્રતિબિંબાતી, વિસ્તરતી, શુદ્ધિવૃદ્ધિ પામતી આગળ વધે છે તેમ વિવેચનાનું પણ સમજવું. બ.ક.ઠાકોર અને રા.વિ.પાઠકનો સાહિત્યવિચાર હવે સુદૃઢ થઈને ઉમાશંકર જોશીમાં પ્રગટે છે. આગલી સદીના પૂર્વાર્ધ – એટલે કે ૧૯૫૦ સુધીના તેમના વિવેચનલેખોમાં સર્જકકેન્દ્રી અને કૃતિકેન્દ્રી અભિગમ સન્તુલિત થયેલો જોવા મળશે. સામાન્ય રીતે આપણી વિવેચનાએ રૂપરચનાવાદને આધુનિક સાહિત્યવિવેચન (૧૯૬૦ પછીનું) સાથે સાંકળ્યો છે. પરન્તુ ઉમાશંકર જોશી અને સુન્દરમ્મ્ને ધ્યાનપૂર્વક વાંચીશું તો પ્રતીતિ થશે કે આ બંનેની વિવેચનાનાં મોટા ભાગનાં ગૃહીતોના કેન્દ્રમાં સ્પષ્ટ રૂપે રૂપરચનાવાદ હતો. દા.ત. ઉમાશંકર જોશીની પૂર્વકાલીન વિવેચનામાં આટલી સ્પષ્ટતાઓ છે :

‘આકાર, આયોજન, ઘાટટ્યૂટ એ છે તે કલાસૃષ્ટિનું સત્ય.’(સમ.૩૩)

રચના પાછળ ગમે તેવો મહાન આશય ભાવક માટે અપ્રસ્તુત છે; કૃતિની સામગ્રી ભવ્ય હોવાથી કૃતિ ભવ્ય કે સંકુચિત બનતી નથી.' (સમ.૧૩૩)

‘વિષય જાતે રમણીય અથવા તુચ્છ, ક્ષુલ્લક છે એમ કહેવામાં તત્ત્વની ભાષા જળવાતી નથી.' (ક.સા.૧૧૫)

Line 34: Line 34:
રા. વિ. પાઠકની વિવેચનામાં કળાના જે તે માધ્યમ સાથે સંકળાયેલી અભિવ્યક્તિની મર્યાદાઓ, વિશિષ્ટતાઓનો પ્રશ્ન ચર્ચાયો હતો. સાહિત્યનું માધ્યમ ભાષા માનવીના સમાજજીવન, સંસ્કૃતિ, ઈતિહાસ સાથે વિશિષ્ટ રીતે સંકળાયેલું હોવાથી શુદ્ધ કળાના આદર્શો ઇચ્છીએ તો પણ પાર પાડી શકાતા નથી. એટલે રા. વિ. પાઠક અવારનવાર જીવનદર્શન, જીવનરહસ્ય પર જઈ ચઢતા હતા. એમની પરમ્પરાને ઉમાશંકર જોશીની વિવેચના સ્વીકારી લે છે; ક્યારેક તો તેમની વિવેચના પાછળથી રા. વિ. પાઠકનો બુલંદ અવાજ પણ સંભળાતો લાગશે : ‘કાવ્ય શું, કોઈ પણ જીવનવ્યાપાર, જીવનાલંબી છે, જીવનનિર્ભર છે, જીવનમર્યાદિત છે, જીવનનિષ્ઠ છે, જીવનસાપેક્ષ છે... કાવ્ય કે કોઈ પણ કલા મનુષ્યના જીવનથી અલિપ્ત રહીને સંભવી શકતી નથી.' ('કવિતા અને પ્રાગતિકતા' નામનો નિબન્ધ) તો ક્યારેક આ વિવેચના ગોવર્ધનરામ ત્રિપાઠીની કે રવીન્દ્રનાથ ઠાકુરની નિકટ જઈ પહોંચતી લાણશે, ‘કવિ એવો શબ્દ શોધે છે, જે બૃહત્-તાના એકતાના આનંદથી ભીંજાયેલો હોય. માનવીની ચેતના અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પંચવિધ કોશમાં પસાર થતી અતિમ આનંદમય વેશ રૂપે પરિણત થવા સર્જાયેલી છે. વ્યક્તિનું આનંદરૂપ એ એનું સ્વ-રૂપ છે. કવિ જયારે એની શોધમાં સફળ થાય છે ત્યારે એ પોતાના ચરમ અને પરમ સ્વ-રૂપ આનંદરૂપને પામે છે.' (કવિતાવિવેક, ૧૨૩)

વિવેચનવિચારમાં એક વાત સ્પષ્ટ છે કે કોઈ વ્યક્તિ સિદ્ધાન્તનિષ્ઠ વિવેચન કરે. ન કરે, ઇતિહાસકારનો પાઠ ભજવે ન ભજવે, કૃતિનિષ્ઠ વિવેચન પર હાથ અજમાવે ન અજમાવે – આ ત્રણે ભૂમિકા (અર્થાત્ સિદ્ધાન્તચર્ચા, સાહિત્યનો ઇતિહાસ કે કૃતિનિષ્ઠ વિવેચન)ના સમન્વય વિનાની વિવેચના ઝાઝી શ્રદ્ધેય બની શકતી નથી. છેવટે આ બધું પાર્શ્વભૂમાં તો પડેલું હોવું જ જોઈએ. બલવંતરાય ઠાકોરની વિવેચના અવારનવાર ઇતિહાસમૂલક કે તુલનાત્મક બનવા જાય છે ખરી પણ સાતત્યપૂર્વક કશી માંડણી થતી જોવા મળતી નથી. આવા સમન્વયનું એક ઉત્તમ પરિણામ સુન્દરમ્મ્ની વિવેચનામાં જોઈ શકાશે, ખાસ કરીને તો ‘અર્વાચીન કવિતા'માં.

'અર્વાચીન કવિતા'ના લેખનની પૂર્વતૈયારીએ તેમને જે પાઠ શિખવાડ્યો તે દરેક વિવેચકે ધ્યાનમાં રાખવા જેવો છે : ‘પોતાને ગુજરાતી કવિતાનો અભ્યાસી ગણતો માણસ મોટે ભાગે આપણા મોટા મોટા કવિઓના ધોરી રસ્તા પર જ ચાલે છે. એ રસ્તાની સાથે આવી મળતા અનેક નાનામોટા રસ્તા અને ગલીકૂંચીઓનો અને તેમાંની રસસંપત્તિનો ખ્યાલ તેને નહિવત્ હોય છે.' (અ.ક. પ્રાસ્તાવિક)
‘અર્વાચીન કવિતા'ના લેખનની પૂર્વતૈયારીએ તેમને જે પાઠ શિખવાડ્યો તે દરેક વિવેચકે ધ્યાનમાં રાખવા જેવો છે : ‘પોતાને ગુજરાતી કવિતાનો અભ્યાસી ગણતો માણસ મોટે ભાગે આપણા મોટા મોટા કવિઓના ધોરી રસ્તા પર જ ચાલે છે. એ રસ્તાની સાથે આવી મળતા અનેક નાનામોટા રસ્તા અને ગલીકૂંચીઓનો અને તેમાંની રસસંપત્તિનો ખ્યાલ તેને નહિવત્ હોય છે.' (અ.ક. પ્રાસ્તાવિક)
એક રીતે જોઈશું તો રૂપરચનાનાં મુખ્ય મુખ્ય ગૃહીતોની બાબતે ઉમાશંકર જોશી, સુન્દરમ્, સુરેશ જોષી કે હરિવલ્લભ ભાયાણી ખાસ જુદા પડતા નથી. દા.ત.

‘કાવ્યની સામગ્રી, તેનો છંદોલય, તેના શબ્દ-વિચાર-શૈલી, અને આંતરિક તત્ત્વગર્ભ, એ બધાં પોતપોતાની રીતે જોતાં શુષ્ક અને નિષ્પ્રાણ જેવાં સત્યો કવિચિત્ત દ્વારા કોક શુષ્ક સૂક્ષ્મ રાસાયણિક પ્રક્રિયાને બળે, અન્યોન્યમાં ઓતપ્રોત થઈ, અન્યોન્યનો આશ્રય લઈ, અને અન્યોન્યમાં તદ્રૂપ બની જઈ એક પ્રકારની ઘનતા, નિબિડતા, ઉત્કટતા, પ્રકર્ષતા ધારણ કરે છે. એ ધનત્વ-ઉત્કટત્વ-નિબિડત્વ પામવું એ છે કાવ્યનું રસવત્ બનવું.' (સાહિત્યચિંતન ૧૪૩-૪)

Line 50: Line 50:
સામાન્ય રીતે જીવનવાદી કે શ્રદ્ધા-દર્શનની જિકર રાખનારા વિવેચકોનું માનસ નીતિવાદી હોય છે એવું આપણે માની લઈએ છીએ. હવે ઉમાશંકર જોશીની માન્યતા કેવી છે તે જોઈશું તો સાનન્દાશ્ચર્ય થશે :

‘કળામાં તો નીતિની કળ ચાંપવાથી અમુકતમુક સીધે રસ્તે ચાલ્યાં જતાં ઢીંગલાંને સ્થાન હોઈ ન શકે.' (અભિરુચિ, ૬૬)

'સુરુચિનું કોઈ ચિરંતન ધોરણ હોય તો પણ કલાનું સર્જન કોઈ બાહ્ય ધોરણને વશ વર્તીને થતું નથી એટલે એવા ધોરણના માનદંડથી કલાકૃતિને માપવી એ તે કૃતિની કલામયતાનો આંક કાઢવાનો માર્ગ તો નથી.' અને એથી આગળ જઈને તેઓ કહે છે, ‘કલાનું સ્વરૂપ જ એવું છે કે તે નીતિનિરપેક્ષ(amoral) છે. પણ એનો અર્થ એ નથી કે કલા અનીતિમય(immoral) છે. કોઈ નીતિધોરણનો કક્કો ખરો કરવો એ કલાનું કામ નથી, જેમ તેનો ભંગ કરવો એ પણ નથી.' (પ્રતિ. ૫૨-૩)કળાકાર પોતાનું વિશિષ્ટ સત્ય તો કૃતિમાં પ્રગટ કરવાનો, અને કળાનો દ્રોહ તો વેઠી જ ન શકાય. ‘દુનિયાની ઉત્તમ કૃતિઓમાં કેટલાકના નીતિનાકનું ટેરવું ઊંચું ચઢી જાય એવું હોય છે, પણ એ મહાન કૃતિઓ દ્વારા માનવની અસેવા થયાનું જણાયું નથી.'(પ્રતિ. ૫૬)
‘સુરુચિનું કોઈ ચિરંતન ધોરણ હોય તો પણ કલાનું સર્જન કોઈ બાહ્ય ધોરણને વશ વર્તીને થતું નથી એટલે એવા ધોરણના માનદંડથી કલાકૃતિને માપવી એ તે કૃતિની કલામયતાનો આંક કાઢવાનો માર્ગ તો નથી.' અને એથી આગળ જઈને તેઓ કહે છે, ‘કલાનું સ્વરૂપ જ એવું છે કે તે નીતિનિરપેક્ષ(amoral) છે. પણ એનો અર્થ એ નથી કે કલા અનીતિમય(immoral) છે. કોઈ નીતિધોરણનો કક્કો ખરો કરવો એ કલાનું કામ નથી, જેમ તેનો ભંગ કરવો એ પણ નથી.' (પ્રતિ. ૫૨-૩)કળાકાર પોતાનું વિશિષ્ટ સત્ય તો કૃતિમાં પ્રગટ કરવાનો, અને કળાનો દ્રોહ તો વેઠી જ ન શકાય. ‘દુનિયાની ઉત્તમ કૃતિઓમાં કેટલાકના નીતિનાકનું ટેરવું ઊંચું ચઢી જાય એવું હોય છે, પણ એ મહાન કૃતિઓ દ્વારા માનવની અસેવા થયાનું જણાયું નથી.'(પ્રતિ. ૫૬)
જેવું આ વિવેચકનું તેવું જ સુન્દરમનું : ‘જે વસ્તુ જીવન માટે નિષિદ્ધ છે તે સાહિત્ય માટે પણ નિષિદ્ધ છે. જે તત્ત્વ જીવનમાં પ્રગતિ નથી આપી શકતું તે સાહિત્યમાં પણ પ્રગતિશીલ નહિ ગણાય.' (સા.ચિં. ૫) જોકે અહીં તેઓ બ.ક.ઠાકોરની માન્યતાને અનુસરતા લાગે છે.

'ધર્મની અમુક પ્રેમ, દયા કે વૈરાગ્યની ભાવનાઓને પટપટ બોલી જતી, નીતિનાં સૂત્રોને સીધીસટ ઉચ્ચારતી, કે દેશભક્તિ અને બલિદાનના વીર અને ભયાનક રસ ગાતી અનેક કૃતિઓ સાચું જીવનપોષક પયસ ભાગ્યે જ આપી શકી છે. આ ધર્મનીતિ ઇત્યાદિના અત્યાચારોથી સાહિત્યે બચવું જોઈએ. ’(સા.ચિં. ૨૭)
‘ધર્મની અમુક પ્રેમ, દયા કે વૈરાગ્યની ભાવનાઓને પટપટ બોલી જતી, નીતિનાં સૂત્રોને સીધીસટ ઉચ્ચારતી, કે દેશભક્તિ અને બલિદાનના વીર અને ભયાનક રસ ગાતી અનેક કૃતિઓ સાચું જીવનપોષક પયસ ભાગ્યે જ આપી શકી છે. આ ધર્મનીતિ ઇત્યાદિના અત્યાચારોથી સાહિત્યે બચવું જોઈએ. ’(સા.ચિં. ૨૭)
'આપણા કેટલાક વિચારકો કરતા આવ્યા છે તેમ જીવનમાંથી સમજબેસમજમાં તારવેલાં ગણ્યાંગાંઠયાં, ઉપરછલ્લાં અને પૂર્ણતાના આભાસવાળાં તત્ત્વોની નાની-મોટી રકમોનો સાચોખોટો સરવાળો કરીને આપી દેવો એ કંઈ જીવનદર્શનન કહેવાય.’ (અ.ક. ૪૮૩)
‘આપણા કેટલાક વિચારકો કરતા આવ્યા છે તેમ જીવનમાંથી સમજબેસમજમાં તારવેલાં ગણ્યાંગાંઠયાં, ઉપરછલ્લાં અને પૂર્ણતાના આભાસવાળાં તત્ત્વોની નાની-મોટી રકમોનો સાચોખોટો સરવાળો કરીને આપી દેવો એ કંઈ જીવનદર્શનન કહેવાય.’ (અ.ક. ૪૮૩)
‘એવો એક સાચો કવિ નથી જે છેવટે દ્રષ્ટા ન બન્યો હોય. કવિતા એની ઊંચી ભૂમિકાએ ચડી છેવટે તત્ત્વજ્ઞાન સાથે હાથ મિલાવી લે છે.’ (સા. ચિ. ૧૦૦)

સુરેશ જોષીની વિવેચના તેના ઉત્તરાર્ધમાં સાહિત્યસંલગ્ન વિદ્યાશાખાઓમાં કામ કરનારા પશ્ચિમના ચિંતકોને આધારે આગળ વધે છે. જે ગુજરાતી સાહિત્યરસિકો તેમની આસ્વાદપ્રવૃત્તિના પ્રશંસકો હતા તેઓ તેમની આ તત્ત્વચર્ચાની સાથે તાલ મેળવી ન શક્યા. દોસ્તોએવ્સ્કી, ટોમસ માન, ફ્રાન્ઝ કાફકા, આલ્બેર કેમ્યૂ અને એવા બીજા અનેક સર્જકવિચારકોનો તેઓ પરિચય કરાવતા રહ્યા. વચ્ચે વચ્ચે ગુજરાતી સાહિત્યપ્રવાહો વિશે મિતાક્ષરી લેખો લખતા રહ્યા. હરિવલ્લભ ભાયાણી પણ ઉત્તરકાલીન સુરેશ જોષીની સાથે રહ્યા. આરંભે તેમની વિવેચના પશ્ચિમથી વિશેષ પ્રભાવિત હતી, પણ પાછળથી તેઓ ભારતીય સાહિત્યપરમ્પરા તરફ ઝૂકી ગયા.

Navigation menu