સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/હિન્દ સ્વરાજ (ગાંધીજી): Difference between revisions

Jump to navigation Jump to search
inverted comas corrected
No edit summary
(inverted comas corrected)
 
Line 35: Line 35:
{{Right|'''Selected papers of A. Coonerswamy'''}}<br>

{{right|'''Ed. Roger Lipsey)'''}}<br>
{{right|'''Ed. Roger Lipsey)'''}}<br>
'હિન્દ સ્વરાજ'માં તથા અન્યત્ર આવા ‘નકારાત્મક અર્થશાસ્ત્ર'ના વિકલ્પે ગાંધીજીએ ઘણી બધી ચર્ચાઓ કરી છે. વિશાળ ભૂમિખંડ અને વિશાળ જનસંખ્યા ધરાવતી ભૂમિકા તથા વિશાળ ભૂમિખંડ અને અલ્પ જનસંખ્યા ધરાવતી ભૂમિકા –બંનેની મૂળભૂત જરૂરિયાતો જુદી જુદી; એમાં ગામડાના છેક છેવાડાના માણસને સ્વમાનભેર રોજી આપી શકતી ખાદી, દેશી હળ, ગાય બળદ જેવાં પશુઓ સાથેની મૈત્રી - આ બધું આપણને એક સંવાદી વિશ્વમાં મૂકી આપે છે.
‘હિન્દ સ્વરાજ'માં તથા અન્યત્ર આવા ‘નકારાત્મક અર્થશાસ્ત્ર'ના વિકલ્પે ગાંધીજીએ ઘણી બધી ચર્ચાઓ કરી છે. વિશાળ ભૂમિખંડ અને વિશાળ જનસંખ્યા ધરાવતી ભૂમિકા તથા વિશાળ ભૂમિખંડ અને અલ્પ જનસંખ્યા ધરાવતી ભૂમિકા –બંનેની મૂળભૂત જરૂરિયાતો જુદી જુદી; એમાં ગામડાના છેક છેવાડાના માણસને સ્વમાનભેર રોજી આપી શકતી ખાદી, દેશી હળ, ગાય બળદ જેવાં પશુઓ સાથેની મૈત્રી - આ બધું આપણને એક સંવાદી વિશ્વમાં મૂકી આપે છે.
એક જમાનામાં પ્રાથમિક શાળાઓમાં, સરકારી દવાખાનાંઓમાં ખાદીનો પ્રચાર વિશેષ હતો. જેમ જેમ આપણે ઉદારીકરણના સમયમાં આગળ વધતા જઈએ છીએ તેમ ખાદી પાર્શ્વભૂમાં ધકેલાતી જાય છે. દેશની વિરાટ વસ્તીના પ્રશ્નો આજે કૈંક અંશે ઉકેલવા હોય તો ફરી ખાદી અને ગાંધીવિચાર તરફ વળવું પડશે. કારણ કે મારો એ દાવો છે કે (ખાદી અને બીજા ગામઉદ્યોગોનો પુનરુદ્ધાર કરીને) આપણે એટલો વિકાસ સાધી શકીશું કે સામાન્ય લોકોના દિલમાં સાદાઈ અને સ્વદેશીનો જે આદર્શ પડેલો છે, તેને અનુરૂપ રાષ્ટ્રીય જીવનનું પુનર્નિર્માણ કરી શકીશું. પછી આપણે એવા સામ્રાજ્યવાદમાં નહીં ઘસડાઈશું કે જેનો પાયો દુનિયાની નબળી જાતિઓના શોષણ પર ચણાયેલો છે, અને ન તો એ ભૌતિકતાવાદી સંસ્કૃતિ સ્વીકારીશું કે જેની રક્ષા શાંતિપૂર્ણ જીવનને લગભગ અસત્ય બનાવી દેનાર નૌકાદળ અને હવાઈદળ કરે છે. (ગામસ્વરાજ, ૧૪૧) અને એટલે જ ‘ખાદી એ નભોમંડળનો સૂર્ય છે, અને બીજા વિવિધ ઉદ્યોગો એ ગ્રહો છે.’ (૧૫૬)

પોતાની સ્ત્રીને આખો દિવસ કપડાં સીવતી જોઈને સીંગરને એ મજૂરીમાંથી તેને મુક્ત કરવાનું મન થયું અને એમાંથી સીવવાના સંચાની શોધ થઈ, ગાંધીજીએ એ શોધને ઊલટભેર આવકારી હતી, એટલે યંત્રોના તે કટ્ટર દુશ્મન તો હતા જ નહીં, પણ એમને ડર હતો કે ‘ઉદ્યોગવાદ માનવજાતિને શાપરૂપ નીવડવાનો છે. એટલે તેમનો વાંધો યંત્રોની ઘેલછા સામે હતો. (૧૯) યંત્રયુગને પરિણામે વિકસેલા અર્થકારણ પાછળ નૈતિકતા રહી નથી, તો એવા અર્થકારણનું શું કરવું? નૈતિક આંકને કોરે મૂકે છે અગર તેની ઉપેક્ષા કરે છે તે અર્થશાસ્ત્ર ખોટું છે. (ગ્રા. ૩૬) આ અનૈતિક અર્થશાસ્ત્ર જ સમાજમાં વર્ગવિગ્રહો કરાવે છે. એ જ શ્રીમંતોને વધારે શ્રીમંત અને ગરીબોને વધારે ગરીબ બનાવે છે, ઉદ્યોગપતિઓએ સમાજના ટ્રસ્ટી બનવાનું હોય, એટલે સ્વાભાવિક રીતે સમાજને જવાબદાર પણ બનાવવાના' (દ.આ. ઇતિ. ૧૨૯). મુઠ્ઠીભર માણસોના હાથમાં સંચિત થતી સંપત્તિ પાછળ લોભવૃત્તિ છે અને તે ઈર્ષાભાવને જન્મ આપે છે. એટલે ‘હિંદ સ્વરાજ’માં આરંભે જ કહેવાયું છે, યાંત્રિક સંશોધનો અને વિજ્ઞાન એ પહેલાં પ્રથમ લોભનાં સાધનો મટી જવાં જોઈએ...’ (૧૦); આગળ આપણે શરીરશ્રમની વાત કરી હતી, આ શ્રમ જરૂરી છે નહીંતર માનવશરીર જડ બને, ‘માણસનાં અંગોને કામને અભાવે જડ અને નિરુપયોગી કરી નાખવા તરફ યંત્રોની પ્રવૃત્તિ ન હોવી જોઈએ. (૧૧) આ ‘હુન્નરખાનની ચડાઈ' બીજા શબ્દોમાં તેના પગલે પગલે આવતો સુધારો આપણને ક્યાં લઈ જશે તેનો અંદાજ ગાંધીજીને વેળાસર આવી ગયો હતો. થોડા લંબાણના ભયે પણ ગાંધીજીની એ વાત સરવા કાને, નવી પેઢીએ તો ખાસ, સાંભળવા જેવી છે:

Line 42: Line 42:
સ્વાભાવિક રીતે જ ગાંધીપુરસ્કૃત વિચારણા ધનસંપત્તિના અમર્યાદ સંચયનો વિરોધ કરે, એટલે જ તેઓ કહે છે: ‘જગતને વધારે વિચારું છું તેમ તેમ સમજાય છે કે તવંગર થવા કરતાં ગરીબ રહેવામાં વધારે આશ્વાસન છે. શ્રીમંતાઈ કરતાં, તવંગર થવા કરતાં, ગરીબ રહેવામાં સાર છે. ગરીબાઈનાં ફળો વધારે સુંદર અને વધારે મીઠાં છે.’ (‘જીવનનું પરોઢ'માંથી ઉદ્ધૃત, ૧૨૧) ગાંધીજી લક્ષ્મી, યંત્રશક્તિ, લોભલાલસાને સાથે રાખે છે. એટલે જ તેમની દૃષ્ટિએ ‘લક્ષ્મીની પૂજાએ આપણા પર લાદેલી અતિશય વેગીલી યંત્રશક્તિ પર રચાયેલા એવા જટિલ ભૌતિક જીવન સાથે ઉચ્ચ વિચારસરણીનો મેળ નથી.’ (ગામ સ્વરાજ, ૧૫)

ગાંધીજીની વિચારસરણી પાછળ શ્રીમદ્ ભગવદ્ગીતાએ બહુ મોટો ભાગ ભજવ્યો છે, તેઓ ત્રીજા અધ્યાયને ટાંકીને કહે છે: યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે. મૂળમાં શ્લોક આવો છે:

'યજ્ઞથી તૃપ્ત થયેલા દેવ તમને ઇષ્ટ ભોગ આપશે; તેથી તેમણે આપેલું તેમને આપ્યા વિના જે ભોગવે તે ચોર જ જાણવો.’(૩/૧૨, અનુ. મણિલાલ ન. દ્વિવેદી)
‘યજ્ઞથી તૃપ્ત થયેલા દેવ તમને ઇષ્ટ ભોગ આપશે; તેથી તેમણે આપેલું તેમને આપ્યા વિના જે ભોગવે તે ચોર જ જાણવો.’(૩/૧૨, અનુ. મણિલાલ ન. દ્વિવેદી)
આ જ વાત દ. આફ્રિકાનો સત્યાગહ’માં ભારપૂર્વક કહેવામાં આવી છે : ‘જે દેશમાં કરોડો માણસોને પૂરું અન્ન પણ મળતું નથી, ત્યાં જેઓ પકવાન ખાય છે તે ચોરીનું ખાય છે એમ કહેવામાં મને મુદ્દલ અતિશયોક્તિ લાગતી નથી.' (૨૦૭)

આની સાથે આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીને યાદ કરીએ. તેમની નવલકથાના ચોથા ભાગના અન્તે સ્વપ્નમાં સરસ્વતીચંદ્ર કુસુમને કહે છે:

'કુસુમ ! આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂએ છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન્ન, અને આ વસ્ત્ર શાં? (૪, ૮૭૬ આવૃત્તિ, ૧૯૭૮)
‘કુસુમ ! આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂએ છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન્ન, અને આ વસ્ત્ર શાં? (૪, ૮૭૬ આવૃત્તિ, ૧૯૭૮)
હજુ આપણે આગળ જઈએ; ગોલ્ડસ્મિથના એક કાવ્યમાં નાયક પોતાની પત્નીને કહે છે કે આપણે ખપ પૂરતું પહેરવું ઓઢવું, તારી પાસે જે વધારાનું છે તેને તું બાજુ પર મૂકી દે-અર્થાત્ બીજાઓને આપી દે.

૧૮૭૪માં પ્રકાશિત ‘દેશી કારીગરીને ઉત્તેજનમાં કહેવાયું છે: ‘આપણા જાતભાઈઓ અનાજ વગર ટળવળતા હોય, આપણાં દેશી ભાઈ બહેનો લૂગડાં લતાંની તંગીથી અરધી નાગી અવસ્થામાં દુઃખે રિબાતો હોય, તે વખતે શું આપણે આપણી થોડી અગવડો બતાવી સ્વાર્થી ને એકલપેટા થવું?' (૧૦૯)

Line 52: Line 52:
આ વાત જુદી રીતે ગાંધીજીએ મૂકી છે: ‘અમારાં શહેરો જ્યારે પરદેશોના માલનાં હાટ થઈ પડ્યાં ને પરદેશથી સસ્તી ને ભમરાળી ચીજો લાવીને ગામડાંમાં ઝીંકવા માંડી ને એ વાટે ગામડાંનું ધન શોષવા માંડ્યું ત્યારથી હિંદુસ્તાન ધનહીન ને દરિદ્ર બન્યું. (૨૧, ગ્રામ સ્વરાજ) આ વાત માત્ર પરદેશી માલને જ લાગુ પડતી નથી, સ્વદેશી (અર્થાત્ મલ્ટીનેશનલ, નેશનલ કંપનીઓ) ઉદ્યોગોએ પણ તારાજી ક્યાં નથી સર્જી? એટલે તો કહેવાયું છે: ‘ગામડાંના લોહીની સિમેન્ટ વડે જશહેરોની મોટી મોટી મહોલાતો બંધાઈ છે.’ (ગ્રા.સ્વ. ૨૫)

ગાંધીજીને મન સત્ય, અહિંસા, પ્રેમ, નીતિ જેવા વિભાવો અલગ અલગ નથી, આ માત્ર પરસ્પરપૂરક જ નહીં, એ અભિન્ન બને એ કક્ષાએ જઈ પહોંચે છે. દક્ષિણ આફ્રિકાના શરૂઆતના અનુભવો ઉપર એમના ઉત્તર જીવનનો પાયો નખાયો. શરૂઆતમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું કે ‘તપશ્ર્ર્યા પર, સત્ય પર, અહિંસા પર, મારી અડગ શ્રદ્ધા છે. હું અક્ષરશઃ માનનારો છું કે સત્યનું સેવન કરનારની આગળ આખા જગતની સમૃદ્ધિ ખડી થાય છે ને તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે.’ (દ.આ.સ. ૧૫) આ ભૂમિકા તો છેક સુધી રહે છે પણ હવે માત્ર સાક્ષાત્કારની વાત નથી રહેતી, સત્ય અને ઈશ્વરની એકરૂપતા સુધી આપણે જઈ પહોંચીએ છીએ. દા.ત. ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ'માં દર્શાવ્યું છે;

'આ ઈશ્વર, જેનો સાક્ષાત્કાર કરવા ઇચ્છીએ છીએ તે સત્ય છે. અથવા કહો કે સત્ય એ જ ઈશ્વર. સત્ય એટલે સાચું બોલવું એટલું જ નહીં, સત્ય એટલે આ જગતમાં જે હંમેશાં એને રૂપે હતું, છે ને હશે, અને એના સિવાય બીજું કાંઈ જ નથી, જે પોતાની શક્તિ વડે છે, જેને કોઈનો આશ્રય નથી જોઈતો પણ જેને આશ્રયે જે કંઈ છે તે છે. સત્ય જ શાશ્વત છે. બાકી બધું ક્ષણિક છે. એને આકૃતિની જરૂર નથી. એ જ શુદ્ધ ચેતન છે. એ જ શુદ્ધ આનંદ છે.' (૩૦) લાગે કે આપણે ઉપનિષદના ઋષિની આર્ષ વાણી સુધી પહોંચી ગયા છીએ.
‘આ ઈશ્વર, જેનો સાક્ષાત્કાર કરવા ઇચ્છીએ છીએ તે સત્ય છે. અથવા કહો કે સત્ય એ જ ઈશ્વર. સત્ય એટલે સાચું બોલવું એટલું જ નહીં, સત્ય એટલે આ જગતમાં જે હંમેશાં એને રૂપે હતું, છે ને હશે, અને એના સિવાય બીજું કાંઈ જ નથી, જે પોતાની શક્તિ વડે છે, જેને કોઈનો આશ્રય નથી જોઈતો પણ જેને આશ્રયે જે કંઈ છે તે છે. સત્ય જ શાશ્વત છે. બાકી બધું ક્ષણિક છે. એને આકૃતિની જરૂર નથી. એ જ શુદ્ધ ચેતન છે. એ જ શુદ્ધ આનંદ છે.' (૩૦) લાગે કે આપણે ઉપનિષદના ઋષિની આર્ષ વાણી સુધી પહોંચી ગયા છીએ.
આ જ વાત ‘ગ્રામ સ્વરાજ'માં શબ્દાન્તરે જોવા મળે છે.

‘આ સમાજની રચના સ્વાભાવિક રીતે જ સત્ય અને અહિંસાના પાયા પર થાય અને મારો અભિપ્રાય છે કે, ઈશ્વર એટલે કે, દુનિયાએ જાણેલા સર્વપ્રકારનાં બળોમાં જે વસે છે, પોતાની શક્તિ વડે જ જેની હસ્તી છે, જે વસ્તુ માત્રનું જ્ઞાન ધરાવે છે, જે કોઈના પર આધાર રાખતી નથી, અને જે બીજાં બળોનો કલ્પી શકાય તેવો નાશ થયા પછી, અથવા તેમની અસર જણાતી અટકી જશે, ત્યાર પછી પણ પોતાનું કાર્ય કરતી હશે, તે જીવંતશક્તિ પર સમજપૂર્વક શ્રદ્ધા રાખ્યા વિના એ સત્ય ને અહિંસા સંભવિત નથી. સર્વને પોતાના તેજથી પ્રકાશિત કરતી, સર્વવ્યાપી ચેતનમયી શક્તિ વિશેની શ્રદ્ધા વિના હું મારી પોતાની હસ્તીનુ કારણ આપી શકતો નથી.’ (૭૨)

Line 75: Line 75:
કદાચ આ ઊંચ-નીચના ખ્યાલ સાથે માનવશ્રમ સાથે સંકળાયેલા આપણા પૂર્વગહો જવાબદાર હોવા જોઈએ. યુરપ-અમેરિકામાં શરીરશ્રમને તુચ્છતા સાથે સાંકળવામાં નથી આવતો. આપણો શૂદ્ર વર્ગ ભારે શરીરશ્રમ કરે છે, સ્વાભાવિક રીતે શરીરશ્રમ કર્યા વગર દુન્યવી સુખ ભોગવનારાઓને આવા શૂદ્રો ન ગમે.

ગાંધીજીએ કોઈ પણ કામને, પછી તે બૌદ્ધિક શ્રમ હોય કે શારીરિક શ્રમ હોય, હલકું ગણ્યું નહીં; એટલું જ નહીં, મોટા ભાગના લોકો ન સ્વીકારી શકે એ રીતે વકીલ અને વાળદની કમાણી સરખી હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો. એની પાછળનો આશય એ હતો કે જીવનજરૂરિયાતો તો બંનેની સરખી હોય તો પછી બંનેની આવકમાં ભયાનક વિષમતા કેમ? એથી આગળ જઈને નર્યા બૌદ્ધિક શ્રમને તો તેમણે નકારી જ કાઢ્યો હતો, માણસ બૌદ્ધિક શ્રમ કરીને રોટલો ન કમાઈ શકે? ના શરીરની જરૂરિયાત શરીર દ્વારા જ પૂરી પાડવી જોઈએ. (ગ્રામ સ્વરાજ, ૪૮) જો દરેકે શરીરશ્રમ કરવાનો જ હોય તો કોઈ પણ શરીરશ્રમ તિરસ્કારપાત્ર ન લેખી શકાય, ‘આ આવશ્યક, આરોગ્યપોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્યું હશે તેનો ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઈએ.' (ગ્રામ સ્વરાજ ૪૮) હવે જરા જુદી રીતે ગાંધીજી વાત મૂકે છે, મજૂરીને બુદ્ધિ વચ્ચે ફારગતી થઈ છે તે ગુનો ગણાય તેટલી હદ સુધી આપણાં ગામડાંઓ તરફ આપણે બેદરકાર રહ્યા છીએ.’ (ગ્રામ. ૧૮૨) અન્યત્ર આ વાત ફરી કહેવાઈ છે :

'બુદ્ધિશક્તિને ખરો વેગ આપવા ખાતર પણ શરીરશ્રમની એટલે કે કંઈક પણ ઉપયોગી શારીરિક ધંધામાં શરીરને રોકવાની આવશ્યકતા છે.’ (સત્યા. ઇ. ૫૩) પાછળથી બળવંતરાય ઠાકોર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ‘તેમનાં (સાવ તળનાં) જીવન, તેમના અનુભવ અને તેમના ન્હાનામોટા પ્રયોગ બુદ્ધિ અને સાહિત્ય કેળવણી પર્યેષણા અને મીમાંસાને અસ્પર્શ્ય બન્યા બુદ્ધિ પંગુ અને ખાલીખમ બની. આમ આપણા દેશનું સાહિત્ય માત્ર હિંસાયું, આપણી કલામાત્ર નંદવાઈ;’ (નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૫૦-૧)
‘બુદ્ધિશક્તિને ખરો વેગ આપવા ખાતર પણ શરીરશ્રમની એટલે કે કંઈક પણ ઉપયોગી શારીરિક ધંધામાં શરીરને રોકવાની આવશ્યકતા છે.’ (સત્યા. ઇ. ૫૩) પાછળથી બળવંતરાય ઠાકોર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ‘તેમનાં (સાવ તળનાં) જીવન, તેમના અનુભવ અને તેમના ન્હાનામોટા પ્રયોગ બુદ્ધિ અને સાહિત્ય કેળવણી પર્યેષણા અને મીમાંસાને અસ્પર્શ્ય બન્યા બુદ્ધિ પંગુ અને ખાલીખમ બની. આમ આપણા દેશનું સાહિત્ય માત્ર હિંસાયું, આપણી કલામાત્ર નંદવાઈ;’ (નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૫૦-૧)
સાહિત્યશાસ્ત્રમાં તાદાત્મ્ય - empathy -ની વાત પરંપરાથી ચાલી આવી છે. ભાવક જો સર્જક સાથે, કૃતિ સાથે તાદાત્મ્ય, હૃદવસંવાદ ન અનુભવી શક્તો હોય તો કશો અર્થ નથી. હવે જુઓ, આ તાદાત્મ્યની વાત ગાંધીજી કઈ ભૂમિકાએ રહીને કરે છે?

‘સૂરજના પ્રખર તાપમાં કેડે વળીને કાળી મજૂરી કરતા ગામવાસીઓ સાથે આપણે તાદાત્મ્ય અનુભવવું જોઈએ અને જે ખાબોચિયામાં તેઓ નહાય છે, તેમનાં કપડાં-વાસણો ધુએ છે તથા તેમનાં ઢોર પાણી પીએ છે અને આળોટે છે તે ખાબોચિયામાંથી પાણી પીવું આપણને કેવું લાગે તેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. એમ કરીશું ત્યારે જ આપણે આમ જનતાના સાચા પ્રતિનિધિ ગણાઈશું અને ત્યારે આપણી દરેક હાકલનો તેઓ જરૂર જવાબ આપશે.’ (ગ્રામ. ૨૫)

Line 98: Line 98:
ગામડાં ભાંગીને શહેર ઊભાં થાય, ગામીણ કારીગરો બેકાર બને અને શહેરનાં યંત્રો ચાલે એ પરિસ્થિતિ કોઈ પણ શાણો અર્થશાસ્ત્રી ચલાવી ન લે. હરગોવિંદદાસ કાંટાવાળા અને તેમને અનુસરીને જાણીતા અર્થશાસ્ત્રી અંબાલાલ દેસાઈએ ગાંધીજી પૂર્વે આ વિચારો રજૂ કરેલા. અંબાલાલ દેસાઈના કથન નિબંધ ‘શાંતિદાસ' (૧૯૦૦)ના મૂળમાં પણ આ જ વાત છે; ગામડાના કારીગરો પ્રત્યે સમભાવી જગજીવન પારેખ (વાસ્તવમાં લેખક પોતે) બોલે છે; ‘આ બૂટની મોકાણે આઠ દસ મોચીના ઘરનો ધંધો બંધ પડ્યો છે, ને તેમને ખાવાપીવાની બહુ વેળા પડે છે. મોચી નરમ થયા એટલે તેમની ઘરાકીવાળા કુંભાર, દરજી વગેરે પણ નરમ થયા છે. ને બે પૈસા જેના લેણાદેણા છે તે શાહુકારનું લેવું પણ ડૂબવા વખત આવ્યો છે; અને ધક્કો આખા ગામને લાગશે. કોઈએ એમ ન સમજવું કે, એમાં મારે શી લેવાદેવા છે; બધાનું સારું હોય તો આપણે સારું ને નરસું હોય તો આપણે નરસું. હું અમદાવાદ ગયો હતો, ત્યાં પણ આવાં ને આવાં જ રોદણાં છે. સોનીનાં ઘરેણાં વિલાયતથી તૈયાર થઈ આવે છે, ને તે એવાં આંખને ગમે તેવાં હોય છે કે, આપણા ખરા દાગીનાને પણ કોરે મૂકે: એટલે સોનીનો ધંધો બાર આની ગયો છે. લુહારનો ધંધો તો બિલકુલ પડી ગયા જેવો જ છે. લુહાર મજૂરી કરે તેને અંગ્રેજી કારખાનામાં રોજગાર સારો મળે છે; પણ ચપ્પુ કાતર, ખીલા કરનારાનો રોજગાર તો બિલકુલ બંધ પડવા જેવો જ છે. વિલાયતી કાપડ કરોડો રૂપિયાનું આવે છે. તેથી સાળવી, વણકર, છીપા, બાંધણીગર વગેરેનો ધંધો ગયો છે. લોક ઘણાં લૂગડાં પહેરે છે તેથી દરજી ને ધોબી શહેરમાં તાજા દેખાય છે; પણ એકંદર કારીગર તથા વેપારીને પરદેશી માલ આવવાથી અથાગ નુકસાન થયું છે, ને હજુ તો ક્યાં? શહેરમાં કોઈ ધણીધોરી નહીં એટલે વિટંબણા ભારે પડે છે.'

આમાંથી જ એક બીજો વિચાર પ્રગટે, ગામડાં જેવા નાનકડો એકમ સ્વાવલંબી કેવી રીતે બને તે— ગાંધીજી ‘ગ્રામ સ્વરાજમાં કહે છે:

'ગ્રામ સ્વરાજનો મારો પોતાનો ખ્યાલ એવો છે કે દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક હોવું જોઈએ. પોતાના જીવનની અત્યંત મહત્ત્વની જરૂરિયાતો માટે એ પ્રજાસત્તાક પોતાના પાડોશીઓથી સ્વતંત્ર હશે. દરેક ગામ પોતાનું એક નાટકઘર, પોતાની નિશાળ અને સભાગૃહ નભાવશે. ગામની દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે એવી જોગવાઈ કરવામાં આવશે. પૂરતી દેખરેખ નીચે નભાવવામાં આવતા કૂવાઓ અથવા તળાવોથી આ કાર્ય પાર પાડી શકશે.’ (૩૨)
‘ગ્રામ સ્વરાજનો મારો પોતાનો ખ્યાલ એવો છે કે દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક હોવું જોઈએ. પોતાના જીવનની અત્યંત મહત્ત્વની જરૂરિયાતો માટે એ પ્રજાસત્તાક પોતાના પાડોશીઓથી સ્વતંત્ર હશે. દરેક ગામ પોતાનું એક નાટકઘર, પોતાની નિશાળ અને સભાગૃહ નભાવશે. ગામની દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે એવી જોગવાઈ કરવામાં આવશે. પૂરતી દેખરેખ નીચે નભાવવામાં આવતા કૂવાઓ અથવા તળાવોથી આ કાર્ય પાર પાડી શકશે.’ (૩૨)
આવા જ કોઈ આદર્શ પ્રમાણે શહેરોનાં વિભાગીકરણ કરીને દરેક વિભાગને સ્વાયત્ત અને છતાં પરસ્પરાવલંબી બનાવીએ તો આપણા શહેરીકરણની કેટલીક સમસ્યાઓ ઊકલી શકે.

ગાંધી વિચાર માત્ર ભારત પૂરતો સાર્થક ન હતો, એ સમગ્ર જીવસૃષ્ટિ માટે અનિવાર્ય હતો, મનુષ્યનાં લોભલાલસાવિકાર અટકે તો મનુષ્યતર સૃષ્ટિ પણ ટકી શકે. વિજ્ઞાનીઓ કહે છે કે અન્ય જીવસૃષ્ટિ વિના મનુષ્ય જાતિનું અસ્તિત્વ લાંબા ગાળે શક્ય નહીં બને.

Navigation menu