સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/જયંત કોઠારીનું વિવેચન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 19: Line 19:
બેન્ડર સંપાદિત ધ સાલિભદ્ર-ધન્નાચરિતની એમણે કરેલી<ref>વાંકદેખાં વિવેચનો, પૃ.૨</ref> પાનાંની સમીક્ષા ચીવટ અને સજ્જતાપૂર્વકના વિશ્લેષણ-વિવરણનો ઉત્તમ નમૂનો છે. એક વિદેશી વિદ્વાન વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને શાસ્ત્રીય પદ્ધતિથી પરભાપી-ગુજરાતી કૃતિનું સંપાદન કરે છે એનું ગૌરવ કરીને પણ મૂળ સામગ્રીની પૂરેપૂરી તપાસ કરવાના અભાવે બેન્ડરે જે અપાર ભૂલો ને ગોટાળા કર્યા છે (કૃતિના સર્જકનું પણ ભળતું જ નામ લખ્યું છે !) એની, એક એક વિગત લઈને, એમણે સમીક્ષા કરી છે. નબળાં કામ રદ કરીને ફરી કરવાં જોઈએ એ આગ્રહ આ કૃતિ-સંપાદન વિશે પણ એમણે સેવ્યો છે. એમણે કહ્યું છે કે, 'હું તો ઇચ્છું કે આ જ કૃતિનું બેન્ડર નવેસરથી સંપાદન કરી પશ્ચિમી જગત પાસે કૃતિને એના સાચા સ્વરૂપમાં મૂકી આપવાનું ધર્મકાર્ય કરે.’<ref>સંશોધન અને પરીક્ષણ (૧૯૯૮), પૃ. ૧૦૦</ref> અને પશ્ચિમના સાહિત્યજગતનું બધું ઉત્તમ - એવા અહોભાવથી કે સહજ સ્વીકારથી ચાલતા આપણા અભ્યાસીઓ-વાચકોને કહે છે કે, 'પશ્ચિમના દેશોની શિસ્ત પાસેથી શીખવા જેવું, પણ બધું અદોષ, આધારભૂત છે એમ માની લેવાનું ન હોય.’<ref>એ જ, પૃ. ૧૦૦</ref>

રમેશ શુક્લના કલાપી અને સંચિત્ શોધનિબંધના કેટલાક મુદ્દાઓનો કોઠારીએ કરેલો પ્રતિવાદ રમેશભાઈનાં એમને અસંગત અને અશાસ્ત્રીય લાગેલાં પ્રતિપાદનો અને સ્થાપનાઓના સ્પષ્ટ અસ્વીકારને તથા કલાપીને અકારણ થયેલા અન્યાય અંગેના તીવ્ર વિરોધોને અનેક આધારૌપૂર્વકની તાર્કિક ભૂમિકાઓ મૂકી આપે છે. એટલું જ નહીં, સંશોધન-વિવેચનની પરંપરા ને પદ્ધતિ અંગેની એમની અપેક્ષાઓને અને એમનાં ધોરણોને સ્પષ્ટપણે આંકી બતાવે છે એ, એક-બે દૃષ્ટાંતોથી પણ સૂચવી શકાશે. (આ ચર્ચા, પત્રરૂપે થયેલી) : ૧. ‘તમે હકીકતોનો ઢગલો કર્યો છે પણ એની પાછળનું તર્કનું માળખું તકલાદી છે’.૨૦ ૨. 'રમેશભાઈ, મને આ 'ખેલપટુતા' શબ્દ જ કોઈ સંશોધનપ્રબંધમાં શોભે એવો લાગતો નથી.... વૈજ્ઞાનિક સંશોધનમાં ન ચાલી શકે એવી રીતે તમે હકીકતોને વિકૃત કરીને મૂકી છે. અથવા કશોક પૂર્વનિર્ણય કરીને તમે એને સાબિત કરવા નીકળ્યા છો.<ref>એ જ, પૃ. ૯</ref> કોઈને આમાં આત્યંતિકતા ને કટુતા પણ લાગે. સુરેશ જોશીમાં નબળો અનુવાદ ને શિથિલ રજૂઆત થયેલી લાગતાં ‘સુરેશભાઈ હવે થાક્યા તો નથી ને !૨૨<ref>૨૨. એ જ, પૃ. ૧૧</ref>

એમ કહી દેવામાં કે ઉમાશંકર જોશીએ નરસિંહના સુદામાચરિતમાં મૈત્રીભાવનો મહિમા જોયો એ આક્ષિપ્ત અર્થઘટન લાગવાથી, એ ‘ઉમાશંકરનું કવિશાઈ આરોપણ' છે અને આ 'સર્જન પરનો વિવેચનનો અત્યાચાર પણ કોઈને લાગે તો નવાઈ નહીં '<ref>એ જ, પૃ. ૪૫, ૪૮</ref> – એવું કહેવા સુધી પણ જયંત કોઠારી જાય છે એમાં, સાચી વાત કહેતાં વરિષ્ઠો ને પ્રતિષ્ઠિતોની શહેશરમ પણ એમને નડી નથી એમ કહી શકાય પરંતુ સ્પષ્ટ કથન પણ આત્યંતિકતાનો ને કટુતાનો પરિહાર કરીને ન થઈ શકે ? - એવું પણ કોઈને લાગવાનું. એમ લાગે કે 'કવિશાઈ' વગેરે શબ્દો જવા દઈને, આ ખોટી દિશામાં દોરી જતું સ્વૈર અર્થઘટન છે એવું કહેવાથી પણ સાચી વાત ભારપૂર્વક કહી શકાઈ હોત - કવિશાઈનો કાકુ ટાળી શકાયો હોત.

પરંતુ, એકંદરે તો જયંત કોઠારીનું વલણ નરવું હોય છે ને ક્યાંક તીવ્રતા હશે તો પણ એ પૂર્વગ્રહ સંઘરીને ચાલ્યા હોવાનું ક્યાંય દેખાતું નથી. ઉમાશંકર જોશીનાં ને સુરેશ જોશીનાં ઉત્તમ કાર્યોની એમણે આધારો આપી આપીને, સજ્જતાપૂર્વકની સમજથી, અકુંઠિત પ્રશંસા પણ કરી છે. સાહિત્યિક વિવાદોને ઝટ સામાજિક સંબંધોનો રંગ લાગી જતો હોય છે એવી આપણા સમયની તાસીરનો જયંત કોઠારીને અનુભવ થયો જ હોય ને એથી જ, એક સ્થાને એમણે કંઈક નિઃશ્વાસપૂર્વક કહ્યું છે કે, ‘વીતેલા યુગોમાં આપણે ત્યાં ઉગ્ર સાહિત્યિક વાદવિવાદો થયા છે અને કઠોર પરીક્ષાઓ પણ થઈ છે પણ એ દિવસો તો ગયા જાણે !’<ref>વાંકદેખાં વિવેચનો, કેફિયત, પૃ. ૧૬</ref>  

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અંગે જયંત કોઠારીએ એમના પરિપક્વ ઉત્તરકાળમાં ત્રણ મોટાં કામ - મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોરૂપે કર્યાં: ગુજરાતી સાહિત્યકોશ ખંડ : ૧ મધ્યકાળનું સંપાદન, જૈન ગૂર્જર કવિઓનું ૧૦ ખંડોમાં પુનઃસંપાદન તથા મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ. આ પહેલાં પણ એમણે જે લખ્યું છે એમાં મધ્યકાલીન સાહિત્યના વિવેચન-સંપાદનમાં પ્રદાન નિર્વિવાદપણે ઉત્તમ ને નમૂનારૂપ છે. એમનાં કૃતિસંપાદનો, સર્જકઅભ્યાસો તથા મધ્યકાલીન સાહિત્ય વિશેના વિવેચનલેખોમાં, પરંપરાગત અધ્યયનને બદલે કૃતિ અને કૃતિઅભ્યાસ બન્નેની પ્રસ્તુતતાને તપાસતી નવી દ્રષ્ટિ અને પદ્ધતિનો વિનિયોગ થવા પામ્યો છે એ એમનું મહત્ત્વનું અર્પણ છે. કૃતિસંપાદનમાં આરામશોભા રાસમાળા નું સંપાદન એકજ વિષયની છ કૃતિઓનાં કથાનકો અને કથાઘટકોના તુલનાત્મક અધ્યયનને કેન્દ્રમાં લાવે છે અને નરસિંહ પદમાલાનું સંપાદન કર્તૃત્વની અધિકૃતતાને ચકાસવાનો સંશોધનાત્મક અભિગમ આગળ કરે છે. મધ્યકાલીન સાહિત્યના વ્યાપ અને વૈવિધ્યને અનેકવિધ દૃષ્ટાંતોથી દર્શાવી આપતા, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની પ્રસ્તુતતા ને મહત્ત્વ ચીંધતા તથા મધ્યકાલીન કવિતાના આસ્વાદ અને અર્થઘટનની સમસ્યાઓ ચર્ચીને એનો માર્ગ બતાવતા સમૃદ્ધ લેખોથી એમણે મધ્યકાલીન સાહિત્ય તરફ જોવાની એક વિશિષ્ટ દૃષ્ટિનો પરિચય કરાવ્યો છે. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશની આગળ મૂકેલો લેખ 'ન વીસરવા જેવો વારસો' મધ્યકાલીન સાહિત્યસમૃદ્ધિના સાંસ્કૃતિક ને સાહિત્યિક મૂલ્યને ઉપસાવી આપતો, એમનામાંના સંશોધક અને શિક્ષક બંનેની શક્તિઓનો ને એમની અપેક્ષાઓનો, ખ્યાલ આપતો લાક્ષણિક અભ્યાસલેખ છે.

Navigation menu