સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/ચુનીલાલ મડિયાનું વિવેચન (એક નોંધ): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
ઝવેરચંદ મેઘાણીનું ૧૯૪૭માં અવસાન થયું એ ગાળામાં ચુનીલાલ મડિયા સાહિત્યક્ષેત્રે પ્રવેશ કરી ચૂક્યા હતા. મેઘાણીએ લોકસાહિત્યનું લેખન-સંપાદન કરીને સૌરાષ્ટ્રના લોકજીવનનાં અનેક પાસાંનો વિગતપ્રચુર પરિચય પ્રજા સમક્ષ રજૂ કર્યો હતો. એમનું મૌલિક સર્જન પણ એ દિશામાં પ્રભાવકતા દાખવી રહ્યું હતું. એમના પછી મડિયાએ, રાજકોટ-જૂનાગઢ પંથકના પ્રજાજીવનની વાસ્તવિકતા અને વિવિધ રંગોને કલ્પનોત્થ સાહિત્ય વડે, રસાળ શૈલીમાં, નવલકથાઓ તથા વાર્તાઓ રચીને વાચા આપી હતી. મડિયા આપણા ઉત્તમ વાર્તાકારોની હરોળના વાર્તાકાર તરીકે આજે પણ વંચાતા-ચર્ચાતા રહ્યા છે. નવલકથાકાર તરીકે પણ તેઓનું લેખન-સર્જન ગુણવત્તાએ કરીને આજેય વિસારે પડ્યું નથી.

મડિયા ગઈ સદીના છઠ્ઠા-સાતમા (૧૯૫૧–૧૯૬૮) દાયકામાં સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત હતા. પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, દર્શક, પીતાંબર પટેલ, ર. વ. દેસાઈ અને જયંતી દલાલ જેવા કથાવાર્તાના સર્જકો મડિયાના સમકાલીન હતા. મડિયા એક બાબતે નોખા, આ બધાથી જુદા પડતા હતા, અને તે બાબત એટલે એમનું કથાસાહિત્યનું વિવેચન! પોતાની કથાવાર્તાલેખનની કોઢમાં (વર્કશૉપમાં) એમને જે લેખન-સર્જન સંદર્ભે અનુભવો થયા, જે વિચારો આવ્યા અને એના અનુસંધાને, એમણે જે વિવેચનો (પશ્ચિમનાં સમેત) વાંચ્યાં એના પરિપાકરૂપે એમણે કથા-વાર્તાનાં રૂપ-સ્વરૂપ અને ઘાટઘડતર વિશે મોકળાશથી વિવેચનાત્મક લેખો કર્યા. આમ, મડિયા કથાસાહિત્યના વિવેચક તરીકે ઊપસી આવેલા. સુરેશ જોષીના ‘નવલકથાનો નાભિશ્વાસ?’ જેવા લેખોનો એમણે પોતીકી ભોંય પરથી જવાબ વાળ્યો કે નવલકથાને કશું થયું નથી.
મડિયા ગઈ સદીના છઠ્ઠા-સાતમા દાયકામાં સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત હતા. પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, દર્શક, પીતાંબર પટેલ, ર. વ. દેસાઈ અને જયંતી દલાલ જેવા કથાવાર્તાના સર્જકો મડિયાના સમકાલીન હતા. મડિયા એક બાબતે નોખા, આ બધાથી જુદા પડતા હતા, અને તે બાબત એટલે એમનું કથાસાહિત્યનું વિવેચન! પોતાની કથાવાર્તાલેખનની કોઢમાં (વર્કશૉપમાં) એમને જે લેખન-સર્જન સંદર્ભે અનુભવો થયા, જે વિચારો આવ્યા અને એના અનુસંધાને, એમણે જે વિવેચનો (પશ્ચિમનાં સમેત) વાંચ્યાં એના પરિપાકરૂપે એમણે કથા-વાર્તાનાં રૂપ-સ્વરૂપ અને ઘાટઘડતર વિશે મોકળાશથી વિવેચનાત્મક લેખો કર્યા. આમ, મડિયા કથાસાહિત્યના વિવેચક તરીકે ઊપસી આવેલા. સુરેશ જોષીના ‘નવલકથાનો નાભિશ્વાસ?’ જેવા લેખોનો એમણે પોતીકી ભોંય પરથી જવાબ વાળ્યો કે નવલકથાને કશું થયું નથી.
મડિયાનું વિવેચન બહુધા નવલકથા – ટૂંકીવાર્તાના સિદ્ધાંતો અને કૃતિઓની સમીક્ષાને તથા ગુજરાતી કથાવાર્તાના પ્રવાહોને રજૂ કરે છે. એમને એ વિશે વધુ ને વધુ કહેવું છે, જાણવું છે, એટલે એ પાશ્ચાત્ય નવલકથા-વાર્તાના સિદ્ધાંતો તથા ત્યાંની કૃતિઓને વાંચે છે, એ વિશે વિચારે છે અને આપણી ભૂમિકાએ એની ચર્ચાઓ કરે છે.

‘કથાલોક’ અને ‘વાર્તાવિમર્શ’ આ બે સંચયોના લેખોમાંથી પસાર થનારને મડિયાની વિવેચનશક્તિ અને રીતિનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. આપણે આ બે સંચયોમાંથી પસંદ કરેલા મહત્ત્વના અને પ્રતિનિધિ રૂપ અભ્યાસલેખો વિશે વાત કરીશું.