31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|(૭) ઉમાશંકર જોશીનું કૃતિવિવેચન}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિવેચક તરીકે ઉમાશંકર જોશીની નજર કૃતિવિવેચન સમીક્ષા, અવલોકન, આસ્વાદ- તરફ વિશેષ રહી છે. એટલું જ નહીં, આખીય વિવેચનપ્રવૃત્તિની સાર્થકતા ને મૂલ્યવત્તા સરજાતા સાહિત્યના વિવેચન પર જ નિર્ભર છે એવું તે દઢપણે માનતા આવ્યા છે. જુદાંજુદાં નિમિત્તે, અવારનવાર એમણે પોતાની આ વિચારણા વ્યક્ત કરેલી છે. સિદ્ધાંતચર્ચામાં નહીં એટલું કૃતિચર્ચામાં, અને એ પણ પ્રશિષ્ટ કૃતિઓના પુનર્મૂલ્યાંકન કરતાં વધુ સમકાલીન સાહિત્યની સમીક્ષામાં એમણે વિવેચકના કાર્યનું મહત્ત્વ જોયું છે. ‘શૈલી અને સ્વરૂપ'માંના 'સમકાલીન કવિતાનું વિવેચન' એ લેખ(૧૯૫૮)માં તેઓ લખે છે, ‘વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી, એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મુલવણી કરવામાં છે.’ (પૃ. ૨૯૭, બીજી આ.). આવા વિવેચકને તેઓ ‘સૌ ભાવકોનો અગ્રેસર' કહે છે. 'કવિની સાધના'માંના વિવેચનની સાધના' લેખ (૧૯૬૦)માં તો એમણે ‘વિવેચક' શબ્દ સમીક્ષકને માટે, અને નહીં કે કેવળ સાહિત્યતત્ત્વની (ઍસ્થેટિક્સની) વિચારણા આપનારને માટે યોજાય છે, એવું બતાવીને સિદ્ધાંતવિવેચન ન આપનાર પણ ઉત્તમ વિવેચક હોઈ શકે, કારણ કે ‘વિવેચકનું મુખ્ય કાર્ય તે તો પ્રત્યક્ષ સાહિત્યવિવેચનનું છે. (પૃ. ૧૨૯)– એમ તારવી આપ્યું છે. વિવેચનનું કામ જો સ્વીકાર્યું તો પછી આ પ્રત્યક્ષ વિવેચન વિવેચકનું પ્રાપ્ત કર્તવ્ય થઈ રહે, એટલે તેઓ કંઈક ભારપૂર્વક કહે છે કે, 'સમકાલીન રચનાઓ અંગે પોતાની ઘડાયેલી રુચિનો વિનિયોગ કરી અંતદ્રપણે અવલોકન રજૂ કરવું એ પ્રધાન ફરજમાંથી તેપોતાના અસ્તિત્વને ભોગે જ છટકી શકે.’ (પૃ. ૧૮૬) | વિવેચક તરીકે ઉમાશંકર જોશીની નજર કૃતિવિવેચન સમીક્ષા, અવલોકન, આસ્વાદ- તરફ વિશેષ રહી છે. એટલું જ નહીં, આખીય વિવેચનપ્રવૃત્તિની સાર્થકતા ને મૂલ્યવત્તા સરજાતા સાહિત્યના વિવેચન પર જ નિર્ભર છે એવું તે દઢપણે માનતા આવ્યા છે. જુદાંજુદાં નિમિત્તે, અવારનવાર એમણે પોતાની આ વિચારણા વ્યક્ત કરેલી છે. સિદ્ધાંતચર્ચામાં નહીં એટલું કૃતિચર્ચામાં, અને એ પણ પ્રશિષ્ટ કૃતિઓના પુનર્મૂલ્યાંકન કરતાં વધુ સમકાલીન સાહિત્યની સમીક્ષામાં એમણે વિવેચકના કાર્યનું મહત્ત્વ જોયું છે. ‘શૈલી અને સ્વરૂપ'માંના 'સમકાલીન કવિતાનું વિવેચન' એ લેખ(૧૯૫૮)માં તેઓ લખે છે, ‘વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી, એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મુલવણી કરવામાં છે.’ (પૃ. ૨૯૭, બીજી આ.). આવા વિવેચકને તેઓ ‘સૌ ભાવકોનો અગ્રેસર' કહે છે. 'કવિની સાધના'માંના વિવેચનની સાધના' લેખ (૧૯૬૦)માં તો એમણે ‘વિવેચક' શબ્દ સમીક્ષકને માટે, અને નહીં કે કેવળ સાહિત્યતત્ત્વની (ઍસ્થેટિક્સની) વિચારણા આપનારને માટે યોજાય છે, એવું બતાવીને સિદ્ધાંતવિવેચન ન આપનાર પણ ઉત્તમ વિવેચક હોઈ શકે, કારણ કે ‘વિવેચકનું મુખ્ય કાર્ય તે તો પ્રત્યક્ષ સાહિત્યવિવેચનનું છે. (પૃ. ૧૨૯)– એમ તારવી આપ્યું છે. વિવેચનનું કામ જો સ્વીકાર્યું તો પછી આ પ્રત્યક્ષ વિવેચન વિવેચકનું પ્રાપ્ત કર્તવ્ય થઈ રહે, એટલે તેઓ કંઈક ભારપૂર્વક કહે છે કે, 'સમકાલીન રચનાઓ અંગે પોતાની ઘડાયેલી રુચિનો વિનિયોગ કરી અંતદ્રપણે અવલોકન રજૂ કરવું એ પ્રધાન ફરજમાંથી તેપોતાના અસ્તિત્વને ભોગે જ છટકી શકે.’ (પૃ. ૧૮૬) | ||