સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/અનુવાદ, અનુવાદક અને વાચક: Difference between revisions

Jump to navigation Jump to search
inverted comas corrected
(+1)
(inverted comas corrected)
 
Line 4: Line 4:
અનુવાદની વાત મારે બે જુદાજુદા ખૂણેથી કરવી છે- અનુવાદક પાસે ઊભા રહીને, અને પછી વાચક પાસે ઊભા રહીને.
અનુવાદની વાત મારે બે જુદાજુદા ખૂણેથી કરવી છે- અનુવાદક પાસે ઊભા રહીને, અને પછી વાચક પાસે ઊભા રહીને.
પણ એ પહેલાં અનુવાદનાં રૂપો વિશે થોડીક વાત.  
પણ એ પહેલાં અનુવાદનાં રૂપો વિશે થોડીક વાત.  
ટૉલ્સ્ટૉયની રશિયન નવલકથા 'વોયના ઈ મીર'ના અંગ્રેજીમાં 'વોર ઍન્ડ પીસ' નામે ઘણાઅનુવાદો થયા છે. એમાંથી એકના અનુવાદક રિચર્ડ પિવિયરે અનુવાદની એક સાદી પણ માર્મિક ઓળખ આપી છે. એમણે કહ્યું છે કે, અનુવાદ એક ભાષામાંથી ખેંચીને જુદા પાડી શકાય એવા કોઈ 'અર્થ'નું બીજી ભાષામાં કરાતું સ્થાનાન્તર નથી...અનુવાદ તો એ બે ભાષાઓ વચ્ચેનો સંવાદ છે - બે ભાષાઓ વચ્ચેના નાનાસરખા અવકાશમાં આકાર લેતો સંવાદ.(‘Translation is not the transfer of detachable 'meaning' from one language to another... Translation is a dialogue between two languages. It occurs in a space between two languages.’) [From the Introduction to the translation of ‘War And Peace' by rechard Pevear and Larrissa Volokhonsky, 2007.1]એ જ રીતે અનુવાદ એ સાંસ્કૃતિક સંવાદ પણ છે. અનુવાદની જે એક બીજી ઓળખ પણ પ્રચલિત થયેલી છે કે 'અનુવાદ એ સાંસ્કૃતિક સેતુ છે', એમાં જે વસ્તુ ખૂટે છે તે એને 'સાંસ્કૃતિક સંવાદ' કહેવાથી ઉમેરાય છે - એ છે મૂળ કૃતિના સ્પર્શ અને સૂર, કેમ કે સાહિત્યકૃતિના અનુવાદમાં કેવળ સાંસ્કૃતિક સામગ્રીનું કે એની અભિજ્ઞતાનું જ સંક્રમણ થયેલું હોતું નથી. એવું જ્ઞાન તો સંસ્કૃતિ-વિચારના ગ્રંથોમાંથી ને સાંસ્કૃતિક ઇતિહાસોમાંથી મેળવી જ શકાય છે, પરંતુ સાહિત્યકૃતિનો અનુવાદ તો માનવ-સંબંધોમાં પરોવાયેલી, અને માનવ-સંવેદનામાં ધબકતી સાંસ્કૃતિક ચેતનાનો સંસર્ગ કરાવે છે. અને આજે તો જ્યારે, અનેક દેશોની તેમ જ એક દેશના અનેક પ્રદેશોની સાંસ્કૃતિક વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને જ ઘણો ઘસારો પહોંચ્યો છે, અને પરિણામે એક કૃત્રિમ, પરિમાણો વિનાની સપાટ સંસ્કૃતિ આખી માનવજાત પર ફેલાતી રહી છે ત્યારે સાહિત્યકૃતિઓ જ માનવસમાજ અને સંસ્કૃતિની મૂળભૂત ભાતોનો, બલકે એ ભાતીગળ અવાજોને સાચવી લે છે ને એ રીતે એના વાચકોની રુચિનું પોષણ અને સંવર્ધન કરે છે. વાચકના આ વિશિષ્ટ ચેતોવિસ્તારમાં, એની પોતાની ભાષાની સાહિત્યકૃતિનો જે ફાળો હોય છે એવો જ ફાળો અનુવાદિત સાહિત્યકૃતિનો પણ છે. અનુવાદિત કૃતિ એ રુચિ - વિકાસમાં થોડાંક વધુ પરિમાણો ઉમેરી આપે છે.
ટૉલ્સ્ટૉયની રશિયન નવલકથા ‘વોયના ઈ મીર'ના અંગ્રેજીમાં ‘વોર ઍન્ડ પીસ' નામે ઘણાઅનુવાદો થયા છે. એમાંથી એકના અનુવાદક રિચર્ડ પિવિયરે અનુવાદની એક સાદી પણ માર્મિક ઓળખ આપી છે. એમણે કહ્યું છે કે, અનુવાદ એક ભાષામાંથી ખેંચીને જુદા પાડી શકાય એવા કોઈ ‘અર્થ'નું બીજી ભાષામાં કરાતું સ્થાનાન્તર નથી...અનુવાદ તો એ બે ભાષાઓ વચ્ચેનો સંવાદ છે - બે ભાષાઓ વચ્ચેના નાનાસરખા અવકાશમાં આકાર લેતો સંવાદ.(‘Translation is not the transfer of detachable ‘meaning' from one language to another... Translation is a dialogue between two languages. It occurs in a space between two languages.’) [From the Introduction to the translation of ‘War And Peace' by rechard Pevear and Larrissa Volokhonsky, 2007.1]એ જ રીતે અનુવાદ એ સાંસ્કૃતિક સંવાદ પણ છે. અનુવાદની જે એક બીજી ઓળખ પણ પ્રચલિત થયેલી છે કે ‘અનુવાદ એ સાંસ્કૃતિક સેતુ છે', એમાં જે વસ્તુ ખૂટે છે તે એને ‘સાંસ્કૃતિક સંવાદ' કહેવાથી ઉમેરાય છે - એ છે મૂળ કૃતિના સ્પર્શ અને સૂર, કેમ કે સાહિત્યકૃતિના અનુવાદમાં કેવળ સાંસ્કૃતિક સામગ્રીનું કે એની અભિજ્ઞતાનું જ સંક્રમણ થયેલું હોતું નથી. એવું જ્ઞાન તો સંસ્કૃતિ-વિચારના ગ્રંથોમાંથી ને સાંસ્કૃતિક ઇતિહાસોમાંથી મેળવી જ શકાય છે, પરંતુ સાહિત્યકૃતિનો અનુવાદ તો માનવ-સંબંધોમાં પરોવાયેલી, અને માનવ-સંવેદનામાં ધબકતી સાંસ્કૃતિક ચેતનાનો સંસર્ગ કરાવે છે. અને આજે તો જ્યારે, અનેક દેશોની તેમ જ એક દેશના અનેક પ્રદેશોની સાંસ્કૃતિક વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને જ ઘણો ઘસારો પહોંચ્યો છે, અને પરિણામે એક કૃત્રિમ, પરિમાણો વિનાની સપાટ સંસ્કૃતિ આખી માનવજાત પર ફેલાતી રહી છે ત્યારે સાહિત્યકૃતિઓ જ માનવસમાજ અને સંસ્કૃતિની મૂળભૂત ભાતોનો, બલકે એ ભાતીગળ અવાજોને સાચવી લે છે ને એ રીતે એના વાચકોની રુચિનું પોષણ અને સંવર્ધન કરે છે. વાચકના આ વિશિષ્ટ ચેતોવિસ્તારમાં, એની પોતાની ભાષાની સાહિત્યકૃતિનો જે ફાળો હોય છે એવો જ ફાળો અનુવાદિત સાહિત્યકૃતિનો પણ છે. અનુવાદિત કૃતિ એ રુચિ - વિકાસમાં થોડાંક વધુ પરિમાણો ઉમેરી આપે છે.
વાચકના સંવેદન-જગતના પરિપોષણની આ વાત ૨૦૧૦માં પ્રગટ થયેલા 'વાય ટ્રાન્સલેશનમેટર્સ' નામના પુસ્તકમાં એડિથ ગ્રોસમન(Edith Grossman (1936) Why Translation Matters, 2010. Ch. 1 Authors, translatoors and readers.)જુદી રીતે મૂકી આપે છે. પહેલાં તો એ સહેજ રમૂજમાં કહે છે કે આપણી ભાષામાં જ જ્યારે થોકબંધ પુસ્તકો લખાયે જતાં હોય, એને જ આપણાથી પહોંચી વળાતું ન હોય, ત્યારે વળી પાછું અનુવાદોનું ઉમેરણ શા માટે? પણ પછી એના ઉત્તર રૂપે ગ્રોસમન કહે છે કે, ‘ઉત્તમ અનુવાદો, અનુવાદ રહીને પણ મૌલિક લેખનનો એક વિશેષ દરજ્જો ધરાવે છે. અનુવાદ એ કંઈ મૂળ કૃતિનો ઝાંખો, મ્લાન પડછાયો નથી, એનું સ્થાન એક સ્વતંત્ર કૃતિની લગોલગ છે અને એથી અનુવાદોનું પણ આપણી ભાષાની ઉત્તમ રચનાઓની હરોળમાં સ્થાન હોઈ શકે.
વાચકના સંવેદન-જગતના પરિપોષણની આ વાત ૨૦૧૦માં પ્રગટ થયેલા ‘વાય ટ્રાન્સલેશનમેટર્સ' નામના પુસ્તકમાં એડિથ ગ્રોસમન(Edith Grossman (1936) Why Translation Matters, 2010. Ch. 1 Authors, translatoors and readers.)જુદી રીતે મૂકી આપે છે. પહેલાં તો એ સહેજ રમૂજમાં કહે છે કે આપણી ભાષામાં જ જ્યારે થોકબંધ પુસ્તકો લખાયે જતાં હોય, એને જ આપણાથી પહોંચી વળાતું ન હોય, ત્યારે વળી પાછું અનુવાદોનું ઉમેરણ શા માટે? પણ પછી એના ઉત્તર રૂપે ગ્રોસમન કહે છે કે, ‘ઉત્તમ અનુવાદો, અનુવાદ રહીને પણ મૌલિક લેખનનો એક વિશેષ દરજ્જો ધરાવે છે. અનુવાદ એ કંઈ મૂળ કૃતિનો ઝાંખો, મ્લાન પડછાયો નથી, એનું સ્થાન એક સ્વતંત્ર કૃતિની લગોલગ છે અને એથી અનુવાદોનું પણ આપણી ભાષાની ઉત્તમ રચનાઓની હરોળમાં સ્થાન હોઈ શકે.
આમાંથી બે મહત્ત્વની બાબતો ઊપસી રહે છે: એક તો એ કે, બીજી ભાષાની ઉત્તમ કૃતિઓના ઉત્તમ રીતે થયેલા અનુવાદો એ દ્વૈતીયીક કે બીજા સ્તરનું લેખન નથી, એ આપણી પોતાની કુલ સાહિત્યસંપદાનો જ એક ભાગ બને છે ને એ રીતે આપણા સાહિત્યજગતને સમૃદ્ધ કરે છે.

બીજી મહત્ત્વની વાત એ છે કે ઉત્કૃષ્ટ અનુવાદો ક્યારેક આપણા મૌલિક સાહિત્યલેખનને માટે પણ પ્રેરક અને પથદર્શક બને છે. જગતની અન્ય ભાષાઓના પ્રતિભાશાળી સર્જકોની કૃતિઓના અનુવાદો આપણા સર્જકોની સામે એક વિધાયક પડકાર થઈને આવે છે ને ઘણી વાર તો એ મહત્ત્વનાં પ્રતિમાનો પણ બની રહે છે, ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રવેશ અને પ્રસાર થયો ત્યારે, એક અગત્યના પરિવર્તક બળ તરીકે અનુવાદોની મહત્ત્વની ભૂમિકા સ્થપાયેલી. સુરેશ જોષીએ મૌલિક સાહિત્યલેખન જેટલો જ અનુવાદોનો મહિમા પણ કરેલો. અલબત્ત, એ સમયે થોડોક અનુવાદ—અતિરેક થયાનું પણ કેટલાંકને લાગેલું, પરંતુ પસાર થયેલા સમયે ગાળી-ચાળીને ઉત્તમ અનુવાદ-કૃતિઓને જ સાચવી લીધી છે. મૂળ વાત તોઅનુવાદોએ રચેલા પ્રભાવની છે. બધી જ ભાષાઓનાં સાહિત્યોને, અનુવાદો થકી આ રીતે સમૃદ્ધિ સાંપડતી હોય છે.

Line 14: Line 14:
{{Poem2Open}}
{{Poem2Open}}
એટલે બાણમાં ‘સકલ ઉપમા કહિ નવિ જાઈ’ એવો જે અલંકારવૈભવ હતો. સુદીર્ઘ વર્ણનો હતાં એને ગાળીને કે ટૂંકાવીને, અને છતાં મૂળના રસને અને કથાપ્રવાહને જાળવી લઈને ભાલણે એનો સંક્ષિપ્ત ને આસ્વાદ્ય અનુવાદ આપ્યો. તો બીજી બાજુ, પૌરાણિક પાત્રો-પ્રસંગોને કલ્પના-કૌશલથી યથેષ્ટ બહેલાવનાર આખ્યાનકાર પ્રેમાનંદ ઉત્તરવયે‘દશમસ્કંધ' હાથમાં લે છે ત્યારે ‘આ પાસા વ્યાસ વાંચે સંસ્કૃતઅ, આ પાસા મારું પ્રાકૃતઅ' એમ કંઈક મૂલાનુસારી અનુવાદ કરવા પ્રવૃત્ત બને છે.

દરેક ભાષાની પરંપરામાં આવા અનેક અનુવાદ-વિવર્તો હોવાના જ. કાવ્યોના સમશ્લોકી અનુવાદો અને ગદ્યાનુવાદોનાં રૂપ જુદાં હોવાનાં; ગદ્યકૃતિઓના મૂલાનુસારીથી લઈને કંઈક સ્વૈર રહેતા અનુવાદો સુધીના અનેક વિવર્તો હોવાના. અનુવાદ-વિચારકોએ ને શાસ્ત્રીઓએ, અનુવાદકોને ઠેકાણે રાખવા માટે, ‘સારા અનુવાદની નવ શરતો' અને 'અનુવાદમાં થતી દસ ભૂલો - એવીએવી નુક્તેચીનીઓ પણ વારંવાર કરી છે. એવાં નિયંત્રકો અલબત્ત, ક્યાંક ઉપયોગી નીવડયાં પણ હશે, પરંતુ અનુવાદકો એનાથી પૂરેપૂરા બંધાયા નથી. બંધાઈ શકે એવું બન્યું નથી, કેમ કે કોઈ જ અનુવાદ બિંબ-પ્રતિબિંબ રૂપે તો થઈ શકે જ નહીં. અનુવાદકનો દૃષ્ટિકોણ અને અનુવાદનાં પ્રયોજનો પણ વિવિધ હોવાનાં એટલે અનુવાદ-વિવર્તો રહેવાના, એનું સ્વરૂપ-ફલક વિસ્તૃત જ રહેવાનું. અનુવાદનું કોઈ સુનિશ્ચિત સ્વરૂપવિધાન શક્ય નથી. આ થયું ઝડપી ને વ્યાપક રૂપદર્શન હવે અનુવાદની પ્રક્રિયા તરફ જઈએ, એટલે કે અનુવાદક પાસે જઈને બેસીએ.
દરેક ભાષાની પરંપરામાં આવા અનેક અનુવાદ-વિવર્તો હોવાના જ. કાવ્યોના સમશ્લોકી અનુવાદો અને ગદ્યાનુવાદોનાં રૂપ જુદાં હોવાનાં; ગદ્યકૃતિઓના મૂલાનુસારીથી લઈને કંઈક સ્વૈર રહેતા અનુવાદો સુધીના અનેક વિવર્તો હોવાના. અનુવાદ-વિચારકોએ ને શાસ્ત્રીઓએ, અનુવાદકોને ઠેકાણે રાખવા માટે, ‘સારા અનુવાદની નવ શરતો' અને ‘અનુવાદમાં થતી દસ ભૂલો - એવીએવી નુક્તેચીનીઓ પણ વારંવાર કરી છે. એવાં નિયંત્રકો અલબત્ત, ક્યાંક ઉપયોગી નીવડયાં પણ હશે, પરંતુ અનુવાદકો એનાથી પૂરેપૂરા બંધાયા નથી. બંધાઈ શકે એવું બન્યું નથી, કેમ કે કોઈ જ અનુવાદ બિંબ-પ્રતિબિંબ રૂપે તો થઈ શકે જ નહીં. અનુવાદકનો દૃષ્ટિકોણ અને અનુવાદનાં પ્રયોજનો પણ વિવિધ હોવાનાં એટલે અનુવાદ-વિવર્તો રહેવાના, એનું સ્વરૂપ-ફલક વિસ્તૃત જ રહેવાનું. અનુવાદનું કોઈ સુનિશ્ચિત સ્વરૂપવિધાન શક્ય નથી. આ થયું ઝડપી ને વ્યાપક રૂપદર્શન હવે અનુવાદની પ્રક્રિયા તરફ જઈએ, એટલે કે અનુવાદક પાસે જઈને બેસીએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''અનુવાદક અને અનુવાદ'''
'''અનુવાદક અને અનુવાદ'''
Line 26: Line 26:
'''તો હવે, વાચક અને અનુવાદ'''
'''તો હવે, વાચક અને અનુવાદ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાલણે, 'કાદંબરી'નો અનુવાદ કરતી વખતે પોતાના સમયના વાચકની એક ઓળખ આપેલી - એ વાચક ‘મુગ્ધ રસિક' હતો. કથારસ માટે એ ખ્યાત કૃતિ પાસે જવા માગતો હતો, પણ એ સંસ્કૃત ભાષા જાણતો નહોતો. ભાલણે એનો રસ્તો કાઢી આપેલો - એણે ઉત્તમ પણ રસાળ સારાનુવાદ આપતી પદ્યરચના કરી.
ભાલણે, ‘કાદંબરી'નો અનુવાદ કરતી વખતે પોતાના સમયના વાચકની એક ઓળખ આપેલી - એ વાચક ‘મુગ્ધ રસિક' હતો. કથારસ માટે એ ખ્યાત કૃતિ પાસે જવા માગતો હતો, પણ એ સંસ્કૃત ભાષા જાણતો નહોતો. ભાલણે એનો રસ્તો કાઢી આપેલો - એણે ઉત્તમ પણ રસાળ સારાનુવાદ આપતી પદ્યરચના કરી.
પણ આજનો વાચક કેવળ ‘મુગ્ધ રસિક' નથી - હોઈ પણ ન શકે. હા, ક્યારેક સારાનુવાદોની કે મૂળ-આધારિત રૂપાંતરોની ને અનુસર્જનોની પણ જરૂર પડતી હશે. એવો વાચકવર્ગ પણ હોવાનો.
પણ આજનો વાચક કેવળ ‘મુગ્ધ રસિક' નથી - હોઈ પણ ન શકે. હા, ક્યારેક સારાનુવાદોની કે મૂળ-આધારિત રૂપાંતરોની ને અનુસર્જનોની પણ જરૂર પડતી હશે. એવો વાચકવર્ગ પણ હોવાનો.
પરંતુ આપણા સમયે જેમ એક સજ્જ અનુવાદકની, એમ અનુવાદના એક સજ્જ વાચકની અપેક્ષા પણ રાખેલી છે. વાચક મૂળ, સ્રોત ભાષા પૂરેપૂરી કે સરખી ન જાણતો હોય, મૂળમાંથી પસાર ન થઈ શકતો હોય, પરંતુ પોતાની ભાષાની ઉત્તમ કૃતિઓના આસ્વાદ અને પરિશીલનથી તો એની રુચિ કેળવાયેલી હોય. હા. અનુવાદનો વાચક - જો આપણે એને ભાવક પણ કહીએ તો, એ આવી વાચન-સજજતાવાળો હોય એ એની, અનુવાદના વાચક તરીકેની એક વિશેષ યોગ્યતા ગણાશે.

બીજું, અનુવાદો આપણને સંસ્કૃતિ-બોધ કરાવે છે એમ આપણે કહીએ છીએ ત્યારે એ બોધ સાંસ્કૃતિક ચેતનાનો ને સંવેદનાનો બોધ હોય છે, તે તે પ્રજાની સંસ્કૃતિના ઘટકોનો બોધ નહીં. એવી વિગત-સજજતા કે વ્યાપક જાણકારી વાચકને હોય તથા એવી સ્વીકાર-તત્પરતા એનામાં કેળવાયેલી હોય એ અનુવાદિત કૃતિના આસ્વાદ માટે જરૂરી છે. ‘તોત્તો-ચાન’નો ગુજરાતી અનુવાદ એક શિક્ષક-વાચકે એક-બે પાનાં વાંચીને જ છોડી દીધેલો. એમનું કહેવું હતું કે, એમાં પાત્રોનાં, ગામોનાં, સ્થળોનાં નામો એવાં અપરિચિત ને અટપટાં છે કે એમનાથી આગળ ન વધી શકાયું. 'લ્યુસી'નું ‘ લક્ષ્મી’કરી આપો તો જ વાચે એવા નરમ અને નિર્દોષ વાચકો આજે અનુવાદના યોગ્ય વાચકો ન ગણાય.
બીજું, અનુવાદો આપણને સંસ્કૃતિ-બોધ કરાવે છે એમ આપણે કહીએ છીએ ત્યારે એ બોધ સાંસ્કૃતિક ચેતનાનો ને સંવેદનાનો બોધ હોય છે, તે તે પ્રજાની સંસ્કૃતિના ઘટકોનો બોધ નહીં. એવી વિગત-સજજતા કે વ્યાપક જાણકારી વાચકને હોય તથા એવી સ્વીકાર-તત્પરતા એનામાં કેળવાયેલી હોય એ અનુવાદિત કૃતિના આસ્વાદ માટે જરૂરી છે. ‘તોત્તો-ચાન’નો ગુજરાતી અનુવાદ એક શિક્ષક-વાચકે એક-બે પાનાં વાંચીને જ છોડી દીધેલો. એમનું કહેવું હતું કે, એમાં પાત્રોનાં, ગામોનાં, સ્થળોનાં નામો એવાં અપરિચિત ને અટપટાં છે કે એમનાથી આગળ ન વધી શકાયું. ‘લ્યુસી'નું ‘લક્ષ્મી’કરી આપો તો જ વાચે એવા નરમ અને નિર્દોષ વાચકો આજે અનુવાદના યોગ્ય વાચકો ન ગણાય.
અનુવાદનો વાચક પણ અધિકારી વાચક હોવો જોઈએ.
અનુવાદનો વાચક પણ અધિકારી વાચક હોવો જોઈએ.
પરંતુ આવા યોગ્ય વાચકોના પણ , અનુવાદો વાંચ્યાના અનુભવો, ક્યારેક કેવા તો કમનસીબ અને પીડાદાયક હોય છે!
પરંતુ આવા યોગ્ય વાચકોના પણ , અનુવાદો વાંચ્યાના અનુભવો, ક્યારેક કેવા તો કમનસીબ અને પીડાદાયક હોય છે!
Line 37: Line 37:
એવા નબળા અનુવાદોથી અનુવાદ-પ્રવૃત્તિનું મહત્ત્વ અને મૂલ્ય ઘટે છે અને અનુવાદપ્રવૃત્તિ દ્વૈતીયીક છે એવાં ખોટાં ધોરણો આગળ ધસી આવે છે.
એવા નબળા અનુવાદોથી અનુવાદ-પ્રવૃત્તિનું મહત્ત્વ અને મૂલ્ય ઘટે છે અને અનુવાદપ્રવૃત્તિ દ્વૈતીયીક છે એવાં ખોટાં ધોરણો આગળ ધસી આવે છે.
અનુવાદો તો આપણે ત્યાં ઘણા થાય છે. ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા વગેરે જેવી સંસ્થાઓ પણ નિરંતર અનુવાદો કરાવે છે. પણ યોગ્ય અનુવાદકની પસંદગીનો પ્રમાદ, પરામર્શકોની ઉદાસીનતા, અનુવાદોની અનુવાદો તરીકે થતી આકરી સમીક્ષાઓનો અભાવ તેમ જ અનુવાદ માટેના સઘન અને સાતત્યવાળા વર્કશોપ્સની નરી અછત એ બધા અનુવાદની ગુણવત્તાનું રક્ષણ ને નિયંત્રણ ન થઈ શકવાનાં કમનસીબ પરિબળો છે.

એટલે, સાહિત્ય પરિષદે આ અધિવેશનમાં અનુવાદ અંગે બેઠક રાખી છે એ માટે અભિનંદન આપવાની સાથે જ એક વાત મારે ભારપૂર્વક કહેવી છે કે, પરિષદમાં વર્ષો પહેલાં જે 'અનુવાદકેન્દ્ર' સ્થપાયું હતું એ આરંભકાળે થોડોક સંચાર બતાવ્યા પછી લાંબા સમયથી સુપ્ત છે. એ સુષુપ્તિનાં વર્ષો વધતાં જ જાય એને બદલે એ કેન્દ્રને હવે ચાલતું, બલકે સક્રિય કરવામાં આવે તો સારું. અનુવાદ વિશે પરિસંવાદો થાય, ખાસ તો સઘન કાર્યશાળાઓ યોજાતી થાય ને એને પરિણામે થોડાંક ઉત્તમ અનુવાદ પુસ્તકો પણ પ્રકાશિત થાય એવી મારા વતી, ને આ સામે બેઠેલા સૌ સાહિત્યકારો ને સાહિત્યરસિકો વતીથી પણ પરિષદના પ્રમુખશ્રીને અને તંત્રવાહકોને આગ્રહભરી વિનંતી કરું છું. પરિષદના આવતા સત્રમાં કોઈને આ વિનંતી દોહરાવવી ન પડે એવી આશા સાથે, તથા અનુવાદની આ બેઠકમાં બે વાતો કરવાનો અવસર આપ્યો એ માટે પરિષદનો આભાર માનીને મારી વાત પૂરી કરુંછું.
એટલે, સાહિત્ય પરિષદે આ અધિવેશનમાં અનુવાદ અંગે બેઠક રાખી છે એ માટે અભિનંદન આપવાની સાથે જ એક વાત મારે ભારપૂર્વક કહેવી છે કે, પરિષદમાં વર્ષો પહેલાં જે ‘અનુવાદકેન્દ્ર' સ્થપાયું હતું એ આરંભકાળે થોડોક સંચાર બતાવ્યા પછી લાંબા સમયથી સુપ્ત છે. એ સુષુપ્તિનાં વર્ષો વધતાં જ જાય એને બદલે એ કેન્દ્રને હવે ચાલતું, બલકે સક્રિય કરવામાં આવે તો સારું. અનુવાદ વિશે પરિસંવાદો થાય, ખાસ તો સઘન કાર્યશાળાઓ યોજાતી થાય ને એને પરિણામે થોડાંક ઉત્તમ અનુવાદ પુસ્તકો પણ પ્રકાશિત થાય એવી મારા વતી, ને આ સામે બેઠેલા સૌ સાહિત્યકારો ને સાહિત્યરસિકો વતીથી પણ પરિષદના પ્રમુખશ્રીને અને તંત્રવાહકોને આગ્રહભરી વિનંતી કરું છું. પરિષદના આવતા સત્રમાં કોઈને આ વિનંતી દોહરાવવી ન પડે એવી આશા સાથે, તથા અનુવાદની આ બેઠકમાં બે વાતો કરવાનો અવસર આપ્યો એ માટે પરિષદનો આભાર માનીને મારી વાત પૂરી કરુંછું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<small><poem>-પરિષદના ભુજ-અધિવેશન (૨૦૨૨)માં અનુવાદ વિશેની બેઠકનું અધ્યક્ષીય વક્તવ્યનું લેખિત રૂપ.  
<small><poem>-પરિષદના ભુજ-અધિવેશન (૨૦૨૨)માં અનુવાદ વિશેની બેઠકનું અધ્યક્ષીય વક્તવ્યનું લેખિત રૂપ.  

Navigation menu