32,970
edits
No edit summary |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
એક બીજી બાબત પણ આ તબક્કે જ સ્પષ્ટ કરી લઉં કે મહાનિબંધો કે એના લેખકોના નામોલ્લેખો કરવા મેં જરૂરી ગણ્યા નથી. એનું કારણ એ કે અહીં મારો આશય થોડાક નિબંધો લઈને એની સર્વાંગીણ તપાસ કે સમીક્ષા કરવાનો નથી પરંતુ આપણાં આ પ્રકારનાં લેખનકાર્યોનાં જુદાંજુદાં પાસાંમાં દેખાતી મર્યાદાઓ સૂચવવાનો છે. એટલે સંભવ છે કે એકબે પાસાંની મર્યાદા સૂચવી હોય એ નિબંધનાં બીજાં કેટલાંક પાસાં કે વ્યાપક ભાવે આખો નિબંધ પૂરો ટીકાપાત્ર ન પણ હોય ને એથી નિબંધ કે નિબંધલેખકને અકારણ અન્યાય થઈ જાય. નામોલ્લેખો એથી જ ટાળ્યા છે. | એક બીજી બાબત પણ આ તબક્કે જ સ્પષ્ટ કરી લઉં કે મહાનિબંધો કે એના લેખકોના નામોલ્લેખો કરવા મેં જરૂરી ગણ્યા નથી. એનું કારણ એ કે અહીં મારો આશય થોડાક નિબંધો લઈને એની સર્વાંગીણ તપાસ કે સમીક્ષા કરવાનો નથી પરંતુ આપણાં આ પ્રકારનાં લેખનકાર્યોનાં જુદાંજુદાં પાસાંમાં દેખાતી મર્યાદાઓ સૂચવવાનો છે. એટલે સંભવ છે કે એકબે પાસાંની મર્યાદા સૂચવી હોય એ નિબંધનાં બીજાં કેટલાંક પાસાં કે વ્યાપક ભાવે આખો નિબંધ પૂરો ટીકાપાત્ર ન પણ હોય ને એથી નિબંધ કે નિબંધલેખકને અકારણ અન્યાય થઈ જાય. નામોલ્લેખો એથી જ ટાળ્યા છે. | ||
શોધનિબંધ વિષયપસંદગી અને એના આયોજનથી માંડીને આધારસામગ્રી અને સંદર્ભસામગ્રીનો વિવેકપૂર્વકનો ઉપયોગ, લેખનશૈલી એટલે કે લખાવટ, લેખનપદ્ધતિ આદિ દરેક તબક્કે સંશોધનનાં ચોક્સાઈ અને શિસ્તની અપેક્ષા રાખે છે એટલે એવા પ્રત્યેક પાસાને લઈને આપણે વિગતોની ચર્ચામાં જઈએ. | શોધનિબંધ વિષયપસંદગી અને એના આયોજનથી માંડીને આધારસામગ્રી અને સંદર્ભસામગ્રીનો વિવેકપૂર્વકનો ઉપયોગ, લેખનશૈલી એટલે કે લખાવટ, લેખનપદ્ધતિ આદિ દરેક તબક્કે સંશોધનનાં ચોક્સાઈ અને શિસ્તની અપેક્ષા રાખે છે એટલે એવા પ્રત્યેક પાસાને લઈને આપણે વિગતોની ચર્ચામાં જઈએ. | ||
વિષયપસંદગી પાછળનાં વલણો | {{Poem2Close}} | ||
'''વિષયપસંદગી પાછળનાં વલણો''' | |||
{{Poem2Open}} | |||
મુશ્કેલીઓનો આરંભ વિષયપસંદગી પાછળનાં વલણોથી થઈ જતો હોય છે. વાચન-અધ્યયન દરમ્યાન કે અધ્યાપનકાર્યના કોઈ તબક્કે સાહિત્યના સમયવિશેષ કે યુગવિશેષ, કર્તા, સ્વરૂપ, સંજ્ઞાઓ, સંપ્રત્યયો, ઓજારો, અભિગમો જેવા કોઈ પ્રદેશ પર અભ્યાસીનું ધ્યાન કેન્દ્રિત થયું હોય ને એમાંથી સંશોધનની દિશા જડી હોય તો એક નક્કર ભૂમિકા રચાય. પણ એવું હંમેશાં ન પણ બન્યું હોય. કોઈવાર કોઈ વિદ્વાન અભ્યાસી કે સંશોધકદ્વારા વિષયનું સૂચન થયું હોય ને એ વિષય મનને રૂચતાં એક પડકાર રૂપે સ્વીકારી લેવાનું બન્યું હોય, સન્નિષ્ઠ અભ્યાસી એને પણ એક નક્કર ભૂમિકાએ પહોંચાડી શકે. પરંતુ કેટલીકવાર તો સંશોધનના ઉમેદવારનાં, વાચન-અધ્યયનથી કેળવાયેલાં કોઈ રુચિ—વલણો સ્પષ્ટ ન થયાં હોય એટલે કોઈએ સૂચવેલો, કે પછી કોઈની પાસે ખાસ ઘડાવેલો, કોઈપણ વિષય એ સ્વીકારી લેતો હોય છે. તકેદારી એ એટલી જ રાખતો હોય કે એ યુનિવર્સિટીમાં એ વિષય બેવડાતો નથી; ને એણે ખાતરી એ કરી લીધી હોય કે એ વિષય સરળ—સુગમ બની રહેશે ! આને લીધે, વિષય એને માટે એના નિમ્નતમ અર્થમાં સાધન કે વાહન બની રહે છે. વિચારીને નિર્ણય કરવા સુધી એ થોભતો નથી. એક પ્રસંગ મને યાદ આવે છે કે એક અધ્યાપકમિત્રે વિષય પસંદ કરેલો-મધ્યકાલીન સાહિત્યમાં સંવાદ-કાવ્યો. પછી કોઈએ ચકાસવા માટે જરાક ટીખળમાં પૂછ્યું કે, સંવાદ—કાવ્યો કહો છો તો તમે ‘નાગદમણ'નો પણ સમાવેશ કરવાના ને ? ત્યારે એ મિત્ર મૂંઝાઈ ગયેલા અને, તમે કહેતા હો તો સમાવી લઉં?—એવી અવઢવમાં મુકાઈ ગયેલા. કોઈવાર તો કામ કરતાંકરતાં અકારણ જ વિષય—સંક્રાન્તિ થઈ જતી હોય છે, ને પરિણામે આખુંય કામ કોઈ એક કેન્દ્ર વિનાનું, ધૂંધળું બની જતું હોય છે. મધ્યકાલીન કર્તા વિશેના એક શોધનિબંધના નિવેદનમાં જણાવાયું છે કે, ……(કર્તા) તો પછી નિમિત્તે બન્યો, ને અધ્યયનનો વિષય તો મધ્યકાલીન આખ્યાન બની ગયો.' | મુશ્કેલીઓનો આરંભ વિષયપસંદગી પાછળનાં વલણોથી થઈ જતો હોય છે. વાચન-અધ્યયન દરમ્યાન કે અધ્યાપનકાર્યના કોઈ તબક્કે સાહિત્યના સમયવિશેષ કે યુગવિશેષ, કર્તા, સ્વરૂપ, સંજ્ઞાઓ, સંપ્રત્યયો, ઓજારો, અભિગમો જેવા કોઈ પ્રદેશ પર અભ્યાસીનું ધ્યાન કેન્દ્રિત થયું હોય ને એમાંથી સંશોધનની દિશા જડી હોય તો એક નક્કર ભૂમિકા રચાય. પણ એવું હંમેશાં ન પણ બન્યું હોય. કોઈવાર કોઈ વિદ્વાન અભ્યાસી કે સંશોધકદ્વારા વિષયનું સૂચન થયું હોય ને એ વિષય મનને રૂચતાં એક પડકાર રૂપે સ્વીકારી લેવાનું બન્યું હોય, સન્નિષ્ઠ અભ્યાસી એને પણ એક નક્કર ભૂમિકાએ પહોંચાડી શકે. પરંતુ કેટલીકવાર તો સંશોધનના ઉમેદવારનાં, વાચન-અધ્યયનથી કેળવાયેલાં કોઈ રુચિ—વલણો સ્પષ્ટ ન થયાં હોય એટલે કોઈએ સૂચવેલો, કે પછી કોઈની પાસે ખાસ ઘડાવેલો, કોઈપણ વિષય એ સ્વીકારી લેતો હોય છે. તકેદારી એ એટલી જ રાખતો હોય કે એ યુનિવર્સિટીમાં એ વિષય બેવડાતો નથી; ને એણે ખાતરી એ કરી લીધી હોય કે એ વિષય સરળ—સુગમ બની રહેશે ! આને લીધે, વિષય એને માટે એના નિમ્નતમ અર્થમાં સાધન કે વાહન બની રહે છે. વિચારીને નિર્ણય કરવા સુધી એ થોભતો નથી. એક પ્રસંગ મને યાદ આવે છે કે એક અધ્યાપકમિત્રે વિષય પસંદ કરેલો-મધ્યકાલીન સાહિત્યમાં સંવાદ-કાવ્યો. પછી કોઈએ ચકાસવા માટે જરાક ટીખળમાં પૂછ્યું કે, સંવાદ—કાવ્યો કહો છો તો તમે ‘નાગદમણ'નો પણ સમાવેશ કરવાના ને ? ત્યારે એ મિત્ર મૂંઝાઈ ગયેલા અને, તમે કહેતા હો તો સમાવી લઉં?—એવી અવઢવમાં મુકાઈ ગયેલા. કોઈવાર તો કામ કરતાંકરતાં અકારણ જ વિષય—સંક્રાન્તિ થઈ જતી હોય છે, ને પરિણામે આખુંય કામ કોઈ એક કેન્દ્ર વિનાનું, ધૂંધળું બની જતું હોય છે. મધ્યકાલીન કર્તા વિશેના એક શોધનિબંધના નિવેદનમાં જણાવાયું છે કે, ……(કર્તા) તો પછી નિમિત્તે બન્યો, ને અધ્યયનનો વિષય તો મધ્યકાલીન આખ્યાન બની ગયો.' | ||
મધ્યકાલીન વિષયો | {{Poem2Close}} | ||
'''મધ્યકાલીન વિષયો''' | |||
{{Poem2Open}} | |||
આજે તો એનું પ્રમાણ કંઈક ઘટ્યું જણાય છે પણ એક વખત એવો હતો કેપીએચ.ડી. માટે મધ્યકાલીન સાહિત્ય પર વધુ પસંદગી ઉતારવામાં આવતી. અપ્રગટ અને અજાણ્યાને પ્રગટ અને પરિચિત કરવું. હસ્તપ્રતોને અર્વાચીન લિપિમાં મૂકી આપવી ને સૂઝી તે બાલાવબોધી સમજૂતીઓ આપવી એટલે એ સંશોધન ગણાય એવો, સંશોધન વિશેનો જાડો ખ્યાલ એની પાછળ પ્રવર્તતો જણાય છે. ખરેખર તો, મધ્યકાલીન કૃતિસંપાદન સંશોધનના જટિલ કોયડા સામે લાવનારું, થકવી દે એવું પડકારરૂપ કામ છે અને એમાં સૂઝ, ચીવટ, ધીરજ ને શાસ્ત્રીય પદ્ધતિની જાણકારીનો ઘણો ખપ પડે છે. પણ એ કશાની ખેવના ન કરતાં કાચાં કામ ઘણાં થયાં છે. પ્રતપસંદગીનો કશો વિવેક ન થયો હોય કે પાઠનિર્ણય મનસ્વી રહ્યા હોય કે પ્રતવાચન સુધ્ધાંમાં ભૂલો રહી હોય કે પછી મધ્યકાલીન સમય અને સાહિત્યપરંપરાની ભૂમિકા સાથે સંગતિ સાધ્યા વિના યાતૃચ્છિક કૃતિચર્ચા થઈ હોય—એવી કોઈ ને કોઈ મર્યાદા આ વિષય પરના ઘણા શોધનિબંધોમાં જોવા મળી છે. કૃતિના પાઠ પરથી થતા સમય—સ્થળ આદિના નિર્ણયો તેમજ અર્થઘટનો સાહસપૂર્વક કરી દેવામાં આવતાં હોય છે. દાખલા તરીકે, કોઈ કવિના એકાદ બોધક પદની પંક્તિઓમાં વયદર્શક સંજ્ઞાઓ ગુંથાતી જતી હોય ને એમાં છેલ્લી સિત્તેરની હોય તો પદરચના સમયે કવિની વય સિત્તેરની હશે એવું બેધડક લખી નાખનાર સંશોધકને આપણે શું કહીશું? ઉમાશંકર જોશીએ છેક ૧૯૪૧માં, અખાનો અભ્યાસ કરતી વખતે 'તિલક કરતાં ત્રેપન વહ્યાં...' એ પંક્તિના અર્થઘટન લેખે અખાની છપ્પારચના વખતની વય ત્રેપનની ગણાવનાર ઉત્સાહીઓને માર્મિક ટીકાથી ચેતવતાં લખેલું: ….એટલે આ છપ્પાઓની રચના માટે અખાને ત્રેપન વરસ સુધી અદબપલાંઠી વાળી બેસાડી રાખવાનો અત્યાચાર આપણી વિદ્વત્તાએ કરવો ઠીક નથી. ('અખો: એક અધ્યયન' પૃ.૭૨) તેમ છતાં ઉત્સાહી સાહસિક સંશોધકો તર્કની ચકાસણી વગરનાં નિરાધાર વિધાનો કર્યે જતા હોય છે. આને લીધે, જૂજ અપવાદોને બાદ કરતાં મધ્યકાલીન વિષયો પરના શોધનિબંધો પૂરા શ્રદ્ધેય ગણી શકાય એમ નથી. | આજે તો એનું પ્રમાણ કંઈક ઘટ્યું જણાય છે પણ એક વખત એવો હતો કેપીએચ.ડી. માટે મધ્યકાલીન સાહિત્ય પર વધુ પસંદગી ઉતારવામાં આવતી. અપ્રગટ અને અજાણ્યાને પ્રગટ અને પરિચિત કરવું. હસ્તપ્રતોને અર્વાચીન લિપિમાં મૂકી આપવી ને સૂઝી તે બાલાવબોધી સમજૂતીઓ આપવી એટલે એ સંશોધન ગણાય એવો, સંશોધન વિશેનો જાડો ખ્યાલ એની પાછળ પ્રવર્તતો જણાય છે. ખરેખર તો, મધ્યકાલીન કૃતિસંપાદન સંશોધનના જટિલ કોયડા સામે લાવનારું, થકવી દે એવું પડકારરૂપ કામ છે અને એમાં સૂઝ, ચીવટ, ધીરજ ને શાસ્ત્રીય પદ્ધતિની જાણકારીનો ઘણો ખપ પડે છે. પણ એ કશાની ખેવના ન કરતાં કાચાં કામ ઘણાં થયાં છે. પ્રતપસંદગીનો કશો વિવેક ન થયો હોય કે પાઠનિર્ણય મનસ્વી રહ્યા હોય કે પ્રતવાચન સુધ્ધાંમાં ભૂલો રહી હોય કે પછી મધ્યકાલીન સમય અને સાહિત્યપરંપરાની ભૂમિકા સાથે સંગતિ સાધ્યા વિના યાતૃચ્છિક કૃતિચર્ચા થઈ હોય—એવી કોઈ ને કોઈ મર્યાદા આ વિષય પરના ઘણા શોધનિબંધોમાં જોવા મળી છે. કૃતિના પાઠ પરથી થતા સમય—સ્થળ આદિના નિર્ણયો તેમજ અર્થઘટનો સાહસપૂર્વક કરી દેવામાં આવતાં હોય છે. દાખલા તરીકે, કોઈ કવિના એકાદ બોધક પદની પંક્તિઓમાં વયદર્શક સંજ્ઞાઓ ગુંથાતી જતી હોય ને એમાં છેલ્લી સિત્તેરની હોય તો પદરચના સમયે કવિની વય સિત્તેરની હશે એવું બેધડક લખી નાખનાર સંશોધકને આપણે શું કહીશું? ઉમાશંકર જોશીએ છેક ૧૯૪૧માં, અખાનો અભ્યાસ કરતી વખતે 'તિલક કરતાં ત્રેપન વહ્યાં...' એ પંક્તિના અર્થઘટન લેખે અખાની છપ્પારચના વખતની વય ત્રેપનની ગણાવનાર ઉત્સાહીઓને માર્મિક ટીકાથી ચેતવતાં લખેલું: ….એટલે આ છપ્પાઓની રચના માટે અખાને ત્રેપન વરસ સુધી અદબપલાંઠી વાળી બેસાડી રાખવાનો અત્યાચાર આપણી વિદ્વત્તાએ કરવો ઠીક નથી. ('અખો: એક અધ્યયન' પૃ.૭૨) તેમ છતાં ઉત્સાહી સાહસિક સંશોધકો તર્કની ચકાસણી વગરનાં નિરાધાર વિધાનો કર્યે જતા હોય છે. આને લીધે, જૂજ અપવાદોને બાદ કરતાં મધ્યકાલીન વિષયો પરના શોધનિબંધો પૂરા શ્રદ્ધેય ગણી શકાય એમ નથી. | ||
આ વિષય પરનાં શોધકાર્યોમાં એક બીજી મુશ્કેલી પણ જોવા મળે છે. મધ્યકાલીન કર્તા કે સ્વરૂપ વિશેના નિબંધોમાં, એને વિશે મળતી સુલભ સામગ્રીનો ઉપયોગ કરી લેવાનું ને એ ઉપયોગ સમુચિત રીતે ન થતાં થીંગડાં સાહિત્યપ્રવાહોને તપાસતો, મૂળભૂત રીતે વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલો હોવા છતાં એક જ વ્યક્તિને હાથે થયેલા પ્રયાસ તરીકે ઘણો નોંધપાત્ર લેખાય. ઘણાં વર્ષો સુધી અર્વાચીન સાહિત્યના એકમાત્ર ઉપયોગી ઇતિહાસગ્રંથ તરીકે એણે કામ આપ્યું છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદે કરેલી સાહિત્યના બૃહદ્ ઇતિહાસની યોજનામાં અત્યાર સુધી (૧૯૭૩ અને ૧૯૭૮ની વચ્ચે) ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા છે (ચોથો હવે તરત પ્રકાશિત થશે)." આ ઇતિહાસમાં અઘતન સમય સુધીના સાહિત્યને આવરી લેવાની એના સંપાદકોની યોજના છે. બૃહદ્ ફલક પર આયોજાયેલા આ ઇતિહાસનું સ્વરૂપ વિભિન્ન અભ્યાસીઓએ જુદાજુદા લેખકો વિશે તૈયાર કરેલા પ્રકરણોની—કાલાનુક્રમે ચાલતી લેખકકેન્દ્રી-પદ્ધતિનું રહ્યું છે. એથી આ સ્વરૂપની અનિવાર્ય મર્યાદાઓ એને પણ વળગેલી છે. પણ આ એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે ને ઉત્તમ વિદ્વાનોનો એને લાભ મળેલો છે એ દૃષ્ટિએ એ આ બે દાયકાનું એક મૂલ્યવાન અને મોટું કાર્ય અવશ્ય છે. પરંતુ, વિભિન્ન સ્વરૂપે ને દૃષ્ટિબિંદુઓથી લખાયેલા એકાધિક ઇતિહાસોનું તો એક સ્વપ્ન જ સેવવાનું રહે છે. ઇતિહાસલેખન ખૂબ લાંબી ધીરજ અને લાંબો સમય માગતું, ઘણી શક્તિ અને સજ્જતાની અપેક્ષા રાખતું એક ગંજાવર કામ છે. એની પાછળ જ આખી કારકિર્દી સમર્પી દેનાર અભ્યાસી કે સાહિત્યસંસ્થા જ એ ઉપાડી શકે. આપણી યુનિવર્સિટીઓ આ કામને સ્વીકારવાની તૈયારી દાખવે તો આવાં ભગીરથ કાર્યો શક્ય પણ બને. અત્યારે તો એવા એકાદ આદર્શ ઇતિહાસની પણ ખોટ વરતાય છે. ભવિષ્યના દાયકાઓ સામે એ એક મોટો પડકાર છે. | આ વિષય પરનાં શોધકાર્યોમાં એક બીજી મુશ્કેલી પણ જોવા મળે છે. મધ્યકાલીન કર્તા કે સ્વરૂપ વિશેના નિબંધોમાં, એને વિશે મળતી સુલભ સામગ્રીનો ઉપયોગ કરી લેવાનું ને એ ઉપયોગ સમુચિત રીતે ન થતાં થીંગડાં સાહિત્યપ્રવાહોને તપાસતો, મૂળભૂત રીતે વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલો હોવા છતાં એક જ વ્યક્તિને હાથે થયેલા પ્રયાસ તરીકે ઘણો નોંધપાત્ર લેખાય. ઘણાં વર્ષો સુધી અર્વાચીન સાહિત્યના એકમાત્ર ઉપયોગી ઇતિહાસગ્રંથ તરીકે એણે કામ આપ્યું છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદે કરેલી સાહિત્યના બૃહદ્ ઇતિહાસની યોજનામાં અત્યાર સુધી (૧૯૭૩ અને ૧૯૭૮ની વચ્ચે) ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા છે (ચોથો હવે તરત પ્રકાશિત થશે)." આ ઇતિહાસમાં અઘતન સમય સુધીના સાહિત્યને આવરી લેવાની એના સંપાદકોની યોજના છે. બૃહદ્ ફલક પર આયોજાયેલા આ ઇતિહાસનું સ્વરૂપ વિભિન્ન અભ્યાસીઓએ જુદાજુદા લેખકો વિશે તૈયાર કરેલા પ્રકરણોની—કાલાનુક્રમે ચાલતી લેખકકેન્દ્રી-પદ્ધતિનું રહ્યું છે. એથી આ સ્વરૂપની અનિવાર્ય મર્યાદાઓ એને પણ વળગેલી છે. પણ આ એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે ને ઉત્તમ વિદ્વાનોનો એને લાભ મળેલો છે એ દૃષ્ટિએ એ આ બે દાયકાનું એક મૂલ્યવાન અને મોટું કાર્ય અવશ્ય છે. પરંતુ, વિભિન્ન સ્વરૂપે ને દૃષ્ટિબિંદુઓથી લખાયેલા એકાધિક ઇતિહાસોનું તો એક સ્વપ્ન જ સેવવાનું રહે છે. ઇતિહાસલેખન ખૂબ લાંબી ધીરજ અને લાંબો સમય માગતું, ઘણી શક્તિ અને સજ્જતાની અપેક્ષા રાખતું એક ગંજાવર કામ છે. એની પાછળ જ આખી કારકિર્દી સમર્પી દેનાર અભ્યાસી કે સાહિત્યસંસ્થા જ એ ઉપાડી શકે. આપણી યુનિવર્સિટીઓ આ કામને સ્વીકારવાની તૈયારી દાખવે તો આવાં ભગીરથ કાર્યો શક્ય પણ બને. અત્યારે તો એવા એકાદ આદર્શ ઇતિહાસની પણ ખોટ વરતાય છે. ભવિષ્યના દાયકાઓ સામે એ એક મોટો પડકાર છે. | ||