પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલની કૃતિઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 3: Line 3:
{{Poem2Open}}
{{Poem2Open}}
''“અમારો પેલો ખેમરાજ પાગલ પોતા વિશે જવાબ આપતો, ‘અગમસે આ-ણો!’ અમે પૂછતા ‘ને જવું છે ક્યાં?’ તો કહેતો. ‘નિગમમેં જાણો.’ એવું જ મારે ય, આ બધું સર્જન કરતી ''વખતે. અગમથી આવે છે ને મારો નાનકડો ખોબો છલકાવતું ઘણું બધું નિગમમાં પાછું ચાલ્યું જાય છે.”''

{{right|''– પન્નાલાલ''}}
{{right|''– પન્નાલાલ''}}<br>
{{right|''(‘સંસ્કૃતિ’ માર્ચ, ૧૯૫૪)''}}
{{right|''(‘સંસ્કૃતિ’ માર્ચ, ૧૯૫૪)''}}<br>
પન્નાલાલની સાહિત્યલેખનની પ્રવૃત્તિ હવે ચાર સાડાચાર દાયકાની થવા જાય છે. ’૩૬માં ઉમાશંકર-સુંદરમ્‌ આદિની પ્રેરણાથી તેમણે કલમ ઉપાડી તે, વચ્ચેનાં અમુક અમુક વર્ષોમાં થંભી હશે તે સિવાય, એકધારી ચાલતી રહી છે. વર્ણ્ય વિષયમાં અને કથનરીતિમાં નિજી મુદ્રાવાળું વિશાળ કથાસાહિત્ય તેમણે નિર્માણ કર્યું છે, અને આપણા કથાસાહિત્યમાં તેની આગવી ભાત રચાઈ ચૂકી છે. આજ સુધીમાં તેમની ૩૦થી ય વધુ સામાજિક-જાનપદી નવલકથાઓ, પાંચ પૌરાણિક કથાની શ્રેણીઓ, અને ૨૫થી ય વધુ વાર્તાસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. એ ઉપરાંત નાનાંમોટાં આઠેક નાટકો. ‘અલપઝલપ’ શીર્ષકની આત્મકથા, શ્રી અરવિંદની દાર્શનિક વિચારણાને રજૂ કરતો ગ્રંથ અને કેટલુંક બાળસાહિત્ય – એ જાતનાં તેમનાં બીજાં પ્રકાશનો પણ છે. પણ, તેમની સર્જકશક્તિને નવલકથા, ટૂંકી વાર્તા અને લાંબી વાર્તા (કે લઘુનવલ) જેવાં સ્વરૂપો વધુ અનુકૂળ રહ્યાં છે. આપણા સાહિત્યજગતમાં તેઓ વિશેષે કથાલેખક તરીકે જ સુપ્રતિષ્ઠિત થયા છે.

સૌને વિદિત છે તેમ, પન્નાલાલની પ્રતિભાનો સૌથી બળવાન અને સૌથી પ્રભાવક ઉન્મેષ તો તેમની આરંભકાળની જાનપદી નવલકથાઓમાં તેમજ જાનપદી ટૂંકી વાર્તાઓ અને લઘુ નવલોમાં પ્રગટ થયો છે. ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’ અને ‘ભાંગ્યાનાં ભેરુ’ જેવી નવલકથાઓ, ‘વાત્રકને કાંઠે’, ‘મા’, ‘નેશનલ સેવિંગ’, ‘ઓરતા’, ‘કંકુ’ અને ‘સાચી ગજિયાણીનું કાપડું’ જેવી ટૂંકી વાર્તાઓ, અને ‘વળામણાં’ અને ‘સાચાં સમણાં’ જેવી લઘુનવલો-પન્નાલાલની સર્જકતાના સૌથી પ્રભાવક આવિષ્કારો છે. એ પછી ય પન્નાલાલની પ્રતિભા વચ્ચે વચ્ચે ઝળહળી ઊઠી છે, પણ એકંદરે એમાં ઓટ જ આવી છે.

Navigation menu