31,395
edits
(+1) |
(+1) |
||
| Line 33: | Line 33: | ||
અને આંખ આ આકુલ વ્યાકુલ : | અને આંખ આ આકુલ વ્યાકુલ : | ||
આ એ જ, એ જ અરૂપના પેલા મુખની રેખા!” | આ એ જ, એ જ અરૂપના પેલા મુખની રેખા!” | ||
{{right|(‘એ જ, એ જ આ રેખા’ : રૂ. લ.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ ઉશનસ્ની – કે કોઈ પણ કવિની – કવિતાનો ખરો મુદ્દો તે સફળ અભિવ્યક્તિનો છે, કેવળ વર્ણ્યવિષયની ઓળખનો નહિ. એ રીતે તપાસ કરીએ તો ઉશનસ્ની કવિતામાં ભાષા, છંદ અને લયનો પ્રશ્ન કંઈક વિશેષ વિચાર કરતાં કરી મૂકે તેવો છે. તેમની કાવ્યશૈલીનું અનુસંધાન ત્રીશીની કાવ્યશૈલી સાથે રહ્યું છે – તેનો આપણે આગળ નિર્દેશ કર્યો છે – એ કાવ્યશૈલીનાં બલાબલ ઉશનસ્ની કવિતાને વારસામાં મળ્યાં છે. રૂઢ કાવ્યરૂપો અને રૂઢ છંદોલય તેમની કવિતાનું મોટું વાહન છે, પણ એની યોજના એ જ કદાચ તેમની મોટી નિર્બળતા પણ પુરવાર થઈ છે. તેમની છંદોબદ્ધ રચનાઓમાં, જોકે, ભાષાનાં જુદાં જુદાં પોત જોવા મળશે, સર્જકતાની જુદી જુદી કોટિઓ જોવા મળશે; પણ આ બધીય રચનાઓમાં અભિવ્યક્તિનો એક પાયાનો પ્રશ્ન પડેલો દેખાય છે. રૂઢ છંદોલયને અનુવર્તીને ચાલવાથી વાક્યરચનાની તરેહો, તત્સમ કે તદ્ભવ શબ્દોની પસંદગી, બદલાતા લઘુગુરુનાં સંયોજનોમાં પદોનું વિલક્ષણ સ્થાન – એ બધું તેમની અભિવ્યક્તિનો – તેમની શૈલીનો – આગવો મરોડ રચી આપે છે. તેમની છંદોબદ્ધ રચનાઓમાં આથી રૂઢ કાવ્યરીતિના સંસ્કારો બળવાન લાગે તે સહજ છે. પણ મોટી મુશ્કેલી તો શબ્દોના ઠરડમરડની છે, લયભંગની છે. ઉશનસ્ની વિપુલ કાવ્યપ્રવૃત્તિમાં, આવા દોષોને કારણે, સાદ્યંત સુરેખ અને નકશીદાર કૃતિઓની સંખ્યા ઓછી દેખાશે. તેમની ભાવસમૃદ્ધ અને સફળ લાગતી રચનાઓમાં પણ અહીંતહીં લયનો ખચકો કે શબ્દની ઠરડમરડ ક્લેશકર નીવડી હોય એવાં દૃષ્ટાંતો મળી રહેશે. | પણ ઉશનસ્ની – કે કોઈ પણ કવિની – કવિતાનો ખરો મુદ્દો તે સફળ અભિવ્યક્તિનો છે, કેવળ વર્ણ્યવિષયની ઓળખનો નહિ. એ રીતે તપાસ કરીએ તો ઉશનસ્ની કવિતામાં ભાષા, છંદ અને લયનો પ્રશ્ન કંઈક વિશેષ વિચાર કરતાં કરી મૂકે તેવો છે. તેમની કાવ્યશૈલીનું અનુસંધાન ત્રીશીની કાવ્યશૈલી સાથે રહ્યું છે – તેનો આપણે આગળ નિર્દેશ કર્યો છે – એ કાવ્યશૈલીનાં બલાબલ ઉશનસ્ની કવિતાને વારસામાં મળ્યાં છે. રૂઢ કાવ્યરૂપો અને રૂઢ છંદોલય તેમની કવિતાનું મોટું વાહન છે, પણ એની યોજના એ જ કદાચ તેમની મોટી નિર્બળતા પણ પુરવાર થઈ છે. તેમની છંદોબદ્ધ રચનાઓમાં, જોકે, ભાષાનાં જુદાં જુદાં પોત જોવા મળશે, સર્જકતાની જુદી જુદી કોટિઓ જોવા મળશે; પણ આ બધીય રચનાઓમાં અભિવ્યક્તિનો એક પાયાનો પ્રશ્ન પડેલો દેખાય છે. રૂઢ છંદોલયને અનુવર્તીને ચાલવાથી વાક્યરચનાની તરેહો, તત્સમ કે તદ્ભવ શબ્દોની પસંદગી, બદલાતા લઘુગુરુનાં સંયોજનોમાં પદોનું વિલક્ષણ સ્થાન – એ બધું તેમની અભિવ્યક્તિનો – તેમની શૈલીનો – આગવો મરોડ રચી આપે છે. તેમની છંદોબદ્ધ રચનાઓમાં આથી રૂઢ કાવ્યરીતિના સંસ્કારો બળવાન લાગે તે સહજ છે. પણ મોટી મુશ્કેલી તો શબ્દોના ઠરડમરડની છે, લયભંગની છે. ઉશનસ્ની વિપુલ કાવ્યપ્રવૃત્તિમાં, આવા દોષોને કારણે, સાદ્યંત સુરેખ અને નકશીદાર કૃતિઓની સંખ્યા ઓછી દેખાશે. તેમની ભાવસમૃદ્ધ અને સફળ લાગતી રચનાઓમાં પણ અહીંતહીં લયનો ખચકો કે શબ્દની ઠરડમરડ ક્લેશકર નીવડી હોય એવાં દૃષ્ટાંતો મળી રહેશે. | ||
| Line 47: | Line 47: | ||
અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો | અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો | ||
ઊભો છું રાતોડી કીડી ઊભરતી પોપડીભર્યો!” | ઊભો છું રાતોડી કીડી ઊભરતી પોપડીભર્યો!” | ||
{{right|(‘અશ્વત્થભાવ’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કાવ્યસંદર્ભની સામે તેમના ‘અછાંદસ’ ‘મુક્ત’ રીતિના બે સંદર્ભો જુઓ : | આ કાવ્યસંદર્ભની સામે તેમના ‘અછાંદસ’ ‘મુક્ત’ રીતિના બે સંદર્ભો જુઓ : | ||
| Line 59: | Line 59: | ||
કો સૂક્ષ્મ સંવેદનશીલ માધ્યમ, | કો સૂક્ષ્મ સંવેદનશીલ માધ્યમ, | ||
કો સ્તંભ ટ્રાન્સમિટરનો સીમમાં ઊભેલ!... | કો સ્તંભ ટ્રાન્સમિટરનો સીમમાં ઊભેલ!... | ||
{{right|(‘તૃણ અને તારકો વચ્ચે’ : સ્પં. છં.)}} | |||
(૨) “હું વૃક્ષ, | (૨) “હું વૃક્ષ, | ||
સુકાઈને તતડી ઊઠી છે | સુકાઈને તતડી ઊઠી છે | ||
| Line 73: | Line 73: | ||
હવે માત્ર કોઈ આગ ચાંપી જાય | હવે માત્ર કોઈ આગ ચાંપી જાય | ||
એટલી જ વાર છે...” | એટલી જ વાર છે...” | ||
{{right|(‘વાર્ધક્ય’ : રૂ. લ.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં અસ્તિત્વનાં સંવેદનોને વ્યક્ત કરવા ઉશનસે ‘અછાંદસ’ ‘મુક્ત’ રીતિનો આશ્રય લીધો છે. અને એ કારણે કૃતિની ભાષાનાં સંયોજનોમાં –પદોનાં રૂપો, અન્વયો અને પૂર્વાપર ક્રમમાં – એમની છંદોબદ્ધ રચનાથી ભિન્ન તરેહો બંધાતી જોવા મળે છે. આ રીતે તેમની કવિતાના પ્રભાવનો – તેનાં બલાબલોનો – વિચાર કરીએ ત્યારે, ખરેખર તો રચનારીતિ, અભિવ્યક્તિ અને છંદોલયના પરસ્પર સંબંધનો પ્રશ્ન મહત્ત્વનો બની રહેતો હોય છે. બીજી રીતે કહીએ તો, કવિતામાં સર્જકતા વિશે આપણી જે અપેક્ષા છે તેમાં ભાષાના પુનર્વિધાનની સાથે રચનારીતિ અને લયના પુનર્વિધાનના પ્રશ્નો જોડાયેલા જ છે. ઉશનસ્ જ્યારે પોતાના ભાવસંવેદન કે વિચારને અભિવ્યક્ત કરવાને રૂઢ રચનારીતિ કે રૂઢ છંદો પ્રયોજવા જાય છે ત્યારે, જાણ્યેઅજાણ્યેય તેમની અભિવ્યક્તિ પદરચનાની રૂઢ લઢણો કે ઢાંચાઓમાં ઢળી જાય એવાં જોખમ ઊભાં જ હોય છે. અક્ષરમેળ છંદોના વિનિયોગમાં તેમને અહીંતહીં શબ્દોની ઠરડમરડ કરવાના પ્રસંગો તો આવ્યા જ છે, પણ પંક્તિઓ જ્યાં સફાઈદાર ઊતરી આવી લાગતી હોય ત્યાં પણ, રૂઢ પદવિન્યાસને કારણે કે દુરાકૃષ્ટ અન્વયને કારણે કે વચ્ચેના કોક જીર્ણ ભાષાપ્રયોગને કારણે પંક્તિ પોતાની ભાવદ્યુતિ ખોઈ બેસતી હોય એમ બને છે, એટલે વિપુલ પ્રમાણમાં છંદોબદ્ધ રચનાઓ તેમણે આપી હોવા છતાં સાદ્યંત રસ-મંડિત કૃતિઓ તેમાં પ્રમાણમાં ઓછી મળે છે. અછાંદસ કૃતિઓની બાબતમાં પરિસ્થિતિ કંઈક જુદી છે : સંખ્યાદૃષ્ટિએ જોતાં આવી રચનાઓ તેમણે ઓછી આપી છે, પણ તેમાં મોટા ભાગની કૃતિઓ ભાવનિરૂપણની દૃષ્ટિએ તાજગી, સ્ફૂર્તિ અને જીવંતતાનો અનુભવ કરાવે છે. | અહીં અસ્તિત્વનાં સંવેદનોને વ્યક્ત કરવા ઉશનસે ‘અછાંદસ’ ‘મુક્ત’ રીતિનો આશ્રય લીધો છે. અને એ કારણે કૃતિની ભાષાનાં સંયોજનોમાં –પદોનાં રૂપો, અન્વયો અને પૂર્વાપર ક્રમમાં – એમની છંદોબદ્ધ રચનાથી ભિન્ન તરેહો બંધાતી જોવા મળે છે. આ રીતે તેમની કવિતાના પ્રભાવનો – તેનાં બલાબલોનો – વિચાર કરીએ ત્યારે, ખરેખર તો રચનારીતિ, અભિવ્યક્તિ અને છંદોલયના પરસ્પર સંબંધનો પ્રશ્ન મહત્ત્વનો બની રહેતો હોય છે. બીજી રીતે કહીએ તો, કવિતામાં સર્જકતા વિશે આપણી જે અપેક્ષા છે તેમાં ભાષાના પુનર્વિધાનની સાથે રચનારીતિ અને લયના પુનર્વિધાનના પ્રશ્નો જોડાયેલા જ છે. ઉશનસ્ જ્યારે પોતાના ભાવસંવેદન કે વિચારને અભિવ્યક્ત કરવાને રૂઢ રચનારીતિ કે રૂઢ છંદો પ્રયોજવા જાય છે ત્યારે, જાણ્યેઅજાણ્યેય તેમની અભિવ્યક્તિ પદરચનાની રૂઢ લઢણો કે ઢાંચાઓમાં ઢળી જાય એવાં જોખમ ઊભાં જ હોય છે. અક્ષરમેળ છંદોના વિનિયોગમાં તેમને અહીંતહીં શબ્દોની ઠરડમરડ કરવાના પ્રસંગો તો આવ્યા જ છે, પણ પંક્તિઓ જ્યાં સફાઈદાર ઊતરી આવી લાગતી હોય ત્યાં પણ, રૂઢ પદવિન્યાસને કારણે કે દુરાકૃષ્ટ અન્વયને કારણે કે વચ્ચેના કોક જીર્ણ ભાષાપ્રયોગને કારણે પંક્તિ પોતાની ભાવદ્યુતિ ખોઈ બેસતી હોય એમ બને છે, એટલે વિપુલ પ્રમાણમાં છંદોબદ્ધ રચનાઓ તેમણે આપી હોવા છતાં સાદ્યંત રસ-મંડિત કૃતિઓ તેમાં પ્રમાણમાં ઓછી મળે છે. અછાંદસ કૃતિઓની બાબતમાં પરિસ્થિતિ કંઈક જુદી છે : સંખ્યાદૃષ્ટિએ જોતાં આવી રચનાઓ તેમણે ઓછી આપી છે, પણ તેમાં મોટા ભાગની કૃતિઓ ભાવનિરૂપણની દૃષ્ટિએ તાજગી, સ્ફૂર્તિ અને જીવંતતાનો અનુભવ કરાવે છે. | ||
| Line 80: | Line 80: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>“પ્રભાતનું શું ખીલ્યું નીલ આભ!” | {{Block center|'''<poem>“પ્રભાતનું શું ખીલ્યું નીલ આભ!” | ||
{{right|(‘પ્રભાતનું આભ’ : પ્ર.)}} | |||
“અલસ નીરખું જ્યોત્સના કેરું દુકૂલ્ અકંપિત | “અલસ નીરખું જ્યોત્સના કેરું દુકૂલ્ અકંપિત | ||
ક્ષિતિજ થકી આ બીજા છેડા લગી પડ્યું પાથર્યું.” | ક્ષિતિજ થકી આ બીજા છેડા લગી પડ્યું પાથર્યું.” | ||
{{right|(‘શિશિરની પાછલી રાતે’ : પ્ર.)}} | |||
“મધુવલ્લી તણા છેલ્લા ફૂલ શી ચૈત્રની ક્ષપા.” | “મધુવલ્લી તણા છેલ્લા ફૂલ શી ચૈત્રની ક્ષપા.” | ||
{{right|(‘ગ્રીષ્મવર્ણન’ : પ્ર.)}} | |||
“ગ્રીષ્મપ્રાતર્ રવિ ઊગે જાણે અગ્નિતણું ફૂલ.” | “ગ્રીષ્મપ્રાતર્ રવિ ઊગે જાણે અગ્નિતણું ફૂલ.” | ||
{{right|(‘ગ્રીષ્મવર્ણન’ : પ્ર.)}} | |||
‘ક્વચિત્ ધૂલિ તણી ઝીલી છેદતી રેખ ભાનુને.” | ‘ક્વચિત્ ધૂલિ તણી ઝીલી છેદતી રેખ ભાનુને.” | ||
{{right|(‘ગ્રીષ્મવર્ણન’ : પ્ર.)}} | |||
“શિશિરે દિગ્દિગન્તોમાં વ્યાપેલી શ્વેત શૂન્યતા મૃત્યુ કેરી....” | “શિશિરે દિગ્દિગન્તોમાં વ્યાપેલી શ્વેત શૂન્યતા મૃત્યુ કેરી....” | ||
{{right|(‘વસંતવર્ણન’ : આ.)}} | |||
“ભીનું ભીનું ગગનથી ગરે રૂપ આ ભીનું ભીનું, | “ભીનું ભીનું ગગનથી ગરે રૂપ આ ભીનું ભીનું, | ||
ડાળે બેઠું વિહગ થથરે પીછું પીંછુંય ભીનું.’ | ડાળે બેઠું વિહગ થથરે પીછું પીંછુંય ભીનું.’ | ||
{{right|(‘ભીનું ભીનું’ : તૃ. ગ્ર.)}} | |||
“ધવલ તડકા તાજા તાજા દહીં દડકા સમા | “ધવલ તડકા તાજા તાજા દહીં દડકા સમા | ||
ઝળહળી ઊઠ્યા જાળે જાળાંતણા તનુ તાંતણા...” | ઝળહળી ઊઠ્યા જાળે જાળાંતણા તનુ તાંતણા...” | ||
{{right|(‘શરન્નભ’ : તૃ. ગ્ર.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉશનસ્ની પ્રકૃતિ અને ઋતુઓવિષયક આરંભકાળની રચનાઓમાં આવી પાણીદાર પંક્તિઓ ઘણી મળે છે. પ્રકૃતિના રંગ-રાગને તેઓ આંખ, કાન, નાક આદિ ઇન્દ્રિયોથી પામવા મથતા હોય એવાં એંધાણ એમાં છેક આરંભથી મળે છે. પરોઢના આકાશમાં તેજપાંદડીનું મહોરી ઊઠવું, શિશિરના હેમવરણા તડકાનો વૈભવ ખુલ્લો થવો, ગ્રીષ્મની મધ્યાહ્ને ધરતીનું જળી જવું, કે અષાઢની હેલીમાં આકાશનું ભીનું ભીનું રૂપ ગરી જવું – આવી કોઈ પણ લીલામાં કવિ લીન બની જાય છે. આવી ઉત્કટતાની ક્ષણોમાં તેમની તેજસ્વી કલ્પનાશક્તિ સદ્યઃ અવનવાં રૂપો પ્રત્યક્ષ કરી લે છે. તેમનાં એવાં વર્ણનોમાં અલંકારોની સમૃદ્ધિ ઠીક ઠીક સંતર્પક બની જાય છે. | ઉશનસ્ની પ્રકૃતિ અને ઋતુઓવિષયક આરંભકાળની રચનાઓમાં આવી પાણીદાર પંક્તિઓ ઘણી મળે છે. પ્રકૃતિના રંગ-રાગને તેઓ આંખ, કાન, નાક આદિ ઇન્દ્રિયોથી પામવા મથતા હોય એવાં એંધાણ એમાં છેક આરંભથી મળે છે. પરોઢના આકાશમાં તેજપાંદડીનું મહોરી ઊઠવું, શિશિરના હેમવરણા તડકાનો વૈભવ ખુલ્લો થવો, ગ્રીષ્મની મધ્યાહ્ને ધરતીનું જળી જવું, કે અષાઢની હેલીમાં આકાશનું ભીનું ભીનું રૂપ ગરી જવું – આવી કોઈ પણ લીલામાં કવિ લીન બની જાય છે. આવી ઉત્કટતાની ક્ષણોમાં તેમની તેજસ્વી કલ્પનાશક્તિ સદ્યઃ અવનવાં રૂપો પ્રત્યક્ષ કરી લે છે. તેમનાં એવાં વર્ણનોમાં અલંકારોની સમૃદ્ધિ ઠીક ઠીક સંતર્પક બની જાય છે. | ||
| Line 106: | Line 106: | ||
કાલે હશે તૃણ કૂણું લીલું જે પરોઢે! | કાલે હશે તૃણ કૂણું લીલું જે પરોઢે! | ||
ને સાંભળું સ્ખલત ભૂ-પડની નીચે જરા!” | ને સાંભળું સ્ખલત ભૂ-પડની નીચે જરા!” | ||
{{right|(‘રાત્રિધ્વનિ’ : તૃ. ગ્ર.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ તૃણ ઊગવાની ઘટના પછી મહાકાળની ગતિનું પ્રતીક બની રહે છે! | આ તૃણ ઊગવાની ઘટના પછી મહાકાળની ગતિનું પ્રતીક બની રહે છે! | ||
| Line 113: | Line 113: | ||
ધીમે ધીમે થાતું ઘર પીગળી મિટ્ટી કણકણ! | ધીમે ધીમે થાતું ઘર પીગળી મિટ્ટી કણકણ! | ||
પછીતે ઊગેલું પ્રતીક તૃણ ફેલાય બીડ થૈ!” | પછીતે ઊગેલું પ્રતીક તૃણ ફેલાય બીડ થૈ!” | ||
{{right|(‘ઘાસ અને કાળ’ : તૃ. ગ્ર.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ ‘તૃણ’ પછી વળી એક સ્થૂળ પદાર્થ મટીને કોઈક એક લોકોત્તર સત્ત્વ બની રહે છે! વિશ્વની પેલે પારથી તેનું અવતરણ હવે કવિને માટે એક રહસ્યભરી ઘટના બની રહે છે : | એ ‘તૃણ’ પછી વળી એક સ્થૂળ પદાર્થ મટીને કોઈક એક લોકોત્તર સત્ત્વ બની રહે છે! વિશ્વની પેલે પારથી તેનું અવતરણ હવે કવિને માટે એક રહસ્યભરી ઘટના બની રહે છે : | ||
| Line 120: | Line 120: | ||
અધવચ અંતરિયાળે ખરતાં તૃણને ફૂટી મૂળીઓ! | અધવચ અંતરિયાળે ખરતાં તૃણને ફૂટી મૂળીઓ! | ||
હાથ જરી લંબાવી ઝીલું : હથેળીઓ ફણગેલ | હાથ જરી લંબાવી ઝીલું : હથેળીઓ ફણગેલ | ||
{{right|મેંદીનો રંગ લીલો ઊઘડેલ!}} | |||
તારક જે ખરી ખરી ધરતીમાં બીજ થઈ છુપાયા, | તારક જે ખરી ખરી ધરતીમાં બીજ થઈ છુપાયા, | ||
કણકણના જાદુઈ કાચે અવ તેજટશરની માયા, | કણકણના જાદુઈ કાચે અવ તેજટશરની માયા, | ||
પત્તીપત્તીની લક્ષવર્તિની આરતી પ્રગટાવેલ, | પત્તીપત્તીની લક્ષવર્તિની આરતી પ્રગટાવેલ, | ||
{{right|આંચથી આભલું અજવાળેલ”}} | |||
{{right|(‘પ્રથમ વર્ષા પછી’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છેવટે, અસ્તિત્વની બહાર અને અંદર સર્વત્ર ‘તૃણ’નું વિભુરૂપ પ્રગટ થઈ જાય છે : | છેવટે, અસ્તિત્વની બહાર અને અંદર સર્વત્ર ‘તૃણ’નું વિભુરૂપ પ્રગટ થઈ જાય છે : | ||
| Line 143: | Line 143: | ||
હું તારકો ને તૃણથી બિચોબિચ, | હું તારકો ને તૃણથી બિચોબિચ, | ||
છું તારકો ને તૃણથી ખીચોખીચ! | છું તારકો ને તૃણથી ખીચોખીચ! | ||
{{right|(‘તૃણ અને તારકો વચ્ચે’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રકૃતિના રહસ્યદર્શનની આવી રોમાંચક ક્ષણ કવિને ભૌતિક વિશ્વના વાતાવરણમાંથી ઊંચે ઉઠાવે છે. વિરાટ વૈશ્વિક સંદર્ભ વચ્ચે પોતાનું વિશિષ્ટ રૂપ તેમને સમજાય છે. ‘અનહદની સરહદે’ નામના સૉનેટગુચ્છમાં આરણ્યક સૃષ્ટિ તેમને આદિમ સૃષ્ટિના વાતાવરણમાં ખેંચી જાય છે. વર્તમાન સભ્યતાનાં આવરણો એકદમ હટી જાય છે, ઇતિહાસનું સંચલન પણ થંભી જાય છે, અને કવિસંવિત્માં કાલાતીત પ્રાંત ખુલ્લો થવા લાગે છે. કવિને એ પોતાનું આદિ સ્વરૂપ હોય એવી પ્રતીતિ થાય છે. એટલે પોતાના મૂળ સ્વરૂપથી વિચ્છિન્ન થઈ ગયાનું કરુણ ભાન પામે છે. કેવળ વિસ્મયથી જે વિશ્વ જોયું હતું, તેના દર્શનમાં વિરહનું દર્દ ભળે છે. નામરૂપની પરિચિત એવી જે દુનિયામાં પોતે આજ સુધી વિચરતા રહ્યા હતા, એની પેલે પારની ‘અનામી’ સૃષ્ટિનો એ પ્રવેશ બને છે. સભ્ય સમાજમાં પ્રત્યેક પદાર્થ ‘નામ’ પામતાં જ જાણે કે ‘અર્થલોપ’ પામે છે – ‘નામ’નો પ્રપંચ વસ્તુના હાર્દને ઢાંકી દે છે – જ્યારે અહીં તો ‘અ-નામી’ સૃષ્ટિ એનાં પ્રચ્છન્ન રહસ્યોની તેજછાયાઓ સાથે પ્રગટપણે ખડી થઈ જાય છે! ઉશનસ્ની આ વિષયની રચનાઓમાં અદ્યતનતાનો એક વિલક્ષણ ઉન્મેષ જોવા મળે છે. રચનાકળાની દૃષ્ટિએ આ ગુચ્છની રચનાઓ અનુપમ સિદ્ધિ બતાવે છે. | પ્રકૃતિના રહસ્યદર્શનની આવી રોમાંચક ક્ષણ કવિને ભૌતિક વિશ્વના વાતાવરણમાંથી ઊંચે ઉઠાવે છે. વિરાટ વૈશ્વિક સંદર્ભ વચ્ચે પોતાનું વિશિષ્ટ રૂપ તેમને સમજાય છે. ‘અનહદની સરહદે’ નામના સૉનેટગુચ્છમાં આરણ્યક સૃષ્ટિ તેમને આદિમ સૃષ્ટિના વાતાવરણમાં ખેંચી જાય છે. વર્તમાન સભ્યતાનાં આવરણો એકદમ હટી જાય છે, ઇતિહાસનું સંચલન પણ થંભી જાય છે, અને કવિસંવિત્માં કાલાતીત પ્રાંત ખુલ્લો થવા લાગે છે. કવિને એ પોતાનું આદિ સ્વરૂપ હોય એવી પ્રતીતિ થાય છે. એટલે પોતાના મૂળ સ્વરૂપથી વિચ્છિન્ન થઈ ગયાનું કરુણ ભાન પામે છે. કેવળ વિસ્મયથી જે વિશ્વ જોયું હતું, તેના દર્શનમાં વિરહનું દર્દ ભળે છે. નામરૂપની પરિચિત એવી જે દુનિયામાં પોતે આજ સુધી વિચરતા રહ્યા હતા, એની પેલે પારની ‘અનામી’ સૃષ્ટિનો એ પ્રવેશ બને છે. સભ્ય સમાજમાં પ્રત્યેક પદાર્થ ‘નામ’ પામતાં જ જાણે કે ‘અર્થલોપ’ પામે છે – ‘નામ’નો પ્રપંચ વસ્તુના હાર્દને ઢાંકી દે છે – જ્યારે અહીં તો ‘અ-નામી’ સૃષ્ટિ એનાં પ્રચ્છન્ન રહસ્યોની તેજછાયાઓ સાથે પ્રગટપણે ખડી થઈ જાય છે! ઉશનસ્ની આ વિષયની રચનાઓમાં અદ્યતનતાનો એક વિલક્ષણ ઉન્મેષ જોવા મળે છે. રચનાકળાની દૃષ્ટિએ આ ગુચ્છની રચનાઓ અનુપમ સિદ્ધિ બતાવે છે. | ||
| Line 152: | Line 152: | ||
ગુમાવી બેઠો છું પરિચય મ્હારો જ ખુદ હું | ગુમાવી બેઠો છું પરિચય મ્હારો જ ખુદ હું | ||
પરંતુ પામ્યો છું કશીક તરુસંજ્ઞા અવનવી | પરંતુ પામ્યો છું કશીક તરુસંજ્ઞા અવનવી | ||
૦૦૦૦ | {{gap|4em}}૦૦૦૦ | ||
ભળે છે આશ્ચર્યે દરદનું કશું ભાન મનમાં | ભળે છે આશ્ચર્યે દરદનું કશું ભાન મનમાં | ||
તરુરૂપે દૂઝું, સડકરૂપ ઝૂકું શરમમાં.’ | તરુરૂપે દૂઝું, સડકરૂપ ઝૂકું શરમમાં.’ | ||
{{right|(‘વનમાં સડક’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આરણ્યક સૃષ્ટિના વાતાવરણમાં આ કવિ પોતાને અશ્વત્થભાવે નિહાળી રહે છે : અશ્વત્થભાવની આ કલ્પનામાં સર્રિયલ સૃષ્ટિના જેવી કશીક લોકોત્તરતાની ઝાંખી થાય છે : | આરણ્યક સૃષ્ટિના વાતાવરણમાં આ કવિ પોતાને અશ્વત્થભાવે નિહાળી રહે છે : અશ્વત્થભાવની આ કલ્પનામાં સર્રિયલ સૃષ્ટિના જેવી કશીક લોકોત્તરતાની ઝાંખી થાય છે : | ||
| Line 163: | Line 163: | ||
ઊગું મૂળો ઊંડાં પૃથિવીગ્રહની પાર નીકળી | ઊગું મૂળો ઊંડાં પૃથિવીગ્રહની પાર નીકળી | ||
રહે કંપી શૂન્યે જીવનરસવેગે તરવર્યા | રહે કંપી શૂન્યે જીવનરસવેગે તરવર્યા | ||
૦૦૦૦ | {{gap|4em}}૦૦૦૦ | ||
મને ચારે બાજુ શિરથી કરથી સ્કંધથી ફૂટે | મને ચારે બાજુ શિરથી કરથી સ્કંધથી ફૂટે | ||
ભૂરા આકાશોની જટિલ વિટપો શૂન્ય વીંઝતી | ભૂરા આકાશોની જટિલ વિટપો શૂન્ય વીંઝતી | ||
| Line 170: | Line 170: | ||
અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો | અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો | ||
ઊભો છું રાતોડી – કીડી ઊભરતી – પોપડી ભર્યો.” | ઊભો છું રાતોડી – કીડી ઊભરતી – પોપડી ભર્યો.” | ||
{{right|(‘અશ્વત્થભાવ’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અનહદની સરહદે ઊભેલા કવિને ક્ષણની અલ્પસ્વલ્પ ઘટના પણ ક્ષણની પારનું – શાશ્વતીનું – રહસ્ય પ્રગટ કરી દેતી દેખાય છે : | અનહદની સરહદે ઊભેલા કવિને ક્ષણની અલ્પસ્વલ્પ ઘટના પણ ક્ષણની પારનું – શાશ્વતીનું – રહસ્ય પ્રગટ કરી દેતી દેખાય છે : | ||
| Line 182: | Line 182: | ||
ખરી જાતું પાછું ફૂદડી ફરતું ચાળણી થતું | ખરી જાતું પાછું ફૂદડી ફરતું ચાળણી થતું | ||
નવા સૂર્યે ફાડી હિમપડ ઊગે વર્ણથી હરા!” | નવા સૂર્યે ફાડી હિમપડ ઊગે વર્ણથી હરા!” | ||
{{right|(‘કાળડૂબકી – એક તંદ્રા’ : સ્પં. છં’.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સમય જતાં ઉશનસે પ્રકૃતિદર્શનનો એક નિજી દૃષ્ટિકોણ કેળવી લીધો દેખાય છે. વાતાવરણમાં એકાએક કશો ઉઘાડ જણાય, કે એક સૂક્ષ્મ તરંગનું સંચલન જણાય, તો એવી તરલ ચંચલ ક્ષણની ઘટનાઓને કાવ્ય રૂપે વર્ણવવાના તેમના ફરીફરીને પ્રયત્નો રહ્યા છે. વસંતપંચમીના ચંચળ વાયુ કવિચિત્તમાં જે પ્રકંપ જગાવી જાય છે તેનું નિરૂપણ તેમણે ચિત્તસ્પર્શી વાણીમાં કર્યું છે : | સમય જતાં ઉશનસે પ્રકૃતિદર્શનનો એક નિજી દૃષ્ટિકોણ કેળવી લીધો દેખાય છે. વાતાવરણમાં એકાએક કશો ઉઘાડ જણાય, કે એક સૂક્ષ્મ તરંગનું સંચલન જણાય, તો એવી તરલ ચંચલ ક્ષણની ઘટનાઓને કાવ્ય રૂપે વર્ણવવાના તેમના ફરીફરીને પ્રયત્નો રહ્યા છે. વસંતપંચમીના ચંચળ વાયુ કવિચિત્તમાં જે પ્રકંપ જગાવી જાય છે તેનું નિરૂપણ તેમણે ચિત્તસ્પર્શી વાણીમાં કર્યું છે : | ||
| Line 197: | Line 197: | ||
દલ ખરી જતાં રાત્રિચાડું ખૂલે ભમરીખચ્યું, | દલ ખરી જતાં રાત્રિચાડું ખૂલે ભમરીખચ્યું, | ||
દ્યુતિ રવરવે ખિચ્ચોખિચ્ચા, મધુ દદડે લચ્યું.” | દ્યુતિ રવરવે ખિચ્ચોખિચ્ચા, મધુ દદડે લચ્યું.” | ||
{{right|(‘વસંતપંચમી’ : અ.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વસંતિલ ફૂલોને અજવાળે કવિ ઉશનસે વન્ય દેવીનું જે અલૌકિક રૂપ જોયું, તેનું એક ચિત્ર તેમની કવિતાનું અનન્ય આવિષ્કરણ બની રહે છે! | વસંતિલ ફૂલોને અજવાળે કવિ ઉશનસે વન્ય દેવીનું જે અલૌકિક રૂપ જોયું, તેનું એક ચિત્ર તેમની કવિતાનું અનન્ય આવિષ્કરણ બની રહે છે! | ||
| Line 209: | Line 209: | ||
તિમિર રૂપસી આદિવાસી અહો વનદેવતા! | તિમિર રૂપસી આદિવાસી અહો વનદેવતા! | ||
અબીલ શબલા મૂર્તિ કંકુ ગુલાબથી ચર્ચિતા!” | અબીલ શબલા મૂર્તિ કંકુ ગુલાબથી ચર્ચિતા!” | ||
{{right|(‘વસંતપંચમી’ : અ.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ વસંતિલ વાયુના સ્પર્શે પુલકિત થઈ ઊઠેલાં વિશ્વજીવનનાં સત્ત્વોમાં નવજન્મ અર્થે જે સ્ફુરણ આરંભાય છે, તેનું નિરૂપણ પણ એટલું જ ચેતોહર છે : | એ વસંતિલ વાયુના સ્પર્શે પુલકિત થઈ ઊઠેલાં વિશ્વજીવનનાં સત્ત્વોમાં નવજન્મ અર્થે જે સ્ફુરણ આરંભાય છે, તેનું નિરૂપણ પણ એટલું જ ચેતોહર છે : | ||
| Line 223: | Line 223: | ||
કશુંક ફરક્યું બ્રહ્માંડોમાં સચેતન ઉર્વર, | કશુંક ફરક્યું બ્રહ્માંડોમાં સચેતન ઉર્વર, | ||
કશું પ્રસવશે ગમ્મે ત્યારે હવેની ઘડી, પળ.....” | કશું પ્રસવશે ગમ્મે ત્યારે હવેની ઘડી, પળ.....” | ||
{{right|(‘વસંતપંચમી’ : અ.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રકૃતિ અને ઋતુચક્રની રચનાઓમાં ઉશનસ્ની પ્રતિભાનો અનન્ય આવિર્ભાવ ધ્યાનપાત્ર છે. એમાં પંચભૂતોની રમણા તેમને માટે સતત રોમાંચ અને વિસ્મયનું કારણ બની રહી દેખાય છે. આ રીતે તેમની સૌંદર્યદૃષ્ટિમાં વિશેષ સંસ્કાર બેઠેલો જણાય છે. નિત્ય-નૂતન રૂપે પ્રગટ થતી વિશ્વચેતનાને પામવાની એક ઉત્કટ ઝંખના એમાં પ્રગટ થતી રહી છે. આવી સૌંદર્યદૃષ્ટિથી પ્રેરાઈને તેમણે પ્રકૃતિનાં અનાવિલ તાજગીભર્યાં રૂપોને કાવ્યમાં પકડવાના સમર્થ પ્રયત્નો કર્યા છે. ‘એક્સ્ટસી’ની ક્ષણોનેય રચનાબદ્ધ કરવાની તેમની નેમ રહી છે. આપણી સ્વાતંત્ર્યોત્તર કવિતામાં તેમનો આ વિશિષ્ટ જાતનો અભિગમ તરત ધ્યાન ખેંચે છે. | પ્રકૃતિ અને ઋતુચક્રની રચનાઓમાં ઉશનસ્ની પ્રતિભાનો અનન્ય આવિર્ભાવ ધ્યાનપાત્ર છે. એમાં પંચભૂતોની રમણા તેમને માટે સતત રોમાંચ અને વિસ્મયનું કારણ બની રહી દેખાય છે. આ રીતે તેમની સૌંદર્યદૃષ્ટિમાં વિશેષ સંસ્કાર બેઠેલો જણાય છે. નિત્ય-નૂતન રૂપે પ્રગટ થતી વિશ્વચેતનાને પામવાની એક ઉત્કટ ઝંખના એમાં પ્રગટ થતી રહી છે. આવી સૌંદર્યદૃષ્ટિથી પ્રેરાઈને તેમણે પ્રકૃતિનાં અનાવિલ તાજગીભર્યાં રૂપોને કાવ્યમાં પકડવાના સમર્થ પ્રયત્નો કર્યા છે. ‘એક્સ્ટસી’ની ક્ષણોનેય રચનાબદ્ધ કરવાની તેમની નેમ રહી છે. આપણી સ્વાતંત્ર્યોત્તર કવિતામાં તેમનો આ વિશિષ્ટ જાતનો અભિગમ તરત ધ્યાન ખેંચે છે. | ||
| Line 234: | Line 234: | ||
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, | નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, | ||
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.” | ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.” | ||
{{right|(‘વળાવી બા આવી’ : પ્ર.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પિતાજીનો સ્વર્ગવાસ થતાં શોકાંજલિ રૂપે લખાયેલી સૉનેટ-રચનાઓ ભાવની ઉદાત્તતા અને ઉઠાવદાર ચિત્રોને કારણે નોંધપાત્ર બની છે. એમાં કવિનું સંવેદન વૈયક્તિક શોકની સીમા તોડી વ્યાપક અનુભૂતિ રૂપે અનુભવાય છે. પિતાની વિભૂતિનું સાતત્ય કવિ પોતાનામાં અનુભવી રહે છે એ ક્ષણ અત્યંત હૃદયસ્પર્શી બની આવી છે : | પિતાજીનો સ્વર્ગવાસ થતાં શોકાંજલિ રૂપે લખાયેલી સૉનેટ-રચનાઓ ભાવની ઉદાત્તતા અને ઉઠાવદાર ચિત્રોને કારણે નોંધપાત્ર બની છે. એમાં કવિનું સંવેદન વૈયક્તિક શોકની સીમા તોડી વ્યાપક અનુભૂતિ રૂપે અનુભવાય છે. પિતાની વિભૂતિનું સાતત્ય કવિ પોતાનામાં અનુભવી રહે છે એ ક્ષણ અત્યંત હૃદયસ્પર્શી બની આવી છે : | ||
| Line 240: | Line 240: | ||
{{Block center|'''<poem>“નનામી મારી નીરખું ને પછી ભડભડ ચિતા | {{Block center|'''<poem>“નનામી મારી નીરખું ને પછી ભડભડ ચિતા | ||
રહું જોઈ મારું શબ બળતું હું, હું, મુજ પિતા!” | રહું જોઈ મારું શબ બળતું હું, હું, મુજ પિતા!” | ||
{{right|(‘હું મુજ પિતા’ : તૃ. ગ્ર.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વતનનો ચહેરો જેમના ચહેરામાં ઓતપ્રોત થઈ ગયો છે તે જનનીનું વાત્સલ્ય કવિના જીવનની પરમ સૌભાગ્યની પ્રાપ્તિ બની છે. જે હંમેશાં વતનને પાદર સુધી તેમને વળાવી જતી હતી તેને જ જ્યારે ‘વળાવવાની’ ઘડી આવી ત્યારે કવિના અંતરમાં જે અપાર શોક જન્મે છે એ સમજી શકાય તેમ છે. પણ કવિના અંતરમાં કશીક શ્રદ્ધા રોપાયેલી છે : મૃત્યુની ઘટનાને તેઓ જુદી જ લોકોત્તર ભૂમિકાએથી નિહાળે છે : | વતનનો ચહેરો જેમના ચહેરામાં ઓતપ્રોત થઈ ગયો છે તે જનનીનું વાત્સલ્ય કવિના જીવનની પરમ સૌભાગ્યની પ્રાપ્તિ બની છે. જે હંમેશાં વતનને પાદર સુધી તેમને વળાવી જતી હતી તેને જ જ્યારે ‘વળાવવાની’ ઘડી આવી ત્યારે કવિના અંતરમાં જે અપાર શોક જન્મે છે એ સમજી શકાય તેમ છે. પણ કવિના અંતરમાં કશીક શ્રદ્ધા રોપાયેલી છે : મૃત્યુની ઘટનાને તેઓ જુદી જ લોકોત્તર ભૂમિકાએથી નિહાળે છે : | ||
| Line 246: | Line 246: | ||
{{Block center|'''<poem>“વળાવી તે આવ્યા ફૂલસરખી ફોરી જનનીને | {{Block center|'''<poem>“વળાવી તે આવ્યા ફૂલસરખી ફોરી જનનીને | ||
દયી અગ્નિદેવે પણ લીધ ગ્રહી હાથ હળવે.” | દયી અગ્નિદેવે પણ લીધ ગ્રહી હાથ હળવે.” | ||
{{right|(‘વળાવી બા, આવ્યા’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્મશાનેથી પાછા ફરતાં કવિને એવા જ બીજા અપાર્થિવ દૃશ્યની ફરીથી ઝાંખી થાય છે : | સ્મશાનેથી પાછા ફરતાં કવિને એવા જ બીજા અપાર્થિવ દૃશ્યની ફરીથી ઝાંખી થાય છે : | ||
| Line 256: | Line 256: | ||
અને મેં સાંજે તે ગગનભરી દીઠા શિવ-પિતા! | અને મેં સાંજે તે ગગનભરી દીઠા શિવ-પિતા! | ||
કપાળે ખીલી’તી બીજ જનની કેરી ચરચિતા!” | કપાળે ખીલી’તી બીજ જનની કેરી ચરચિતા!” | ||
{{right|(‘વળાવી બા, આવ્યા’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માતાપિતાની લોકોત્તર વિભૂતિનું જે ચિત્ર અહીં કવિએ આલેખ્યું છે તે એટલું જ હૃદ્ય છે. માતાપિતાને શોકાંજલિ રૂપે લખાયેલાં તેમનાં આ સૉનેટો આપણી કવિતાનો મોંઘામૂલો વારસો છે. વતનપ્રેમની રચનાઓમાં પણ કવિનો વિરહભાવ ઉત્કટતાથી વ્યક્ત થયો છે : વતનના લોકજીવન પર ‘સમયરથ’નું ચક્ર ફરી વળ્યું છે એ વાતનું કરુણ ભાન તેઓ હૃદયસ્પર્શી વાણીમાં પ્રગટ કરે છે : | માતાપિતાની લોકોત્તર વિભૂતિનું જે ચિત્ર અહીં કવિએ આલેખ્યું છે તે એટલું જ હૃદ્ય છે. માતાપિતાને શોકાંજલિ રૂપે લખાયેલાં તેમનાં આ સૉનેટો આપણી કવિતાનો મોંઘામૂલો વારસો છે. વતનપ્રેમની રચનાઓમાં પણ કવિનો વિરહભાવ ઉત્કટતાથી વ્યક્ત થયો છે : વતનના લોકજીવન પર ‘સમયરથ’નું ચક્ર ફરી વળ્યું છે એ વાતનું કરુણ ભાન તેઓ હૃદયસ્પર્શી વાણીમાં પ્રગટ કરે છે : | ||
| Line 264: | Line 264: | ||
રહ્યાં આ એંધાણો : જળનીક સૂકી પ્રાવૃષતણી | રહ્યાં આ એંધાણો : જળનીક સૂકી પ્રાવૃષતણી | ||
પડ્યા ચક્રે ચીલા જળવઈ રહ્યા ત્યાં હજીય છે.” | પડ્યા ચક્રે ચીલા જળવઈ રહ્યા ત્યાં હજીય છે.” | ||
{{right|(‘વળી પાછા વતનમાં’ : તૃ. ગ.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોતાના જીર્ણ ઘરમાં પ્રવેશતાં ભેંકારનો જે અનુભવ થયો તેનું વર્ણન પણ એટલું જ વેધક થયું છેઃ | પોતાના જીર્ણ ઘરમાં પ્રવેશતાં ભેંકારનો જે અનુભવ થયો તેનું વર્ણન પણ એટલું જ વેધક થયું છેઃ | ||
| Line 274: | Line 274: | ||
અને એમાં આછી ફરકી ગઈ કૈં પર્વતિથિઓ, | અને એમાં આછી ફરકી ગઈ કૈં પર્વતિથિઓ, | ||
વળી થોડી જૂની ભીંત પરથી ગૈ કાંકરી ખરીઃ” | વળી થોડી જૂની ભીંત પરથી ગૈ કાંકરી ખરીઃ” | ||
{{right|(‘વળી પાછા વતનમાં’ : તૃ. ગ્ર.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રણયભાવનાં તેમનાં કાવ્યોમાં બે ભિન્ન સ્તરની ગતિ જોવા મળે છે. આ વિષયની રચનાઓમાં એક પ્રવાહ એવો છે જેમાં પ્રણયનું નિરૂપણ લૌકિક સ્તરેથી થયું છે. એવી રચનાઓમાં રોજ-બરોજના સંસારનો પરિચિત પરિવેશ જોવા મળે છે. પ્રણયનું પાત્ર બનતી નારી માટેની કાવ્યનાયકની ઝંખના, તેનો વિરહ, કે તેને માટેની વ્યાકુળતા અહીં તીવ્રતાથી વ્યક્ત થયાં છે. ઘણીયે વાર અંતરની કોઈ એક મૃદુ કોમળ લાગણી કે આર્દ્રતાવાળો વિચાર જ એમાં સ્પર્શી જાય છે. બ. ક. ઠાકોરનાં પ્રણયભાવનાં કાવ્યોનું સ્મરણ આપે એવી એ સરળ ઋજુ રચનાઓ છે. પણ ઉશનસ્નાં પ્રણયકાવ્યોમાં વધુ સુભગ રચનાઓ તો એથી જુદા સ્તરની છે, જેમાં પ્રણયનું કંઈક લોકોત્તર રૂપ વ્યક્ત થયું છે. એ પ્રકારની રચનાઓમાં ઝંખનાની પ્રેયોમૂર્તિ એક અપાર્થિવ સત્ત્વ રૂપે પ્રત્યક્ષ થાય છે. પ્રેમલક્ષણા ભક્તિનું રસાયન એમાં ભળી ગયેલું લાગે, અને ક્યારેક રહસ્યવાદ(mysticism)ની આછી છાયા પણ તેમાં વરતાઈ આવે, તેમના પ્રણયભાવના એ પ્રકારના નિરૂપણમાં બૃહદ્ વૈશ્વિક સંદર્ભ પ્રવેશતો જોઈ શકાશે. છેક આરંભકાળની એક રચનામાં તેમણે આ પ્રમાણે ભાવ પ્રગટ કર્યો હતો : | પ્રણયભાવનાં તેમનાં કાવ્યોમાં બે ભિન્ન સ્તરની ગતિ જોવા મળે છે. આ વિષયની રચનાઓમાં એક પ્રવાહ એવો છે જેમાં પ્રણયનું નિરૂપણ લૌકિક સ્તરેથી થયું છે. એવી રચનાઓમાં રોજ-બરોજના સંસારનો પરિચિત પરિવેશ જોવા મળે છે. પ્રણયનું પાત્ર બનતી નારી માટેની કાવ્યનાયકની ઝંખના, તેનો વિરહ, કે તેને માટેની વ્યાકુળતા અહીં તીવ્રતાથી વ્યક્ત થયાં છે. ઘણીયે વાર અંતરની કોઈ એક મૃદુ કોમળ લાગણી કે આર્દ્રતાવાળો વિચાર જ એમાં સ્પર્શી જાય છે. બ. ક. ઠાકોરનાં પ્રણયભાવનાં કાવ્યોનું સ્મરણ આપે એવી એ સરળ ઋજુ રચનાઓ છે. પણ ઉશનસ્નાં પ્રણયકાવ્યોમાં વધુ સુભગ રચનાઓ તો એથી જુદા સ્તરની છે, જેમાં પ્રણયનું કંઈક લોકોત્તર રૂપ વ્યક્ત થયું છે. એ પ્રકારની રચનાઓમાં ઝંખનાની પ્રેયોમૂર્તિ એક અપાર્થિવ સત્ત્વ રૂપે પ્રત્યક્ષ થાય છે. પ્રેમલક્ષણા ભક્તિનું રસાયન એમાં ભળી ગયેલું લાગે, અને ક્યારેક રહસ્યવાદ(mysticism)ની આછી છાયા પણ તેમાં વરતાઈ આવે, તેમના પ્રણયભાવના એ પ્રકારના નિરૂપણમાં બૃહદ્ વૈશ્વિક સંદર્ભ પ્રવેશતો જોઈ શકાશે. છેક આરંભકાળની એક રચનામાં તેમણે આ પ્રમાણે ભાવ પ્રગટ કર્યો હતો : | ||
| Line 280: | Line 280: | ||
{{Block center|'''<poem>“હજી જે લજ્જાએ અરધથી વધુ અંગ છુપવે | {{Block center|'''<poem>“હજી જે લજ્જાએ અરધથી વધુ અંગ છુપવે | ||
પ્રિયે, તારામાંયે નીરખ, નિજ કો રેખ ખીલવે.” | પ્રિયે, તારામાંયે નીરખ, નિજ કો રેખ ખીલવે.” | ||
{{right|(‘ચરમ લક્ષ્ય’ : પ્ર.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યનાયક મનુજસંસારની નાયિકામાં વિશ્વના ઘટાટોપ પાછળ છુપાયેલી પ્રેયોમૂર્તિની જ એક રેખા જુએ છે. સંસારની નારીને નાયક ચાહે છે ખરો, પણ તેનું ચરમ લક્ષ્ય તો વિશ્વ અખિલને વ્યાપી રહેતી પેલી અલૌકિક મૂર્તિ પર ઠર્યું છે. ધરતીપટ પરના માનવમેળામાં આથી કાવ્યનાયકને જે જે ‘મધુર નમણા ચહેરાઓ’ સામે મળ્યા છે તેમાં તેને અનન્ય પ્રેરણા અને જીવનબળ મળતાં રહ્યાં છે. | કાવ્યનાયક મનુજસંસારની નાયિકામાં વિશ્વના ઘટાટોપ પાછળ છુપાયેલી પ્રેયોમૂર્તિની જ એક રેખા જુએ છે. સંસારની નારીને નાયક ચાહે છે ખરો, પણ તેનું ચરમ લક્ષ્ય તો વિશ્વ અખિલને વ્યાપી રહેતી પેલી અલૌકિક મૂર્તિ પર ઠર્યું છે. ધરતીપટ પરના માનવમેળામાં આથી કાવ્યનાયકને જે જે ‘મધુર નમણા ચહેરાઓ’ સામે મળ્યા છે તેમાં તેને અનન્ય પ્રેરણા અને જીવનબળ મળતાં રહ્યાં છે. | ||
| Line 288: | Line 288: | ||
નયન ઊતરે ઊંડે ઊંડે અતીત વિશેય, તો | નયન ઊતરે ઊંડે ઊંડે અતીત વિશેય, તો | ||
મધુરનમણા ચ્હેરાઓના દીપે પથ ઊજળો.’ | મધુરનમણા ચ્હેરાઓના દીપે પથ ઊજળો.’ | ||
{{right|(‘રસ્તો અને ચ્હેરા’ : તૃ. ગ્ર.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ એવા ‘ચ્હેરાઓ’ કવિના અંતરમાં વંટોળ જગાવીને દૂર ચાલ્યા જાય છે, અને તીવ્ર વેદનામાં કાવ્યનાયકનું અંતર ઝૂર્યા કરે છે : | પણ એવા ‘ચ્હેરાઓ’ કવિના અંતરમાં વંટોળ જગાવીને દૂર ચાલ્યા જાય છે, અને તીવ્ર વેદનામાં કાવ્યનાયકનું અંતર ઝૂર્યા કરે છે : | ||
| Line 296: | Line 296: | ||
કણોમાં ધૂલિના ઊઠતું મનનું પ્રેત પવને | કણોમાં ધૂલિના ઊઠતું મનનું પ્રેત પવને | ||
ઉથાપે ને થાપે, અસલ રૂપ રાખે ક્યહીં મળે?” | ઉથાપે ને થાપે, અસલ રૂપ રાખે ક્યહીં મળે?” | ||
{{right|(‘હવે આજે’ : તૃ. ગ્ર.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યનાયકનું અંતર જેને અતિ ઉત્કટતાથી ઝંખી રહ્યું છે એ અપાર્થિવ મૂર્તિને વ્યવહારજગતની ધરાતલ પર મળવાનું શક્ય જ નથી. સ્વયં જે માયાવી રૂપ ધરે છે તેનું અધિષ્ઠાન અંતરના ગહનતમ પ્રાંતમાં સંભવે છે. એટલે કાવ્યનાયક એ પ્રિયાને લોકોત્તર ધરાતલ પર મળવા ઝંખે છે : | કાવ્યનાયકનું અંતર જેને અતિ ઉત્કટતાથી ઝંખી રહ્યું છે એ અપાર્થિવ મૂર્તિને વ્યવહારજગતની ધરાતલ પર મળવાનું શક્ય જ નથી. સ્વયં જે માયાવી રૂપ ધરે છે તેનું અધિષ્ઠાન અંતરના ગહનતમ પ્રાંતમાં સંભવે છે. એટલે કાવ્યનાયક એ પ્રિયાને લોકોત્તર ધરાતલ પર મળવા ઝંખે છે : | ||
| Line 305: | Line 305: | ||
પ્રીછું તને સપનને પરિવેશ કેવલ | પ્રીછું તને સપનને પરિવેશ કેવલ | ||
તું માહરા સપન બહાર મને અજાણી.” | તું માહરા સપન બહાર મને અજાણી.” | ||
{{right|(‘અવસ્તુને’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ એ મૂર્તિ તો યુગયુગથી અકળ મૌન ધરીને ઊભી છે! કાવ્યનાયકની કેટકેટલી આર્જવભરી વિનંતીઓ છતાં તે કશુંય ઉચ્ચારતી નથી. એથી કાવ્યનાયક આકુળવ્યાકુળ બની એ મૂર્તિને ઢંઢોળી રહે છે! | પણ એ મૂર્તિ તો યુગયુગથી અકળ મૌન ધરીને ઊભી છે! કાવ્યનાયકની કેટકેટલી આર્જવભરી વિનંતીઓ છતાં તે કશુંય ઉચ્ચારતી નથી. એથી કાવ્યનાયક આકુળવ્યાકુળ બની એ મૂર્તિને ઢંઢોળી રહે છે! | ||
| Line 315: | Line 315: | ||
કશુંયે યાદા’વે નહિ? નિરખ જો, હું જ છું પ્રિયે! | કશુંયે યાદા’વે નહિ? નિરખ જો, હું જ છું પ્રિયે! | ||
વિખેરી વેણી દ્યૌં; ચૂમું, હચમચાવું સ્કંધો – હજીયે?” | વિખેરી વેણી દ્યૌં; ચૂમું, હચમચાવું સ્કંધો – હજીયે?” | ||
{{right|(‘વિસ્મૃતિ’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઝંખનાની પ્રેયોમૂર્તિનો એ ચહેરો એનું એ રૂપ, એની એ રેખાઓ, સર્વ કંઈ કાવ્યનાયકને પાગલ શો કરી મૂકે છે : | ઝંખનાની પ્રેયોમૂર્તિનો એ ચહેરો એનું એ રૂપ, એની એ રેખાઓ, સર્વ કંઈ કાવ્યનાયકને પાગલ શો કરી મૂકે છે : | ||
| Line 325: | Line 325: | ||
રૂપોની નકશીથી, નજરથી ઊંડું ખોતરી ખણી | રૂપોની નકશીથી, નજરથી ઊંડું ખોતરી ખણી | ||
પછી બે રેખાઓ પર અલસ રહે રક્ત નીંગળી.” | પછી બે રેખાઓ પર અલસ રહે રક્ત નીંગળી.” | ||
{{right|(‘રૂપની નિશાળે’ : સ્પં. છં.)}} | |||
અરેરે, જે ક્યાંયે મલકમહીં ન્હોતી, ક્યહીંથી તે | અરેરે, જે ક્યાંયે મલકમહીં ન્હોતી, ક્યહીંથી તે | ||
ક્રિયા પાતાલેથી ફૂટતીક તરે રેખ ગગને! | ક્રિયા પાતાલેથી ફૂટતીક તરે રેખ ગગને! | ||
પછી બેસી જાતી મુખ ઉપર કોઈ અણપ્રીછ્યા | પછી બેસી જાતી મુખ ઉપર કોઈ અણપ્રીછ્યા | ||
૦૦૦૦ | {{gap|4em}}૦૦૦૦ | ||
તમે ક્યાં છો? કેવાં? કવણ ભવનાં સ્નેહી રૂપસી? | તમે ક્યાં છો? કેવાં? કવણ ભવનાં સ્નેહી રૂપસી? | ||
છૂટી રેખાઓ આ રઝળતી, રચે ના’કૃતિ કશી.” | છૂટી રેખાઓ આ રઝળતી, રચે ના’કૃતિ કશી.” | ||
{{right|(‘મળતી આવતી રેખાઓ’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને એ ઝંખનાની મૂર્તિને પામવાની ઉત્કટતા જ કાવ્યનાયકનો એક સ્થાયિભાવ બની રહે છે : | અને એ ઝંખનાની મૂર્તિને પામવાની ઉત્કટતા જ કાવ્યનાયકનો એક સ્થાયિભાવ બની રહે છે : | ||
| Line 344: | Line 344: | ||
તું રૂપ, હું અબૂઝ પ્યાસ ઋણાનુબંધમાં, | તું રૂપ, હું અબૂઝ પ્યાસ ઋણાનુબંધમાં, | ||
મારે રહ્યું ભમવું પાછળ તારી શૂન્યમાં.” | મારે રહ્યું ભમવું પાછળ તારી શૂન્યમાં.” | ||
{{right|(‘નિર્વેદ ઋચાઓ’ : અ.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રકૃતિ, પ્રણય આદિ તેમની કવિતાના મુખ્ય વર્ણ્ય વિષયો રહ્યા છે એ ખરું, પણ એ સિવાય જુદે જુદે નિમિત્તે તેમણે બીજી પણ જુદા જુદા ભાવની અનેક રચનાઓ કરી છે. એમાં ભારતની યાત્રા તેમજ મુંબઈ અમદાવાદ જેવાં નગરો અને ઐતિહાસિક સ્થળોના અનુભવો તેમની કેટલીક રચનાના વિષયો બન્યા છે. વળી પંડિત નહેરુ, બુદ્ધ અને શેઇક્સપિયર જેવા મહાન પુરુષોનાં વ્યક્તિત્વોમાંથી પણ તેમણે પ્રેરણા મેળવી છે. પરમ તત્ત્વની ઉપાસના, આત્મસમર્પણ, કે આત્મનિવેદન અને ભક્તિના ભાવો પણ તેમણે ગાયા છે. અને આત્મબોધ કે આત્મખોજ રૂપે અંગત જીવનના ભાવો પણ પ્રગટ કર્યા છે. આ જાતના વિષયોમાં અનેક વાર ચિંતનનું ભારણ વરતાયા કરે છે. આમ છતાં આત્મસંવેદનની અનેક રચનાઓ સુરેખ ભાવનિરૂપણને કારણે ચિત્તસ્પર્શી બની આવી છે. ‘આ વેળા તો જુદો જ અનુભવ’ (સ્પં. છં.) શીર્ષકની રચના એવી એક લાક્ષણિક ધ્યાનપાત્ર કૃતિ છેઃ | પ્રકૃતિ, પ્રણય આદિ તેમની કવિતાના મુખ્ય વર્ણ્ય વિષયો રહ્યા છે એ ખરું, પણ એ સિવાય જુદે જુદે નિમિત્તે તેમણે બીજી પણ જુદા જુદા ભાવની અનેક રચનાઓ કરી છે. એમાં ભારતની યાત્રા તેમજ મુંબઈ અમદાવાદ જેવાં નગરો અને ઐતિહાસિક સ્થળોના અનુભવો તેમની કેટલીક રચનાના વિષયો બન્યા છે. વળી પંડિત નહેરુ, બુદ્ધ અને શેઇક્સપિયર જેવા મહાન પુરુષોનાં વ્યક્તિત્વોમાંથી પણ તેમણે પ્રેરણા મેળવી છે. પરમ તત્ત્વની ઉપાસના, આત્મસમર્પણ, કે આત્મનિવેદન અને ભક્તિના ભાવો પણ તેમણે ગાયા છે. અને આત્મબોધ કે આત્મખોજ રૂપે અંગત જીવનના ભાવો પણ પ્રગટ કર્યા છે. આ જાતના વિષયોમાં અનેક વાર ચિંતનનું ભારણ વરતાયા કરે છે. આમ છતાં આત્મસંવેદનની અનેક રચનાઓ સુરેખ ભાવનિરૂપણને કારણે ચિત્તસ્પર્શી બની આવી છે. ‘આ વેળા તો જુદો જ અનુભવ’ (સ્પં. છં.) શીર્ષકની રચના એવી એક લાક્ષણિક ધ્યાનપાત્ર કૃતિ છેઃ | ||
| Line 356: | Line 356: | ||
પગ ઊંચકું કે માટી લોચો તળે તૃણ-મૂળના | પગ ઊંચકું કે માટી લોચો તળે તૃણ-મૂળના | ||
ધવલ જીવતા તંતુઓનું ધરુ ગ્રહી આવતો; | ધવલ જીવતા તંતુઓનું ધરુ ગ્રહી આવતો; | ||
૦૦૦૦ | {{gap|4em}}૦૦૦૦ | ||
પગ ઊપડતા કે | પગ ઊપડતા કે | ||
પછી ઊખડતા આ વેળા તો મૂલાન્ત સમેત શું?” | પછી ઊખડતા આ વેળા તો મૂલાન્ત સમેત શું?” | ||
{{right|(‘આ વેળા તો જુદો જ અનુભવ’ : સ્પં. છં.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંગત સંવેદનની ઉત્કટ અનુભૂતિનું એટલું જ ધ્યાનપાત્ર બીજું એક ઉદાહરણ ‘અશ્વત્થ’માંથી લઉં છું : | અંગત સંવેદનની ઉત્કટ અનુભૂતિનું એટલું જ ધ્યાનપાત્ર બીજું એક ઉદાહરણ ‘અશ્વત્થ’માંથી લઉં છું : | ||
| Line 374: | Line 374: | ||
ઊંઘી જઉં છું | ઊંઘી જઉં છું | ||
ઠંડી ઊંડી શ્યામલ ઊંઘમાં કો.” | ઠંડી ઊંડી શ્યામલ ઊંઘમાં કો.” | ||
{{right|(‘રાતની ડાળ’ : અ.)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આત્મસંવેદનની કવિતાના આ બે સંદર્ભોમાં ઉશનસ્ની મનોસૃષ્ટિના વિલક્ષણ ઉન્મેષો જોવા મળે છે. તેમની કવિતાના મર્મકોષોમાં આવા રસાર્દ્ર અંશો કેટલીક વાર અર્ધપ્રચ્છન્ન રહી ગયા જણાય છે. પણ એવા અંશોની ઓળખ કરવાનો પ્રયત્ન કરીએ જ ત્યારે તેમની કવિતાને સાચા રૂપમાં પામી શકીએ.... | આત્મસંવેદનની કવિતાના આ બે સંદર્ભોમાં ઉશનસ્ની મનોસૃષ્ટિના વિલક્ષણ ઉન્મેષો જોવા મળે છે. તેમની કવિતાના મર્મકોષોમાં આવા રસાર્દ્ર અંશો કેટલીક વાર અર્ધપ્રચ્છન્ન રહી ગયા જણાય છે. પણ એવા અંશોની ઓળખ કરવાનો પ્રયત્ન કરીએ જ ત્યારે તેમની કવિતાને સાચા રૂપમાં પામી શકીએ.... | ||