26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 84: | Line 84: | ||
એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી | એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી | ||
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા | ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા | ||
</poem> | |||
===૨. અદલાબદલી=== | |||
<poem> | |||
સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુઃખ; | |||
ઇસ્ત્રી સાથે પણ | |||
અસહકાર કરે. | |||
જે પહેરે તે અદલોઅદલ શોભી ઊઠે | |||
યરવડાના કેદી સમો; | |||
ઉતારનારને મળી જાય | |||
આઝાદી. | |||
હતું મારી પાસે પણ એક... | |||
ન બાંય, ન બટન | |||
સાલું સાવ સેવાગ્રામી! | |||
એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું. | |||
ટાઢે પાણીએ ખસ ગઈ. | |||
બદલીમાં મળ્યો કોઈ ઝભ્ભો. | |||
ખોલ્યો ડરી ડરીને | |||
પારકા પ્રેમપત્રની જેમ. | |||
ઘૂંટણ સુધી પહોંચતું રેશમ, મુલાયમ. | |||
બદામી દોરાનું બારીક ભરતકામ, | |||
બંગાલી ગળું, બટનપટ્ટી ઝૂલે... | |||
ધોબી, તેં તો જિંદગી બદલી નાખી | |||
રામની અને આ રમતારામની. | |||
ઝભ્ભો હતો બાકી ઝાકઝમાળ! | |||
ધબ્બો મારીને પડોશી બોલ્યા, | |||
‘હવે તું માણસમાં આવ્યો ખરો!’ | |||
બીજાં બધાં તો ઠીક, | |||
પાનવાળાએ પણ ઉધારી ચાલુ કરી આપી. | |||
પછી તો ધીરે ધીરે આદત પડી ગઈ | |||
મોંઘાદાટ રેશમી ઝભ્ભા પહેરવાની. | |||
રેશમ જોઈએ તો માંહ્યલાને મારવો પડે. | |||
એકસાથે બન્ને તો ક્યાંથી મળે... | |||
સેંથી અને ટાલ | |||
કબરની શાંતિ અને સૂર્યપ્રકાશ | |||
રેશમ અને પતંગિયું. | |||
ફળિયે પીંજારો બેઠો હોય | |||
હવામાં ઊડતા જતા હોય રૂના પોલ | |||
એવો હળવો હતો હું; | |||
પુરાઈ ગયો એકાએક, કોશેટામાં. | |||
કાલ રાતે મને સપનું આવ્યું. | |||
સપનામાં બુઢ્ઢો જાદુગર શેરીએ શેરીએ સાદ પાડતો જાય. | |||
‘એ...ઈ, જરીપુરાણા ચિરાગ આપો... | |||
બદલામાં નવાનક્કોર લો...’ | |||
...ક્યાં હશે એ અસલનો ચિરાગ? | |||
હજીયે નજર ફરી વળે છે, ધોવાઈને આવેલાં કપડાંમાં... | |||
ક્યાંક પેલું જૂનું પહેરણ... | |||
પણ ના, એનો એ મોંઘો પડેલો રેશમી ઝભ્ભો | |||
ચડી બેસે છે મારા પર, વેતાળની જેમ. | |||
</poem> | </poem> |
edits