31,640
edits
(→) |
No edit summary |
||
| Line 126: | Line 126: | ||
== ॥ સમ્પાદકીય ॥ == | == ॥ સમ્પાદકીય ॥ == | ||
હું કદાચ કવિતા વિના રહી જ ના શકું | <center><big><big>{{color|#000066|હું કદાચ કવિતા વિના રહી જ ના શકું }}</big></big> | ||
{{Poem2Open}} | |||
જયંત પાઠકની જાણીતી રચના છે ‘કવિતા ન કરવા વિશે કવિતા’ કવિ એમાં કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય એ વાતને પ્રકૃતિતત્વોને જોડીને વાત કરે છે. સરોવરો સુકાઈ જાય? નદીઓ વહેતી થંભી જાય? ડુંગરા ડોલી ઊઠે? આવા પ્રશ્નથી શરૂ થતી કવિતાના અંતે કવિ કહે છે કે ‘કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય.’ અને અંતે વળ ચઢાવી કહે છે- એટલે કે કશું થાય જ નહીં! આપણે કાવ્યવાચન માટે પણ આ રચનાને ખપમાં લઈને કહેવું હોય તો કહી શકીએ કે કાવ્ય ન વાચીએ-સાંભળીએ કે આસ્વાદ ન લઈએ તો આમ તો કશું ન થાય- એટલે કે કશું થાય જ નહીં! હા, સંવેદનજગતને ખાલી ચઢી જાય. કેવળ ખાલીપણું, જડતા બાકી બચે. | જયંત પાઠકની જાણીતી રચના છે ‘કવિતા ન કરવા વિશે કવિતા’ કવિ એમાં કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય એ વાતને પ્રકૃતિતત્વોને જોડીને વાત કરે છે. સરોવરો સુકાઈ જાય? નદીઓ વહેતી થંભી જાય? ડુંગરા ડોલી ઊઠે? આવા પ્રશ્નથી શરૂ થતી કવિતાના અંતે કવિ કહે છે કે ‘કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય.’ અને અંતે વળ ચઢાવી કહે છે- એટલે કે કશું થાય જ નહીં! આપણે કાવ્યવાચન માટે પણ આ રચનાને ખપમાં લઈને કહેવું હોય તો કહી શકીએ કે કાવ્ય ન વાચીએ-સાંભળીએ કે આસ્વાદ ન લઈએ તો આમ તો કશું ન થાય- એટલે કે કશું થાય જ નહીં! હા, સંવેદનજગતને ખાલી ચઢી જાય. કેવળ ખાલીપણું, જડતા બાકી બચે. | ||
કવિતાની એક અજબ તરસ હોય છે સૌને. કવિતાના સ્પર્શમાત્રથી વંચિત રહ્યા હોય એવા માનવી મળે ખરાં? માણસને સુખદુ:ખમાં હાથવગો સાથી તો કવિતા જ. ઉત્તમ કવિતા સાવ અડોઅડ રહે અને મનુષ્યની ચેતનાને સંકોર્યા કરે. આપણું સુખદુઃખનું આંગણું રોજ છલકાયા કરતું હોય ત્યારે એ ઘડીમાં આપણો હાથ ઝાલે છે એ કવિતા. એ આપણને ગાતા કરે છે.ખુશ કરે છે. સહેલાવે છે ને આવાસિત પણ કરે છે. મોટો આધાર છે કવિતાનો. ક્યારેક કાવ્યને માથે મૂકીને ભલે આપણે નાચી ન ઊઠતાં હોઈએ પણ આપણું અંતર તો છલાંગો ભરતું હોય છે. ઊર્મિઓને પ્રગટ કરવા હૈયે-હોઠેથી સરી પડતાં કાવ્યને ખરો ઘાટ આપવા સર્જક મથામણ કરતો હોય છે. એની પ્રતિભા, નિપુણતા કે અભ્યાસને ખપમાં લઈને જ્યારે કાવ્ય લઈ સમક્ષ થાય છે ત્યારે કવિતાનો કવિએ કરેલો ઉછેર ધ્યાનમાં આવ્યા વિના રહેતો નથી. એવું કાવ્ય ચિત્તમાં રમી રહે. કવિતાકોશથી ભર્યા ભર્યા સંસારમાં એવું બની આવે કે કૃતક કવિતાથી આપણે નિરાશ થઈ ઊઠીએ. કવિતાઓના એકવિધ સૂરની તારસ્વરે ફરિયાદ કરીએ પણ કવિતાથી દૂર જવું ક્યારેય સંભવ બનતું નથી. આપણી પ્રતીતિ છે કે હું કદાચ કવિતા વિના રહી જ ના શકું. | કવિતાની એક અજબ તરસ હોય છે સૌને. કવિતાના સ્પર્શમાત્રથી વંચિત રહ્યા હોય એવા માનવી મળે ખરાં? માણસને સુખદુ:ખમાં હાથવગો સાથી તો કવિતા જ. ઉત્તમ કવિતા સાવ અડોઅડ રહે અને મનુષ્યની ચેતનાને સંકોર્યા કરે. આપણું સુખદુઃખનું આંગણું રોજ છલકાયા કરતું હોય ત્યારે એ ઘડીમાં આપણો હાથ ઝાલે છે એ કવિતા. એ આપણને ગાતા કરે છે.ખુશ કરે છે. સહેલાવે છે ને આવાસિત પણ કરે છે. મોટો આધાર છે કવિતાનો. ક્યારેક કાવ્યને માથે મૂકીને ભલે આપણે નાચી ન ઊઠતાં હોઈએ પણ આપણું અંતર તો છલાંગો ભરતું હોય છે. ઊર્મિઓને પ્રગટ કરવા હૈયે-હોઠેથી સરી પડતાં કાવ્યને ખરો ઘાટ આપવા સર્જક મથામણ કરતો હોય છે. એની પ્રતિભા, નિપુણતા કે અભ્યાસને ખપમાં લઈને જ્યારે કાવ્ય લઈ સમક્ષ થાય છે ત્યારે કવિતાનો કવિએ કરેલો ઉછેર ધ્યાનમાં આવ્યા વિના રહેતો નથી. એવું કાવ્ય ચિત્તમાં રમી રહે. કવિતાકોશથી ભર્યા ભર્યા સંસારમાં એવું બની આવે કે કૃતક કવિતાથી આપણે નિરાશ થઈ ઊઠીએ. કવિતાઓના એકવિધ સૂરની તારસ્વરે ફરિયાદ કરીએ પણ કવિતાથી દૂર જવું ક્યારેય સંભવ બનતું નથી. આપણી પ્રતીતિ છે કે હું કદાચ કવિતા વિના રહી જ ના શકું. | ||
પ્રત્યેક ભાષાની કાવ્યપરંપરા મનુષ્યસમાજને જીવંત રાખતી હોય છે. ‘સૂતી ઊઠી મારી આદ્યવાણી’ કહેનારા કવિનો શબ્દ અરવલ્લીની ટેકરીઓ કૂદીને અંતરિયાળ ગ્રામીણ પ્રદેશો સુધી ગાતા-સાંભળતા પ્રસાર પામતો ગયો. મોંસૂઝણું થતાં સુધીમાં ઘેર ઘેર ગવાતાં પ્રભાતિયા ને સાંજના ઝાલરટાણે થતાં આરતી, કીર્તનો, છેક સવાર સુધી ભજનમાં મસ્ત બનીને ઝૂમતા ભજનિકો કાવ્યગુણે પણ ઉત્તમને રજૂ કરી રહેતા હતા. પ્રારંભિક ગુજરાતી ભાષા પગથિયાં ચઢતી ચઢતી દોઢસો વર્ષ રાસ સ્વરૂપનો દબદબો ઊભો કરી શકી. એ યુગને ‘રાસયુગ’ જેવુ નામાવિધાન સાંપડ્યું ને એ પછી આખ્યાન શિરોમણિ કહેવા તત્પર થઈ ઊઠીએ એવા આખ્યાનયુગે કવિતાના વિધવિધ રસનો સ્વાદ પ્રજાને સંપડાવ્યો. એ કેવળ ‘પરપંચ પેટ ભરવા તણો નહોતો’ કાળદેવતાએ એ સાબિત કરી આપ્યું છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કવિતારાશિને જીવાતા જીવનથી દૂરની કવિતા લેખે આજે આપણે એને જોઈ શકતા નથી. એ કાવ્યશાસ્ત્રની સમર્થ બાજુઓને કારણે તો નવયુગની કવિતા પરંપરા પછી પણ એનાથી વિમુખ ક્યાં થઈ શક્યા છીએ? આ સમયમાં પણ ખેતર ખેડનારો નિરક્ષર ખેડૂત દેશીઓ ગાઈ ખુશીથી પરસેવો વહાવતો કે શ્રમજીવી વર્ગ ખાયણા ગાતો કિલ્લોલતો. ઘરમાં હાલરડાં, આરતી, થાળ, લોકગીતો સ્વાભાવિકપણે ગવાતાં.ખોબા જેવડા ગામમાં કોઈ દીકરીના લગ્નપ્રસંગે હકડેઠઠ ભરાયેલી ઓસરીમાં ફટાણાં ગાઈ વેવાઈની ઠઠ્ઠા-મશ્કરી કરતા સમૂહનો એ આનંદ આજે અલોપ થયો છે તેમ છતાં એમ કહી શકાય એમ નથી કે સામાજિક વર્ગ કવિતાથી સાવ દૂર થઈ ગયો છે. સ્વાતંય ગાળામાંની પ્રભાતફેરીઓ, સભા-સરઘસોમાં કે દાંડીકૂચ જેવા પ્રસંગોમાં ગવાતા ગીતોથી સમૂહની ઐક્યભાવનાનો વિકાસ થયેલો એ પણ આપણા સ્મરણમાં ક્યાં નથી? કવિતાના આસ્વાદ માટેનું આ પણ એક વાતાવરણ. રચનાઓમાં પમાતી નરી શબ્દાળુતા કે સપાટી પરની કાવ્યકૃતિઓ નેપથ્યે ધકેલાઈ જતી હોય છે અને યાદ રહે છે કેવળ કાવ્યગુણે સમૃદ્ધ એવી કવિતા. સમયે સમયે મોં ભરાઈ જાય એવા પ્રતિભાશાળી કવિઓએ લય, છંદ, વિચાર, સંવેદન, પ્રયોગશીલતા અને સ્વરૂપ વિશેષતાઓ સાથે કામ પાર પાડ્યું છે. કોઈ ખૂણે બેસીને કાવ્યસાધના કરનારા કવિની એકાદ-બે બળૂકી રચનાઓથી પણ એ કવિ આપણે હૈયે વસી જતો હોય છે. ઓચિંતું કોઈ છંદોબધ્ધ કાવ્ય કે અછાંદસ વાંચવા મળી જાય કે કોઈ લયછલકતું ગીત વાંચવા મળી જાય એનાથી વધારે મોટી ઘટના કોઈ નથી. | પ્રત્યેક ભાષાની કાવ્યપરંપરા મનુષ્યસમાજને જીવંત રાખતી હોય છે. ‘સૂતી ઊઠી મારી આદ્યવાણી’ કહેનારા કવિનો શબ્દ અરવલ્લીની ટેકરીઓ કૂદીને અંતરિયાળ ગ્રામીણ પ્રદેશો સુધી ગાતા-સાંભળતા પ્રસાર પામતો ગયો. મોંસૂઝણું થતાં સુધીમાં ઘેર ઘેર ગવાતાં પ્રભાતિયા ને સાંજના ઝાલરટાણે થતાં આરતી, કીર્તનો, છેક સવાર સુધી ભજનમાં મસ્ત બનીને ઝૂમતા ભજનિકો કાવ્યગુણે પણ ઉત્તમને રજૂ કરી રહેતા હતા. પ્રારંભિક ગુજરાતી ભાષા પગથિયાં ચઢતી ચઢતી દોઢસો વર્ષ રાસ સ્વરૂપનો દબદબો ઊભો કરી શકી. એ યુગને ‘રાસયુગ’ જેવુ નામાવિધાન સાંપડ્યું ને એ પછી આખ્યાન શિરોમણિ કહેવા તત્પર થઈ ઊઠીએ એવા આખ્યાનયુગે કવિતાના વિધવિધ રસનો સ્વાદ પ્રજાને સંપડાવ્યો. એ કેવળ ‘પરપંચ પેટ ભરવા તણો નહોતો’ કાળદેવતાએ એ સાબિત કરી આપ્યું છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કવિતારાશિને જીવાતા જીવનથી દૂરની કવિતા લેખે આજે આપણે એને જોઈ શકતા નથી. એ કાવ્યશાસ્ત્રની સમર્થ બાજુઓને કારણે તો નવયુગની કવિતા પરંપરા પછી પણ એનાથી વિમુખ ક્યાં થઈ શક્યા છીએ? આ સમયમાં પણ ખેતર ખેડનારો નિરક્ષર ખેડૂત દેશીઓ ગાઈ ખુશીથી પરસેવો વહાવતો કે શ્રમજીવી વર્ગ ખાયણા ગાતો કિલ્લોલતો. ઘરમાં હાલરડાં, આરતી, થાળ, લોકગીતો સ્વાભાવિકપણે ગવાતાં.ખોબા જેવડા ગામમાં કોઈ દીકરીના લગ્નપ્રસંગે હકડેઠઠ ભરાયેલી ઓસરીમાં ફટાણાં ગાઈ વેવાઈની ઠઠ્ઠા-મશ્કરી કરતા સમૂહનો એ આનંદ આજે અલોપ થયો છે તેમ છતાં એમ કહી શકાય એમ નથી કે સામાજિક વર્ગ કવિતાથી સાવ દૂર થઈ ગયો છે. સ્વાતંય ગાળામાંની પ્રભાતફેરીઓ, સભા-સરઘસોમાં કે દાંડીકૂચ જેવા પ્રસંગોમાં ગવાતા ગીતોથી સમૂહની ઐક્યભાવનાનો વિકાસ થયેલો એ પણ આપણા સ્મરણમાં ક્યાં નથી? કવિતાના આસ્વાદ માટેનું આ પણ એક વાતાવરણ. રચનાઓમાં પમાતી નરી શબ્દાળુતા કે સપાટી પરની કાવ્યકૃતિઓ નેપથ્યે ધકેલાઈ જતી હોય છે અને યાદ રહે છે કેવળ કાવ્યગુણે સમૃદ્ધ એવી કવિતા. સમયે સમયે મોં ભરાઈ જાય એવા પ્રતિભાશાળી કવિઓએ લય, છંદ, વિચાર, સંવેદન, પ્રયોગશીલતા અને સ્વરૂપ વિશેષતાઓ સાથે કામ પાર પાડ્યું છે. કોઈ ખૂણે બેસીને કાવ્યસાધના કરનારા કવિની એકાદ-બે બળૂકી રચનાઓથી પણ એ કવિ આપણે હૈયે વસી જતો હોય છે. ઓચિંતું કોઈ છંદોબધ્ધ કાવ્ય કે અછાંદસ વાંચવા મળી જાય કે કોઈ લયછલકતું ગીત વાંચવા મળી જાય એનાથી વધારે મોટી ઘટના કોઈ નથી. | ||
કવિતાથી લાંબો સમય કોઈ દૂર રહી જ ના શકે. સમૂહમાધ્યમો એની વારંવાર યાદ અપાવે. રેડિયો પર, ટેલીવિઝનમાં, અખબારો-સામયિકોમાં કે ફિલ્મોમાં ન ઇચ્છવા છતાં કવિતાનો ભેટો થવાનો જ. રસિક વર્ગ કાવ્યવાચન, કાવ્યઆસ્વાદ, કવિ મુશાયરાઓને માણતો રહે છે. એની પોતપોતાની સિદ્ધિ-મર્યાદાઓ પણ છે. વાહવાહીના પૂરમાં કવિતા તણાતી ચાલી હોય એવું બનાવાજોગ છે પણ કવિતાનો સજ્જ ભાવક ખરી કવિતાને પામી લેતો હોય છે. સુરેશ જોષીએ એક જગાએ વ્યંગમાં લખ્યું છે કે: ‘આપણને એક વાતનું સુખ છે. આપણે સમકાલીન છીએ એટલે એકબીજાનું લખેલું વાંચવાની જવાબદારીમાંથી મુક્ત છીએ’ એથી પ્રત્યેક સમયની વિલક્ષણ રચનાઓને વાચવી, આસ્વાદવી અને એની ચર્ચા માંડવી એ ભાવનની પહેલી શરત છે. નિસબતથી કાવ્યવાચન ભણી વળવાની ને કાવ્યસમજ કેળવતા રહેવાની આજે તો ક્યારેય ન હતી એવી અનિવાર્યતા છે. રવીન્દ્રનાથની પંક્તિને કાવ્યપ્રેમના સંદર્ભમાં યોજીએ તો કહી શકાય એમ છે કે ‘તેં કેટલાયે અજાણ્યાને ઓળખાવ્યા, તેં કેટલાંય ઘરમાં મને આશ્રય આપ્યો. આ બદલની કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ ગયું છે.’ આપણી શ્રેષ્ઠ કાવ્યરચનાઓ આ કામ કરી શકે. બેશક, એ કામ કવિતા જ કરી શકે. | કવિતાથી લાંબો સમય કોઈ દૂર રહી જ ના શકે. સમૂહમાધ્યમો એની વારંવાર યાદ અપાવે. રેડિયો પર, ટેલીવિઝનમાં, અખબારો-સામયિકોમાં કે ફિલ્મોમાં ન ઇચ્છવા છતાં કવિતાનો ભેટો થવાનો જ. રસિક વર્ગ કાવ્યવાચન, કાવ્યઆસ્વાદ, કવિ મુશાયરાઓને માણતો રહે છે. એની પોતપોતાની સિદ્ધિ-મર્યાદાઓ પણ છે. વાહવાહીના પૂરમાં કવિતા તણાતી ચાલી હોય એવું બનાવાજોગ છે પણ કવિતાનો સજ્જ ભાવક ખરી કવિતાને પામી લેતો હોય છે. સુરેશ જોષીએ એક જગાએ વ્યંગમાં લખ્યું છે કે: ‘આપણને એક વાતનું સુખ છે. આપણે સમકાલીન છીએ એટલે એકબીજાનું લખેલું વાંચવાની જવાબદારીમાંથી મુક્ત છીએ’ એથી પ્રત્યેક સમયની વિલક્ષણ રચનાઓને વાચવી, આસ્વાદવી અને એની ચર્ચા માંડવી એ ભાવનની પહેલી શરત છે. નિસબતથી કાવ્યવાચન ભણી વળવાની ને કાવ્યસમજ કેળવતા રહેવાની આજે તો ક્યારેય ન હતી એવી અનિવાર્યતા છે. રવીન્દ્રનાથની પંક્તિને કાવ્યપ્રેમના સંદર્ભમાં યોજીએ તો કહી શકાય એમ છે કે ‘તેં કેટલાયે અજાણ્યાને ઓળખાવ્યા, તેં કેટલાંય ઘરમાં મને આશ્રય આપ્યો. આ બદલની કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ ગયું છે.’ આપણી શ્રેષ્ઠ કાવ્યરચનાઓ આ કામ કરી શકે. બેશક, એ કામ કવિતા જ કરી શકે. | ||
- કિશોર વ્યાસ | {{Poem2Close}} | ||
{{right|- કિશોર વ્યાસ}} | |||
== ॥ કવિતા ॥ == | == ॥ કવિતા ॥ == | ||