31,640
edits
No edit summary |
(→) |
||
| Line 129: | Line 129: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Sanchayan 9 - 1 - Kishor Vyas.jpg|left|200px]] | |||
જયંત પાઠકની જાણીતી રચના છે ‘કવિતા ન કરવા વિશે કવિતા’ કવિ એમાં કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય એ વાતને પ્રકૃતિતત્વોને જોડીને વાત કરે છે. સરોવરો સુકાઈ જાય? નદીઓ વહેતી થંભી જાય? ડુંગરા ડોલી ઊઠે? આવા પ્રશ્નથી શરૂ થતી કવિતાના અંતે કવિ કહે છે કે ‘કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય.’ અને અંતે વળ ચઢાવી કહે છે- એટલે કે કશું થાય જ નહીં! આપણે કાવ્યવાચન માટે પણ આ રચનાને ખપમાં લઈને કહેવું હોય તો કહી શકીએ કે કાવ્ય ન વાચીએ-સાંભળીએ કે આસ્વાદ ન લઈએ તો આમ તો કશું ન થાય- એટલે કે કશું થાય જ નહીં! હા, સંવેદનજગતને ખાલી ચઢી જાય. કેવળ ખાલીપણું, જડતા બાકી બચે. | જયંત પાઠકની જાણીતી રચના છે ‘કવિતા ન કરવા વિશે કવિતા’ કવિ એમાં કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય એ વાતને પ્રકૃતિતત્વોને જોડીને વાત કરે છે. સરોવરો સુકાઈ જાય? નદીઓ વહેતી થંભી જાય? ડુંગરા ડોલી ઊઠે? આવા પ્રશ્નથી શરૂ થતી કવિતાના અંતે કવિ કહે છે કે ‘કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય.’ અને અંતે વળ ચઢાવી કહે છે- એટલે કે કશું થાય જ નહીં! આપણે કાવ્યવાચન માટે પણ આ રચનાને ખપમાં લઈને કહેવું હોય તો કહી શકીએ કે કાવ્ય ન વાચીએ-સાંભળીએ કે આસ્વાદ ન લઈએ તો આમ તો કશું ન થાય- એટલે કે કશું થાય જ નહીં! હા, સંવેદનજગતને ખાલી ચઢી જાય. કેવળ ખાલીપણું, જડતા બાકી બચે. | ||
કવિતાની એક અજબ તરસ હોય છે સૌને. કવિતાના સ્પર્શમાત્રથી વંચિત રહ્યા હોય એવા માનવી મળે ખરાં? માણસને સુખદુ:ખમાં હાથવગો સાથી તો કવિતા જ. ઉત્તમ કવિતા સાવ અડોઅડ રહે અને મનુષ્યની ચેતનાને સંકોર્યા કરે. આપણું સુખદુઃખનું આંગણું રોજ છલકાયા કરતું હોય ત્યારે એ ઘડીમાં આપણો હાથ ઝાલે છે એ કવિતા. એ આપણને ગાતા કરે છે.ખુશ કરે છે. સહેલાવે છે ને આવાસિત પણ કરે છે. મોટો આધાર છે કવિતાનો. ક્યારેક કાવ્યને માથે મૂકીને ભલે આપણે નાચી ન ઊઠતાં હોઈએ પણ આપણું અંતર તો છલાંગો ભરતું હોય છે. ઊર્મિઓને પ્રગટ કરવા હૈયે-હોઠેથી સરી પડતાં કાવ્યને ખરો ઘાટ આપવા સર્જક મથામણ કરતો હોય છે. એની પ્રતિભા, નિપુણતા કે અભ્યાસને ખપમાં લઈને જ્યારે કાવ્ય લઈ સમક્ષ થાય છે ત્યારે કવિતાનો કવિએ કરેલો ઉછેર ધ્યાનમાં આવ્યા વિના રહેતો નથી. એવું કાવ્ય ચિત્તમાં રમી રહે. કવિતાકોશથી ભર્યા ભર્યા સંસારમાં એવું બની આવે કે કૃતક કવિતાથી આપણે નિરાશ થઈ ઊઠીએ. કવિતાઓના એકવિધ સૂરની તારસ્વરે ફરિયાદ કરીએ પણ કવિતાથી દૂર જવું ક્યારેય સંભવ બનતું નથી. આપણી પ્રતીતિ છે કે હું કદાચ કવિતા વિના રહી જ ના શકું. | કવિતાની એક અજબ તરસ હોય છે સૌને. કવિતાના સ્પર્શમાત્રથી વંચિત રહ્યા હોય એવા માનવી મળે ખરાં? માણસને સુખદુ:ખમાં હાથવગો સાથી તો કવિતા જ. ઉત્તમ કવિતા સાવ અડોઅડ રહે અને મનુષ્યની ચેતનાને સંકોર્યા કરે. આપણું સુખદુઃખનું આંગણું રોજ છલકાયા કરતું હોય ત્યારે એ ઘડીમાં આપણો હાથ ઝાલે છે એ કવિતા. એ આપણને ગાતા કરે છે.ખુશ કરે છે. સહેલાવે છે ને આવાસિત પણ કરે છે. મોટો આધાર છે કવિતાનો. ક્યારેક કાવ્યને માથે મૂકીને ભલે આપણે નાચી ન ઊઠતાં હોઈએ પણ આપણું અંતર તો છલાંગો ભરતું હોય છે. ઊર્મિઓને પ્રગટ કરવા હૈયે-હોઠેથી સરી પડતાં કાવ્યને ખરો ઘાટ આપવા સર્જક મથામણ કરતો હોય છે. એની પ્રતિભા, નિપુણતા કે અભ્યાસને ખપમાં લઈને જ્યારે કાવ્ય લઈ સમક્ષ થાય છે ત્યારે કવિતાનો કવિએ કરેલો ઉછેર ધ્યાનમાં આવ્યા વિના રહેતો નથી. એવું કાવ્ય ચિત્તમાં રમી રહે. કવિતાકોશથી ભર્યા ભર્યા સંસારમાં એવું બની આવે કે કૃતક કવિતાથી આપણે નિરાશ થઈ ઊઠીએ. કવિતાઓના એકવિધ સૂરની તારસ્વરે ફરિયાદ કરીએ પણ કવિતાથી દૂર જવું ક્યારેય સંભવ બનતું નથી. આપણી પ્રતીતિ છે કે હું કદાચ કવિતા વિના રહી જ ના શકું. | ||