ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૩: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 44: Line 44:
કવિતા અને સંગીતના સંબંધની ચર્ચા કરતાં નરસિંહરાવે એક અવલોકન એ નોંધ્યું છે કે આપણા દેશમાં કવિતા અને સંગીતનો પ્રાચીન કાળથી સંબંધ રહ્યો છે.૪૦<ref>૪૦. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૫૪૨</ref> કવિતા તો નિત્ય ગેય જ હોય એ ખ્યાલ પ્રવર્ત્યો છે, એટલું જ નહિ, એનું વિપરીત પરિણામ એ આવ્યું છે કે જે જે રચનાઓ ગેય હોય તે સર્વ કવિતામાં ખપી જતી જણાય છે. કોઈ રચનામાં કવિત્વને નામે શૂન્ય હોય પણ એ પદ્યદેહી રચના રાગડામાં ગાઈ શકાતી હોય તો તેની કવિતામાં ગણના થાય.૪૧<ref>૪૧. મનોમુકુર ભા. ૪ : ‘કવિતા અને સંગીત’ : પૃ. ૨૩</ref> આ સંજોગોમાં નરસિંહરાવે કવિતાની ગુંજ્યતા અને ગેયતા વચ્ચે સૂક્ષ્મ ભેદ કરી બતાવ્યો છે. (આપણે નર્મદ અને નવલરામની કાવ્ય વિચારણામાં જોઈ ગયા છીએ કે એ બંને સાહિત્યકારોએ પોતાના યુગમાં કવિતા અને ગાયન વચ્ચે ભૂંસાઈ ગયેલી ભેદરેખાને સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. નરસિંહરાવની પ્રસ્તુત વિચારણામાં એનો વિસ્તાર જોઈ શકાય)

“કવિતા અને સંગીત” એ લેખમાં જ, નરસિંહરાવે પોતાનો પ્રયોજિત સંગીત (applied music)નો આદર્શ રજૂ કર્યા પછી, આપણા છંદોની ગુંજ્યતા અને ગેયતાનો વિચાર આરંભ્યો છે. એ વિશે પ્રથમ તેમણે કવિતાની સંગીત-ક્ષમતાની બે કોટિઓનો ખ્યાલ રજૂ કર્યો છે.૪૨<ref>૪૨. એજન પૃ. ૫૮, ૫૯ની ચર્ચા,</ref> (૧) ગુંજ્ય અથવા ગુંજનક્ષમ (chantable)૪૩<ref>૪૩. એજન પૃ. ૫૮–૫૯</ref> અને (૨) ગેય અથવા સંગીતક્ષમ (singable)૪૪<ref>૪૪. એજન પૃ. ૫૮–૫૯</ref>

આ વર્ગીકરણને અનુલક્ષીને તેઓએ પ્રથમ અંગ્રેજી કાવ્યની “ગુંજ્યતા”નો ખ્યાલ સ્પષ્ટ કર્યો છે. “અંગ્રેજી સાહિત્યમાં સંગીત અને કવિતાનો વિચ્છેદ થયા છતાં કાંઈક અંશે સંબંધ ટકી રહ્યો છે. તેને પરિણામે એ સાહિત્યમાં કવિતાના બે પરસ્પરથી છૂટા વિભાગ પડી ગયા છે. એક ભાગ શુદ્ધ કાવ્ય (poetry proper) અને બીજો ભાગ ગેયપદ્ય (songs) બેમાંથી શુદ્ધ કાવ્ય બહુ તો ગુંજ્ય કાવ્યના વર્ગમાં આવી શકશે, જોકે જે પ્રકારે આપણા સાહિત્યનાં પદ્યો ગુંજ્ય હોય છે તે પ્રકારે તો નહિં જઃ આપણું ગુંજન સંગીતની વધારે સમીપ જાય છે અને પાશ્ચાત્ય ગુંજન માત્ર મધુર સ્વરવિકૃતિને પગથિયે જ અટકે છે. પરંતુ અંગ્રેજી સાહિત્યમાં ગુંજ્ય કાવ્ય કદી પણ ગેય બની શકવાના નહિ. એ ગેયતા તો Songs ગેયપદ્યના વિભાગમાં જ નિયંત્રિત છે.”૪૫<ref>૪૫. ‘મનોમુકુર’ : ભા. ૪ : (‘કવિતા અને સંગીત’) : પૃ. ૫૯</ref> આમ, અંગ્રેજી કવિતાના ક્ષેત્રમાં “શુદ્ધ કાવ્ય” અને ‘ગેયપદ્યો’ એકબીજાથી નોખાં થઈ ગયાં છે એમ તેઓ નોંધે છે અને ‘શુદ્ધકાવ્ય’ કંઈક ગુંજ્ય છે ખરાં પણ તે આપણા છંદો જેટલાં તો નહિ જ,” એમ પણ ઉમેરે છે.

એ પછી આપણી કવિતાનો વિચાર કરતાં તેઓ કહે છે : “આપણા દેશની કવિતામાં સ્થિતિ જુદી રીત્યની છે : શુદ્ધ કાવ્યનો વર્ગ ગેયતાથી વિમુક્ત નથી.”૪૬<ref>૪૬. એજન પૃ. ૫૯</ref> પરંતુ આ વિધાનને તેમણે પાદટીપમાં જ વિશેષરૂપે મઠાર્યું છે : તેઓ ત્યાં નોંધે છે : “આ વચન, નીચે એક ખાસ લક્ષણ બતાવીશું તેથી વિશિષ્ટ ગણવાનું છે. સંસ્કૃત વૃત્તો ઘણે ભાગે ગેય નથી હોતાં, માત્ર ગુંજ્ય હોય છે. એ વિશિષ્ટતા અહીં મૂકવાની છે. પરંતુ ઉપર કહી ગયા છિયે તેમ, આપણી ગુંજ્યતા તે ગેયતાની વધારે સમીપ છે.”૪૭<ref>૪૭. એજન પૃ. ૫૯</ref> અહી તેઓ અક્ષરમેળ વૃત્તોની ગુંજ્યતાને રેખાંકિત કરી આપે છે. છતાં તેની અંશતઃ ગેયતાનો ય સાથોસાથ સ્વીકાર કરી લે છે.

પરંતુ આપણા છંદોની ગુંજ્યતા અને ગેયતાનો ખ્યાલ વધુ વિકસાવતાં તેઓ એમ સ્પષ્ટ કરે છે : “આપણી કવિતામાં પણ ગુંજ્ય અને ગેય એમ વિભાગ છે. ગેય કાવ્યોમાં પિંગળના છંદ અને વૃત્ત સિવાય સર્વ કોઈ બાંધાનાં ગીતોનો સમાવેશ થાય છે. ગુંજ્ય કાવ્યોમાં પ્રધાન રીતે પિંગળમાં સ્વીકારાયેલાં અને તે પ્રકારનાં અક્ષરમેળ વૃત્તોમાં રચાયેલાં પદ્યો, તેમ જ બીજે અંગે માત્રામેળ છંદો આવે છે. આ ગુંજ્યતાને ગેયતાના રૂપમાં પલટાવી શકાય નહિ. એમ કરવા જતાં હાસ્યજનક પરિણામ થાય છે.”૪૮<ref>૪૮. ‘મનોમુકુર’ : ભા. ૪ : (‘કવિતા અને સંગીત’) પૃ. ૬૧–૬૨</ref> પ્રસ્તુત અવતરણની ચર્ચામાં તેઓ અક્ષરમેળ તેમ જ માત્રામેળ બંને પ્રકારના છંદોને ગુંજ્ય ગણાવે છે, એટલું જ નહિ, એ બંનેની ગુંજ્યતા ગેયતામાં પલટાવી શકાય જ નહિ એમ તેઓ ભારપૂર્વક નોંધે છે. (આનો એક અર્થ એમ કરીશું કે “પ્રયોજિત સંગીત” (applied music) માટેનું ક્ષેત્ર ગેય રચનાઓ પૂરતું સીમિત થયું?)

Line 55: Line 55:
અહીં એક વાત ખાસ નોંધપાત્ર છે. નરસિંહરાવે કવિતાના અર્થરહસ્યને પોષક બને એવા પ્રયોજિત સંગીત (Applied Music)ની વિશિષ્ટ ભાવના કેળવેલી છે.૫૬<ref>૫૬. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા</ref> આ “પ્રયોજિત સંગીત” (Applied Music) તે “અલિપ્ત સંગીત” (Pure Music)થી ભિન્ન છે.૫૭<ref>૫૭. એજન</ref> આ “પ્રયોજિત સંગીત”નો ગાયક કવિતાના વ્યંગ્યાર્થને અનુરૂપ તેનો સંગીત તત્ત્વથી વિકાસ સાધે છે૫૮<ref>૫૮. એજન</ref> અને એ માટે તેની સર્જકપ્રતિભાને પૂરો અવકાશ છે. એ રીતે તે કવિતાને નવું પરિમાણ અર્પે છે. હવે આ કવિતાના સહ-અસ્તિત્વમાં આવતું સંગીત એ એક વિશિષ્ટ પ્રયોગ છે. અને છંદોના ગુંજન કરતાં બિલકુલ સ્વતંત્ર રીતે પ્રવર્તે (જોકે, નરસિંહરાવ નોંધે છે તેમ, આપણે ત્યાં દયારામ જેવા કવિઓની સંગીતક્ષમ રચનાઓને પરંપરાની રાગરાગિણીમાં ગાવાની પ્રણાલિકા છે પણ તેમાં કવિતાના અર્થને ગૌણ બનાવી દેવામાં આવે છે અને તે સાચા અર્થમાં “પ્રયોજિત સંગીત” નથી.)૫૯<ref>૫૯. ‘મનોમુકુર’ ભા. ૪ : પૃ. ૩૩ની ચર્ચા</ref> જો અક્ષરમેળ અને માત્રામેળ છંદોના ગુંજનની રક્ષા કરવી હોય તો તો આપણી માત્ર ગેય રચનાઓ જ “પ્રયોજિત સંગીત” માટે ઉપયોગી નીવડે એવું એમાંથી ફલિત થાય છે. અને એ રીતે “પ્રયોજિત સંગીત” માટેનું ક્ષેત્ર સીમિત થઈ જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
''''''ન્હાનાલાલની ડોલનશૈલી :'''<br>
'''ન્હાનાલાલની ડોલનશૈલી :'''<br>
તેના સ્વરૂપને લગતી ચર્ચાવિચારણા'''
'''તેના સ્વરૂપને લગતી ચર્ચાવિચારણા'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે આરંભમાં નોંધ્યું છે તેમ, નરસિંહરાવે પોતાની કાવ્યચર્ચામાં પદ્યસ્વરૂપને લગતા પ્રશ્નો વિશે ઠીક ઠીક ચર્ચાવિચારણા કરી છે. ખરી કવિત્વમય ભાવોર્મિ તો સ્વયંભૂ છંદ સિદ્ધ કરી લે એવી તેમની શ્રદ્ધા રહી છે. એટલે ન્હાનાલાલની ડોલનશૈલીના પ્રયોગ વિશે તેઓ ફરી ફરીને વિચારવિમર્શ કરવા પ્રેરાયા હોય તો આશ્ચર્ય નહિ.

Line 94: Line 94:
{{reflist}}
{{reflist}}

<ref>૧. “જેમ ભાવોર્મિનું પ્રદર્શન કરવાનું કાર્ય કવિતા અને સંગીત બંને કરે છે તેમ એ બંનેની ઉત્પત્તિ ભાવના સંચલનમાં જ છે. કવિતાને સંબંધે જોઈશું તો હૃદયના ભાવમય ક્ષોભ વિના હેની ઉત્પત્તિ ખરી કવિતાની ઉત્પત્તિ સંભવતી જ નથી.” – મનોમુકુર, ભા. ૪, પૃ. ૪૮</ref>
<ref>૨. (અ) “કવિ માત્રને પ્રેરણા આપનાર કોઈ ગૂઢ દિવ્યશક્તિ છે.”</ref>
<ref>૨. (બ) ‘શુદ્ધ પ્રેરણા’ દિવ્ય ભૂમિમાંથી કવિના આત્મામાં સાક્ષાત્‌ આવે છે. – એજન : પૃ. ૨૬૭</ref>
<ref>૩. આપણે ૬ઠ્ઠા પ્રકરણમાં નરસિંહરાવની કાવ્યભાવનાની ચર્ચા વિચારણા કરતાં તેમની અનેક કાવ્યવ્યાખ્યાઓની સમીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો છે. એ વ્યાખ્યાઓમાં તેમણે જે રીતે કવિતાની “શરીરઘટના’નો મહિમા કર્યો છે તે નોંધપાત્ર છે. અહીં એ વ્યાખ્યાઓમાંથી ઉચિત સંદર્ભરૂપ વિચારો નોંધીશું :
મનોમુકુર ભા. ૪માં ગ્રંથસ્થ “કવિતા અને સંગીત” લેખમાંથી ઉદ્ધૃત વ્યાખ્યા (જુઓ પ્રકરણ ૬ની ચર્ચા)
‘વાક્યં રસાત્મકં કાવ્યમ્‌-’ “રસાત્મક વાક્ય તે કાવ્ય” એમ કાવ્યનું લક્ષણ સાહિત્યદર્પણકાર આપે છે. ‘રમણીયાર્થપ્રતિપાદકઃ શબ્દઃ કાવ્યમ્‌’ “રમણીય અર્થનો બોધ કરનાર શબ્દ તે કાવ્ય” એમ જગન્નાથ પંડિત પોતાના ‘રસગંગાધર’નામના ગ્રંથમાં કાવ્યનું લક્ષણ બતાવે છે... આ લક્ષણ ઉપરથી ફલિત થતી મુખ્ય બે વાતો ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. એક તો એ કે કવિત્વનું જીવાતુભૂત તત્ત્વ, રસ અર્થાત સર્વ પ્રકારના ભાવ વગેરે વિશેષ હૃદયક્ષોભની દશા, અને તે રસ અથવા દશાની રમણીયતામાં છે અને બીજું એ રમણીય તત્ત્વનું મૂર્ત રૂપ અમુક પ્રકારની શબ્દરચનામાં આવે છે. આ શબ્દરચના એટલે સ્વર, Sound નહિં પરંતુ મનના વિચારનું પ્રદર્શન કરનાર અર્થવત્‌ શબ્દ. મતલબ કે કવિતાનાં ઉપાદાન (૧) રસ અને (૨) શબ્દ. રસ તે અમૂર્ત અંશ અને શબ્દ તે મૂર્ત અંશ, એ બે છે.” પ્રસ્તુત વ્યાખ્યામાં નરસિંહરાવે વિશ્વનાથ અને જગન્નાથની કાવ્યવ્યાખ્યાઓનું અર્થઘટન કરતાં ઉચિત રીતે જ તેમાં નિર્દેશાયેલા કવિતાના અધિષ્ઠાનભૂત શબ્દાર્થદેહનું મૂલ્ય નિર્દેશ્યું છે.
મનોમુકુર ભા. ૩ – “કાવ્યની શરીરઘટના” લેખમાંથી ઉદ્ધૃત વ્યાખ્યા : (જુઓ પ્રકરણ ૬ની ચર્ચા) “Poetry, therefore, we will call Musical Thought Musical Thought ‘સંગીતમય’ વિચાર આ શબ્દયુગમાં રમણીયતાર્થપ્રતિપાદકઃ શબ્દઃ એ લક્ષણનાં અંગ અર્કરૂપે સબળ શક્તિથી સમાયા છે. Musical શબ્દમાં સૌંદર્ય, રમણીયતા, તેમજ પ્રગટ શબ્દસ્વરૂપનો સમાવેશ થવાની સાથે, Thought શબ્દમાં વાણીના પ્રાણરૂપ અર્થનું નિદર્શન થયું છે. : તે સાથે Musical શબ્દમાં રહેલું તે સાથે સૌંદર્યભાવનાનું સ્વરૂપ જેમ, વિચારને તેમ જ વાણીને બંનેને લાગુ પડી, કાવ્યના સૌંદર્યતત્ત્વ જોડે, ભાવના દ્વારા તેમજ પ્રગટવાણીરૂપ ધ્વારા રહેલો સંબંધ સૂચવાય છે.” અહીં નરસિંહરાવે કાર્લાઇલની કાવ્યવ્યાખ્યાનું અર્થઘટન કરતાં કવિતાના અમૂર્ત અંશ લેખે સૌંદર્ય, રમણીય તત્ત્વની સાથોસાથ જ તેને પ્રગટ કરનાર પ્રગટ વાણીનો ય નિર્દેશ કર્યો છે.
(ક) મનોમુકુર ભા. ૩ : “અર્વાચીન ગુજરાતી કવિતાસાહિત્ય” લેખમાંથી લીધેલી વ્યાખ્યા (જુઓ પ્રકરણ ૬ની ચર્ચા)
“Poetry is a criticism of life” “માનવજીવનની અન્વીક્ષા તે કવિતા” આમ કહેવામાં આવ્યું છે. “જીવનનું સુંદર વાણીમાં અન્વીક્ષણ” એમ “સુંદર વાણી’ એ અંશ ઉમેર્યાથી ઊનતા કંઈક પુરાશે”
અહીં નરસિંહરાવે મેથ્યુ આર્નોલ્ડની વ્યાખ્યામાં પૂર્તિ કરતાં ”સુંદર વાણીમાં’ એ શબ્દો ઉમેર્યા છે. કવિતા રમણીયરૂપ હોય, તેને વાઙ્‌મયરૂપ દેહ હોય જે એ રમણીયતાનું અધિષ્ઠાન હોય – એ ખ્યાલ એમાં અભિપ્રેત છે.</ref>
<ref>૪. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા : પૃ. ૨૬૦–૨૭૪</ref>
<ref>૫. Joffroyનો આ ખ્યાલ તેમની વિચારણામાં વારંવાર પુરસ્કાર પામતો રહ્યો છે. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૬૦–૨૭૪</ref>
<ref>૬. ‘મનોમુકુર’ ભા. ૩ : પૃ. ૨૭૭</ref>
<ref>૭. ‘મનોમુકુર’ ભા. ૩ : (કાવ્યની શરીરઘટના) : પૃ. ૨૭૮</ref>
<ref>૮. એજન પૃ. ૨૭૯</ref>
<ref>૯. ‘મનોમુકુર’ : ભા. ૩ : “કાવ્યની શરીરઘટના” : પૃ. ૨૮૧</ref>
<ref>૧૦. એજન : પૃ. ૨૮૧</ref>
<ref>૧૧. જુઓ પ્રકરણ ૫ની ચર્ચા પૃ. ૨૧૩–૨૧૮</ref>
<ref>૧૨. જુઓ પ્રકરણ પની ચર્ચા પૃ. ૨૧૩–૨૧૮</ref>
<ref>૧૩. જુઓ પ્રકરણ પની ચર્ચા પૃ. ૨૧૩–૨૧૮</ref>
<ref>૧૪. ‘મનોમુકુર’ : ભા. ૧ : (‘વસન્તોત્સવ’ ઉપર ચર્ચા) પૃ. ૧૪૫</ref>
<ref>૧૫. એજન : પૃ. ૧૫૭</ref>
<ref>૧૬. જુઓ પ્રકરણ રની ચર્ચા</ref>
<ref>૧૭. જુઓ પ્રકરણ ૨ની ચર્ચા</ref>
<ref>૧૮. મનોમુકુર : ભા. ૧ : (‘વિલાસિકા’નું અવલોકન) પૃ. ૯૨–૯૩</ref>
<ref>૧૯. એજન : પૃ. ૯૨–૯૩ </ref>
<ref>૨૦. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા</ref>
<ref>૨૧. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા : ૨૮૬–૨૮૭</ref>
<ref>૨૨. એજન પૃ. ૨૮૬–૨૮૭</ref>
<ref>૨૩. મનોમુકુર : ભા. ૧ : (‘વસન્તોત્સવ’ ઉપર ચર્ચા) પૃ. ૧૩૮</ref>
<ref>૨૪. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૧૫૦</ref>
<ref>૨૫. એજન પૃ. ૧૫૦–૧૫૧</ref>
<ref>૨૬. એજન પૃ. ૧૫૯</ref>
<ref>૨૭. એજન પૃ. ૧૫૯</ref>
<ref>૨૮. એજન પૃ. ૧૫૮</ref>
<ref>૨૯. એજન પૃ. ૧૫૭</ref>
<ref>૩૦. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા</ref>
<ref>૩૧. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા</ref>
<ref>૩૨. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા</ref>
<ref>૩૩. ન્હાનાલાલનો પ્રસ્તુત લેખ – “ગુજરાતી કવિતા અને સંગીત” સંવત ૧૯૬૦ના ‘વસંત’ના ફાલ્ગુન ચૈત્રના અંકમાં પ્રગટ થયેલો. પાછળથી તે ‘સાહિત્યમંથન’માં ગ્રંથસ્થ થયેલો.</ref>
<ref>૩૪. મનોમુકુર ભા. ૧ : (‘ગુજરાતી કવિતા અને સંગીત’) પૃ. ૧૫૮–૧૫૯</ref>
<ref>૩૫. એજન : પૃ. ૧૫૮–૧૫૯</ref>
<ref>૩૬. ‘વસંત’ (સં. ૧૯૬૦)</ref>
<ref>૩૭. એજન પૃ. ૧૦૬</ref>
<ref>૩૮. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૯</ref>
<ref>૩૯. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૯–૧૦</ref>
<ref>૪૦. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૫૪૨</ref>
<ref>૪૧. મનોમુકુર ભા. ૪ : ‘કવિતા અને સંગીત’ : પૃ. ૨૩</ref>
<ref>૪૨. એજન પૃ. ૫૮, ૫૯ની ચર્ચા,</ref>
<ref>૪૩. એજન પૃ. ૫૮–૫૯</ref>
<ref>૪૪. એજન પૃ. ૫૮–૫૯</ref>
<ref>૪૫. ‘મનોમુકુર’ : ભા. ૪ : (‘કવિતા અને સંગીત’) : પૃ. ૫૯</ref>
<ref>૪૬. એજન પૃ. ૫૯</ref>
<ref>૪૭. એજન પૃ. ૫૯</ref>
<ref>૪૮. ‘મનોમુકુર’ : ભા. ૪ : (‘કવિતા અને સંગીત’) પૃ. ૬૧–૬૨</ref>
<ref>૪૯. એજન પૃ. ૬૩</ref>
<ref>૫૦. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૬૩</ref>
<ref>૫૧. એજન : પૃ. ૬૪</ref>
<ref>પર. એજન : પૃ. ૬૪</ref>
<ref>૫૩. આ મુદ્દા વિષે “કાવ્યની શરીરઘટના” લેખમાંની એક પ્રાસંગિક ચર્ચા ઉલ્લેખપાત્ર છે.
“તો આજની ચર્ચાથી એટલું હું દર્શાવી શક્યો હઈશ કે કવિત્વ તે સૌંદર્યસિદ્ધિ માટે છંદરચનારૂપી શરીરઘટના આપોઆપ માગી લે છે તેમ જ ઘડી લે છે... છંદ અને રાગ એ વચ્ચેના ભેદ વિશે હું આરંભમાં ઇશારો કરી જ ગયો છું, તે વિશે જરાક ખુલાસો કરવાની જરૂર છે. છંદ એ શબ્દમાં સંસ્કૃત વૃત્તો, અક્ષરમેળ, છંદો, ગરબી, દેશી, સર્વનો સંગ્રહ કરવો શક્ય છે એમ હું કહી ચૂક્યો છું - ત્હેનાં બે કારણ છે : (૧) ગરબી, દેશી ઇત્યાદિમાં કાલમાન, લઘુગુરુ સ્થિતિથી થતી માત્રાગણનાનુમાન, અંતર્ગત છે જ : અને (૨) આપણાં કાવ્યો કેવળ ઉચ્ચારયોગ્ય જ નથી, પણ ગાનનો અંશ ભેળવીને જ ખરું સૌંદર્ય દર્શાવવાને સમર્થ થાય છે. આ ઉત્તરોક્ત (કે ઉપરોક્ત?) સ્વરૂપથી સૂચવેલી ગેયતા બે પ્રકારની છે : (૧) શુદ્ધ ગેયતા, અને (૨) ગુંજનક્ષમતા, ગુંજ્યતા ગરબી, દેશીઓ ઇત્યાદિ પ્રથમ વર્ગમાં જ આવશે. સંસ્કૃત વૃત્તોમાં અક્ષરમેળ વૃત્તો બહુધા ગુંજ્ય અને ક્વચિત ગેય હોય છે અને માત્રામેળ વધારે સહેલાઈથી ગેય બની શકે છે.”
મનોમુકુર ભા. ૩ : ‘કાવ્યની શરીરઘટના’, પૃ. ૨૮૬–૨૮૭</ref>
<ref>૫૪. ‘મનોમુકુર’ ભા. ૪ : (‘કવિતા અને સંગીત’) પૃ. ૬૫–૬૬</ref>
<ref>૫૫. ‘મનોમુકુર’ ભા. ૩ : (‘કાવ્યની શરીરઘટના’) પૃ. ૨૮૮</ref>
<ref>૫૬. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા</ref>
<ref>૫૭. એજન</ref>
<ref>૫૮. એજન</ref>
<ref>૫૯. ‘મનોમુકુર’ ભા. ૪ : પૃ. ૩૩ની ચર્ચા</ref>
<ref>૬૦. નરસિંહરાવની વિવેચનામાં ન્હાનાલાલની ડોલનશૈલી વિશે એકથી વધુ લખાણોમાં ઓછીવત્તી ચર્ચા મળે છે :-
(અ) “ ‘વસંતોત્સવ’ ઉપર ચર્ચા” (‘મનોમુકુર’ ભા. ૧માં ગ્રંથસ્થ લેખ. પૃ. ૧૩૬–૧૫૮) આ લેખમાં નરસિંહરાવની વિસ્તૃત સમીક્ષા મળે છે. ડોલનશૈલીને લગતા તાત્ત્વિક મુદ્દાઓની એમાં સુંદર છણાવટ જોવા મળે છે. તેમનાં અન્ય લખાણોમાં ઘણુંખરું તો એમાંના મુદ્દાઓનું પુનરાવર્તન જોવા મળે છે.
(બ) “ગુજરાતી કવિતા અને સંગીત” (‘મનોમુકુર’ ભા. ૧માં ગ્રંથસ્થ લેખ)એમાં પ્રસંગોપાત્ત ન્હાનાલાલની છંદોવિષયક ભૂમિકાની છણાવટ મળે છે.
(ક) ‘કવિતાપ્રવેશ’ (‘મનોમુકુર’ ભા. ૩ : પૃ. ૧૪–૨૦) એમાં પ્રસંગોપાત્ત ડોલનશૈલીની ચર્ચા સ્પર્શાઈ છે.
(ડ) “કાવ્યની શરીરઘટના” (‘મનોમુકુર’ ભા. ૩, પૃ. ૨૮૧-૨૮૬) એમાં ડોલનશૈલીની ચર્ચા મળે છે.
(ઇ) નરસિંહરાવની “રોજનીશી”માં (ટાંચણો રૂપે ડોલનશૈલીની ચર્ચા) જુઓ પૃ. ૨૦૩ </ref>
<ref>૬૧. ‘જ્ઞાનસુધા’ : પુ. ૧૨મું : પૃ. ૫૮ (વર્ષ ૧૮૯૮) (‘મનોમુકુર’ ભા. ૧ “વસંતોત્સવ પર ચર્ચા’ લેખમાં પૃ. ૧૩૭ પર ઉદ્ધૃત)</ref>
<ref>૬૨. ‘મનોમુકુર’ ભા. ૧ : (‘વસંતોત્વસ પર ચર્ચા’) પૃ. ૧૩૭–૧૩૮</ref>
<ref>૬૩. ‘મનોમુકુર’ ભા. ૧ : (‘વસંતોત્સવ’ ઉપર ચર્ચા) પૃ. ૧૩૮</ref>
<ref>૬૪. એજન પૃ. ૧૩૮</ref>
<ref>૬૫. ‘જ્ઞાનસુધા’ પુ. ૧૨મું. વર્ષ ૧૮૯૮ : પૃ. ૫૮ પરની પાદટીપની ચર્ચા. </ref>
<ref>૬૬. ‘મનોમુકુર’ ભા. ૧ (‘વસન્તોત્સવ’ ઉપર ચર્ચા) પૃ. ૧૩૯</ref>
<ref>૬૭. ‘મનોમુકુર’ ભા. ૧. (‘વસન્તોત્સવ’ ઉપર ચર્ચા) પૃ. ૧૩૯–૧૪૦</ref>
<ref>૬૮. ‘ગુંજન’ વિશે નરસિંહરાવનો વિશિષ્ટ ખ્યાલ—આ માટે આ પ્રકરણની ચર્ચા જુઓ પૃ. ૩૬૭</ref>
<ref>૬૯. ‘જ્ઞાનસુધા’ પુ. ૧૨મું ૧૮૯૮ : પૃ. ૧૨૮</ref>
<ref>૭૦. એજન પૃ. ૫૯</ref>
<ref>૭૧. ‘મનોમુકુર’ ભા. ૧ : પૃ. ૧૪૦–૧૪૧</ref>
<ref>૭૨. ‘મનોમુકુર’ ભા. ૧ : (‘વસંતોત્સવ’ ઉપર ચર્ચા) : પૃ. ૧૪૧</ref>
<ref>૭૩. મનોમુકુર ભા. ૩માં “કાવ્યની શરીરઘટના” લેખની ચર્ચા (પૃ. ૨૮૬) : “(૧) અંગ્રેજી પદ્યરચનાનો આધાર accentના તત્ત્વો ઉપર છે. ગુજરીતીમાં accent એ વસ્તુ છે જ નહિં. “(પદ્યરચના માટે તો નથી જ.) અને ગુજરાતી પદ્યરચનાનો પાયો લઘુગુરુ શ્રુતિઓની વ્યવસ્થા અને માત્રા વ્યવસ્થા ઉપર છે. (૨) અંગ્રેજી Blank Verse, તે Verse છે. પદ્યત્વ હેમાંથી જતું નથી. હેમાં છન્દનું તત્ત્વ, metrical યોજના, મા૫ આવશ્યક છે. આ ન્હાનાલાલની યોજના તે verse પણ નથી. હા – blank છે.”
(બ) ‘મનોમુકુર’ ભા. ૧માં “ગુજરાતી કવિતા અને સંગીતમાં” પૃ. ૧૭૧ ની ચર્ચા : “આપણી ભાષાનું બન્ધારણ અંગ્રેજી ભાષાના બંધારણથી જુદું જ છે : અને તેથી આપણા છન્દઃશાસ્ત્રમાં અંગ્રેજી છન્દઃશાસ્ત્રમાંનાં તત્ત્વોનો પ્રવેશ થઈ શકતો નથી. આપણા પદ્યનું સ્વરૂપ સ્વરોના લઘુગુરુપણાના માપ ઉપર આધાર રાખે છે.” અને અંગ્રેજી પદ્ય accent એ વસ્તુ છે જ નહીં. (અંગ્રેજી ભાષાના accent જેવા accent નથી જ.) આ કારણથી અંગ્રેજી blank verse વગેરેનાં દૃષ્ટાંતો ન્હાનાલાલ આપે છે. તે વ્યર્થ થાય છે. હેમની નવીન ગદ્યકાવ્યની રચના પણ અંગ્રેજી accentનું સ્વરૂપ ભૂલી જઈને તેમાં દોરાવાનું પરિણામ છે.”
૭૪. “કેટલાક વિદેશીય તેમ જ સ્વદેશીય વિદ્વાનનું માનવું છે કે ગુજરાતી શબ્દોચ્ચારમાં શબ્દ-ભારનું તત્ત્વ રહેલું છે. તે તત્ત્વ અંગ્રેજી Accent (શબ્દભાર) ના જેવું છે. શબ્દની અમુક વરડી ભાર દઈને અને ઇતર ભાર દીધા વગર બોલાય છે. અર્થાત્‌, એઓના કહેવા મુજબ ગુજરાતી ભાષાના બોલ શબ્દભારવાળી અને શબ્દભાર વિનાની વરડીના બનેલા છે. આ શબ્દભાર સ્થાપિત થાય, તો અંગ્રેજી જેવી શબ્દભારમૂલક પદ્યરચનાની શક્યતા ગુજરાતીમાં વિચારવી રહે. અત્યારે તો એ સંબંધમાં કંઈ પણ નિર્ણયાત્મક નિરૂપણ કરાય એમ નથી.... ભારના સંબંધમાં અહીં એક બાબતની નોંધ લેવાની જરૂર જણાય છે. અંગ્રેજીમાં ભાર અચળ છે. ગદ્યમાં જે વરડી ઉપર ભાર મુકાય છે તે જ વરડી ઉપર એ ભાષામાં પદ્યમાં પણ ભાર પડે છે. શબ્દની બીજી કોઈ વરડી ઉપર તે આઘોપાછો ઠેલી શકાતો નથી. ગુજરાતીમાં વાક્યના બધાએ શબ્દ ઉપર ભાર પડતો જણાતો નથી : પ્રત્યેક અન્વયસિદ્ધ ખંડનો આદ્ય શબ્દ ખાસ ભાર મૂકીને બોલાય છે.... એટલે કે ગુજરાતીમાં ભાર અંગ્રેજીની પેઠે શબ્દસિદ્ધ નથી પણ સ્થાનસિદ્ધ છે.” – ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ : મુંબઈ યુનિવર્સિટી ઈ.સ. ૧૯૩૧. પૃ. ૯–૧૦ </ref>
<ref>૭૫. ‘મનોમુકુર’ ભા. ૩ : ‘કવિતાપ્રવેશ’ : પૃ. ૧૬</ref>
<ref>૭૬. ‘મનોમુકુર’ ભા. ૩ : ‘કવિતાપ્રવેશ’ : પૃ. ૧૬</ref>
<ref>૭૭. એજન : પૃ. ૧૬</ref>
<ref>૭૮. ‘મનોમુકુર’ ભા. ૪ : પૃ. ૯</ref>
<ref>૭૯. એજન : પૃ. ૯</ref>
<br>
<br>
{{HeaderNav
{{HeaderNav
|previous =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
|previous =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨* |૭. નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨* ]]
|next =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ : કવિતાની ઉત્પત્તિ અને તેનો સ્વરૂપવિચાર-૧|. રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા : કવિતાની ઉત્પત્તિ અને તેનો સ્વરૂપવિચાર-૧]]
|next =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/મણિલાલ નભુભાઈની કાવ્યવિચારણા|. મણિલાલ નભુભાઈની કાવ્યવિચારણા]]
}}
}}

Navigation menu