32,892
edits
(+1) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
દાદાજી ગયા? ક્યાં? તેઓ તો ક્યારેય એકલા ક્યાંય નથી જતા. જવું જ હોય, તો પરેશને સાથે લઈ જાય છે. | દાદાજી ગયા? ક્યાં? તેઓ તો ક્યારેય એકલા ક્યાંય નથી જતા. જવું જ હોય, તો પરેશને સાથે લઈ જાય છે. | ||
“મમ્મી, દાદાજી ક્યાં ગયા?” | “મમ્મી, દાદાજી ક્યાં ગયા?” | ||
“ભગવાનને ઘેર.” | |||
એમ? ત્યારે દાદાજી મંદિરે ગયા છે. પણ આ સમયે? બપોરે? મંદિર તો સવારે કે સાંજે જવાય છેને! | એમ? ત્યારે દાદાજી મંદિરે ગયા છે. પણ આ સમયે? બપોરે? મંદિર તો સવારે કે સાંજે જવાય છેને! | ||
મમ્મી પરેશને પલંગ પર બેસાડીને રસોડામાં ગઈ. પરેશ ઊઠીને દરવાજા સુધી આવ્યો. દીવાનખાનામાં માણસો ઊભા હતા, ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. પરેશ પાછો આવીને પલંગ પર બેસી ગયો અને બૂટ કાઢવા લાગ્યો. મમ્મી થાળીમાં જમવાનું લઈ આવી. “લે જમી લે.” પાસે બેસી પોતાને હાથે કોળિયો બનાવી મમ્મીએ પરેશના મોઢા સામે ધર્યોં. પરેશને હસવું આવ્યું. બિચારી મમ્મી. એને ક્યાં ખબર છે કે પરેશ હાથ-મોઢું ધોયા વગર ક્યારેય નથી જમતો. દાદાજીએ શિખવાડ્યું છે કે હાથ-મોઢું ધોઈ, કપડાં બદલી, પછી નિરાંતે જમવાના ટેબલ પર બેસીને, ધીમે-ધીમે સારી રીતે ચાવીને જમવું જોઈએ. અને જ્યારે પરેશ જમતો, ત્યારે દાદાજી સામે બેસી મજાની વાતો કરતા, તેને વાર્તાઓ કહેતા… | મમ્મી પરેશને પલંગ પર બેસાડીને રસોડામાં ગઈ. પરેશ ઊઠીને દરવાજા સુધી આવ્યો. દીવાનખાનામાં માણસો ઊભા હતા, ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. પરેશ પાછો આવીને પલંગ પર બેસી ગયો અને બૂટ કાઢવા લાગ્યો. મમ્મી થાળીમાં જમવાનું લઈ આવી. “લે જમી લે.” પાસે બેસી પોતાને હાથે કોળિયો બનાવી મમ્મીએ પરેશના મોઢા સામે ધર્યોં. પરેશને હસવું આવ્યું. બિચારી મમ્મી. એને ક્યાં ખબર છે કે પરેશ હાથ-મોઢું ધોયા વગર ક્યારેય નથી જમતો. દાદાજીએ શિખવાડ્યું છે કે હાથ-મોઢું ધોઈ, કપડાં બદલી, પછી નિરાંતે જમવાના ટેબલ પર બેસીને, ધીમે-ધીમે સારી રીતે ચાવીને જમવું જોઈએ. અને જ્યારે પરેશ જમતો, ત્યારે દાદાજી સામે બેસી મજાની વાતો કરતા, તેને વાર્તાઓ કહેતા… | ||