18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જલસ્ત્રોત| સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> <center>૦.</center> હવે, સરસ્વતી, ગુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 99: | Line 99: | ||
આ ખોલે મુખ મૃત્યુ-દ્રહોનાં, | આ ખોલે મુખ મૃત્યુ-દ્રહોનાં, | ||
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. | હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. | ||
<center>4. વિદૂષકનું કડવક</center> | |||
તમે નથી વહેતાં તે પટમાં ક્રૂર વિદૂષક ડેરા ડાલે, | તમે નથી વહેતાં તે પટમાં ક્રૂર વિદૂષક ડેરા ડાલે, | ||
એને હુકમ સ્થપાય શાંતિ, એની સંજ્ઞાએ સૈન્યો ચાલે. | એને હુકમ સ્થપાય શાંતિ, એની સંજ્ઞાએ સૈન્યો ચાલે. | ||
આ ન રંગલો, મરમ માત્રમાં સત્તામદને ટપારનારો, | આ ન રંગલો, મરમ માત્રમાં સત્તામદને ટપારનારો, | ||
આ તો છે ખધો ખેલાડી, રાજતંત્રને રમાડનારો. | આ તો છે ખધો ખેલાડી, રાજતંત્રને રમાડનારો. | ||
આંખે ગીધ, ઝરખ પંજે, મનનો શિયાળ, લજ્જા મેલેલો, | આંખે ગીધ, ઝરખ પંજે, મનનો શિયાળ, લજ્જા મેલેલો, | ||
કર તલ સોનું, લોચન લોઢું, ફુમતાળી ટોપી પહેરેલો. | કર તલ સોનું, લોચન લોઢું, ફુમતાળી ટોપી પહેરેલો. | ||
રાજદંડને મરડી વકરાવીને એણે હાથ ધર્યો છે, | રાજદંડને મરડી વકરાવીને એણે હાથ ધર્યો છે, | ||
વામ કરે એને તોળી, તોડ્યો મયંક-મોદક મુખે ભર્યો છે. | વામ કરે એને તોળી, તોડ્યો મયંક-મોદક મુખે ભર્યો છે. | ||
કોટિ કોટિ જન-મન-ગગને અવ અંધકાર કેવો અફાટ છે, | કોટિ કોટિ જન-મન-ગગને અવ અંધકાર કેવો અફાટ છે, | ||
વિષ-લીલો વૃશ્ચિક નભ, નીચે વિખવાદીનાં રાજપાટ છે. | વિષ-લીલો વૃશ્ચિક નભ, નીચે વિખવાદીનાં રાજપાટ છે. | ||
ત્યાં એકેક કરી ભેળવતો તારકગણ, વૃશ્ચિક નિજ ડંખે, | ત્યાં એકેક કરી ભેળવતો તારકગણ, વૃશ્ચિક નિજ ડંખે, | ||
ને નીચે આ રાજરંગલો નવી નવી રંગતને ઝંખે. | ને નીચે આ રાજરંગલો નવી નવી રંગતને ઝંખે. | ||
ખાદ્યાખાદ્ય ભેદ ભૂલેલો અકરાંતિયો ન અટકી શકતો, | ખાદ્યાખાદ્ય ભેદ ભૂલેલો અકરાંતિયો ન અટકી શકતો, | ||
સચોટ એવી ઝાપટ મારે એકે ભોગ ન છટકી શકતો. | સચોટ એવી ઝાપટ મારે એકે ભોગ ન છટકી શકતો. | ||
સૂકા તારા પટમાં પતરાવળીઓની એ હાર માંડતો, | સૂકા તારા પટમાં પતરાવળીઓની એ હાર માંડતો, | ||
નાતીલાને જમાડતો; જો ટાંપે ભૂખ્યું લોક, ભાંડતો. | નાતીલાને જમાડતો; જો ટાંપે ભૂખ્યું લોક, ભાંડતો. | ||
સ્વજન-વૃત્તિ-સૂના શાસક આ, સગપણના શા કરે ઝમેલા, | સ્વજન-વૃત્તિ-સૂના શાસક આ, સગપણના શા કરે ઝમેલા, | ||
સમરાંગણસાથી ખરીદવા મેલા ધનના ખોલે થેલા. | સમરાંગણસાથી ખરીદવા મેલા ધનના ખોલે થેલા. | ||
પ્રજાસંઘને શાસિત સમુદાયોમાં પલટી નાખનાર, ઉપહાસ — અરે | પ્રજાસંઘને શાસિત સમુદાયોમાં પલટી નાખનાર, ઉપહાસ — અરે | ||
અપહાસ-નરકના નરકાસુરને હવે સહો ના. | અપહાસ-નરકના નરકાસુરને હવે સહો ના. | ||
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. | |||
<center>૫. સાર્થવાહનું કડવક</center> | |||
તમે નથી વહેતાં તે પટમાં સાર્થવાહ પોઠો લઈ આવે, | |||
ચરુઓ મૂકે, ઢાંકણ ખોલે, માલ પાથરે, ધૂમ મચાવે. | |||
શીંગા પોઠી સાંઢ બરાડે, હય-ગજને હાકલ-પડકારા, | |||
સૈન્ય-શબ્દ લૈ, શબ્દ-સૈન્ય લૈ સાર્થવાહ આ કરે ધસારા. | |||
ક્યાં ઘેરો, ઊંડો, જલભર રવ, સરસ્વતી, તારા વહેવાનો, | |||
ક્યાં આ છલ-બલ કપટ-લપટ રવ સહુસહુનાં સત્યો કહેવાનો. | |||
પુરા કહ્યું’તું ઇન્દ્રે, પણિઓ! શબ્દ તમારા સૈન્ય વગરના, | |||
સાર્થવાહના શબ્દો સશસ્ત્ર, શાસક એ સહુ નગરનગરના. | |||
પ્રથમ લોભમધુ લઈ અંગુલી પર હળવેક ચટાડે, | |||
વશ ન થાઓ તો ડંખીલી મધમાખ શાં અસ્ત્ર ઉડાડે. | |||
પણિ બાહુ તે લોભ, ઇન્દ્ર બાહુ ભય, ડાબા જમણી, | |||
ધૃતરાષ્ટ્રે ધર્યું રાષ્ટ્ર, ચૂડ એની શી ઘાતક નમણી. | |||
ક્રૂર વિદૂષક પણીન્દ્ર સત્તાસન આરૂઢ થયો છે, | |||
ખડાં સૈન્ય સંયુક્ત સાબદાં, જનગણ મૂઢ થયો છે. | |||
મૂર્તિને નહિ, પ્રજા દેહને મરણચૂડનાં લાડ, | |||
હવે ફરક ના પડે, મારશે આ આલિંગન ગાઢ. | |||
એક ફરક છે, એક માત્ર, છે એક માત્ર આશા એ, | |||
જે તૈયાર મારવા, એ તૈયાર ન મરવા કાજે. | |||
કુરબાનીનો મંત્ર કહો અવઢવને અવ અવકાશ રહો ના, | |||
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. | |||
<center>૬. તીરખગોરનું કડવક</center> | |||
તમે નથી વહેતાં જ્યાં ત્યાં કોઈ અસલ તમારા જેવું વહે છે, | |||
એના તીરથગોરો લગભગ તીર્થંકરની જેવું કહે છે. | |||
કથા કરે છે. કાવ્ય રચે છે, આકર્ષક ઉપદેશો દે છે. | |||
જાતે જીવવું ભૂલી ગયેલા લાખો લોકને શરણે લે છે. | |||
નકલ-નદીને બે તટ શિબિરોમાં માણસ વહેંચાતું ચાલ્યુંઃ | |||
આ ગમ ઘરડાં, ડાહ્યાં, બોખાં; ત્યાં બાળક, મુખ-અંગુલી-ઘાલ્યું. | |||
લટુડાપટુડા ગદ્ગદ પંડ્યા, ચતુર વિનોદે બાળ હસાવે, | |||
મીઠી પોચી શબદલાપસી બોખા લોકોને બહુ ભાવે. | |||
લોકચિત્તના માળી જાણે, હાથે જળઝારા લઈ ફરતા, | |||
જુઓ, તળે જઈ, તો બાગાયત તેજ તજારાની આ કરતા. | |||
પોતાની પેદાશોથી લાખોને પાડે પાકી ટેવ, | |||
નિજનિજ બજારના મોટા ખેલાડી, રુખ પકડે તતખેવ. | |||
શરણભાવના વેચવાલ આ ચરણભાવ લેવાલ | |||
અંતરધનના રમે હવાલા, હમેશ માલામાલ. | |||
કૃતક નદીને કાઢ, સત્યવતી, બે કાંઠે છલકા ભરપૂર, | |||
પ્રજાસંઘ તુજ થાય એકઠોઃ પગભર, પુખ્ત, પ્રયત્ની, શૂર. | |||
તારાં પય, મા, પીએ જે, તેનાં અસ્થિ ય ગજવેલ બને છે. | |||
જાતે જીવવું હક્ક બને છે. સ્વેચ્છા મરવું સ્હેલ બને છે. | |||
થાનક તારાં હોય જાગતાં, સંતાનો તુજ સુપ્ત રહો ના; | |||
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. | |||
<center>૭. બે કાંઠાનું કડવક</center> | |||
તમે નથી વહેતાં તે પટમાં એક મરેલી નદી જડે છે. | |||
જમણે તટ સોનાનું રણ છે, ને ડાબે તટ રાખ ઊડે છે. | |||
સોનાના રણમાં સુવર્ણ મૃગપતિનું રાજ ટકોરાબંધ, | |||
લલનાઓનાં સ્તનનિતંબભર નાચે નિર્મુખ રમ્ય કબંધ. | |||
પોતાનાં મુખ તો સહુ સહુએ સોંપી દીધ દશાનનને, | |||
જઘન-જઠર-ભર લોક હર્ષથી ભરતું અશોક કાનનને. | |||
તિમિર-મખમલી અશોકવનમાં એક રૌપ્યપટ સહુનો સાથી, | |||
જોવા જેવું હોય તે દેખાડાય રમ્ય ઉપકરણોમાંથી. | |||
કરણોની સહુ કડાકૂટમાંથી ઉપકરણો મુક્તિ અપાવે, | |||
અંતઃકરણ ન હોય એટલે રણરમતોની ગમ્મત આવે. | |||
રોનકદાર આ ભક્ષ્યલોકમાં બહુ આનંદપ્રમોદ થાય છે, | |||
સીતા જેવી કૈં સામગ્રી સાથે કાંઠેથી લવાય છે. | |||
સામે કાંઠે, ભસ્મલોકમાં, કંઈનું કંઈ છો થયા કરે, ભૈ, | |||
વાંકદેખલા હોય વિભીષણ, તેઓ જે-તે કહ્યા કરે, ભૈ. | |||
હશે, જવા દો, એ બધાંયનું ધ્યાન રાખનારું છે એક જણ, | |||
સુવર્ણરણનો શિલ્પી, રાષ્ટ્રવિધાયક, મહાન નેતા રાવણ. | |||
‘દોના તટ પર, શુદ્ધ પેય જલ, ઘરઘર હમ પહોંચાયેંગે! | |||
સરિતા-હત્યા-ઉચ્ચ-જાંચ-આયોગ ભી શીઘ્ર બિઠાયેંગે!! | |||
કોઈ આદમી તૃષિત રહો ના!!!’ | |||
— હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. | |||
<center>૮. સૂના ઓવારાનું કડવક</center> | |||
સૂના, સુકા ઓવારે બેઠેલો કૈંક વિચારું છું, | |||
ત્રિપથા જેમ તમે સ્વર્ગેથી નહિ આવો, એમ ધારું છું. | |||
એક-પંથ સંચરે સરસ્વતી, અનેક ઘરની સોંસરવાં, | |||
અભિહિત અન્વય પામે, અન્વિતનાં અભિધાનો ઉચ્ચરવાં. | |||
તમે આવશો આ જ ભોંયના જળરાશિ કોઈ પુરાણમાંથી, | |||
તમે આવશો આ જમીનના ખડકોના કોઈ દબાણમાંથી. | |||
ક્યાં છે? ક્યાં છે? અબીહાલ ઊઘડેલ આજના પરોઢ જેવું નવું નવાણ? | |||
છે તે આ છે — નગે કોરડા, ભર્યા ઓરડા જલનાં; અમને હજી અજાણ. | |||
પુરાણ પાણી, નવાણ નવલાં, ને કોરધાકોડ પહાડ, | |||
નિર્જળતાનો મેઘ ગરજતો, કોરી રણકેસરિયા ત્રાડ. | |||
સંધાં જલ કઈ પ્રજાપ્હાડની ગુપ્ત ગુહામાં ગયાં હશે? | |||
કયો દીર્ઘ અપરાધ અમારો, આવાં ઓઝલ થયાં હશે? | |||
બને? — બને કે સન્મુખ તું સાક્ષાત્ ખડી છો, અને | |||
લોચન જેવું કશુંક અમે બીડી રાખ્યું છે, — બને? | |||
પછી, નેત્રથી કોઈક નાની નસમાં પરોઢ ફાટે, | |||
રતાશ પડતું તેજ થાય, તમને જોવાને માટે. | |||
હું તૂટું જે, તે તરાડમાંથી તું પ્રગટી શકે, | |||
હવે જાણ્યુંઃ હું અંડ-કોચલું, તું મુજ શાવક, હંકે! | |||
વિગત-અનાગત-એકાકારી, સકલ શક્યતાભરી નજરથી. | |||
માતા! શિશુ થઈ આમ લહો ના! | |||
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. | |||
<center>૯. જલાગ્નિ કડવક</center> | |||
છેવટ અસિ લે હાથ યુધિષ્ઠિર, દુર્નિવાર એમ આવો, | |||
અશ્વત્થામા ગજ થઈ હર્ષિત કહીશું ‘સ્વગત’, આવો. | |||
ખરબચડે કસવટ્ટ અમારું પરખો કૌવત, આવો | |||
ધારદાર છીપર છોલ્યાં યે કહીશું ‘સ્વાગત’, આવો. | |||
અગ્નિધવલ જલજ્વાલાઓની છોળ ઉછાળત આવો, | |||
અમે ડૂબતાં બળતાં મરતાં કહીશું ‘સ્વાગત’ આવો. | |||
જલાગ્નિ સભર સરસ્વતી! છોળે છોળે ભડકા થાય, | |||
મીંઢા ખડકો મારગ રૂંધે, તું કેવી તણખાય! | |||
ટીપાં છે કે તણખા છે કે ગગન-વિખેર્યા તારા, | |||
શતનેત્રે, દશમુખે વૃશ્ચિકો જોતા રહે બિચારા. | |||
અસ્મિ-અસ્મિ કરતા પરવારો, વંશો, વળી કબીલા, | |||
જાતજલે ડૂબ્યાંને અગ્નિજલે ડુબાડો, વહેલા. | |||
પ્રજાપ્રાણનાં પાતાળોનાં ગહ્વરમાંથી આવો, | |||
કાલિય દમતી, લીલા રમતી, મહુવરને પણ લાવો. | |||
પછી ક્યાંક નારા-તટ, ખારા પવનને એકલડો, કાલિન્દી-ત્રાણ, | |||
મત્ત સ્વકુળને સ્વયં વિખેરી શો સ્વીકારે જીવનચરણે મરણ-વંદના-બાણ. | |||
ઇચ્છામૃત્યુ વિનાનું ક્યાં છે કાલજથી કોઈ જીવન? | |||
અગન-અગન જે નથી બન્યું એ કયું પાણી છે પાવન? | |||
પ્રજાદેહ બલ મત્ત બનો ના, પ્રજાપ્રાણબલ સુપ્ત રહો ના, | |||
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. | હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. | ||
<center>૧૦. નિત્યનૂતન રાસનું કડવક</center> | |||
અમે ના પહોળા ઘાટ, ધમકતાં તીર્થ, ન શિલ્પિત તટ, સરિતા! | |||
અછિદ્ર, ઊંડો, એકમાર્ગ, ઘન, અમે તમારો પટ, સરિતા! | |||
તમને ધારણ કરી, તમારા વહેણે થઈએ અમે અદૃશ્ય, | |||
અમે-ધર્યો, તમ-ઘડ્યો હર કંકર શિલ્પિત શંકર બને અવશ્ય. | |||
મુક્ત આગમન રૂપે આવો, વિશદ દૃષ્ટિ રૂપે દેખાવ, | |||
કુતૂહલી ગોચરતાના તારે તટ બહુ ગોચર પથરાવ. | |||
સકલ ઇંદ્રિયો શ્વેત, શ્યામ, રાતુંચટાક ગોધણ થઈ ફરે, | |||
પાંગરતા પરમાત્મા ભેળી પાંગરતી હરિયાળી ચરે. | |||
લીલો ચારો, શ્વેત દુગ્ધ, રાતાં કપોલ, રૂપેરી રાખ, | |||
કાળી માટી, લીલો ચારોઃ રાસ રમે તું, હું દઉ સાખ. | |||
પ્રજ્ઞા સુસ્થિર, કુતૂહલી મન, શ્રમઘડાયેલાં અંગેઅંગ | |||
બે યે કાંઠે વસો એક સ્વાયત્ત પ્રજાનો ઉદ્યત સંઘ. | |||
સાહસનાં પથ પાય સરસ્વતી, પરાક્રમે તનનાં-મનનાં, | |||
હૃદય-બુદ્ધિ કાર્યો કરતાં રહે સીમાંકન-ઉલ્લંઘનનાં. | |||
ઋતશાપિત પૂર્વજ કૈં ભસ્મિત સ્થગિત — વહો અવ તવ સંગતમાં, | |||
ત્રિપથા-ટાળ્યા કૈંક ભગીરથ-લોક ભળો નભલા ભારતમાં. | |||
મહાપુરાતન, સદા સનાતન, અવલનવલ ને કાલજયી, | |||
સમયસોબતી લોકસંસ્કૃતિ ઇચ્છામરણે અમૃતમયી. | |||
સદા અમારી સંગ રહોના! | |||
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. | |||
{{Right|(૧૯૯૬)}} | |||
</poem> | </poem> |
edits