કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/કૈં ના જાણીએ
Jump to navigation
Jump to search
કોણે રે કહ્યું ને કોણે સાંભળ્યું
કોણે દીઠો રે ઉજાસ?
કોની રે આંગળીઓને ટેરવે
બેલી બેઠો રે અંધાર?
અમને પૂછો તો કૈં ના જાણીએ.
અમારું આકાશ રે ઓછું પડતું
વાદળ આવે ઊડી જાય,
કોના રે રુદિયામાં આખું જગ માતું
કોનો સમય સરકી જાય?
અમને પૂછો તો કૈં ના જાણીએ.
૧૯૬૮
(તમસા, પૃ. ૧૧૨)