કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૧. નિષ્ફળ વૃષ્ટિ
Jump to navigation
Jump to search
બહાર
મૂશળધાર વરસે આભ ને અંધાર
આજે ભૂલ સમજાણી.
ખેતરો ખેડ્યાં નથી,
હળ વડે બે ચાસ પણ પાડ્યા નથી,
બીજને એક્કેય હાથે વ્હાલથી વાવ્યાં નથી,
તે છતાં લવતો હતો શું તૉરથી,
“જોજો હવે તો આવતી લાણી!”
બહાર
મૂશળધાર વરસે આભ ને અંધાર
ઠાલાં આંખના પાણી.
૧૯૫૨
(સાયુજ્ય, ૧૯૭૨, પૃ. ૧)