ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચન્દ્રનું અજવાળું

ચન્દ્રનું અજવાળું

વર્ષા અડાલજા

ચન્દ્રનું અજવાળું (વર્ષા અડાલજા; ‘એ’, ૧૯૭૯) લગ્ન માટે ઘરથી ભાગેલી સુશીને એનો પ્રેમી છેહ દે છે અને આપઘાત તરફ વળતી એની મનોગતિને સમભાવશીલ સહાય મળતાં સુશી જીવનમાં ફરી કઈ રીતે પ્રવૃત્ત થાય છે એનું અહીં રસપ્રદ આલેખન છે.
ચં.